GUJARATI PAGE 173

ਵਡਭਾਗੀ ਮਿਲੁ ਰਾਮਾ ॥੧॥
હે જીવ! રામને મળ તારા ભાગ્ય સારા થઈ ગયા છે ॥૧॥

ਗੁਰੁ ਜੋਗੀ ਪੁਰਖੁ ਮਿਲਿਆ ਰੰਗੁ ਮਾਣੀ ਜੀਉ
હે ભાઈ! પ્રભુનું રૂપ જોગી-રૂપ ગુરુ મને મળી ગયાં છે તેની કૃપાથી હું આધ્યાત્મિક આનંદ માણું છું.

ਗੁਰੁ ਹਰਿ ਰੰਗਿ ਰਤੜਾ ਸਦਾ ਨਿਰਬਾਣੀ ਜੀਉ
ગુરુ હંમેશા પરમાત્માના નામ-રંગમાં રંગાયેલા રહે છે અને ગુરુ હંમેશા ઇચ્છા રહિત છે.

ਵਡਭਾਗੀ ਮਿਲੁ ਸੁਘੜ ਸੁਜਾਣੀ ਜੀਉ
હે વિશાલ ભાગ્યોવાળા! આ સુંદર જીવનવાળા સોહામણા ગુરુને મળ.

ਮੇਰਾ ਮਨੁ ਤਨੁ ਹਰਿ ਰੰਗਿ ਭਿੰਨਾ 
ગુરુની કૃપાથી જ મારું મન, મારુ શરીર, પરમાત્માના પ્રેમ રંગમાં પલળી ગયું છે ॥૨॥

ਆਵਹੁ ਸੰਤਹੁ ਮਿਲਿ ਨਾਮੁ ਜਪਾਹਾ
હે સંત જન! આવો, અપને મળીને પરમાત્માનું નામ જપીએ.

ਵਿਚਿ ਸੰਗਤਿ ਨਾਮੁ ਸਦਾ ਲੈ ਲਾਹਾ ਜੀਉ
હે ભાઈ! સાધુ-સંગતમાં મળીને હંમેશા હરિ નામની કમાણી કર.

ਕਰਿ ਸੇਵਾ ਸੰਤਾ ਅੰਮ੍ਰਿਤੁ ਮੁਖਿ ਪਾਹਾ ਜੀਉ
હે ભાઈ! આવો, સાધુ-સંગતમાં ગુરુમુખોની સેવા કરીને પોતાના મુખમાં આધ્યાત્મિક જીવન આપનાર નામ-ભોજન કરીએ.

ਮਿਲੁ ਪੂਰਬਿ ਲਿਖਿਅੜੇ ਧੁਰਿ ਕਰਮਾ ॥੩॥
હે જીવ! પ્રભુને મળ પ્રભુના દરબારથી તેની બક્ષીશના પાછળ સમયના લેખ જાગી પડ્યા છે ॥૩॥

ਸਾਵਣਿ ਵਰਸੁ ਅੰਮ੍ਰਿਤਿ ਜਗੁ ਛਾਇਆ ਜੀਉ ਮਨੁ ਮੋਰੁ ਕੁਹੁਕਿਅੜਾ ਸਬਦੁ ਮੁਖਿ ਪਾਇਆ
જેમ શ્રાવણના મહિનામાં વાદળ વરસે છે અને જગતને ધરતીને પાણીથી ભરપુર કરી દે છે  તે વાદળને જોઈજોઈને મોર પોતાની મીઠી બોલી બોલે છે તેમ ગુરુ નામ-અમૃતથી જગતને પ્રભાવિત કરે છે.

ਹਰਿ ਅੰਮ੍ਰਿਤੁ ਵੁਠੜਾ ਮਿਲਿਆ ਹਰਿ ਰਾਇਆ ਜੀਉ
જે ભાગ્યશાળી પર કૃપા હોય છે તેનું મન ઉછાળા મારે છે તે મનુષ્ય ગુરુના શબ્દને પોતાના મુખમાં નાખે છે.

ਜਨ ਨਾਨਕ ਪ੍ਰੇਮਿ ਰਤੰਨਾ ॥੪॥੧॥੨੭॥੬੫॥
હે દાસ નાનક! જે મનુષ્યના હૃદયમાં નામ અમૃત આવી વસે છે જેને પરમાત્મા મળી જાય છે તે પ્રભુ પ્રેમમાં રંગાય જાય છે ॥૪॥૧॥૨૭॥૬૫॥

ਗਉੜੀ ਮਾਝ ਮਹਲਾ
ગૌરી રાગ માઝ મહેલ ૪॥

ਆਉ ਸਖੀ ਗੁਣ ਕਾਮਣ ਕਰੀਹਾ ਜੀਉ
હે સત્સંગી જીવ-સ્ત્રી સખી! આવ, આપણે પ્રભુના ગુણોનાં જાદુટોણા તૈયાર કરીએ 

ਮਿਲਿ ਸੰਤ ਜਨਾ ਰੰਗੁ ਮਾਣਿਹ ਰਲੀਆ ਜੀਉ
અને પ્રભુ-પતિને વશ કરીએ, સંત-જનોને મળીને પ્રભુના મેળાપનો આનંદ લઈએ.

ਗੁਰ ਦੀਪਕੁ ਗਿਆਨੁ ਸਦਾ ਮਨਿ ਬਲੀਆ ਜੀਉ
હે સખીઓ! આવો આપણે પોતાના મનમાં ગુરુનો આપેલો જ્ઞાન-દીવો સળગાવીએ,

ਹਰਿ ਤੁਠੈ ਢੁਲਿ ਢੁਲਿ ਮਿਲੀਆ ਜੀਉ ॥੧॥
આ રીતે જો પ્રભુ પ્રસન્ન થઈ જાય તો આભારી થઈને તેના ચરણોમાં મળી જઈએ ॥૧॥ 

ਮੇਰੈ ਮਨਿ ਤਨਿ ਪ੍ਰੇਮੁ ਲਗਾ ਹਰਿ ਢੋਲੇ ਜੀਉ
હે સખીઓ! મારા મનમાં મારા હૃદયમાં હરિ મિત્ર માટે પ્રેમ ઉત્પન્ન થઈ ચુક્યો છે,

ਮੈ ਮੇਲੇ ਮਿਤ੍ਰੁ ਸਤਿਗੁਰੁ ਵੇਚੋਲੇ ਜੀਉ
મારી અંદર ઇચ્છા છે કે વચેટિયા ગુરુ મને તે મિત્ર-પ્રભુ મિલાવી દે.

ਮਨੁ ਦੇਵਾਂ ਸੰਤਾ ਮੇਰਾ ਪ੍ਰਭੁ ਮੇਲੇ ਜੀਉ
હે સખીઓ! હું પોતાનું મન તે ગુરુમુખોનાં હવાલે કરી દઉં જે મને મારા પ્રભુ મળાવી દે.

ਹਰਿ ਵਿਟੜਿਅਹੁ ਸਦਾ ਘੋਲੇ ਜੀਉ ॥੨॥
હું હરિ-પ્રભુથી હંમેશા કુરબાન હંમેશા કુરબાન જાવ છું ॥૨॥

ਵਸੁ ਮੇਰੇ ਪਿਆਰਿਆ ਵਸੁ ਮੇਰੇ ਗੋਵਿਦਾ ਹਰਿ ਕਰਿ ਕਿਰਪਾ ਮਨਿ ਵਸੁ ਜੀਉ
હે મારા પ્રેમાળ ગોવિંદ! કૃપા કરીને મારા મનમાં આવી વસ.

ਮਨਿ ਚਿੰਦਿਅੜਾ ਫਲੁ ਪਾਇਆ ਮੇਰੇ ਗੋਵਿੰਦਾ ਗੁਰੁ ਪੂਰਾ ਵੇਖਿ ਵਿਗਸੁ ਜੀਉ
હે ગોવિંદ! સંપૂર્ણ ગુરુના દર્શન કરીને જે સુહાગણના હૃદયમાં ઉલ્લાસ ઉત્પન્ન થાય છે તે પોતાના મનમાં ચીતવે થઈને પ્રભુ મેલાપના ફળને મેળવી લે છે.

ਹਰਿ ਨਾਮੁ ਮਿਲਿਆ ਸੋਹਾਗਣੀ ਮੇਰੇ ਗੋਵਿੰਦਾ ਮਨਿ ਅਨਦਿਨੁ ਅਨਦੁ ਰਹਸੁ ਜੀਉ
હે ગોવિંદ! જે સુહાગણ જીવ-સ્ત્રીને હરિ-નામ મળી જાય છે, તેના મનમાં દરેક સમયે આનંદ બની રહે છે ઉત્સાહ બની રહે છે.

ਹਰਿ ਪਾਇਅੜਾ ਵਡਭਾਗੀਈ ਮੇਰੇ ਗੋਵਿੰਦਾ ਨਿਤ ਲੈ ਲਾਹਾ ਮਨਿ ਹਸੁ ਜੀਉ ॥੩॥
હે ગોવિંદ! જે ભાગ્યશાળી જીવ-સ્ત્રીઓએ હરીનો મેળાપ પ્રાપ્ત કરી લીધો છે, તે હરિ નામની કમાણી કરીને મનમાં નિત્ય આધ્યાત્મિક આનંદ લે છે ॥૩॥

ਹਰਿ ਆਪਿ ਉਪਾਏ ਹਰਿ ਆਪੇ ਵੇਖੈ ਹਰਿ ਆਪੇ ਕਾਰੈ ਲਾਇਆ ਜੀਉ
હે સખીઓ! પ્રભુ પોતે જ જીવોને ઉત્પન્ન કરે છે. પોતે જ સૌની સંભાળ કરે છે અને પોતે જ સૌને કામમાં લગાવે છે.

ਇਕਿ ਖਾਵਹਿ ਬਖਸ ਤੋਟਿ ਆਵੈ ਇਕਨਾ ਫਕਾ ਪਾਇਆ ਜੀਉ
અનેક જીવ એવા છે જે તેના બક્ષેલા પદાર્થ વર્તતા રહે છે અને તે પદાર્થ ક્યારેય સમાપ્ત થતા નથી. અનેક જીવ એવા છે જેને તે દેતો જ થોડું એવું છે.

ਇਕਿ ਰਾਜੇ ਤਖਤਿ ਬਹਹਿ ਨਿਤ ਸੁਖੀਏ ਇਕਨਾ ਭਿਖ ਮੰਗਾਇਆ ਜੀਉ
અનેક એવા છે જે તેની કૃપાથી રાજા બનીને સિંહાસન પર બેસે છે અને હંમેશા સુખી રહે છે. અનેક એવા છે જેનાથી તે ઓટલે- ઓટલેથી ભીખ માંગે છે.

ਸਭੁ ਇਕੋ ਸਬਦੁ ਵਰਤਦਾ ਮੇਰੇ ਗੋਵਿਦਾ ਜਨ ਨਾਨਕ ਨਾਮੁ ਧਿਆਇਆ ਜੀਉ ॥੪॥੨॥੨੮॥੬੬॥
દાસ નાનક કહે છે. હે ગોવિંદ! બધી જગ્યાએ એક તારો જ હુકમ વર્તાય રહ્યો છે, જેના પર તારી કૃપા હોય છે તે તારું નામ સ્મરણ કરે છે ॥૪॥૨॥૨૮॥૬૬॥

ਗਉੜੀ ਮਾਝ ਮਹਲਾ
ગૌરી રાગ માઝ મહેલ ૪॥

ਮਨ ਮਾਹੀ ਮਨ ਮਾਹੀ ਮੇਰੇ ਗੋਵਿੰਦਾ ਹਰਿ ਰੰਗਿ ਰਤਾ ਮਨ ਮਾਹੀ ਜੀਉ
હે ગોવિંદ! જેના પર તારી કૃપા હોય છે, તે મનુષ્ય પોતાના મનમાં જ હરિ નામના રંગમાં રંગાઈ રહે છે.

ਹਰਿ ਰੰਗੁ ਨਾਲਿ ਲਖੀਐ ਮੇਰੇ ਗੋਵਿਦਾ ਗੁਰੁ ਪੂਰਾ ਅਲਖੁ ਲਖਾਹੀ ਜੀਉ
હે ગોવિંદ! હરિ નામનો આનંદ દરેક જીવની સાથે તેની અંદર હાજર છે, પરંતુ આ આનંદ દરેક જીવ નથી લઇ શકતો, જે મનુષ્યોને સંપૂર્ણ ગુરુ મળી જાય છે તે પેલા અદૃશ્ય પરમાત્મને શોધી લે છે.

ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਪਰਗਾਸਿਆ ਮੇਰੇ ਗੋਵਿੰਦਾ ਸਭ ਦਾਲਦ ਦੁਖ ਲਹਿ ਜਾਹੀ ਜੀਉ
હે ગોવિંદ! જેની અંદર તું હરિ નામનો પ્રકાશ કરે છે, તેના બધા દુઃખ-દરિદ્ર દૂર થઈ જાય છે.

ਹਰਿ ਪਦੁ ਊਤਮੁ ਪਾਇਆ ਮੇਰੇ ਗੋਵਿੰਦਾ ਵਡਭਾਗੀ ਨਾਮਿ ਸਮਾਹੀ ਜੀਉ ॥੧॥
હે ગોવિંદ! જે મનુષ્યોને હરિ-મેળાપની ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થઇ જાય છે, તે ભાગ્યશાળી મનુષ્ય હરિ-નામમાં લીન રહે છે ॥૧॥

ਨੈਣੀ ਮੇਰੇ ਪਿਆਰਿਆ ਨੈਣੀ ਮੇਰੇ ਗੋਵਿਦਾ ਕਿਨੈ ਹਰਿ ਪ੍ਰਭੁ ਡਿਠੜਾ ਨੈਣੀ ਜੀਉ
હે પ્રેમાળ ગોવિંદ! તને હરિ-પ્રભુને કોઈ દુર્લભ ભાગ્યશાળીએ પોતાની આંખોથી જોયા છે.

ਮੇਰਾ ਮਨੁ ਤਨੁ ਬਹੁਤੁ ਬੈਰਾਗਿਆ ਮੇਰੇ ਗੋਵਿੰਦਾ ਹਰਿ ਬਾਝਹੁ ਧਨ ਕੁਮਲੈਣੀ ਜੀਉ
હે ગોવિંદ! તારી અલગતામાં મારુ મન, મારુ હૃદય ખુબ જ વેરાગમાન થઇ રહ્યું છે. હે હરિ! તારા વગર હું જીવ-સ્ત્રી કરમાયેલી છું.

error: Content is protected !!