ਮਨ ਮੇਰੇ ਗਹੁ ਹਰਿ ਨਾਮ ਕਾ ਓਲਾ ॥
હે મન! પરમાત્માના નામનો આશરો લે.
ਤੁਝੈ ਨ ਲਾਗੈ ਤਾਤਾ ਝੋਲਾ ॥੧॥ ਰਹਾਉ ॥
તને દુનિયાના દુઃખ-કષ્ટોની ગરમ હવાનો આવેગ સ્પર્શી નહિ શકે ॥૧॥વિરામ॥
ਜਿਉ ਬੋਹਿਥੁ ਭੈ ਸਾਗਰ ਮਾਹਿ ॥
હે ભાઈ! જેમ ભયાનક સમુદ્રમાં જહાજ મનુષ્યને ડૂબવાથી બચાવે છે,
ਅੰਧਕਾਰ ਦੀਪਕ ਦੀਪਾਹਿ ॥
જેમ અંધારામાં દીવો પ્રકાશ કરે છે અને ઠોકર ખાવાથી બચાવે છે,
ਅਗਨਿ ਸੀਤ ਕਾ ਲਾਹਸਿ ਦੂਖ ॥
જેમ આગ ઠંડીનું દુઃખ દૂર કરી દે છે,
ਨਾਮੁ ਜਪਤ ਮਨਿ ਹੋਵਤ ਸੂਖ ॥੨॥
તેમ જ પરમાત્માનું નામ સ્મરણ કરવાથી મનમાં આનંદ ઉત્પન્ન થાય છે ॥૨॥
ਉਤਰਿ ਜਾਇ ਤੇਰੇ ਮਨ ਕੀ ਪਿਆਸ ॥
આ જપની કૃપાથી તારા મનની માયાની તૃષ્ણા ઉતરી જશે.
ਪੂਰਨ ਹੋਵੈ ਸਗਲੀ ਆਸ ॥
તારી જ આશા પુરી થઈ જશે. દુનિયાની આશાઓ સતાવવાથી હટી જશે.
ਡੋਲੈ ਨਾਹੀ ਤੁਮਰਾ ਚੀਤੁ ॥
અને તારું મન માયાની લાલચમાં ડોલશે નહિ.
ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਜਪਿ ਗੁਰਮੁਖਿ ਮੀਤ ॥੩॥
હે મિત્ર! ગુરુની શરણ પડીને આધ્યાત્મિક જીવન આપનાર હરિ નામ જપ. ॥૩॥
ਨਾਮੁ ਅਉਖਧੁ ਸੋਈ ਜਨੁ ਪਾਵੈ ॥
પરંતુ આ હરિ-નામની દવા તે જ મનુષ્ય મેળવે છે.
ਕਰਿ ਕਿਰਪਾ ਜਿਸੁ ਆਪਿ ਦਿਵਾਵੈ ॥
જેને પ્રભુ કૃપા કરીને પોતે ગુરુથી અપાવે છે.
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਜਾ ਕੈ ਹਿਰਦੈ ਵਸੈ ॥
જે મનુષ્યના હૃદયમાં પરમાત્માનું નામ વસી જાય છે,
ਦੂਖੁ ਦਰਦੁ ਤਿਹ ਨਾਨਕ ਨਸੈ ॥੪॥੧੦॥੭੯॥
હે નાનક! તેના બધા દુઃખ-દર્દ દૂર થઇ જાય છે ॥૪॥૧૦॥૭૯॥
ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੫ ॥
ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૫॥
ਬਹੁਤੁ ਦਰਬੁ ਕਰਿ ਮਨੁ ਨ ਅਘਾਨਾ ॥
ખુબ જ ધન જોડીને પણ મન ભરાતું નથી.
ਅਨਿਕ ਰੂਪ ਦੇਖਿ ਨਹ ਪਤੀਆਨਾ ॥
અનેક સુંદરસ્ત્રીઓના રૂપ જોઈને પણ મનને આરામ થતો નથી.
ਪੁਤ੍ਰ ਕਲਤ੍ਰ ਉਰਝਿਓ ਜਾਨਿ ਮੇਰੀ ॥
મનુષ્ય આ સમજીને કે આ મારી સ્ત્રી છે આ મારો પુત્ર છે. માયાના મોહમાં ફસાયેલ રહે છે
ਓਹ ਬਿਨਸੈ ਓਇ ਭਸਮੈ ਢੇਰੀ ॥੧॥
સ્ત્રીઓનું સૌંદર્ય નાશ થઈ જાય છે. તેના પોતાના અંતર્ગત સ્ત્રી પુત્ર રાખની ઢગલી થઈ જાય છે. કોઈનો સાથે પણ સાથ નથી નિભાવતા ॥૧॥
ਬਿਨੁ ਹਰਿ ਭਜਨ ਦੇਖਉ ਬਿਲਲਾਤੇ ॥
હું જોવ છું કે પરમાત્માના ભજન વગર જીવ તડપે છે.
ਧ੍ਰਿਗੁ ਤਨੁ ਧ੍ਰਿਗੁ ਧਨੁ ਮਾਇਆ ਸੰਗਿ ਰਾਤੇ ॥੧॥ ਰਹਾਉ ॥
જે મનુષ્ય માયાના મોહમાં વ્યસ્ત રહે છે તેનું શરીર ધિક્કાર્યોગ્ય છે ॥૧॥વિરામ॥
ਜਿਉ ਬਿਗਾਰੀ ਕੈ ਸਿਰਿ ਦੀਜਹਿ ਦਾਮ ॥
જેમ કોઈ ભાર ઉઠાવનારના માથા પર પૈસા-રૂપીઆ રાખતા જાય.
ਓਇ ਖਸਮੈ ਕੈ ਗ੍ਰਿਹਿ ਉਨ ਦੂਖ ਸਹਾਮ ॥
તે પૈસા-રૂપીઆ માલિકના ઘરમાં જઈ પહોંચે છે. તે મજુરે ભાર ઉઠાવવાનું દુઃખ જ સહ્યુ હોય છે.
ਜਿਉ ਸੁਪਨੈ ਹੋਇ ਬੈਸਤ ਰਾਜਾ ॥
જેમ કોઈ મનુષ્ય સપનામાં રાજા બની બેસે છે
ਨੇਤ੍ਰ ਪਸਾਰੈ ਤਾ ਨਿਰਾਰਥ ਕਾਜਾ ॥੨॥
પરંતુ ઊંઘ સમાપ્ત થવા પર જ્યારે આંખો ખોલે છે તો સપનામાં મળેલ રાજની બધી સચ્ચાઈ નાશ થઈ જાય છે. ॥૨॥
ਜਿਉ ਰਾਖਾ ਖੇਤ ਊਪਰਿ ਪਰਾਏ ॥
જેમ કોઈ રક્ષક કોઈ બીજાના ખેતરની રખેવાળી કરે છે.
ਖੇਤੁ ਖਸਮ ਕਾ ਰਾਖਾ ਉਠਿ ਜਾਏ ॥
પાક પાકવા પર ફસલ માલિકની મિલ્કત થઈ જાય છે અને રખેવાળનું કામ સમાપ્ત થઈ જાય છે.
ਉਸੁ ਖੇਤ ਕਾਰਣਿ ਰਾਖਾ ਕੜੈ ॥
રખેવાળ તે પરાયા ખેતરની રખેવાળી માટે દુઃખી થતો રહે છે,
ਤਿਸ ਕੈ ਪਾਲੈ ਕਛੂ ਨ ਪੜੈ ॥੩॥
પરંતુ તેને અંતે કાંઈ પણ નથી મળતું ॥૩॥
ਜਿਸ ਕਾ ਰਾਜੁ ਤਿਸੈ ਕਾ ਸੁਪਨਾ ॥
પરંતુ જીવના હાથમાં પણ શું? સપનામાં જે પ્રભુનું દીધેલું રાજ મળે છે. તેનું જ દીધેલ સપનું પણહોય છે.
ਜਿਨਿ ਮਾਇਆ ਦੀਨੀ ਤਿਨਿ ਲਾਈ ਤ੍ਰਿਸਨਾ ॥
જે પ્રભુએ મનુષ્યને માયા આપી છે. તેને જ માયાની તૃષ્ણા પણ ચીપકાવી છે.
ਆਪਿ ਬਿਨਾਹੇ ਆਪਿ ਕਰੇ ਰਾਸਿ ॥
પ્રભુ પોતે જ તૃષ્ણા ચિપકાવીને આધ્યાત્મિક મૃત્યુ આપે છે., પોતે જ પોતાના નામનું દાન આપીને મનુષ્ય જીવનનો હેતુ સફળ કરે છે.
ਨਾਨਕ ਪ੍ਰਭ ਆਗੈ ਅਰਦਾਸਿ ॥੪॥੧੧॥੮੦॥
હે નાનક! પ્રભુના ઓટલે જ હંમેશા નામના દાન માટે પ્રાર્થના કરવી જોઈએ ॥૪॥૧૧॥૮૦॥
ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੫ ॥
ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૫॥
ਬਹੁ ਰੰਗ ਮਾਇਆ ਬਹੁ ਬਿਧਿ ਪੇਖੀ ॥
મેં બહુ-રંગી માયા કેટલાય વર્તન-રીતોથી મોહતી જોઈ છે.
ਕਲਮ ਕਾਗਦ ਸਿਆਨਪ ਲੇਖੀ ॥
કાગળ કલમ લઈને કેટલાયે અનેક વિદ્વતાવાળા લેખ લખેલ છે. માયા તેને વિદ્વતાના રૂપમાં મોહી રહી છે.
ਮਹਰ ਮਲੂਕ ਹੋਇ ਦੇਖਿਆ ਖਾਨ ॥
કેટલાયે ચૌધરી ખાન-સુલ્તાન બનીને જોઈ લીધું છે.
ਤਾ ਤੇ ਨਾਹੀ ਮਨੁ ਤ੍ਰਿਪਤਾਨ ॥੧॥
આનાંથી કોઈનું મન તૃપ્ત નથી થઈ શક્યું ॥૧॥
ਸੋ ਸੁਖੁ ਮੋ ਕਉ ਸੰਤ ਬਤਾਵਹੁ ॥
હે સંતો! મને તે આધ્યાત્મિક આનંદ દેખાડો જેનાથી મારી માયાની તૃષ્ણા મટી જાય.
ਤ੍ਰਿਸਨਾ ਬੂਝੈ ਮਨੁ ਤ੍ਰਿਪਤਾਵਹੁ ॥੧॥ ਰਹਾਉ ॥
જેનાથી મારી માયાની તૃષ્ણા મટી જાય. હે સંતો! મારા મનને સંતોષી બનાવી દો ॥૧॥વિરામ॥
ਅਸੁ ਪਵਨ ਹਸਤਿ ਅਸਵਾਰੀ ॥
હાથીઓની અને હવા જેમ ઝડપી ઘોડાઓની સવારી કેટલાયે કરીને જોઈ છે,
ਚੋਆ ਚੰਦਨੁ ਸੇਜ ਸੁੰਦਰਿ ਨਾਰੀ ॥
અત્તર અને ચંદન ઉપયોગ કરીને જોયા છે. સુંદર સ્ત્રીની પથારી લઈને જોઈ છે.
ਨਟ ਨਾਟਿਕ ਆਖਾਰੇ ਗਾਇਆ ॥
મેં રંગ ભૂમિમાં નટોનાં નાટક જોયા છે અને તેના ગીત ગાયેલા સાંભળ્યા છે.
ਤਾ ਮਹਿ ਮਨਿ ਸੰਤੋਖੁ ਨ ਪਾਇਆ ॥੨॥
આમાં વ્યસ્ત થઈને પણ કોઈના મને શાંતિ પ્રાપ્ત નથી કરી ॥૨॥
ਤਖਤੁ ਸਭਾ ਮੰਡਨ ਦੋਲੀਚੇ ॥
રાજ-દરબારનો શણગાર, સિંહાસન પર બેસવું, નરમ ઉનના ગાલીચા,
ਸਗਲ ਮੇਵੇ ਸੁੰਦਰ ਬਾਗੀਚੇ ॥
બધા પ્રકારના ફળ, સુંદર ફૂલવાડીઓ,
ਆਖੇੜ ਬਿਰਤਿ ਰਾਜਨ ਕੀ ਲੀਲਾ ॥
શિકાર રમનારી રુચિ, રાજાઓની રમતો, આ બધાથી પણ મન સુખી થતું નથી.
ਮਨੁ ਨ ਸੁਹੇਲਾ ਪਰਪੰਚੁ ਹੀਲਾ ॥੩॥
આ બધા પ્રયત્ન કપટ જ સાબિત થાય છે ॥૩॥
ਕਰਿ ਕਿਰਪਾ ਸੰਤਨ ਸਚੁ ਕਹਿਆ ॥
દુનિયાના રંગ ભવ્યતાથી સુખ શોધનારને સંતોએ કૃપા કરીને સત્ય કહ્યું
ਸਰਬ ਸੂਖ ਇਹੁ ਆਨੰਦੁ ਲਹਿਆ ॥
ફક્ત આ મહેનતથી જ બધાં સુખોનું મૂળ આ આધ્યાત્મિક આનંદ મળે છે.
ਸਾਧਸੰਗਿ ਹਰਿ ਕੀਰਤਨੁ ਗਾਈਐ ॥
કે સાધુ-સંગતમાં પરમાત્માની મહિમાનાં ગીત ગાવા જોઈએ.
ਕਹੁ ਨਾਨਕ ਵਡਭਾਗੀ ਪਾਈਐ ॥੪॥
પરંતુ નાનક કહે છે, મહિમાનું આ દાન વિશાળ ભાગ્યોથી મળે છે ॥૪॥
ਜਾ ਕੈ ਹਰਿ ਧਨੁ ਸੋਈ ਸੁਹੇਲਾ ॥
જે મનુષ્યના હ્રદયમાં પરમાત્માનું નામ ધન હાજર છે તે જ સરળ છે.
ਪ੍ਰਭ ਕਿਰਪਾ ਤੇ ਸਾਧਸੰਗਿ ਮੇਲਾ ॥੧॥ ਰਹਾਉ ਦੂਜਾ ॥੧੨॥੮੧॥
સાધુ-સંગતમાં મળી બેસવું પરમાત્માની કૃપાથી જ નસીબ થાય છે ॥૧॥વિરામ બીજો ॥૧૨॥૮૧॥
ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੫ ॥
ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૫॥