GUJARATI PAGE 120

ਮਨਸਾ ਮਾਰਿ ਸਚਿ ਸਮਾਣੀ
મનને મારીને જે મનુષ્યની વાસના હંમેશા સ્થિર પ્રભુમાં લીન થઈ ગઈ છે,

ਇਨਿ ਮਨਿ ਡੀਠੀ ਸਭ ਆਵਣ ਜਾਣੀ
તેને આ ટકેલાં મનથી આ બધી જન્મ મરણના ચક્કરની રમત જોઈ લીધી છે, સમજી લીધી છે.

ਸਤਿਗੁਰੁ ਸੇਵੇ ਸਦਾ ਮਨੁ ਨਿਹਚਲੁ ਨਿਜ ਘਰਿ ਵਾਸਾ ਪਾਵਣਿਆ ॥੩॥
તે મનુષ્ય ગુરુનો આશરો લે છે, તેનું મન હંમેશા માટે માયાના હુમલાથી અટળ થઈ જાય છે.તે પોતાના અસલ ઘરમાં પ્રભુ ચરણોમાં ઠેકાણું પ્રાપ્ત કરી લે છે. ।।૩।।

ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਰਿਦੈ ਦਿਖਾਇਆ
હે ભાઈ! ગુરુના શબ્દોએ મને પરમાત્મા મારા હૃદયમાં વસતા દેખાડી દીધા છે.

ਮਾਇਆ ਮੋਹੁ ਸਬਦਿ ਜਲਾਇਆ
શબ્દએ મારી અંદરથી માયાનો મોહ સળગાવી દીધો છે. હવે હું બધી જગ્યાએ તે હંમેશા સ્થિર પ્રભુને જોઈને તેની મહિમા કરું છું.

ਸਚੋ ਸਚਾ ਵੇਖਿ ਸਾਲਾਹੀ ਗੁਰ ਸਬਦੀ ਸਚੁ ਪਾਵਣਿਆ ॥੪॥
હે ભાઈ! ગુરુના શબ્દમાં જોડાનાર મનુષ્ય હંમેશા સ્થિર પ્રભુનો મેળાપ પ્રાપ્ત કરી લે છે ।।૪।।

ਜੋ ਸਚਿ ਰਾਤੇ ਤਿਨ ਸਚੀ ਲਿਵ ਲਾਗੀ
જે મનુષ્ય હંમેશા સ્થિર પ્રભુના નામ રંગમાં રંગાઈ જાય છે, તેની અંદર પ્રભુ ચરણો માટે હંમેશા  કાયમ રહેનાર લગન પેદા થઈ જાય છે.

ਹਰਿ ਨਾਮੁ ਸਮਾਲਹਿ ਸੇ ਵਡਭਾਗੀ
તે ખુબ જ ભાગ્યશાળી મનુષ્ય પ્રભુના નામને પોતાના હૃદયમાં સંભાળી રાખે છે

ਸਚੈ ਸਬਦਿ ਆਪਿ ਮਿਲਾਏ ਸਤਸੰਗਤਿ ਸਚੁ ਗੁਣ ਗਾਵਣਿਆ ॥੫॥
જે મનુષ્યોને પ્રભુ સ્વયં જ મહિમાની વાણીમાં જોડે છે, તે સાધુ-સંગતમાં રહીને હંમેશા સ્થિર પ્રભુને સ્મરણ કરે છે. તેના ગુણ ગાય છે ।।૫।।

ਲੇਖਾ ਪੜੀਐ ਜੇ ਲੇਖੇ ਵਿਚਿ ਹੋਵੈ
હે ભાઈ! તે પરમાત્માની કુદરતનું, એમના અસ્તિત્વનું, એમના ગુણોનું પૂરું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરવો વ્યર્થ છે.

ਓਹੁ ਅਗਮੁ ਅਗੋਚਰੁ ਸਬਦਿ ਸੁਧਿ ਹੋਵੈ
તેનું સ્વરૂપ લેખોથી બહાર છે. તે અગમ્ય છે, મનુષ્યની જ્ઞાનેન્દ્રિય સુધી તેની પહોંચ નથી હોઈ શકતી. પરંતુ પરમાત્માની આ અખૂટ સમજ ગુરુના શબ્દ દ્વારા જ થાય છે.

ਅਨਦਿਨੁ ਸਚ ਸਬਦਿ ਸਾਲਾਹੀ ਹੋਰੁ ਕੋਇ ਕੀਮਤਿ ਪਾਵਣਿਆ ॥੬॥
હું તો દરેક સમય પ્રભુની મહિમાની વાણી દ્વારા તેની મહિમા કરું છું. કોઈ પણ બીજો એવો નથી જેને પરમાત્મા સમાન કહી શકાય ।।૬।।

ਪੜਿ ਪੜਿ ਥਾਕੇ ਸਾਂਤਿ ਆਈ
પરમાત્માનો અંત મેળવવા માટે અનેક પુસ્તકો વાંચી વાંચીને વિદ્વાન લોકો થાકી ગયા, પ્રભુનું સ્વરૂપ પણ ના સમજી શક્યા, અને આધ્યાત્મિક સ્થિરતા પણ પ્રાપ્ત ના થઈ.

ਤ੍ਰਿਸਨਾ ਜਾਲੇ ਸੁਧਿ ਕਾਈ
પણ માયાની તૃષ્ણાની આગમાં જ સળગતા રહ્યા. આધ્યાત્મિક મૃત્યુ લાવવાવાળું તે માયારૂપી ઝેર જ એકત્ર કરતા રહ્યા.

ਬਿਖੁ ਬਿਹਾਝਹਿ ਬਿਖੁ ਮੋਹ ਪਿਆਸੇ ਕੂੜੁ ਬੋਲਿ ਬਿਖੁ ਖਾਵਣਿਆ ॥੭॥
આ માયા-ઝેરનાં મોહની જ તેને તરસ લાગેલી રહે છે. ખોટું બોલીને તે આ ઝેરને જ પોતાનો આધ્યાત્મિક ખોરાક બનાવી રાખે છે ।।૭।।

ਗੁਰ ਪਰਸਾਦੀ ਏਕੋ ਜਾਣਾ
હે નાનક! જે મનુષ્યએ ગુરુની કૃપાથી ફક્ત એક પરમાત્માથી જ ગાઢ સંધિ રાખી, 

ਦੂਜਾ ਮਾਰਿ ਮਨੁ ਸਚਿ ਸਮਾਣਾ
તે પ્રભુ વિના અન્ય પ્રેમને મારીને તેનું મન હંમેશા સ્થિર રહેનાર પ્રભુમાં લીન થઈ ગયું

ਨਾਨਕ ਏਕੋ ਨਾਮੁ ਵਰਤੈ ਮਨ ਅੰਤਰਿ ਗੁਰ ਪਰਸਾਦੀ ਪਾਵਣਿਆ ॥੮॥੧੭॥੧੮॥
જેના મનમાં ફક્ત પરમાત્માનું નામ જ વસે છે, તે ગુરુની કૃપાથી પરમાત્માના ચરણોમાં મેળાપ પ્રાપ્ત કરી લે છે ।।૮।।૧૭।।૧૮।।

ਮਾਝ ਮਹਲਾ
માઝ મહેલ ૩।।

ਰਨ ਰੂਪ ਵਰਤਹਿ ਸਭ ਤੇਰੇ
હે પ્રભુ! જગતમાં અનંત જીવ છે, આ બધામાં તારું જ અલગ અલગ રૂપ દેખાય રહ્યું છે

ਮਰਿ ਮਰਿ ਜੰਮਹਿ ਫੇਰ ਪਵਹਿ ਘਣੇਰੇ
આ અનંત જીવ વારંવાર પેદા થઈ મરે છે, આને જન્મ મરણના કંઈ ચક્કર પડેલા રહે છે.

ਤੂੰ ਏਕੋ ਨਿਹਚਲੁ ਅਗਮ ਅਪਾਰਾ ਗੁਰਮਤੀ ਬੂਝ ਬੁਝਾਵਣਿਆ ॥੧॥
હે પ્રભુ! ફક્ત તું જ અટળ છે અગમ્ય પહોંચથી પરે છે, અનંત છે, આ સમજ તું જ ગુરુની બુદ્ધિ પર ચલાવીને જીવોને આપે છે ।।૧।।

ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਰਾਮ ਨਾਮੁ ਮੰਨਿ ਵਸਾਵਣਿਆ
હું તે મનુષ્યો પરથી હંમેશા કુરબાન જાવ છું, જે પરમાત્માનું નામ પોતાના મનમાં વસાવે છે.

ਤਿਸੁ ਰੂਪੁ ਰੇਖਿਆ ਵਰਨੁ ਕੋਈ ਗੁਰਮਤੀ ਆਪਿ ਬੁਝਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ
તે પરમાત્માનું કોઈ ખાસ રૂપ નથી, કોઈ ખાસ ચિન્હ-ચક્ર નથી, કોઈ ખાસ રંગ નથી, તે સ્વયં જ જીવોને ગુરુની બુદ્ધિ દ્વારા પોતાની સમજ આપે છે. ।।૧।। વિરામ।।

ਸਭ ਏਕਾ ਜੋਤਿ ਜਾਣੈ ਜੇ ਕੋਈ
આખી સૃષ્ટિમાં એક પરમાત્માની જ્યોતિ જ હાજર છે. પરંતુ આ સમજ કોઈ દુર્લભ મનુષ્યને જ પડે છે.

ਸਤਿਗੁਰੁ ਸੇਵਿਐ ਪਰਗਟੁ ਹੋਈ
ગુરુની શરણ પડવાથી જ બધા જીવોમાં વ્યાપક જ્યોતિ પ્રત્યક્ષ દેખાવા લાગે છે.

ਗੁਪਤੁ ਪਰਗਟੁ ਵਰਤੈ ਸਭ ਥਾਈ ਜੋਤੀ ਜੋਤਿ ਮਿਲਾਵਣਿਆ ॥੨॥
બધી જગ્યાએ પરમાત્માની જ્યોતિ ગુપ્ત પણ હાજર છે અને પ્રત્યક્ષ પણ. પ્રભુની જ્યોતિ દરેક જીવની જ્યોતિમાં મળેલી છે ।।૨।।

ਤਿਸਨਾ ਅਗਨਿ ਜਲੈ ਸੰਸਾਰਾ
હે ભાઈ! જગત માયાની તૃષ્ણાની અગ્નિમાં સળગી રહ્યું છે, 

ਲੋਭੁ ਅਭਿਮਾਨੁ ਬਹੁਤੁ ਅਹੰਕਾਰਾ
આના પર લોભ અભિમાન અહંકાર પોત પોતાનું જોર મૂકી રહ્યા છે.

ਮਰਿ ਮਰਿ ਜਨਮੈ ਪਤਿ ਗਵਾਏ ਅਪਣੀ ਬਿਰਥਾ ਜਨਮੁ ਗਵਾਵਣਿਆ ॥੩॥
તૃષ્ણાની આગને કારણે જગત આધ્યાત્મિક મૃત્યુ સહીને જન્મ મરણના ચક્કરમાં પડેલું છે, પોતાની ઇજ્જત ગુમાવી રહ્યું છે અને પોતાનું માનવ જન્મ વ્યર્થ ગુમાવી રહ્યું છે ।।૩।।

ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਕੋ ਵਿਰਲਾ ਬੂਝੈ
કોઈ એકાદ ભાગ્યશાળી મનુષ્ય ગુરુના શબ્દને સમજે છે.

ਆਪੁ ਮਾਰੇ ਤਾ ਤ੍ਰਿਭਵਣੁ ਸੂਝੈ
તે જ્યારે પોતાની અંદરથી સ્વયં ભાવ દૂર કરે છે, ત્યારે તે પરમાત્માને ત્રણેય ભવનોમાં વ્યાપક જાણી લે છે.

ਫਿਰਿ ਓਹੁ ਮਰੈ ਮਰਣਾ ਹੋਵੈ ਸਹਜੇ ਸਚਿ ਸਮਾਵਣਿਆ ॥੪॥
આ સ્થિતિમાં પહોંચીને પુનઃ તે આધ્યાત્મિક મૃત્યુ નથી સહેતો. આધ્યાત્મિક મૃત્યુ તેની નજીક નથી ભટકતી, તે આધ્યાત્મિક સ્થિરતામાં ટકીને હંમેશા સ્થિર રહેનાર પરમાત્મામાં લીન રહે છે ।।૪।।

ਮਾਇਆ ਮਹਿ ਫਿਰਿ ਚਿਤੁ ਲਾਏ
આવી સ્થિરતામાં પહોંચેલો મનુષ્ય બીજી વાર ક્યારેય માયાના મોહમાં પોતાનું મન નથી જોડતો.

ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਸਦ ਰਹੈ ਸਮਾਏ
તે ગુરુના શબ્દની કૃપાથી હંમેશા પરમાત્માની યાદમાં ટકેલો રહે છે.

ਸਚੁ ਸਲਾਹੇ ਸਭ ਘਟ ਅੰਤਰਿ ਸਚੋ ਸਚੁ ਸੁਹਾਵਣਿਆ ॥੫॥
તે હંમેશા સ્થિર રહેનાર પ્રભુની જ મહિમા કરે છે. તેને આ જ દેખાય છે કે બધા શરીરોમાં તે હંમેશા કાયમ રહેનાર પરમાત્મા જ શોભા આપી રહ્યો છે ।।૫।।

ਸਚੁ ਸਾਲਾਹੀ ਸਦਾ ਹਜੂਰੇ
હે ભાઈ! હું તો તે હંમેશા સ્થિર રહેનાર પ્રભુની મહિમા કરું છું, જે હંમેશા બધા જીવોની આસપાસ વસે છે.

ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਰਹਿਆ ਭਰਪੂਰੇ
ગુરુના શબ્દમાં જોડાવાથી તે બધી જગ્યાએ જ વસેલો દેખાય છે.

ਗੁਰ ਪਰਸਾਦੀ ਸਚੁ ਨਦਰੀ ਆਵੈ ਸਚੇ ਹੀ ਸੁਖੁ ਪਾਵਣਿਆ ॥੬॥
જે મનુષ્યને ગુરુની કૃપાથી હંમેશા કાયમ રહેનાર પરમાત્મા બધી જગ્યાએ વસેલો દેખાય છે. તે પેલા હંમેશા સ્થિરમાં જ લીન રહીને આધ્યાત્મિક આનંદ લે છે ।।૬।।

ਸਚੁ ਮਨ ਅੰਦਰਿ ਰਹਿਆ ਸਮਾਇ
હંમેશા કાયમ રહેનાર પરમાત્મા દરેક મનુષ્યના મનમાં હાજર રહે છે.

ਸਦਾ ਸਚੁ ਨਿਹਚਲੁ ਆਵੈ ਜਾਇ
તે સ્વયં હંમેશા અટળ રહે છે. ના ક્યારેય જન્મે છે, ના મરે છે.

ਸਚੇ ਲਾਗੈ ਸੋ ਮਨੁ ਨਿਰਮਲੁ ਗੁਰਮਤੀ ਸਚਿ ਸਮਾਵਣਿਆ ॥੭॥
જે મન તે હંમેશા સ્થિર પ્રભુમાં પ્રેમ મેળવી લે છે, તે પવિત્ર થઈ જાય છે. ગુરુની બુદ્ધિ પર ચાલીને તે હંમેશા સ્થિર રહેનારની યાદમાં જોડાયેલો રહે છે ।।૭।।

ਸਚੁ ਸਾਲਾਹੀ ਅਵਰੁ ਕੋਈ
હે ભાઈ! હું હંમેશા કાયમ રહેનાર પરમાત્માની જ મહિમા કરું છું.

ਜਿਤੁ ਸੇਵਿਐ ਸਦਾ ਸੁਖੁ ਹੋਈ
મને ક્યાંય તેના જેવું કોઈ બીજું નથી દેખાતું. તે હંમેશા સ્થિર પ્રભુનું સ્મરણ કરવાથી હંમેશા આધ્યાત્મિક આનંદ બનેલો રહે છે.

error: Content is protected !!