GUJARATI PAGE 100

ਰੇਨੁ ਸੰਤਨ ਕੀ ਮੇਰੈ ਮੁਖਿ ਲਾਗੀ
જ્યારથી તારા સંત જાણો ની ધૂળ મારા માથા પર લાગેલી છે

ਦੁਰਮਤਿ ਬਿਨਸੀ ਕੁਬੁਧਿ ਅਭਾਗੀ
મારી દૂર-બુદ્ધિ નો નાશ થઈ ગયો છે, મારી કુબુદ્ધિ દૂર થઈ ગઈ છે

ਸਚ ਘਰਿ ਬੈਸਿ ਰਹੇ ਗੁਣ ਗਾਏ ਨਾਨਕ ਬਿਨਸੇ ਕੂਰਾ ਜੀਉ ॥੪॥੧੧॥੧੮॥
હે નાનક! જે લોકો હંમેશા સ્થિર પ્રભુ ના ચરણોમાં ટકી રહે છે અને પ્રભુ ના ગુણ ગાય છે તેની અંદરથી માયા ના મોહ વાળા અસત્ય સંસ્કારનો નાશ થઈ જાય છે ।।૪।।૧૧।।૧૮।।

ਮਾਝ ਮਹਲਾ
માઝ મહેલ ૫।।

ਵਿਸਰੁ ਨਾਹੀ ਏਵਡ ਦਾਤੇ
હે મોટા દાતાર! હે બે અંત દાન દેવાવાળા પ્રભુ! હું તને ક્યારેય ના ભૂલું

ਕਰਿ ਕਿਰਪਾ ਭਗਤਨ ਸੰਗਿ ਰਾਤੇ
હે ભક્તોથી પ્રેમ કરવાવાળા પ્રભુ! મારા પર કૃપા કર

ਦਿਨਸੁ ਰੈਣਿ ਜਿਉ ਤੁਧੁ ਧਿਆਈ ਏਹੁ ਦਾਨੁ ਮੋਹਿ ਕਰਣਾ ਜੀਉ ॥੧॥
મને આ દાન આપ કે જેમ થઈ શકે હું દિવસ રાત તારા ચરણોનું ધ્યાન ધરતો રહું ।।૧।।

ਮਾਟੀ ਅੰਧੀ ਸੁਰਤਿ ਸਮਾਈ
હે પ્રભુ! અમારા આ જડ શરીર માં તે વિચારવાની શક્તિ નાખી દીધી છે

ਸਭ ਕਿਛੁ ਦੀਆ ਭਲੀਆ ਜਾਈ
તે અમે જીવો ને બધું જ દીધું છે, સારી જગ્યા દીધેલી છે

ਅਨਦ ਬਿਨੋਦ ਚੋਜ ਤਮਾਸੇ ਤੁਧੁ ਭਾਵੈ ਸੋ ਹੋਣਾ ਜੀਉ ॥੨॥
હે પ્રભુ! તેરા જન્મ આપેલા જીવ ઘણી રીત ના રમત તમાશા કરી રહ્યા છે, આ બધું જે થઈ રહ્યું છે તારી રજા અનુસાર જ થઈ રહ્યું છે ।।૨।।

ਜਿਸ ਦਾ ਦਿਤਾ ਸਭੁ ਕਿਛੁ ਲੈਣਾ
હે ભાઈ! જે પરમાત્મા એ આપેલું બધું અમને મળી રહ્યું છે

ਛਤੀਹ ਅੰਮ੍ਰਿਤ ਭੋਜਨੁ ਖਾਣਾ
જેની કૃપાથી ઘણા પ્રકારના ભોજન આપણે ખાઈએ છીએ

ਸੇਜ ਸੁਖਾਲੀ ਸੀਤਲੁ ਪਵਣਾ ਸਹਜ ਕੇਲ ਰੰਗ ਕਰਣਾ ਜੀਉ ॥੩॥
આરામ કરવા માટે સુખદાયક ખાટલો પથારી આપણને મળ્યું છે, ઠંડી હવા અપડે લઈ રહ્યા છે અને કોઈ ચિંતા વગરના થઈ ને ઘણા રમત તમાશા આપડે કરીએ છીએ તેને ક્યારેય ભૂલવો ન જોઈએ ।।૩।।

ਸਾ ਬੁਧਿ ਦੀਜੈ ਜਿਤੁ ਵਿਸਰਹਿ ਨਾਹੀ
હે પ્રભુ! મને એવું બુદ્ધિ દે જેની કૃપાથી હું તને ક્યારેય ના ભૂલું

ਸਾ ਮਤਿ ਦੀਜੈ ਜਿਤੁ ਤੁਧੁ ਧਿਆਈ
મને તે જ બુદ્ધિ દે, તેથી હું તારું સ્મરણ કરી શકું

ਸਾਸ ਸਾਸ ਤੇਰੇ ਗੁਣ ਗਾਵਾ ਓਟ ਨਾਨਕ ਗੁਰ ਚਰਣਾ ਜੀਉ ॥੪॥੧੨॥੧੯॥
નાનક કહે છે, મને ગુરુના ચરણોનો આશરો દે તેથી હું દરેક શ્વાસ સાથે તારા ગુણ ગાતો રહું ।।૪।।૧૨।।૧૯।।

ਮਾਝ ਮਹਲਾ
માઝ મહેલ ૫।।

ਸਿਫਤਿ ਸਾਲਾਹਣੁ ਤੇਰਾ ਹੁਕਮੁ ਰਜਾਈ
હે રજા ના માલિક પ્રભુ! તારા આદેશ કપાળ પર માનવું એ તારી જ મહિમા છે.

ਸੋ ਗਿਆਨੁ ਧਿਆਨੁ ਜੋ ਤੁਧੁ ਭਾਈ
તને જે સાચું લાગે છે તેમાં પોતાનું કલ્યાણ જાણવું તે જ વાસ્તવિક જ્ઞાન છે વાસ્તવિક સમાધિ છે

ਸੋਈ ਜਪੁ ਜੋ ਪ੍ਰਭ ਜੀਉ ਭਾਵੈ ਭਾਣੈ ਪੂਰ ਗਿਆਨਾ ਜੀਉ ॥੧॥
હે ભાઈ! જે કઈ પ્રભુજી ને ગમે છે તેનો સ્વીકાર કરવો જ સાચું જપ છે, પરમાત્માની રજામાં ચાલવું જ વાસ્તવિક જ્ઞાન છે ।।૧।।

ਅੰਮ੍ਰਿਤੁ ਨਾਮੁ ਤੇਰਾ ਸੋਈ ਗਾਵੈ ਜੋ ਸਾਹਿਬ ਤੇਰੈ ਮਨਿ ਭਾਵੈ
હે માલિક પ્રભુ! આધ્યાત્મિક જીવન દેવાવાળું તારું નામ તેજ મનુષ્ય ગાય શકે છે

ਤੂੰ ਸੰਤਨ ਕਾ ਸੰਤ ਤੁਮਾਰੇ ਸੰਤ ਸਾਹਿਬ ਮਨੁ ਮਾਨਾ ਜੀਉ ॥੨॥
હે સાહેબ! જે તારા મનમાં તને વ્હાલું લાગે છે તું જ સંતો નો આશરો છે, સંત તારા સહારે જીવે છે તારા સંતો નું મન હંમેશા તારા ચરણો માં જોડાયેલું રહે છે ।।૨।।

ਤੂੰ ਸੰਤਨ ਕੀ ਕਰਹਿ ਪ੍ਰਤਿਪਾਲਾ
હે સૃષ્ટિના પાલનહાર! તું પોતાના સંતોની હંમેશા રક્ષા કરે છે

ਸੰਤ ਖੇਲਹਿ ਤੁਮ ਸੰਗਿ ਗੋਪਾਲਾ
હે ગોપાલ પ્રભુ! હે ગોપાલ પ્રભુ! હે સૃષ્ટિના પાલનહાર તું પોતાના સંતોની હંમેશા રક્ષા કરે છે

ਅਪੁਨੇ ਸੰਤ ਤੁਧੁ ਖਰੇ ਪਿਆਰੇ ਤੂ ਸੰਤਨ ਕੇ ਪ੍ਰਾਨਾ ਜੀਉ ॥੩॥
તને પોતાના સંતો ખુબ જ વ્હાલા લાગે છે તું સંતો નો જીવ જાન છે ।।૩।।

ਉਨ ਸੰਤਨ ਕੈ ਮੇਰਾ ਮਨੁ ਕੁਰਬਾਨੇ
હે પ્રભુ! મારુ મન તારા એ સંતોથી હંમેશા કુરબાન થાય છે

ਜਿਨ ਤੂੰ ਜਾਤਾ ਜੋ ਤੁਧੁ ਮਨਿ ਭਾਨੇ
જેમણે તને ઓળખ્યા છે તારી સાથે ગાઢ સંધિ નાખી દીધી છે, જે તને તારા મન માં વ્હાલું લાગે છે

ਤਿਨ ਕੈ ਸੰਗਿ ਸਦਾ ਸੁਖੁ ਪਾਇਆ ਹਰਿ ਰਸ ਨਾਨਕ ਤ੍ਰਿਪਤਿ ਅਘਾਨਾ ਜੀਉ ॥੪॥੧੩॥੨੦॥
હે નાનક! જે ભગ્યશાળી તેની સંગતિમાં રહે છે, તે હંમેશા આધ્યાત્મિક અનાદનું સુખ પ્રાપ્ત કરે છે; તે પરમાત્મા નો નામ રસ પી ને માયા ની તૃષ્ણા ની તરફથી હંમેશા તૃપ્ત રહે છે ।।૪।।૧૩।।૨૦।।

 ਮਾਝ ਮਹਲਾ
માઝ મહેલ ૫।।

ਤੂੰ ਜਲਨਿਧਿ ਹਮ ਮੀਨ ਤੁਮਾਰੇ
હે પ્રભુ! તું જાણે સમુદ્ર છે અને અમે જીવ તારી માછલીઓ છે.

ਤੇਰਾ ਨਾਮੁ ਬੂੰਦ ਹਮ ਚਾਤ੍ਰਿਕ ਤਿਖਹਾਰੇ
તારું નામ જાણે સ્વાતિ નક્ષત્ર ના વરસાદનું ટીપું છે અને અમે જીવ જાણે તરસ્યો બપૈયો.

ਤੁਮਰੀ ਆਸ ਪਿਆਸਾ ਤੁਮਰੀ ਤੁਮ ਹੀ ਸੰਗਿ ਮਨੁ ਲੀਨਾ ਜੀਉ ॥੧॥
હે પ્રભુ! મને તારા મિલન ની આશા છે મને તારા નામ જળ ની તરસ છે જો તારી કૃપા હોય તો મારુ મન તારા ચરણોમાં જોડાયેલું રહે ।।૧।।

ਜਿਉ ਬਾਰਿਕੁ ਪੀ ਖੀਰੁ ਅਘਾਵੈ
જેમ કે અજાણ્યું નાદાન બાળક પોતાની માતાનું દૂધ પી ને તૃપ્ત થઈ જાય છે

ਜਿਉ ਨਿਰਧਨੁ ਧਨੁ ਦੇਖਿ ਸੁਖੁ ਪਾਵੈ
જેમ કે કોઈ ગરીબ મનુષ્ય પ્રાપ્ત થયેલા ધન જોઈને સુખ મહેસુસ કરે છે

ਤ੍ਰਿਖਾਵੰਤ ਜਲੁ ਪੀਵਤ ਠੰਢਾ ਤਿਉ ਹਰਿ ਸੰਗਿ ਇਹੁ ਮਨੁ ਭੀਨਾ ਜੀਉ ॥੨॥
જાણે કોઈ તરસ્યું ઠંડુ પાણી પીને ખુશ થાય છે, તેમ જ હે પ્રભુ! જો તારી કૃપા હોય તો મારુ આ મન તારા ચરણોમાં તારા નામ જળથી પલળી જાય તો મને ખુશી થાય ।।૨।।

ਜਿਉ ਅੰਧਿਆਰੈ ਦੀਪਕੁ ਪਰਗਾਸਾ
જેવી રીતે અંધારામાં દીવો પ્રકાશ કરે છે

ਭਰਤਾ ਚਿਤਵਤ ਪੂਰਨ ਆਸਾ
જેવી રીતે પતિથી મિલનની તમન્ના કરતા કરતા ની આશા પુરી થાય છે

ਮਿਲਿ ਪ੍ਰੀਤਮ ਜਿਉ ਹੋਤ ਅਨੰਦਾ ਤਿਉ ਹਰਿ ਰੰਗਿ ਮਨੁ ਰੰਗੀਨਾ ਜੀਉ ॥੩॥
અને પોતાના પ્રિય ને મળીને તેના હદયમાં આનંદ જન્મે છે, તેવી જ રીતે જેના પર પ્રભુ ની કૃપા થાય તેનું મન પ્રભુ ના પ્રેમ રંગમાં રંગાઈ જાય છે ।।૩।।

ਸੰਤਨ ਮੋ ਕਉ ਹਰਿ ਮਾਰਗਿ ਪਾਇਆ
સંતો એ મને પરમાત્મા ના મિલનના રસ્તા પર નાખી દીધો છે

ਸਾਧ ਕ੍ਰਿਪਾਲਿ ਹਰਿ ਸੰਗਿ ਗਿਝਾਇਆ
કૃપાળુ ગુરુ એ મને પરમાત્મના ચરણોમાં રહેવાની આદત નાખી દીધી છે

ਹਰਿ ਹਮਰਾ ਹਮ ਹਰਿ ਕੇ ਦਾਸੇ ਨਾਨਕ ਸਬਦੁ ਗੁਰੂ ਸਚੁ ਦੀਨਾ ਜੀਉ ॥੪॥੧੪॥੨੧॥
હે નાનક! હવે પરમાત્મા મારો આશરો બની ગયા છે, હું પરમાત્મા નો સેવક બની ગયો છું; ગુરુએ મને હંમેશા સ્થિર રહેવાવાળા મહિમા નો શબ્દ આપી દીધો છે ।।૪।।૧૪।।૨૧।।

ਮਾਝ ਮਹਲਾ
માઝ મહેલ ૫।।

ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਸਦਾ ਨਿਰਮਲੀਆ
હે મન! તેનું નામ અધ્યાત્મિક જીવન દેવાવાળું એવું જળ છે જે હંમેશા સાફ રહે છે

ਸੁਖਦਾਈ ਦੂਖ ਬਿਡਾਰਨ ਹਰੀਆ
જે પરમાત્મા જીવો ને સુખ દેવાવાળા છે અને જીવો ના દુઃખ દૂર કરવા સક્ષમ છે

ਅਵਰਿ ਸਾਦ ਚਖਿ ਸਗਲੇ ਦੇਖੇ ਮਨ ਹਰਿ ਰਸੁ ਸਭ ਤੇ ਮੀਠਾ ਜੀਉ ॥੧॥
હે મન! દુનિયા ના પદાર્થોનો અમૂર્ત સ્વાદ ચાખીને મેં જોઈ લીધ છે, પરમાત્માના નામ નો સ્વાદ બીજા બધા થી મીઠો છે ।।૧।।

error: Content is protected !!