GUJARATI PAGE 1347

ਹਉਮੈ ਵਿਚਿ ਜਾਗ੍ਰਣੁ ਨ ਹੋਵਈ ਹਰਿ ਭਗਤਿ ਨ ਪਵਈ ਥਾਇ ॥
અભિમાનમાં લીન થવાથી જાગૃતિ મળતી નથી કે પરમાત્માની ભક્તિ સફળ થતી નથી.

ਮਨਮੁਖ ਦਰਿ ਢੋਈ ਨਾ ਲਹਹਿ ਭਾਇ ਦੂਜੈ ਕਰਮ ਕਮਾਇ ॥੪॥
મન મરજી કરવાવાળો દ્વેતભાવમાં કર્મ કરે છે, જેના કારણે તેને ક્યાંય પણ આશરો મળતો નથી ||૪||

ਧ੍ਰਿਗੁ ਖਾਣਾ ਧ੍ਰਿਗੁ ਪੈਨੑਣਾ ਜਿਨੑਾ ਦੂਜੈ ਭਾਇ ਪਿਆਰੁ ॥
દ્વેતભાવથી પ્રેમ કરવાવાળા લોકોનું ખાવાનું-પીવાનું બધું ધિક્કાર છે.

ਬਿਸਟਾ ਕੇ ਕੀੜੇ ਬਿਸਟਾ ਰਾਤੇ ਮਰਿ ਜੰਮਹਿ ਹੋਹਿ ਖੁਆਰੁ ॥੫॥
આવા મળના કીડા મળમાં સમાઈ જાય છે અને જન્મ-મરણના ચક્રમાં દુઃખી રહે છે ||૫||

ਜਿਨ ਕਉ ਸਤਿਗੁਰੁ ਭੇਟਿਆ ਤਿਨਾ ਵਿਟਹੁ ਬਲਿ ਜਾਉ ॥
જેમને સદ્દગુરુ મળ્યા છે, હું તેમના પર કુરબાન છું.

ਤਿਨ ਕੀ ਸੰਗਤਿ ਮਿਲਿ ਰਹਾਂ ਸਚੇ ਸਚਿ ਸਮਾਉ ॥੬॥
તેમના સંગમાં રહેવાથી ઈશ્વરમાં મગ્ન થઇ જવાય છે ||૬ ||

ਪੂਰੈ ਭਾਗਿ ਗੁਰੁ ਪਾਈਐ ਉਪਾਇ ਕਿਤੈ ਨ ਪਾਇਆ ਜਾਇ ॥
જો સંપૂર્ણ ભાગ્ય હોય તો ગુરુ પ્રાપ્ત થાય છે અને અન્ય કોઈ માધ્યમથી તેને પ્રાપ્ત કરી શકાતો નથી.

ਸਤਿਗੁਰ ਤੇ ਸਹਜੁ ਊਪਜੈ ਹਉਮੈ ਸਬਦਿ ਜਲਾਇ ॥੭॥
સદ્દગુરુ જ મનમાં સુખ અને શાંતિનું સર્જન કરે છે અને શબ્દો દ્વારા અભિમાનને બાળી નાખે છે. ||૭||

ਹਰਿ ਸਰਣਾਈ ਭਜੁ ਮਨ ਮੇਰੇ ਸਭ ਕਿਛੁ ਕਰਣੈ ਜੋਗੁ ॥
હે મારા મન! પરમાત્માની શરણમાં આવ, તેની ભક્તિ કરો, તે બધું કરવા સક્ષમ છે.

ਨਾਨਕ ਨਾਮੁ ਨ ਵੀਸਰੈ ਜੋ ਕਿਛੁ ਕਰੈ ਸੁ ਹੋਗੁ ॥੮॥੨॥੭॥੨॥੯॥
ગુરુ નાનકનું ફરમાન છે કે ભગવાનનું નામ ભૂલવું ન જોઈએ, જો કઈ પણ તે કરે છે, તે નક્કી જ હોય છે || ૮ || ૨ || ૭ || ૨ || ૬ ||

ਬਿਭਾਸ ਪ੍ਰਭਾਤੀ ਮਹਲਾ ੫ ਅਸਟਪਦੀਆ
બિભાસ પ્રભાતિ મહેલ ૫ અષ્ટપદિયા

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સદગુરૂની કૃપાથી મળે છે

ਮਾਤ ਪਿਤਾ ਭਾਈ ਸੁਤੁ ਬਨਿਤਾ ॥
માતા-પિતા, ભાઈ, પુત્ર તેમજ પત્ની વગેરે પરિજન મળીને

ਚੂਗਹਿ ਚੋਗ ਅਨੰਦ ਸਿਉ ਜੁਗਤਾ ॥
આનંદપૂર્વક જીવનના સુખ ભોગવે છે

ਉਰਝਿ ਪਰਿਓ ਮਨ ਮੀਠ ਮੋੁਹਾਰਾ ॥
મન મીઠા મોહમાં ફસાયેલું છે,

ਗੁਨ ਗਾਹਕ ਮੇਰੇ ਪ੍ਰਾਨ ਅਧਾਰਾ ॥੧॥
પણ ગુણોના ગ્રાહક નિરંકાર મારા જીવનની આશા છે. ||૧||

ਏਕੁ ਹਮਾਰਾ ਅੰਤਰਜਾਮੀ ॥
ફક્ત ઈશ્વર જ આપણા હ્રદયની લાગણીઓ જાણે છે, એકમાત્ર એનો જ આશરો છે,”

ਧਰ ਏਕਾ ਮੈ ਟਿਕ ਏਕਸੁ ਕੀ ਸਿਰਿ ਸਾਹਾ ਵਡ ਪੁਰਖੁ ਸੁਆਮੀ ॥੧॥ ਰਹਾਉ ॥
તે બાદશાહોનો પણ બાદશાહ છે, મહાન છે ||૧||વિરામ||

ਛਲ ਨਾਗਨਿ ਸਿਉ ਮੇਰੀ ਟੂਟਨਿ ਹੋਈ ॥
છેતરનાર માયારૂપી નાગ સાથે મારો સંબંધ તૂટી ગયો છે,

ਗੁਰਿ ਕਹਿਆ ਇਹ ਝੂਠੀ ਧੋਹੀ ॥
ખરેખર ગુરુએ મને કહ્યું છે કે આ ખોટું અને કપટ છે.

ਮੁਖਿ ਮੀਠੀ ਖਾਈ ਕਉਰਾਇ ॥
તેનો સ્વાદ મોઢામાંથી મીઠો લાગે છે, પરંતુ ખાવાથી કડવો બને છે.

ਅੰਮ੍ਰਿਤ ਨਾਮਿ ਮਨੁ ਰਹਿਆ ਅਘਾਇ ॥੨॥
હરિનામના અમૃતથી જ મનને સંપૂર્ણ સંતોષ મળે છે. || ૨ ||

ਲੋਭ ਮੋਹ ਸਿਉ ਗਈ ਵਿਖੋਟਿ ॥
લોભ, મોહના કારણે તે નુકસાનકારક છે,

ਗੁਰਿ ਕ੍ਰਿਪਾਲਿ ਮੋਹਿ ਕੀਨੀ ਛੋਟਿ ॥
પરંતુ ગુરુએ કૃપા કરીને મને તેમાંથી બહાર કાઢ્યો છે.

ਇਹ ਠਗਵਾਰੀ ਬਹੁਤੁ ਘਰ ਗਾਲੇ ॥
આ ઠગ એ ઘણા ઘરો તોડી નાખ્યા છે.

ਹਮ ਗੁਰਿ ਰਾਖਿ ਲੀਏ ਕਿਰਪਾਲੇ ॥੩॥
પણ ગુરુએ કૃપા કરીને મને આમાંથી બચાવ્યો છે. || ૩ ||

ਕਾਮ ਕ੍ਰੋਧ ਸਿਉ ਠਾਟੁ ਨ ਬਨਿਆ ॥
મેં મારા કાનથી ગુરુનો ઉપદેશ સાંભળ્યો છે,

ਗੁਰ ਉਪਦੇਸੁ ਮੋਹਿ ਕਾਨੀ ਸੁਨਿਆ ॥
જેના કારણે વાસના અને ક્રોધથી કોઈ સંબંધ બની શક્યો નથી.

ਜਹ ਦੇਖਉ ਤਹ ਮਹਾ ਚੰਡਾਲ ॥
જ્યાં દ્રષ્ટિ જાય છે ત્યાં આ મહા ચંડાલ (કામ, ક્રોધ) જ દેખાય છે.

ਰਾਖਿ ਲੀਏ ਅਪੁਨੈ ਗੁਰਿ ਗੋਪਾਲ ॥੪॥
પરંતુ ગુરુ પરમેશ્વરે મને તેમનાથી બચાવ્યો છે. || ૪ ||

ਦਸ ਨਾਰੀ ਮੈ ਕਰੀ ਦੁਹਾਗਨਿ ॥
દસ ઇન્દ્રિયોનો ત્યાગ કરીને મેં દુહાગીન બનાવ્યું છે.

ਗੁਰਿ ਕਹਿਆ ਏਹ ਰਸਹਿ ਬਿਖਾਗਨਿ ॥
કારણ કે ગુરુએ મને કહ્યું કે તેમનો રસ એ પદાર્થો અને અવગુણોનો અગ્નિ છે.

ਇਨ ਸਨਬੰਧੀ ਰਸਾਤਲਿ ਜਾਇ ॥
તેમની સાથે સંબંધ જાળવીને તમારે પાતાળમાં જવું પડશે.

ਹਮ ਗੁਰਿ ਰਾਖੇ ਹਰਿ ਲਿਵ ਲਾਇ ॥੫॥
ઈશ્વરમાં ધ્યાન લગાવવાથી ગુરુએ મને બચાવ્યો છે. || ૫ ||

ਅਹੰਮੇਵ ਸਿਉ ਮਸਲਤਿ ਛੋਡੀ ॥
ગર્વ સાથે અમે વાતચીત છોડી દીધી છે,

ਗੁਰਿ ਕਹਿਆ ਇਹੁ ਮੂਰਖੁ ਹੋਡੀ ॥
કારણ કે ગુરુએ મને સૂચના આપી હતી કે તે ખૂબ જ મૂર્ખ અને હઠીલા છે.

ਇਹੁ ਨੀਘਰੁ ਘਰੁ ਕਹੀ ਨ ਪਾਏ ॥
ઘરની બહાર ફેંકાઈ ગયેલા બેઘર અભિમાનને ક્યાંય ઘર મળતું નથી.

ਹਮ ਗੁਰਿ ਰਾਖਿ ਲੀਏ ਲਿਵ ਲਾਏ ॥੬॥
ઈશ્વરમાં ધ્યાન લગાવવાના કારણે ગુરુએ અમારું રક્ષણ કર્યું છે. || ૬ ||

ਇਨ ਲੋਗਨ ਸਿਉ ਹਮ ਭਏ ਬੈਰਾਈ ॥
લોભ, મોહ, વાસના, ઇન્દ્રિયો) આ લોકો માટે આપણે અજાણ્યા બની ગયા છીએ,

ਏਕ ਗ੍ਰਿਹ ਮਹਿ ਦੁਇ ਨ ਖਟਾਂਈ ॥
કારણ કે બે એક જ ઘરમાં રહી શકતા નથી.

ਆਏ ਪ੍ਰਭ ਪਹਿ ਅੰਚਰਿ ਲਾਗਿ ॥
અમે પ્રભુના શરણમાં આવ્યા છીએ,

ਕਰਹੁ ਤਪਾਵਸੁ ਪ੍ਰਭ ਸਰਬਾਗਿ ॥੭॥
હે પ્રભુ ! હવે તમે જ અમારો ન્યાય કરો. || ૭ ||

ਪ੍ਰਭ ਹਸਿ ਬੋਲੇ ਕੀਏ ਨਿਆਂਏਂ ॥
પ્રભુએ હસીને કહ્યું કે અમે ન્યાય કરી દીધો છે.

ਸਗਲ ਦੂਤ ਮੇਰੀ ਸੇਵਾ ਲਾਏ ॥
ન્યાય એ કર્યો છે કે) કામ વગેરે બધા શત્રુ મારી સેવામાં લગાવી દીધા છે.

ਤੂੰ ਠਾਕੁਰੁ ਇਹੁ ਗ੍ਰਿਹੁ ਸਭੁ ਤੇਰਾ ॥
નાનક કહે છે કે ગુરુએ ન્યાય કરી દીધો છે કે

ਕਹੁ ਨਾਨਕ ਗੁਰਿ ਕੀਆ ਨਿਬੇਰਾ ॥੮॥੧॥
આ તારું ઘર છે, હવે તું એનો માલિક છે || ૮ || ૧ ||

ਪ੍ਰਭਾਤੀ ਮਹਲਾ ੫ ॥
પ્રભાતી મહેલ ૫

error: Content is protected !!