GUJARATI PAGE 1057

ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਹਰਿ ਨਾਮੁ ਵਖਾਣੈ ॥
તે ગુરુના શબ્દ દ્વારા હરિ-નામનું જ વખાણ કરે છે. 

ਅਨਦਿਨੁ ਨਾਮਿ ਰਤਾ ਦਿਨੁ ਰਾਤੀ ਮਾਇਆ ਮੋਹੁ ਚੁਕਾਹਾ ਹੇ ॥੮॥
તે દિવસ-રાત હરિ-નામમાં લીન રહીને મોહ-માયાનો નાશ કરે છે.॥૮॥

ਗੁਰ ਸੇਵਾ ਤੇ ਸਭੁ ਕਿਛੁ ਪਾਏ ॥
ગુરુની સેવાથી મનુષ્ય બધું પ્રાપ્ત કરી લે છે, 

ਹਉਮੈ ਮੇਰਾ ਆਪੁ ਗਵਾਏ ॥
તે પોતાના મનથી અહંકાર, જોડાણ અને સ્વાર્થની ભાવનાને દૂર કરી દે છે. 

ਆਪੇ ਕ੍ਰਿਪਾ ਕਰੇ ਸੁਖਦਾਤਾ ਗੁਰ ਕੈ ਸਬਦੇ ਸੋਹਾ ਹੇ ॥੯॥
સુખ આપનાર પ્રભુ પોતે જ કૃપા કરે છે અને ગુરુના શબ્દથી જ શોભાનું પાત્ર બને છે ॥૯॥ 

ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਅੰਮ੍ਰਿਤ ਹੈ ਬਾਣੀ ॥
ગુરુના શબ્દ અમૃતવાણી છે. 

ਅਨਦਿਨੁ ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਵਖਾਣੀ ॥
જે મનુષ્ય રોજ પરમાત્માનું નામ જપે છે,

ਹਰਿ ਹਰਿ ਸਚਾ ਵਸੈ ਘਟ ਅੰਤਰਿ ਸੋ ਘਟੁ ਨਿਰਮਲੁ ਤਾਹਾ ਹੇ ॥੧੦॥
તેના હૃદયમાં સાચો પરમાત્મા વસી જાય છે અને તેનું હૃદય નિર્મળ થઈ જાય છે ॥૧૦॥ 

ਸੇਵਕ ਸੇਵਹਿ ਸਬਦਿ ਸਲਾਹਹਿ ॥
ભક્ત દરેક દમ પરમાત્માની અર્ચનામાં લીન રહે છે,

ਸਦਾ ਰੰਗਿ ਰਾਤੇ ਹਰਿ ਗੁਣ ਗਾਵਹਿ ॥ 
તે શબ્દ દ્વારા તેનું સ્તુતિગાન કરે છે અને રંગમાં લીન થઈને પરમાત્માના ગુણ ગાય છે. 

ਆਪੇ ਬਖਸੇ ਸਬਦਿ ਮਿਲਾਏ ਪਰਮਲ ਵਾਸੁ ਮਨਿ ਤਾਹਾ ਹੇ ॥੧੧॥
તે પોતે જ કૃપા કરીને શબ્દ દ્વારા મળાવી લે છે અને તેના મનમાં ચંદનની સુંગંધનો વાસ થઈ જાય છે ॥૧૧॥ 

ਸਬਦੇ ਅਕਥੁ ਕਥੇ ਸਾਲਾਹੇ ॥
જે મનુષ્ય શબ્દ દ્વારા અકથનીય કથા તેમજ સ્તુતિ કરે છે 

ਮੇਰੇ ਪ੍ਰਭ ਸਾਚੇ ਵੇਪਰਵਾਹੇ ॥
મારા સાચા અચિંત પ્રભુની,

ਆਪੇ ਗੁਣਦਾਤਾ ਸਬਦਿ ਮਿਲਾਏ ਸਬਦੈ ਕਾ ਰਸੁ ਤਾਹਾ ਹੇ ॥੧੨॥
તે ગુણદાતા પોતે જ શબ્દો દ્વારા તેને પોતાની સાથે મળાવી લે છે અને તેને જ શબ્દનો સ્વાદ મળે છે ॥૧૨॥

ਮਨਮੁਖੁ ਭੂਲਾ ਠਉਰ ਨ ਪਾਏ ॥
મનમુખી જીવ ભટકેલ છે, તેથી તેને ક્યાંય પણ સુખનું ઠેકાણું મળતું નથી. 

ਜੋ ਧੁਰਿ ਲਿਖਿਆ ਸੁ ਕਰਮ ਕਮਾਏ ॥
જે વિધાતાએ ભાગ્યમાં લખી દીધું છે, તે તે જ કર્મ કરે છે. 

ਬਿਖਿਆ ਰਾਤੇ ਬਿਖਿਆ ਖੋਜੈ ਮਰਿ ਜਨਮੈ ਦੁਖੁ ਤਾਹਾ ਹੇ ॥੧੩॥
વિષય-વિકારોમાં લીન રહીને તે વિષય-વિકારોને જ શોધે છે, ફળસ્વરૂપ જન્મ-મરણનું દુઃખ ભોગવે છે ॥૧૩॥ 

ਆਪੇ ਆਪਿ ਆਪਿ ਸਾਲਾਹੇ ॥
હે પ્રભુ! વાસ્તવમાં તું પોતે જ પોતાના વખાણ કરે છે, 

ਤੇਰੇ ਗੁਣ ਪ੍ਰਭ ਤੁਝ ਹੀ ਮਾਹੇ ॥
તારા ગુણ તારામાં જ છે.

ਤੂ ਆਪਿ ਸਚਾ ਤੇਰੀ ਬਾਣੀ ਸਚੀ ਆਪੇ ਅਲਖੁ ਅਥਾਹਾ ਹੇ ॥੧੪॥
તું પોતે જ સાચો છે, તારી વાણી પણ સાચી છે અને તું પોતે જ અલખ અને અથાહ છે ॥૧૪॥ 

ਬਿਨੁ ਗੁਰ ਦਾਤੇ ਕੋਇ ਨ ਪਾਏ ॥
દાતા ગુરુ વગર કોઈ પણ પરમાત્માને મેળવી શકતો નથી, 

ਲਖ ਕੋਟੀ ਜੇ ਕਰਮ ਕਮਾਏ ॥
ભલે જીવ લાખો કરોડ ધર્મ-કર્મ પણ કરે. 

ਗੁਰ ਕਿਰਪਾ ਤੇ ਘਟ ਅੰਤਰਿ ਵਸਿਆ ਸਬਦੇ ਸਚੁ ਸਾਲਾਹਾ ਹੇ ॥੧੫॥
ગુરુની કૃપાથી પરમાત્મા જેના હૃદયમાં વસી ગયો છે, તે શબ્દ દ્વારા સત્યની જ સ્તુતિ કરે છે ॥૧૫॥ 

ਸੇ ਜਨ ਮਿਲੇ ਧੁਰਿ ਆਪਿ ਮਿਲਾਏ ॥
પ્રભુને તે જ મનુષ્ય મળ્યો છે, જેને પોતાના આરંભથી લખેલ હુકમથી પોતે જ મળાવી લીધો છે. 

ਸਾਚੀ ਬਾਣੀ ਸਬਦਿ ਸੁਹਾਏ ॥
તે સાચી વાણી તેમજ શબ્દો દ્વારા સુંદર બની ગયો છે.

ਨਾਨਕ ਜਨੁ ਗੁਣ ਗਾਵੈ ਨਿਤ ਸਾਚੇ ਗੁਣ ਗਾਵਹ ਗੁਣੀ ਸਮਾਹਾ ਹੇ ॥੧੬॥੪॥੧੩॥
દાસ નાનક રોજ સત્યસ્વરૂપ પરમાત્માના ગુણ ગાય છે અને ગુણગાન કરીને તે ગુણાનિધાનમાં જ લીન થઈ જાય છે ॥૧૬॥૪॥૩॥ 

ਮਾਰੂ ਮਹਲਾ ੩ ॥
મારુ મહેલ ૩॥ 

ਨਿਹਚਲੁ ਏਕੁ ਸਦਾ ਸਚੁ ਸੋਈ ॥
ફક્ત પ્રભુ જ નિશ્ચલ છે, તે હંમેશા શાશ્વત છે,

ਪੂਰੇ ਗੁਰ ਤੇ ਸੋਝੀ ਹੋਈ ॥
આ વાતની સમજ સંપૂર્ણ ગુરુથી જ પ્રાપ્ત થાય છે. 

ਹਰਿ ਰਸਿ ਭੀਨੇ ਸਦਾ ਧਿਆਇਨਿ ਗੁਰਮਤਿ ਸੀਲੁ ਸੰਨਾਹਾ ਹੇ ॥੧॥
જે મનુષ્ય હરિ-રસમાં પલળેલ હંમેશા જ તેનું ચિંતન કરતો રહે છે, ગુરુ-મત પ્રમાણે વિનમ્ર આચરણ જ તેનું કવચ બની જાય છે ॥૧॥

ਅੰਦਰਿ ਰੰਗੁ ਸਦਾ ਸਚਿਆਰਾ ॥
જેના મનમાં પ્રભુનો રંગ છે, તે હંમેશા સત્યવાદી છે. 

ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਹਰਿ ਨਾਮਿ ਪਿਆਰਾ ॥
ગુરુના શબ્દથી તેને હરિનું નામ જ પ્રેમાળ લાગે છે. 

ਨਉ ਨਿਧਿ ਨਾਮੁ ਵਸਿਆ ਘਟ ਅੰਤਰਿ ਛੋਡਿਆ ਮਾਇਆ ਕਾ ਲਾਹਾ ਹੇ ॥੨॥
નવ નિધિ આપનાર હરિ-નામ તેના હૃદયમાં વસી ગયું છે અને તેને માયાનો લોભ મનથી છોડી દીધો છે ॥૨॥

ਰਈਅਤਿ ਰਾਜੇ ਦੁਰਮਤਿ ਦੋਈ ॥
દુર્બુદ્ધિને કારણે રાજા અને પ્રજા મુશ્કેલીમાં પડી રહે છે.

ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਸੇਵੇ ਏਕੁ ਨ ਹੋਈ ॥
સદ્દગુરૂની સેવા કર્યા વગર કોઈ પણ પ્રભુથી એક રૂપ થતું નથી. 

ਏਕੁ ਧਿਆਇਨਿ ਸਦਾ ਸੁਖੁ ਪਾਇਨਿ ਨਿਹਚਲੁ ਰਾਜੁ ਤਿਨਾਹਾ ਹੇ ॥੩॥
જે એક પ્રભુનું ધ્યાન કરે છે, તે હંમેશા સુખ પ્રાપ્ત કરે છે અને તેનું જ શાસન નિશ્ચલ રહે છે ॥૩॥

ਆਵਣੁ ਜਾਣਾ ਰਖੈ ਨ ਕੋਈ ॥
જન્મ-મરણના ચક્રમાંથી કોઈ બચી શકતું નથી અને

ਜੰਮਣੁ ਮਰਣੁ ਤਿਸੈ ਤੇ ਹੋਈ ॥
આનાથી જન્મ-મરણ થતું રહે છે. 

ਗੁਰਮੁਖਿ ਸਾਚਾ ਸਦਾ ਧਿਆਵਹੁ ਗਤਿ ਮੁਕਤਿ ਤਿਸੈ ਤੇ ਪਾਹਾ ਹੇ ॥੪॥
ગુરુની નજીકમાં હંમેશા પ્રભુનું ધ્યાન કર, આનાથી જ પરમગતિ તેમજ મુક્તિ મળે છે ॥૪॥

ਸਚੁ ਸੰਜਮੁ ਸਤਿਗੁਰੂ ਦੁਆਰੈ ॥
સત્ય તેમજ સંયમ સદ્દગુરુ દ્વારા જ મળે છે અને 

ਹਉਮੈ ਕ੍ਰੋਧੁ ਸਬਦਿ ਨਿਵਾਰੈ ॥
શબ્દથી જ અહમ તેમજ ક્રોધનું નિવારણ થાય છે. 

ਸਤਿਗੁਰੁ ਸੇਵਿ ਸਦਾ ਸੁਖੁ ਪਾਈਐ ਸੀਲੁ ਸੰਤੋਖੁ ਸਭੁ ਤਾਹਾ ਹੇ ॥੫॥
સદ્દગુરૂની સેવાથી હંમેશા સુખ પ્રાપ્ત થાય છે અને વિનમ્ર આચરણ તેમજ સંતોષ વગેરે શુભ ગુણ ઉત્પન્ન થઈ જાય છે ॥૫॥ 

ਹਉਮੈ ਮੋਹੁ ਉਪਜੈ ਸੰਸਾਰਾ ॥
અભિમાન તેમજ મોહમાં સંસાર ઉત્પન્ન થાય છે અને

ਸਭੁ ਜਗੁ ਬਿਨਸੈ ਨਾਮੁ ਵਿਸਾਰਾ ॥
પ્રભુ-નામને ભુલાવી આખું જગત નાશ થઈ જાય છે.

ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਸੇਵੇ ਨਾਮੁ ਨ ਪਾਈਐ ਨਾਮੁ ਸਚਾ ਜਗਿ ਲਾਹਾ ਹੇ ॥੬॥
સદ્દગુરૂની સેવા વગર નામ પ્રાપ્ત થતું નથી અને જગતમાં નામનો જ સાચો લાભ છે ॥૬॥

ਸਚਾ ਅਮਰੁ ਸਬਦਿ ਸੁਹਾਇਆ ॥
જેને શબ્દ દ્વારા પરમાત્માનો હુકમ સુંદર લાગે છે, 

ਪੰਚ ਸਬਦ ਮਿਲਿ ਵਾਜਾ ਵਾਇਆ ॥
અનાહત નાદ સાથેના પાંચ શબ્દો તેમના મનમાં ધૂન વગાડ્યા છે.

error: Content is protected !!