ਚਾਰੇ ਅਗਨਿ ਨਿਵਾਰਿ ਮਰੁ ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਜਲੁ ਪਾਇ ॥
હે નાનક! ગુરુ દ્વારા નામ જળ પ્રાપ્ત કરી ને હદય માં સળગી રહેલી ચારેય અગ્નિ ને ઓલવી ને ઈચ્છા થી મરી જા
ਅੰਤਰਿ ਕਮਲੁ ਪ੍ਰਗਾਸਿਆ ਅੰਮ੍ਰਿਤੁ ਭਰਿਆ ਅਘਾਇ ॥
આવી રીતે તારી અંદર હૃદયમાં કમળ ખીલશે, તારા અંદર આધ્યાત્મિક જીવન દેવાવાળું નામ-જળ ભરશે
ਨਾਨਕ ਸਤਗੁਰੁ ਮੀਤੁ ਕਰਿ ਸਚੁ ਪਾਵਹਿ ਦਰਗਹ ਜਾਇ ॥੪॥੨੦॥
ગુરુ ને મિત્ર બનાવ, પરમાત્મા ની મંજૂરી ચોક્કસ પ્રાપ્ત થશે ।।૪।।૨૦।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ॥
શ્રી રાગ મહેલ ૧ ।।
ਹਰਿ ਹਰਿ ਜਪਹੁ ਪਿਆਰਿਆ ਗੁਰਮਤਿ ਲੇ ਹਰਿ ਬੋਲਿ ॥
હે વ્હાલા! હરિ નું નામ જપ, ગુરુ ની બુદ્ધિ પર ચાલીને હરિનું સ્મરણ કર
ਮਨੁ ਸਚ ਕਸਵਟੀ ਲਾਈਐ ਤੁਲੀਐ ਪੂਰੈ ਤੋਲਿ ॥
જયારે મન નામ જપવાની કસોટી પર લગાવી દેવાય છે ત્યારે નામ જપવાની બરકત ની સાથે તેનું વજન થાય છે
ਕੀਮਤਿ ਕਿਨੈ ਨ ਪਾਈਐ ਰਿਦ ਮਾਣਕ ਮੋਲਿ ਅਮੋਲਿ ॥੧॥
ત્યારે હૃદય રૂપી માણેક પોતાના થી અમૂલ્ય થઈ જાય છે, તેનું કોઈ મૂલ્ય નથી જાણી શકતું ।।૧।।
ਭਾਈ ਰੇ ਹਰਿ ਹੀਰਾ ਗੁਰ ਮਾਹਿ ॥
હે ભાઈ! આ કિંમતી હરિ નું નામ ગુરુ પાસે છે
ਸਤਸੰਗਤਿ ਸਤਗੁਰੁ ਪਾਈਐ ਅਹਿਨਿਸਿ ਸਬਦਿ ਸਲਾਹਿ ॥੧॥ ਰਹਾਉ ॥
ગુરુ સાધુ-સંગત માં મળે છે, તેથી હે ભાઈ! સાધુ સંગત માં જઈને ગુરુ ના શબ્દ માં જોડાય ને દિવસ રાત પરમાત્મા ની મહિમા કર ।।૧।। વિરામ ।।
ਸਚੁ ਵਖਰੁ ਧਨੁ ਰਾਸਿ ਲੈ ਪਾਈਐ ਗੁਰ ਪਰਗਾਸਿ ॥
હંમેશા કાયમ રહેવા વાળી ધન સંપત્તિ એકઠી કર, આ ધન ગુરુ એ આપેલા આધ્યાત્મિક પ્રકાશ થી પ્રાપ્ત થઈ છે
ਜਿਉ ਅਗਨਿ ਮਰੈ ਜਲਿ ਪਾਇਐ ਤਿਉ ਤ੍ਰਿਸਨਾ ਦਾਸਨਿ ਦਾਸਿ ॥
જેવી રીતે પાણી નાખવાથી અગ્નિ ઓલવાય જાય છે, તેવી જ રીતે પ્રભુ ના દાસોના દાસ બનવાથી ઈચ્છા રૂપી આગ ઓલવાય જાય છે
ਜਮ ਜੰਦਾਰੁ ਨ ਲਗਈ ਇਉ ਭਉਜਲੁ ਤਰੈ ਤਰਾਸਿ ॥੨॥
જે મનુષ્ય નામ રૂપી ધન એકઠું કરે છે તેનું ભયાનક યમરાજ પણ કઈ બગાડી શકતા નથી, આવી રીતે તે મનુષ્ય સંસાર સાગર ને પાર કરી લે છે ।।૨।।
ਗੁਰਮੁਖਿ ਕੂੜੁ ਨ ਭਾਵਈ ਸਚਿ ਰਤੇ ਸਚ ਭਾਇ ॥
ગુરુ ના રસ્તા પર ચાલવા વાળા લોકો ને ખોટો પદાર્થ ગમતો નથી, તે સાચા પ્રભુ માં જોડાયેલા રહે છે, તે હંમેશા સ્થિર પ્રભુ ના પ્રેમ થી જોડાયેલા રહે છે માયા માં વીંટાયેલા મનુષ્ય ને પ્રભુ નું નામ સારું નથી લાગતું
ਸਾਕਤ ਸਚੁ ਨ ਭਾਵਈ ਕੂੜੈ ਕੂੜੀ ਪਾਂਇ ॥
ખોટા માં ફસાયેલા ની આબરૂ પણ ખોટી હોય છે પણ એ આપણા વશ ની રમત નથી
ਸਚਿ ਰਤੇ ਗੁਰਿ ਮੇਲਿਐ ਸਚੇ ਸਚਿ ਸਮਾਇ ॥੩॥
જેને ગુરુ પ્રભુ ના ચરણો માં મેળવી દે, તે પ્રભુમાં રંગાયેલા રહે છે તેની દુર્બળતા હંમેશા પ્રભુ યાદ માં રહે છે ।।૩।।
ਮਨ ਮਹਿ ਮਾਣਕੁ ਲਾਲੁ ਨਾਮੁ ਰਤਨੁ ਪਦਾਰਥੁ ਹੀਰੁ ॥
પ્રભુ નું નામ જે જાણે માણેક છે, લાલ રત્ન છે, હીરો છે, દરેક મનુષ્ય ની અંદર વસે છે
ਸਚੁ ਵਖਰੁ ਧਨੁ ਨਾਮੁ ਹੈ ਘਟਿ ਘਟਿ ਗਹਿਰ ਗੰਭੀਰੁ ॥
વિશાળ પ્રભુ દરેક ના શરીર માં બિરાજમાન છે, તેમનું નામ જ હંમેશા સ્થિર રહેવા વાળો સોદો છે, ધન છે
ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਪਾਈਐ ਦਇਆ ਕਰੇ ਹਰਿ ਹੀਰੁ ॥੪॥੨੧॥
હે નાનક! જે મનુષ્ય પર પ્રભુની કૃપા કરે છે તેને તેનું નામ ગુરુ દ્વારા જ મળી જાય છે ।।૪।।૨૧।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ॥
શ્રી રાગ મહેલ ૧ ।।
ਭਰਮੇ ਭਾਹਿ ਨ ਵਿਝਵੈ ਜੇ ਭਵੈ ਦਿਸੰਤਰ ਦੇਸੁ ॥
ગુરુ ની શરણ છોડી ને જો મનુષ્ય સન્યાસી વેશ ધારણ કરી ને દેશ-વિદેશ ભ્રમણ કરતો ફરે, જગ્યાએ જગ્યાએ ફરવાથી ઈચ્છા ની અગ્નિ ઓલવાઈ જતી નથી
ਅੰਤਰਿ ਮੈਲੁ ਨ ਉਤਰੈ ਧ੍ਰਿਗੁ ਜੀਵਣੁ ਧ੍ਰਿਗੁ ਵੇਸੁ ॥
અંદર થી અવ્યવસ્થા નો મેલ ઉતારતો નથી, એનું જીવન તિરસ્કાર યોગ્ય જ રહે છે આવા વસ્ત્રો પણ તિરસ્કારી હોય છે
ਹੋਰੁ ਕਿਤੈ ਭਗਤਿ ਨ ਹੋਵਈ ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਕੇ ਉਪਦੇਸ ॥੧॥
આ વાત પાકી થઈ જાય કે સદગુરુની શિક્ષા પ્રાપ્ત કર્યા વગર બીજા એક પણ સ્થાન પર પરમાત્મા ની ભક્તિ થઈ શક્તિ નથી અને ભક્તિ વગર ઈચ્છા પુરી થતી નથી ।।૧।।
ਮਨ ਰੇ ਗੁਰਮੁਖਿ ਅਗਨਿ ਨਿਵਾਰਿ ॥
હે મન! ગુરુ ના ચરણે પડી ને ઈચ્છા ની અગ્નિ ને દૂર કરી શકાય છે
ਗੁਰ ਕਾ ਕਹਿਆ ਮਨਿ ਵਸੈ ਹਉਮੈ ਤ੍ਰਿਸਨਾ ਮਾਰਿ ॥੧॥ ਰਹਾਉ ॥
જયારે ગુરુ એ કહેલો ઉપદેશ મન માં રહી જાય, તો હું મોટો થઈ જાઉં, હું મોટો થઈ જાઉં એ લાલચ પુરી થઈ જાય છે ।।૧।। વિરામ ।।
ਮਨੁ ਮਾਣਕੁ ਨਿਰਮੋਲੁ ਹੈ ਰਾਮ ਨਾਮਿ ਪਤਿ ਪਾਇ ॥
પરમાત્મા ના નામ થી જોડાય ને આ મન કિંમતી મોતી બની જાય છે, તેને બધી જગ્યાએ આદર મળે છે
ਮਿਲਿ ਸਤਸੰਗਤਿ ਹਰਿ ਪਾਈਐ ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਲਿਵ ਲਾਇ
પરમાત્મા નું નામ સાધુ-સંગતિ માં મળી ને જ પ્રાપ્ત થાય છે, ગુરુની શરણ માં પડવાથી જ પરમાત્મા ના ચરણે ધ્યાન જોડાય છે
ਆਪੁ ਗਇਆ ਸੁਖੁ ਪਾਇਆ ਮਿਲਿ ਸਲਲੈ ਸਲਲ ਸਮਾਇ ॥੨॥
પ્રભુ ના ચરણો માં ધ્યાન જોડાવાથી મનુષ્ય ની અંદર થી સ્વાર્થ, અહંકાર ના ભાવ દૂર થઈ જાય છે, આધ્યાત્મિક આંનદ મળે છે, પરમાત્મા થી મનુષ્ય એવી રીતે એક થઈ જોડાય છે જવી રીતે પાણી થી પાણી મળીને એક રૂપ થઈ જાય છે ।।૨।।
ਜਿਨਿ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਨ ਚੇਤਿਓ ਸੁ ਅਉਗੁਣਿ ਆਵੈ ਜਾਇ ॥
જે મનુષ્ય એ પરમાત્માના નામનું નથી સ્મરણ કર્યું, તે અવ્યવસ્થિત જીવન માં રહીને જન્મે છે અને મૃત્યુ પામે છે
ਜਿਸੁ ਸਤਗੁਰੁ ਪੁਰਖੁ ਨ ਭੇਟਿਓ ਸੁ ਭਉਜਲਿ ਪਚੈ ਪਚਾਇ ॥
જે મનુષ્ય ને સદગુરુ નથી મળ્યા તે સંસાર સમુદ્ર ની અવ્યવસ્થા માં જ ખુઆર રહે છે
ਇਹੁ ਮਾਣਕੁ ਜੀਉ ਨਿਰਮੋਲੁ ਹੈ ਇਉ ਕਉਡੀ ਬਦਲੈ ਜਾਇ ॥੩॥
આ જીવાત્મા એક અમૂલ્ય મોતી છે, જે વ્યક્તિ આવી રીતે વિકારોથી પીડાય છે તે પૈસાની જગ્યાએ બરબાદ થઈ જાય છે. ।।૩।।
ਜਿੰਨਾ ਸਤਗੁਰੁ ਰਸਿ ਮਿਲੈ ਸੇ ਪੂਰੇ ਪੁਰਖ ਸੁਜਾਣ ॥
જો મનુષ્ય ને પ્રેમ ના કારણે સદગુરૂ મળે છે,તે સંપૂર્ણ છે,તેઓ હોંશિયાર અને સમજશક્તિ વાળા છે
ਗੁਰ ਮਿਲਿ ਭਉਜਲੁ ਲੰਘੀਐ ਦਰਗਹ ਪਤਿ ਪਰਵਾਣੁ ॥
કારણ કે ગુરુ ને મળીને જ સંસાર સમુદ્ર પાર કરી શકાય છે, પ્રભુ ની હાજરી માં આબરૂ મળે છે, સ્વીકાર થાય છે
ਨਾਨਕ ਤੇ ਮੁਖ ਉਜਲੇ ਧੁਨਿ ਉਪਜੈ ਸਬਦੁ ਨੀਸਾਣੁ ॥੪॥੨੨॥
હે નાનક! તે લોકો જ તેજસ્વી અને તંદુરસ્ત છે જેની અંદર ગુરુ ના શબ્દો વાગે છે, તરંગો આવે છે ।।૪।।૨૨।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੧ ॥
શ્રી રાગ મહેલ ૧ ।।
ਵਣਜੁ ਕਰਹੁ ਵਣਜਾਰਿਹੋ ਵਖਰੁ ਲੇਹੁ ਸਮਾਲਿ ॥
હે રામ નામ નો વેપાર કરવા આવેલા જીવો! નામ નો વ્યાપાર કરો, નામ નો સોદો સંભાળી લે
ਤੈਸੀ ਵਸਤੁ ਵਿਸਾਹੀਐ ਜੈਸੀ ਨਿਬਹੈ ਨਾਲਿ ॥
તેવો જ સોદો ખરીદવો જોઈએ જે હંમેશા માટે સાથે રહે
ਅਗੈ ਸਾਹੁ ਸੁਜਾਣੁ ਹੈ ਲੈਸੀ ਵਸਤੁ ਸਮਾਲਿ ॥੧॥
પરલોક માં બેઠેલા તારણહાર સમજદાર છે, તે અમારી ખરીદી ની તપાસ કરશે અને સંપૂર્ણ સ્વીકાર કરશે ।।૧।।
ਭਾਈ ਰੇ ਰਾਮੁ ਕਹਹੁ ਚਿਤੁ ਲਾਇ ॥
હે ભાઈ! દિલ લગાડી ને પ્રેમ થી પરમાત્મા નું નામ જપ
ਹਰਿ ਜਸੁ ਵਖਰੁ ਲੈ ਚਲਹੁ ਸਹੁ ਦੇਖੈ ਪਤੀਆਇ ॥੧॥ ਰਹਾਉ ॥
અહીં થી પોતાની સાથે પરમાત્મા ની મહિમા નો સોદો લઇ ને જાવ, પ્રભુ પરમેશ્વર ખુશ થઈ ને જોશે ।।૧।। વિરામ ।।