GUJARATI PAGE 1335

ਪੂਰਾ ਭਾਗੁ ਹੋਵੈ ਮੁਖਿ ਮਸਤਕਿ ਸਦਾ ਹਰਿ ਕੇ ਗੁਣ ਗਾਹਿ ॥੧॥ ਰਹਾਉ ॥
જે પૂર્ણ ભાગ્યશાળી હોય છે, તે સદા પરમાત્માના ગુણ ગાય છે ||૧||વિરામ||

ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਭੋਜਨੁ ਹਰਿ ਦੇਇ ॥
ઈશ્વર નામરૂપી ભોજન આપે છે,

ਕੋਟਿ ਮਧੇ ਕੋਈ ਵਿਰਲਾ ਲੇਇ ॥
જેને કરોડોમાંથી જ કોઈ વીર પુરુષ જ મેળવે છે અને

ਜਿਸ ਨੋ ਅਪਣੀ ਨਦਰਿ ਕਰੇਇ ॥੧॥
જેની પર પોતાની કૃપા દ્રષ્ટિ કરે છે ||૧||

ਗੁਰ ਕੇ ਚਰਣ ਮਨ ਮਾਹਿ ਵਸਾਇ ॥
ગુરુના ચરણ મનમાં વસાવવાથી

ਦੁਖੁ ਅਨੑੇਰਾ ਅੰਦਰਹੁ ਜਾਇ ॥
દુઃખનું અંધારું દૂર થઇ જાય છે અને

ਆਪੇ ਸਾਚਾ ਲਏ ਮਿਲਾਇ ॥੨॥
ઈશ્વર સ્વયં જ પોતાની સાથે લઇ લે છે ||૨||

ਗੁਰ ਕੀ ਬਾਣੀ ਸਿਉ ਲਾਇ ਪਿਆਰੁ ॥
ગુરુની વાણીને પ્રેમ કરો,

ਐਥੈ ਓਥੈ ਏਹੁ ਅਧਾਰੁ ॥
લોક-પરલોકનો આ જ આશરો છે અને

ਆਪੇ ਦੇਵੈ ਸਿਰਜਨਹਾਰੁ ॥੩॥
તે પ્રભુ સ્વયં જ પ્રેમ આપે છે || ૩ ||

ਸਚਾ ਮਨਾਏ ਅਪਣਾ ਭਾਣਾ ॥
ઈશ્વર પોતાની આજ્ઞા મનાવે છે,

ਸੋਈ ਭਗਤੁ ਸੁਘੜੁ ਸੋੁਜਾਣਾ ॥
એની આજ્ઞાને માનવાવાળા ભક્ત જ બુદ્ધિમાન તેમજ સમજદાર છે અને

ਨਾਨਕੁ ਤਿਸ ਕੈ ਸਦ ਕੁਰਬਾਣਾ ॥੪॥੭॥੧੭॥੭॥੨੪॥
નાનક તો એના પર સદા બલીહાર છે || ૪ || ૭ || ૧૭ || ૭ || ૨૪ ||

ਪ੍ਰਭਾਤੀ ਮਹਲਾ ੪ ਬਿਭਾਸ
પ્રભાતી મહેલ ૪ બિભાસ

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સદગુરૂની કૃપાથી મળે છે

ਰਸਕਿ ਰਸਕਿ ਗੁਨ ਗਾਵਹ ਗੁਰਮਤਿ ਲਿਵ ਉਨਮਨਿ ਨਾਮਿ ਲਗਾਨ ॥
ગુરુની શિક્ષા દ્વારા આનંદ લઈને પરમાત્માનું ગુણગાન કર્યું છે અને સહજાવસ્થામાં દત્તચિત થઈને હરિનામની લગની લાગી જાય છે.

ਅੰਮ੍ਰਿਤੁ ਰਸੁ ਪੀਆ ਗੁਰ ਸਬਦੀ ਹਮ ਨਾਮ ਵਿਟਹੁ ਕੁਰਬਾਨ ॥੧॥
ગુરુના ઉપદેશથી જ હરિનામ અમૃતનું રસપાન કર્યું છે અને અમે હરિનામ પર બલીહાર છીએ || ૧ ||

ਹਮਰੇ ਜਗਜੀਵਨ ਹਰਿ ਪ੍ਰਾਨ ॥
સંસારનું જીવન પ્રભુ જ અમારા પ્રાણ છે

ਹਰਿ ਊਤਮੁ ਰਿਦ ਅੰਤਰਿ ਭਾਇਓ ਗੁਰਿ ਮੰਤੁ ਦੀਓ ਹਰਿ ਕਾਨ ॥੧॥ ਰਹਾਉ ॥
ગુરુએ જ્યારે કાનમાં મંત્ર આપ્યો તો હૃદયમાં ઈશ્વર જ પ્યારા લાગવા લાગ્યા ||૧||વિરામ||

ਆਵਹੁ ਸੰਤ ਮਿਲਹੁ ਮੇਰੇ ਭਾਈ ਮਿਲਿ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਵਖਾਨ ॥
હે મારા ભાઈ, સંતજનો! આવો આપણે ભેગા મળીને હરિનામની પ્રશંસા કરીએ

ਕਿਤੁ ਬਿਧਿ ਕਿਉ ਪਾਈਐ ਪ੍ਰਭੁ ਅਪੁਨਾ ਮੋ ਕਉ ਕਰਹੁ ਉਪਦੇਸੁ ਹਰਿ ਦਾਨ ॥੨॥
મને ઉપદેશ પ્રદાન કરો કે હું મારા પ્રભુને કેવી રીતે મેળવી શકું || ૨ ||

ਸਤਸੰਗਤਿ ਮਹਿ ਹਰਿ ਹਰਿ ਵਸਿਆ ਮਿਲਿ ਸੰਗਤਿ ਹਰਿ ਗੁਨ ਜਾਨ ॥
ઈશ્વર સત્સંગમાં વસેલો છે, એટલે સંગતમાં મળીને ઈશ્વરના ગુણોને સમજી લો

ਵਡੈ ਭਾਗਿ ਸਤਸੰਗਤਿ ਪਾਈ ਗੁਰੁ ਸਤਿਗੁਰੁ ਪਰਸਿ ਭਗਵਾਨ ॥੩॥
ઉત્તમ ભાગ્યથી જ ગુરુની સતસંગત પ્રાપ્ત થાય છે અને ગુરુના ચરણ સ્પર્શથી પ્રભુનો મિલાપ થાય છે || ૩ ||

ਗੁਨ ਗਾਵਹ ਪ੍ਰਭ ਅਗਮ ਠਾਕੁਰ ਕੇ ਗੁਨ ਗਾਇ ਰਹੇ ਹੈਰਾਨ ॥
અમે પ્રભુનું ગુણગાન કરીએ છીએ, એ માલિકના ગુણગાન ગાઈને એમાં ભાવવિભોર થઇ જઈએ છીએ

ਜਨ ਨਾਨਕ ਕਉ ਗੁਰਿ ਕਿਰਪਾ ਧਾਰੀ ਹਰਿ ਨਾਮੁ ਦੀਓ ਖਿਨ ਦਾਨ ॥੪॥੧॥
નાનકનું કહેવું છે કે ગુરુએ કૃપા કરીને અમને હરિનામ ભજનનું દાન આપ્યું છે || ૪ || ૧ ||

ਪ੍ਰਭਾਤੀ ਮਹਲਾ ੪ ॥
પ્રભાતી મહેલ ૪

ਉਗਵੈ ਸੂਰੁ ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਬੋਲਹਿ ਸਭ ਰੈਨਿ ਸਮ੍ਹ੍ਹਾਲਹਿ ਹਰਿ ਗਾਲ ॥
સવાર થતા જ ગુરુમુખ – જન ઈશ્વરનું ભજન કરે છે અને રાત્રે પણ ઈશ્વરની સ્મૃતિમાં લિન રહીએ છીએ

ਹਮਰੈ ਪ੍ਰਭਿ ਹਮ ਲੋਚ ਲਗਾਈ ਹਮ ਕਰਹ ਪ੍ਰਭੂ ਹਰਿ ਭਾਲ ॥੧॥
પ્રભુએ અમારા અંતરમનમાં એવી આકાંક્ષા ઉત્પન્ન કરી છે કે અમે એની જ શોધ કરીએ છીએ ||૧||

ਮੇਰਾ ਮਨੁ ਸਾਧੂ ਧੂਰਿ ਰਵਾਲ ॥
મારુ મન તો સાધુપુરુષોની ચરણરજ જ ઈચ્છે છે

ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਦ੍ਰਿੜਾਇਓ ਗੁਰਿ ਮੀਠਾ ਗੁਰ ਪਗ ਝਾਰਹ ਹਮ ਬਾਲ ॥੧॥ ਰਹਾਉ ॥
ગુરુએ હરિનામનો જાપ કરાવ્યો છે અને હું મારા વાળથી ગુરુના ચરણ સાફ કરું છું ||૧||વિરામ||

ਸਾਕਤ ਕਉ ਦਿਨੁ ਰੈਨਿ ਅੰਧਾਰੀ ਮੋਹਿ ਫਾਥੇ ਮਾਇਆ ਜਾਲ ॥
નિરાશાવાદી રાતદિવસ મોહના અંધકાર તેમજ માયાની જાળમાં ફસાયેલો રહે છે

ਖਿਨੁ ਪਲੁ ਹਰਿ ਪ੍ਰਭੁ ਰਿਦੈ ਨ ਵਸਿਓ ਰਿਨਿ ਬਾਧੇ ਬਹੁ ਬਿਧਿ ਬਾਲ ॥੨॥
એના હૃદયમાં પળવાર માટે પણ પ્રભુ વસતા નથી, એનું કણકણ કરજમાં ફસાયેલું હોય છે || ૨ ||

ਸਤਸੰਗਤਿ ਮਿਲਿ ਮਤਿ ਬੁਧਿ ਪਾਈ ਹਉ ਛੂਟੇ ਮਮਤਾ ਜਾਲ ॥
સત્સંગતિમાં મળવાથી ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને મોહ-મમતાની જાળથી છુટકારો મળે છે

ਹਰਿ ਨਾਮਾ ਹਰਿ ਮੀਠ ਲਗਾਨਾ ਗੁਰਿ ਕੀਏ ਸਬਦਿ ਨਿਹਾਲ ॥੩॥
મને તો હરિનામ જ મધુર લાગે છે અને ગુરુએ ઉપદેશ આપીને મને ન્યાલ કરી દીધો છે || ૩ ||

ਹਮ ਬਾਰਿਕ ਗੁਰ ਅਗਮ ਗੁਸਾਈ ਗੁਰ ਕਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰਤਿਪਾਲ ॥
આપણે જીવ તો બાળક છે, ગુરુ સંસારના સ્વામી છે અને એ જ કૃપા કરીને અમારું પાલન પોષણ કરે છે

ਬਿਖੁ ਭਉਜਲ ਡੁਬਦੇ ਕਾਢਿ ਲੇਹੁ ਪ੍ਰਭ ਗੁਰ ਨਾਨਕ ਬਾਲ ਗੁਪਾਲ ॥੪॥੨॥
નાનક વિનંતી કરે છે કે હે ગુરુ પરમેશ્વર! આ વિષમ સંસાર સાગરમાં ડૂબવાથી બચાવી લો, અમે તમારા બાળકો છીએ || ૪ || ૨ ||

ਪ੍ਰਭਾਤੀ ਮਹਲਾ ੪ ॥
પ્રભાતી મહેલ ૪

ਇਕੁ ਖਿਨੁ ਹਰਿ ਪ੍ਰਭਿ ਕਿਰਪਾ ਧਾਰੀ ਗੁਨ ਗਾਏ ਰਸਕ ਰਸੀਕ ॥
જયારે પ્રભુએ એક ક્ષણ માટે પોતાની કૃપા કરી તો અમે પ્રેમપૂર્વક એના જ ગુણ ગાવા લાગ્યા

error: Content is protected !!