GUJARATI PAGE 1332

ਪਸਰੀ ਕਿਰਣਿ ਰਸਿ ਕਮਲ ਬਿਗਾਸੇ ਸਸਿ ਘਰਿ ਸੂਰੁ ਸਮਾਇਆ ॥
જ્ઞાનરૂપી કિરણના ફેલાવવાથી હૃદયરૂપી કમળ ખીલઈ ઉઠ્યું છે અને અંતરમાં જ્ઞાનની રોશની થઇ છે.

ਕਾਲੁ ਬਿਧੁੰਸਿ ਮਨਸਾ ਮਨਿ ਮਾਰੀ ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਪ੍ਰਭੁ ਪਾਇਆ ॥੩॥
કાળનો નાશ કરીને મનમાંથી ઈચ્છાઓ અદૃશ્ય થઈ ગઈ અને ગુરુની કૃપાથી પ્રભુને પામી લીધા છે ||૩||

ਅਤਿ ਰਸਿ ਰੰਗਿ ਚਲੂਲੈ ਰਾਤੀ ਦੂਜਾ ਰੰਗੁ ਨ ਕੋਈ ॥
હું પ્રેમના રંગમાં ઊંડે સુધી લીન છું અને તેને બીજો કોઈ રંગ ગમતો નથી.

ਨਾਨਕ ਰਸਨਿ ਰਸਾਏ ਰਾਤੇ ਰਵਿ ਰਹਿਆ ਪ੍ਰਭੁ ਸੋਈ ॥੪॥੧੫॥
હે નાનક! આ જીભ પાર ફક્ત હરિનામ જ છે, એ પ્રભુ સર્વવ્યાપી છે. ||૪||૧૫||

ਪ੍ਰਭਾਤੀ ਮਹਲਾ ੧ ॥
પ્રભાતી મહેલ ૧||

ਬਾਰਹ ਮਹਿ ਰਾਵਲ ਖਪਿ ਜਾਵਹਿ ਚਹੁ ਛਿਅ ਮਹਿ ਸੰਨਿਆਸੀ ॥
બાર સંપ્રદાયમાં વિભાજિત યોગીઓ અને દસ સંપ્રદાયમાં વિભાજિત સંન્યાસીઓને માત્ર મૃત્યુ જ પ્રાપ્ત થાય છે.

ਜੋਗੀ ਕਾਪੜੀਆ ਸਿਰਖੂਥੇ ਬਿਨੁ ਸਬਦੈ ਗਲਿ ਫਾਸੀ ॥੧॥
ઘણા યોગીઓ, કાપડિયાઓ અને માથું મુંડનારાઓ પણ પ્રભુ શબ્દ વિના ગાળામાં મોતનો ફંદો જ નાખે છે. || ૧ ||

ਸਬਦਿ ਰਤੇ ਪੂਰੇ ਬੈਰਾਗੀ ॥
જેઓ પ્રભુના વચનમાં લીન રહે છે તે જ સંપૂર્ણ વૈરાગ્યવાન છે.

ਅਉਹਠਿ ਹਸਤ ਮਹਿ ਭੀਖਿਆ ਜਾਚੀ ਏਕ ਭਾਇ ਲਿਵ ਲਾਗੀ ॥੧॥ ਰਹਾਉ ॥
તેઓ તેમના હાથમાં ભિક્ષા લે છે અને તેઓ પરમાત્મા ને સમર્પિત રહે છે. ||૧||વિરામ||

ਬ੍ਰਹਮਣ ਵਾਦੁ ਪੜਹਿ ਕਰਿ ਕਿਰਿਆ ਕਰਣੀ ਕਰਮ ਕਰਾਏ ॥
બ્રાહ્મણો પાઠ કરે છે અને ઘણી વિધિ કરે છે.

ਬਿਨੁ ਬੂਝੇ ਕਿਛੁ ਸੂਝੈ ਨਾਹੀ ਮਨਮੁਖੁ ਵਿਛੁੜਿ ਦੁਖੁ ਪਾਏ ॥੨॥
સત્ય જાણ્યા વિના તેઓ કંઈપણ જાણતા નથી અને મનના સંકેતોને અનુસરીને, તેઓ ઈશ્વરથી અલગ થઈને દુઃખી થાય છે. || ૨ ||

ਸਬਦਿ ਮਿਲੇ ਸੇ ਸੂਚਾਚਾਰੀ ਸਾਚੀ ਦਰਗਹ ਮਾਨੇ ॥
જેને પ્રભુનામ નો શબ્દ મળી જાય છે તે સત્યવાદી છે અને પ્રભુના દરબારમાં પ્રતિષ્ઠા પામે છે.

ਅਨਦਿਨੁ ਨਾਮਿ ਰਤਨਿ ਲਿਵ ਲਾਗੇ ਜੁਗਿ ਜੁਗਿ ਸਾਚਿ ਸਮਾਨੇ ॥੩॥
જેઓ રાતદિવસ હરિનામની ભક્તિ કરે છે, તેઓ યુગો-યુગો સુધી સત્યમાં જ લીન રહે છે. ||૩||

ਸਗਲੇ ਕਰਮ ਧਰਮ ਸੁਚਿ ਸੰਜਮ ਜਪ ਤਪ ਤੀਰਥ ਸਬਦਿ ਵਸੇ ॥
બધા જ કર્મ – ધર્મ, આત્મસંયમ, જપ-તપ પ્રભુ શબ્દ માં જ વસે છે

ਨਾਨਕ ਸਤਿਗੁਰ ਮਿਲੈ ਮਿਲਾਇਆ ਦੂਖ ਪਰਾਛਤ ਕਾਲ ਨਸੇ ॥੪॥੧੬॥
ગુરુ નાનક કહે છે – જ્યારે કોઈને સદ્દગુરુ મળી જાય છે, ત્યારે પાપ, દુઃખ અને મૃત્યુનો ભય દૂર થઈ જાય છે. || ૪ ||૧૬ ||

ਪ੍ਰਭਾਤੀ ਮਹਲਾ ੧ ॥
પ્રભાતી મહેલ ૧ ||

ਸੰਤਾ ਕੀ ਰੇਣੁ ਸਾਧ ਜਨ ਸੰਗਤਿ ਹਰਿ ਕੀਰਤਿ ਤਰੁ ਤਾਰੀ ॥
હે લોકો! સંતોના ચરણોની ધૂળ લો, સંતોના સંગમાં પરમાત્માના ગુણગાન ગાઓ, આ રીતે સંસારના બંધનોમાંથી મુક્ત થાઓ.

ਕਹਾ ਕਰੈ ਬਪੁਰਾ ਜਮੁ ਡਰਪੈ ਗੁਰਮੁਖਿ ਰਿਦੈ ਮੁਰਾਰੀ ॥੧॥
જે ગુરુમુખના હ્રદયમાં ઈશ્વર છે, તો પછી ડરેલો યમ પણ શું બગાડી શકે છે || ૧ ||

ਜਲਿ ਜਾਉ ਜੀਵਨੁ ਨਾਮ ਬਿਨਾ ॥
ઈશ્વરના નામ વિના જીવવું એ આગમાં બળી જવા જેવું છે.

ਹਰਿ ਜਪਿ ਜਾਪੁ ਜਪਉ ਜਪਮਾਲੀ ਗੁਰਮੁਖਿ ਆਵੈ ਸਾਦੁ ਮਨਾ ॥੧॥ ਰਹਾਉ ॥
પરમાત્માનું ભજન કરો, ગુરુ દ્વારા હરિનામની માળા ફેરવતા રહો, તેનાથી જ મનને આનંદ મળે છે. ||૧||વિરામ||

ਗੁਰ ਉਪਦੇਸ ਸਾਚੁ ਸੁਖੁ ਜਾ ਕਉ ਕਿਆ ਤਿਸੁ ਉਪਮਾ ਕਹੀਐ ॥
જેની પાસે ગુરુની ઉપદેશ અનુસાર સાચુ સુખ છે એનાથી સમકક્ષ બીજી શું હોય શકે.

ਲਾਲ ਜਵੇਹਰ ਰਤਨ ਪਦਾਰਥ ਖੋਜਤ ਗੁਰਮੁਖਿ ਲਹੀਐ ॥੨॥
ગુરુનામ દ્વારા જ પ્રભુ નામ રૂપી અમૂલ્ય રત્નો અને ઝવેરાત પ્રાપ્ત થાય છે. ||૨||

ਚੀਨੈ ਗਿਆਨੁ ਧਿਆਨੁ ਧਨੁ ਸਾਚੌ ਏਕ ਸਬਦਿ ਲਿਵ ਲਾਵੈ ॥
માત્ર જ્ઞાની, ધ્યાન કરનાર જ સાચી હરિનામ સંપત્તિને ઓળખે છે અને માત્ર પ્રભુના વચનમાં જ લીન રહે છે.

ਨਿਰਾਲੰਬੁ ਨਿਰਹਾਰੁ ਨਿਹਕੇਵਲੁ ਨਿਰਭਉ ਤਾੜੀ ਲਾਵੈ ॥੩॥
તે જ પરમાત્મામાં લીન થઇ જાય છે, જે અન્નમુક્ત, પાણી વિના, ઈચ્છાઓથી પરે અને ભયથી પરે છે. ||૩||

ਸਾਇਰ ਸਪਤ ਭਰੇ ਜਲ ਨਿਰਮਲਿ ਉਲਟੀ ਨਾਵ ਤਰਾਵੈ ॥
તેનું મન, બુદ્ધિ અને પાંચ જ્ઞાનેન્દ્રિયો શુદ્ધ જળથી ભરાઈ જાય છે અને તે મોહ – માયાથી દૂર થઈને જીવન – નૈયા ચલાવે છે.

ਬਾਹਰਿ ਜਾਤੌ ਠਾਕਿ ਰਹਾਵੈ ਗੁਰਮੁਖਿ ਸਹਜਿ ਸਮਾਵੈ ॥੪॥
તે મનને સંસારના મોહથી મન ને નિયંત્રણમાં રાખે છે અને સ્વાભાવિક રીતે સત્યમાં ભળી જાય છે. ||૪||

ਸੋ ਗਿਰਹੀ ਸੋ ਦਾਸੁ ਉਦਾਸੀ ਜਿਨਿ ਗੁਰਮੁਖਿ ਆਪੁ ਪਛਾਨਿਆ ॥
ખરેખર એ જ ગૃહસ્થ, સેવક અને ત્યાગી છે, જેને ગુરુ દ્વારા આત્મજ્ઞાન ને જાણી લીધું છે.

ਨਾਨਕੁ ਕਹੈ ਅਵਰੁ ਨਹੀ ਦੂਜਾ ਸਾਚ ਸਬਦਿ ਮਨੁ ਮਾਨਿਆ ॥੫॥੧੭॥
નાનક કહે છે કે જ્યારે સાચા પ્રભુ માં મન લિન થઇ જાય છે, તો બીજું કોઈ જીવન માં નથી હોતું. ||૫||૧૭||

ਰਾਗੁ ਪ੍ਰਭਾਤੀ ਮਹਲਾ ੩ ਚਉਪਦੇ
રાગ પ્રભાતી મહેલ ૩ ચારપદ

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સદગુરૂની કૃપાથી મળે છે

ਗੁਰਮੁਖਿ ਵਿਰਲਾ ਕੋਈ ਬੂਝੈ ਸਬਦੇ ਰਹਿਆ ਸਮਾਈ ॥
કોઈ વીર પુરુષ જ આ રહસ્ય ને ગુરુ થી સમજે છે કે પરમાત્મા કણ-કણમાં વ્યાપ્ત છે.

ਨਾਮਿ ਰਤੇ ਸਦਾ ਸੁਖੁ ਪਾਵੈ ਸਾਚਿ ਰਹੈ ਲਿਵ ਲਾਈ ॥੧॥
તે હરિનામ માં જ લિન રહીને સદૈવ સુખ પ્રાપ્ત કરે છે અને પ્રભુ ભક્તિ માં જ લિન રહે છે.||૧||

error: Content is protected !!