GUJARATI PAGE 1059

ਗੁਰਮੁਖਿ ਹੋਵੈ ਸੁ ਸੋਝੀ ਪਾਏ ॥
જે ગુરુના ઉપદેશોનું પાલન કરે છે તેને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે.

ਹਉਮੈ ਮਾਇਆ ਭਰਮੁ ਗਵਾਏ ॥
તે મનમાંથી અભિમાન, માયા તેમજ ભ્રમ દૂર કરી દે છે.

ਗੁਰ ਕੀ ਪਉੜੀ ਊਤਮ ਊਚੀ ਦਰਿ ਸਚੈ ਹਰਿ ਗੁਣ ਗਾਇਦਾ ॥੭॥
ગુરુરૂપી સીડી બધાથી ઉંચી તેમજ શ્રેષ્ઠ છે અને ગુરુ સત્યના ઓટલા પર પ્રભુનાં ગુણ ગાતા રહે છે ॥૭॥

ਗੁਰਮੁਖਿ ਸਚੁ ਸੰਜਮੁ ਕਰਣੀ ਸਾਰੁ ॥
ગુરુમુખ તે સત્ય તેમજ ધીરજવાળું જીવન-આચરણ સ્વીકારે છે અને

ਗੁਰਮੁਖਿ ਪਾਏ ਮੋਖ ਦੁਆਰੁ ॥
તેને મોક્ષ-દરવાજો પ્રાપ્ત થઈ જાય છે.                                                       

ਭਾਇ ਭਗਤਿ ਸਦਾ ਰੰਗਿ ਰਾਤਾ ਆਪੁ ਗਵਾਇ ਸਮਾਇਦਾ ॥੮॥
પ્રેમ-ભક્તિના રંગમાં હંમેશા લીન રહે છે અને અહમને મટાડીને સત્યામાં સમાઈ જાય છે||૮||

ਗੁਰਮੁਖਿ ਹੋਵੈ ਮਨੁ ਖੋਜਿ ਸੁਣਾਏ ॥
જે ગુરુમુખ હોય છે, તે મનને શોધીને નામ વિશે બીજાને સંભળાવે છે.

ਸਚੈ ਨਾਮਿ ਸਦਾ ਲਿਵ ਲਾਏ ॥
તે હંમેશા જ સત્ય નામમાં લગન લગાવે છે.                                             

ਜੋ ਤਿਸੁ ਭਾਵੈ ਸੋਈ ਕਰਸੀ ਜੋ ਸਚੇ ਮਨਿ ਭਾਇਦਾ ॥੯॥
જે પરમાત્માને સ્વીકાર્ય છે, તે તે જ કરે છે અને જે સાચાના મનને સારું લાગે છે ॥૯॥

ਜਾ ਤਿਸੁ ਭਾਵੈ ਸਤਿਗੁਰੂ ਮਿਲਾਏ ॥
જો એને સ્વીકાર હોય તો તે સદ્દગુરુથી મળાવી દે છે.                                            

ਜਾ ਤਿਸੁ ਭਾਵੈ ਤਾ ਮੰਨਿ ਵਸਾਏ ॥
જો તેને યોગ્ય લાગે તો મનમાં નામ વસાવી દે છે.                                               

ਆਪਣੈ ਭਾਣੈ ਸਦਾ ਰੰਗਿ ਰਾਤਾ ਭਾਣੈ ਮੰਨਿ ਵਸਾਇਦਾ ॥੧੦॥
તે સ્વેચ્છાથી હંમેશા જ રંગમાં લીન રહે છે અને સ્વેચ્છાથી મનમાં આવી વસે છે ॥૧૦॥                                 

ਮਨਹਠਿ ਕਰਮ ਕਰੇ ਸੋ ਛੀਜੈ ॥
જો મનુષ્ય મનની હઠથી કર્મ કરે છે, તે બરબાદ થઈ જાય છે.

ਬਹੁਤੇ ਭੇਖ ਕਰੇ ਨਹੀ ਭੀਜੈ ॥
સારો દેખાવ કરવાથી પણ તેનું મન પ્રભુ-રંગમાં પલળતું નથી.                                   

ਬਿਖਿਆ ਰਾਤੇ ਦੁਖੁ ਕਮਾਵਹਿ ਦੁਖੇ ਦੁਖਿ ਸਮਾਇਦਾ ॥੧੧॥
તે વિષય-વિકારોમાં લીન રહીને દુઃખ જ ભોગવે છે અને દુઃખોમાં જ સમાય જાય છે||૧૧||

ਗੁਰਮੁਖਿ ਹੋਵੈ ਸੁ ਸੁਖੁ ਕਮਾਏ ॥
જે ગુરુમુખ હોય છે, તે સુખ જ પ્રાપ્ત કરે છે અને 

ਮਰਣ ਜੀਵਣ ਕੀ ਸੋਝੀ ਪਾਏ ॥
તેને જીવન-મૃત્યુનું જ્ઞાન થઈ જાય છે.

ਮਰਣੁ ਜੀਵਣੁ ਜੋ ਸਮ ਕਰਿ ਜਾਣੈ ਸੋ ਮੇਰੇ ਪ੍ਰਭ ਭਾਇਦਾ ॥੧੨॥
જે જીવન-મૃત્યુને બરાબર સમજે, તે જીવ મારા પ્રભુને સારો લાગે છે॥੧੨॥

ਗੁਰਮੁਖਿ ਮਰਹਿ ਸੁ ਹਹਿ ਪਰਵਾਣੁ ॥
જે ગુરુમુખ બનીને મૃત્યુને પ્રાપ્ત થાય છે, તે પ્રભુને સ્વીકાર હોય છે.

ਆਵਣ ਜਾਣਾ ਸਬਦੁ ਪਛਾਣੁ ॥
તે જન્મ તેમજ મૃત્યુને પણ પ્રભુનો હુકમ જ માને છે.                          

ਮਰੈ ਨ ਜੰਮੈ ਨਾ ਦੁਖੁ ਪਾਏ ਮਨ ਹੀ ਮਨਹਿ ਸਮਾਇਦਾ ॥੧੩॥
તે ન તો મરે છે, ન તો જન્મ લે છે, ન તો દુઃખ પ્રાપ્ત કરે છે, પરંતુ તેનો પ્રકાશ પરમ-પ્રકાશમાં જોડાઈ જાય છે ॥૧૩॥

ਸੇ ਵਡਭਾਗੀ ਜਿਨੀ ਸਤਿਗੁਰੁ ਪਾਇਆ ॥
તે ખુશનસીબ છે, જેને સાચા ગુરુને મેળવ્યો છે.

ਹਉਮੈ ਵਿਚਹੁ ਮੋਹੁ ਚੁਕਾਇਆ ॥
તેણે મનમાંથી અભિમાન અને મોહને દૂર કરી દીધો છે.

ਮਨੁ ਨਿਰਮਲੁ ਫਿਰਿ ਮੈਲੁ ਨ ਲਾਗੈ ਦਰਿ ਸਚੈ ਸੋਭਾ ਪਾਇਦਾ ॥੧੪॥
તેનું મન નિર્મળ થઈ જાય છે, પછી તેને અહમની ગંદકી લાગતી નથી અને તે સાચા દરવાજા પર જ શોભા પ્રાપ્ત કરે છે ॥૧૪॥

ਆਪੇ ਕਰੇ ਕਰਾਏ ਆਪੇ ॥
કરનાર તેમજ કરાવનાર પોતે પ્રભુ જ છે.

ਆਪੇ ਵੇਖੈ ਥਾਪਿ ਉਥਾਪੇ ॥
તે પોતે જ સંભાળ કરી અને બનાવીને મટાડી પણ દે છે.

ਗੁਰਮੁਖਿ ਸੇਵਾ ਮੇਰੇ ਪ੍ਰਭ ਭਾਵੈ ਸਚੁ ਸੁਣਿ ਲੇਖੈ ਪਾਇਦਾ ॥੧੫॥
ગુરુમુખની સેવા જ મારા પ્રભુને સારી લાગે છે અને તે સત્યને સાંભળીને જ તેને સ્વીકાર કરી લે છે ॥૧૫॥

ਗੁਰਮੁਖਿ ਸਚੋ ਸਚੁ ਕਮਾਵੈ ॥
ગુરુમુખ સાચું જીવન-આચરણ સ્વીકારે છે.”                                            

ਗੁਰਮੁਖਿ ਨਿਰਮਲੁ ਮੈਲੁ ਨ ਲਾਵੈ ॥
તે નિર્મળ જ રહે છે અને તેના મનને કોઈ ગંદકી લાગતી નથી.

ਨਾਨਕ ਨਾਮਿ ਰਤੇ ਵੀਚਾਰੀ ਨਾਮੇ ਨਾਮਿ ਸਮਾਇਦਾ ॥੧੬॥੧॥੧੫॥
હે નાનક! હરિ-નામમાં લીન ચિંતનશીલ પ્રભુ-નામમાં જ જોડાઈ જાય છે ॥૧૬॥૧॥૧૫॥

ਮਾਰੂ ਮਹਲਾ ੩ ॥
મારુ મહેલ ૩॥

ਆਪੇ ਸ੍ਰਿਸਟਿ ਹੁਕਮਿ ਸਭ ਸਾਜੀ ॥
પ્રભુએ પોતે જ પોતાના હુકમથી આખી સૃષ્ટિનું નિર્માણ કર્યું છે અને                                

ਆਪੇ ਥਾਪਿ ਉਥਾਪਿ ਨਿਵਾਜੀ ॥
પોતે જ બધું બનાવ્યું તેમજ નાશ કર્યું છે.

ਆਪੇ ਨਿਆਉ ਕਰੇ ਸਭੁ ਸਾਚਾ ਸਾਚੇ ਸਾਚਿ ਮਿਲਾਇਦਾ ॥੧॥
તે સત્યસ્વરૂપ બધાની સાથે ન્યાય કરે છે અને સત્યવાદીઓને સત્યથી મળાવી દે છે ॥૧॥

ਕਾਇਆ ਕੋਟੁ ਹੈ ਆਕਾਰਾ ॥
આ શરીર કિલ્લા આકાર છે,”                                               

ਮਾਇਆ ਮੋਹੁ ਪਸਰਿਆ ਪਾਸਾਰਾ ॥
જેમાં માયાનો મોહ ફેલાયેલો છે.                                                  

ਬਿਨੁ ਸਬਦੈ ਭਸਮੈ ਕੀ ਢੇਰੀ ਖੇਹੂ ਖੇਹ ਰਲਾਇਦਾ ॥੨॥
શબ્દ વગર આ રાખનો ઢગલો છે અને માટીમાં જ મળી જાય છે||૨||                                    

ਕਾਇਆ ਕੰਚਨ ਕੋਟੁ ਅਪਾਰਾ ॥
આ કંચન શરીર અપાર કિલ્લો છે,”

ਜਿਸੁ ਵਿਚਿ ਰਵਿਆ ਸਬਦੁ ਅਪਾਰਾ ॥
જેમાં અપાર બ્રહ્મ-શબ્દ આનંદ કરી રહ્યા છે.

ਗੁਰਮੁਖਿ ਗਾਵੈ ਸਦਾ ਗੁਣ ਸਾਚੇ ਮਿਲਿ ਪ੍ਰੀਤਮ ਸੁਖੁ ਪਾਇਦਾ ॥੩॥
ગુરુમુખ હંમેશા સાચા પ્રભુનાં ગુણ ગાતો રહે છે અને પોતાના પ્રિયતમથી મળીને સુખ પ્રાપ્ત  કરે છે ॥૩॥

ਕਾਇਆ ਹਰਿ ਮੰਦਰੁ ਹਰਿ ਆਪਿ ਸਵਾਰੇ ॥
આ શરીર જ પરમાત્માનું મંદિર છે અને તે પોતે જ આને સુંદર બનાવે છે.                          

ਤਿਸੁ ਵਿਚਿ ਹਰਿ ਜੀਉ ਵਸੈ ਮੁਰਾਰੇ ॥
આ મંદિરમાં પરમાત્મામાં જ રહે છે.                                                       

ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਵਣਜਨਿ ਵਾਪਾਰੀ ਨਦਰੀ ਆਪਿ ਮਿਲਾਇਦਾ ॥੪॥
નામના વ્યાપારી ગુરુના શબ્દ દ્વારા વ્યાપાર કરે છે અને પ્રભુ કૃપા કરી તેને મળાવી લે છે ॥૪॥

ਸੋ ਸੂਚਾ ਜਿ ਕਰੋਧੁ ਨਿਵਾਰੇ ॥
તે શુદ્ધ છે, જે પોતાના ક્રોધને દૂર કરી દે છે.

ਸਬਦੇ ਬੂਝੈ ਆਪੁ ਸਵਾਰੇ ॥
તે શબ્દ દ્વારા સમજીને પોતાને સુંદર બનાવી લે છે.                                       

ਆਪੇ ਕਰੇ ਕਰਾਏ ਕਰਤਾ ਆਪੇ ਮੰਨਿ ਵਸਾਇਦਾ ॥੫॥
વાસ્તવમાં કરવા-કરાવવાવાળા પોતે પરમાત્મા જ છે અને પોતે જ નામ મનમાં વસાવી દે છે ॥૫॥

ਨਿਰਮਲ ਭਗਤਿ ਹੈ ਨਿਰਾਲੀ ॥
નિર્મળ ભક્તિ વિલક્ષણ છે,”  

ਮਨੁ ਤਨੁ ਧੋਵਹਿ ਸਬਦਿ ਵੀਚਾਰੀ ॥
આમાં શબ્દનું મનન કરવાથી મન-શરીર શુદ્ધ થઈ જાય છે.                                                                        

error: Content is protected !!