ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥
ગૌરી રાગ મહેલ ૫॥
ਤੂੰ ਸਮਰਥੁ ਤੂੰਹੈ ਮੇਰਾ ਸੁਆਮੀ ॥
તું બધી શક્તિઓનો માલિક છે. તું જ મારો માલિક છે, મને તારો જ આસરો છે.
ਸਭੁ ਕਿਛੁ ਤੁਮ ਤੇ ਤੂੰ ਅੰਤਰਜਾਮੀ ॥੧॥
તું બધાના હૃદયની જાણવાવાળો છે. જે જગતમાં થઈ રહ્યું છે પ્રેરણાથી જ થઈ રહ્યું છે ॥૧॥
ਪਾਰਬ੍ਰਹਮ ਪੂਰਨ ਜਨ ਓਟ ॥
હે સર્વવ્યાપક પરબ્રહ્મ પ્રભુ! તારા તારો જ આસરો છે
ਤੇਰੀ ਸਰਣਿ ਉਧਰਹਿ ਜਨ ਕੋਟਿ ॥੧॥ ਰਹਾਉ ॥
કરોડો જ મનુષ્ય તારી શરણે પડીને સંસાર સમુદ્ર થી બચી જાય છે ॥૧॥ વિરામ॥
ਜੇਤੇ ਜੀਅ ਤੇਤੇ ਸਭਿ ਤੇਰੇ ॥
હે પરબ્રહ્મ! જગતમાં જેટલા પણ જીવ છે. બધા તારા જ ઉત્પન્ન કરેલા છે.
ਤੁਮਰੀ ਕ੍ਰਿਪਾ ਤੇ ਸੂਖ ਘਨੇਰੇ ॥੨॥
તારી કૃપાથી જ જીવોને અનેક સુખ મળી રહે છે ॥૨॥
ਜੋ ਕਿਛੁ ਵਰਤੈ ਸਭ ਤੇਰਾ ਭਾਣਾ ॥
હે પરબ્રહ્મ! સંસારમાં જે કઈ થાય છે તે જ થાય છે જે તને સારું લાગે છે
ਹੁਕਮੁ ਬੂਝੈ ਸੋ ਸਚਿ ਸਮਾਣਾ ॥੩॥
જે મનુષ્ય તારી મંજૂરીને સમજી લે છે, તે તારા હંમેશા સ્થિર રહેવાવાળા નામમાં લીન રહે છે ॥૩॥
ਕਰਿ ਕਿਰਪਾ ਦੀਜੈ ਪ੍ਰਭ ਦਾਨੁ ॥
હે પ્રભુ! કૃપા કરીને પોતાના નામનું દાન બક્ષ
ਨਾਨਕ ਸਿਮਰੈ ਨਾਮੁ ਨਿਧਾਨੁ ॥੪॥੬੬॥੧੩੫॥
હે નાનક! તેથી તારો દાસ નાનક તારું સ્મરણ કરતો રહે તારું નામ જ તારા દાસ માટે બધા સુખોનો ખજાનો છે ॥૪॥૬૬॥૧૩૫॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥
ગૌરી રાગ મહેલ ૫॥
ਤਾ ਕਾ ਦਰਸੁ ਪਾਈਐ ਵਡਭਾਗੀ ॥
હે ભાઈ! જે મનુષ્યની લગન પરમાત્માના નામમાં લાગેલી રહે છે
ਜਾ ਕੀ ਰਾਮ ਨਾਮਿ ਲਿਵ ਲਾਗੀ ॥੧॥
તેના દર્શન મોટા ભાગ્યથી મળે છે ॥૧॥
ਜਾ ਕੈ ਹਰਿ ਵਸਿਆ ਮਨ ਮਾਹੀ ॥
હે ભાઈ! જે મનુષ્યના મનમાં હંમેશા પરમાત્માનું નામ વસી રહે છે.
ਤਾ ਕਉ ਦੁਖੁ ਸੁਪਨੈ ਭੀ ਨਾਹੀ ॥੧॥ ਰਹਾਉ ॥
તે મનુષ્યને ક્યારેય સપનામાં પણ કોઈ દુઃખ સ્પર્શી શકતું નથી ॥૧॥ વિરામ॥
ਸਰਬ ਨਿਧਾਨ ਰਾਖੇ ਜਨ ਮਾਹਿ ॥
હે ભાઈ! નામની લગનવાળા સેવકના હદયમાં પરમાત્મા બધા આધ્યાત્મિક ગુણોના ખજાના નાખીને રાખે છે
ਤਾ ਕੈ ਸੰਗਿ ਕਿਲਵਿਖ ਦੁਖ ਜਾਹਿ ॥੨॥
આવા સેવકની સંગતિમાં રહેવાથી પાપ અને દુઃખ દૂર થઈ જાય છે ॥૨॥
ਜਨ ਕੀ ਮਹਿਮਾ ਕਥੀ ਨ ਜਾਇ ॥
હે ભાઈ! આવા સેવકની આધ્યાત્મિક ઉચ્ચતા વ્યક્ત કરી સકાતી નથી
ਪਾਰਬ੍ਰਹਮੁ ਜਨੁ ਰਹਿਆ ਸਮਾਇ ॥੩॥
તે સેવક પેલા પરબ્રહ્મનું રૂપ બની જાય છે જે બધા જીવોમાં વ્યાપક છે ॥૩॥
ਕਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰਭ ਬਿਨਉ ਸੁਨੀਜੈ ॥
હે પ્રભુ! કૃપા કરીને મારી વિનંતી સાંભળ
ਦਾਸ ਕੀ ਧੂਰਿ ਨਾਨਕ ਕਉ ਦੀਜੈ ॥੪॥੬੭॥੧੩੬॥
કૃપા કરીને મને નાનકને પોતાના આવા સેવકના ચરણોની ધૂળ દે ॥૪॥૬૭॥૧૩૬॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥
ગૌરી રાગ મહેલ ૫॥
ਹਰਿ ਸਿਮਰਤ ਤੇਰੀ ਜਾਇ ਬਲਾਇ ॥
હે ભાઈ! પરમાત્માનું સ્મરણ કરતા તારી માયા ડાકણ તારાથી ઉપર હટી જશે
ਸਰਬ ਕਲਿਆਣ ਵਸੈ ਮਨਿ ਆਇ ॥੧॥
જો પરમાત્માનું નામ તારા મનમાં આવી વસે તો તારી અંદર બધા સુખ આવી વસસે ॥૧॥
ਭਜੁ ਮਨ ਮੇਰੇ ਏਕੋ ਨਾਮ ॥
હે મારા મન! એક પરમાત્માનું જ નામ કરતો રહે
ਜੀਅ ਤੇਰੇ ਕੈ ਆਵੈ ਕਾਮ ॥੧॥ ਰਹਾਉ ॥
આ નામ જ તારી જીવાત્માને કામ આવશે, જીવની સાથે નભશે ॥૧॥ વિરામ॥
ਰੈਣਿ ਦਿਨਸੁ ਗੁਣ ਗਾਉ ਅਨੰਤਾ ॥
દિવસ રાત અનંત પરમાત્માના ગુણ ગાયા કર
ਗੁਰ ਪੂਰੇ ਕਾ ਨਿਰਮਲ ਮੰਤਾ ॥੨॥
હે ભાઈ! સંપૂર્ણ ગુરુનો પવિત્ર ઉપદેશ લે ॥૨॥
ਛੋਡਿ ਉਪਾਵ ਏਕ ਟੇਕ ਰਾਖੁ ॥
હે ભાઈ! સંસાર સમુદ્ર પાર કરવા માટે બીજી બધી રીત છોડ અને એક પરમાત્માના નામનો આશરો રાખ
ਮਹਾ ਪਦਾਰਥੁ ਅੰਮ੍ਰਿਤ ਰਸੁ ਚਾਖੁ ॥੩॥
આધ્યાત્મિક જીવન દેવાવાળું નામ રસ ચાખ આ જ છે બધા પદાર્થોથી શ્રેષ્ઠ પદાર્થ ॥૩॥
ਬਿਖਮ ਸਾਗਰੁ ਤੇਈ ਜਨ ਤਰੇ
હે નાનક! જેના પર પરમાત્મા પોતે જ કૃપાની નજર કરે છે
ਨਾਨਕ ਜਾ ਕਉ ਨਦਰਿ ਕਰੇ ॥੪॥੬੮॥੧੩੭॥
તે જ મનુષ્ય મુશ્કેલ સંસાર સમુદ્રથી આધ્યાત્મિક પુંજી સાથે પર થઈ શકે છે ॥૪॥૬૮॥૧૩૭॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥
ગૌરી રાગ મહેલ ૫॥
ਹਿਰਦੈ ਚਰਨ ਕਮਲ ਪ੍ਰਭ ਧਾਰੇ ॥
હે ભાઈ! જે મનુષ્ય પરમાત્માના ચરણ પોતાના હદયમાં ટકાવે છે
ਪੂਰੇ ਸਤਿਗੁਰ ਮਿਲਿ ਨਿਸਤਾਰੇ ॥੧॥
સંપૂર્ણ સતગુરુને મળીને તે સંસાર સમુદ્રથી પાર થઈ શકે છે ॥૧॥
ਗੋਵਿੰਦ ਗੁਣ ਗਾਵਹੁ ਮੇਰੇ ਭਾਈ ॥
હે ભાઈ! ગોવિંદની મહિમાના ગીત ગાતો રહે
ਮਿਲਿ ਸਾਧੂ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਈ ॥੧॥ ਰਹਾਉ ॥
ગુરુને મળીને પરમાત્માનું સ્મરણ કર ॥૧॥ વિરામ॥
ਦੁਲਭ ਦੇਹ ਹੋਈ ਪਰਵਾਨੁ ॥
તેનું મનુષ્ય શરીર-ઘણી કઠોરતાથી મળેલું મનુષ્ય શરીર પરમાત્માની નજરોમાં સ્વીકાર થઈ જાય છે
ਸਤਿਗੁਰ ਤੇ ਪਾਇਆ ਨਾਮ ਨੀਸਾਨੁ ॥੨॥
હે ભાઈ! જે મનુષ્ય આ જીવન સફરમાં સદગુરુથી પરમાત્માના નામની પરવાનગી પ્રાપ્ત કરી લીધી છે ॥૨॥
ਹਰਿ ਸਿਮਰਤ ਪੂਰਨ ਪਦੁ ਪਾਇਆ ॥
હે ભાઈ! પરમાત્માનું સ્મરણ કરતો તે મનુષ્ય તે આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરી લે છે. જ્યાં કોઈ ખોટની સંભાવના રહેતી નથી
ਸਾਧਸੰਗਿ ਭੈ ਭਰਮ ਮਿਟਾਇਆ ॥੩॥
સાધુ સંગતિમાં રહીને મનુષ્ય બધા ડર બધી જ ભટકણ દૂર કરી લે છે ॥૩॥
ਜਤ ਕਤ ਦੇਖਉ ਤਤ ਰਹਿਆ ਸਮਾਇ ॥
હે ભાઈ! ગુરુના શરણની કૃપાથી હું જ્યાં પણ જોઉં છું, ત્યાં જ પરમાત્મા વ્યાપક દેખાય છે
ਨਾਨਕ ਦਾਸ ਹਰਿ ਕੀ ਸਰਣਾਇ ॥੪॥੬੯॥੧੩੮॥
નાનક કહે છે, હે ભાઈ! પ્રભુના સેવક પ્રભુની શરણમાં જ ટકી રહે છે ॥૪॥૬૯॥૧૩૮॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥
ગૌરી રાગ મહેલ ૫॥
ਗੁਰ ਜੀ ਕੇ ਦਰਸਨ ਕਉ ਬਲਿ ਜਾਉ ॥
હે ભાઈ! હું સદગુરુના દર્શનથી કુરબાન જાઉં છું
ਪਾਰਬ੍ਰਹਮ ਪੂਰਨ ਗੁਰਦੇਵ ॥
હે પૂર્ણ પરબ્રહ્મ! હે ગુરુદેવ!
ਕਰਿ ਕਿਰਪਾ ਲਾਗਉ ਤੇਰੀ ਸੇਵ ॥੧॥ ਰਹਾਉ ॥
કૃપા કર, હું તારી સેવા ભક્તિમાં લાગેલો રહું ॥૧॥ વિરામ॥
ਚਰਨ ਕਮਲ ਹਿਰਦੈ ਉਰ ਧਾਰੀ ॥
આ માટે હે ભાઈ! ગુરુના સુંદર ચરણોમાં પોતાના મનમાં હદયમાં ટકાવી રાખ
ਮਨ ਤਨ ਧਨ ਗੁਰ ਪ੍ਰਾਨ ਅਧਾਰੀ ॥੨॥
ગુરુના ચરણ મારા મનનો, મારા શરીરનો મારા ધનનો મારી જીવાત્માનો આશરો છે ॥૨॥
ਸਫਲ ਜਨਮੁ ਹੋਵੈ ਪਰਵਾਣੁ ॥
હે ભાઈ! ગુરુને પરબ્રહ્મ પ્રભુનો હંમેશા પોતાની નજીક વસતો સમજ
ਗੁਰੁ ਪਾਰਬ੍ਰਹਮੁ ਨਿਕਟਿ ਕਰਿ ਜਾਣੁ ॥੩॥
આવી રીતે ટેરો મનુષ્ય જન્મ સફળ થઈ જશે, તું પરમાત્માની સ્વીકાર થઈ જશે ॥૩॥
ਸੰਤ ਧੂਰਿ ਪਾਈਐ ਵਡਭਾਗੀ ॥
હે નાનક! ગુરુ સંત ચરણોની ધૂળ મોટા ભાગ્યોથી મળે છે
ਨਾਨਕ ਗੁਰ ਭੇਟਤ ਹਰਿ ਸਿਉ ਲਿਵ ਲਾਗੀ ॥੪॥੭੦॥੧੩੯॥
ગુરુને મળવાથી પરમાત્માના ચરણોની સાથે લગન લાગી જાય છે ॥૪॥૭૦॥૧૩૯॥