ਭਗਤਿ ਵਛਲ ਪੁਰਖ ਪੂਰਨ ਮਨਹਿ ਚਿੰਦਿਆ ਪਾਈਐ ॥
હે ભાઈ! જો ભક્તિથી પ્રેમ કરવાવાળા સંપૂર્ણ પુરખનું નામ મનમાં વસાવી લે તો મનમાં વિચારેલ દરેક ઉદેશ્ય મેળવી શકાય છે
ਤਮ ਅੰਧ ਕੂਪ ਤੇ ਉਧਾਰੈ ਨਾਮੁ ਮੰਨਿ ਵਸਾਈਐ ॥
તે હરિનું નામ માયાના મોહના આંધળા કૂવાના અંધારા માંથી કાઢી લે છે
ਸੁਰ ਸਿਧ ਗਣ ਗੰਧਰਬ ਮੁਨਿ ਜਨ ਗੁਣ ਅਨਿਕ ਭਗਤੀ ਗਾਇਆ ॥
હે મન! દેવતા, સિદ્ધ યોગી, શિવજીના દાસ-દેવતા, દેવતાઓના ગવૈયા, ઋષિ લોકો, અને અનેક જ ભક્તજન તે પરમાત્માના ગુણ ગાય છે
ਬਿਨਵੰਤਿ ਨਾਨਕ ਕਰਹੁ ਕਿਰਪਾ ਪਾਰਬ੍ਰਹਮ ਹਰਿ ਰਾਇਆ ॥੨॥
નાનક વિનંતી કરે છે, હે પ્રભુ પાતશાહ! કૃપા કર કે હું પણ તારું નામ હંમેશા સ્મરણ કરતો રહું ॥૨॥
ਚੇਤਿ ਮਨਾ ਪਾਰਬ੍ਰਹਮੁ ਪਰਮੇਸਰੁ ਸਰਬ ਕਲਾ ਜਿਨਿ ਧਾਰੀ ॥
હે મન! પરબ્રહ્મ પરમેશ્વરને યાદ રાખ જેણે બધામાં પોતાની સત્તા ટકાવી રાખી છે
ਕਰੁਣਾ ਮੈ ਸਮਰਥੁ ਸੁਆਮੀ ਘਟ ਘਟ ਪ੍ਰਾਣ ਅਧਾਰੀ ॥
જે કરુણામય છે, બધી તાકાતવાળા છે, બધાના માલિક છે, અને જે દરેક શરીરની બધી જીવનો આશરો છે
ਪ੍ਰਾਣ ਮਨ ਤਨ ਜੀਅ ਦਾਤਾ ਬੇਅੰਤ ਅਗਮ ਅਪਾਰੋ ॥
જે પ્રાણ મન શરીર અને જીવ દેવાવાળો છે અનંત છે, પહોંચથી ઉપર છે અને અપાર છે
ਸਰਣਿ ਜੋਗੁ ਸਮਰਥੁ ਮੋਹਨੁ ਸਰਬ ਦੋਖ ਬਿਦਾਰੋ ॥
જે શરણ પડવાવાળાની સહાયતા કરવા સક્ષમ છે, જે બધી તાકતોના માલિક છે સુંદર છે અને બધા વિકારોનો નાશ કરવાવાળા છે
ਰੋਗ ਸੋਗ ਸਭਿ ਦੋਖ ਬਿਨਸਹਿ ਜਪਤ ਨਾਮੁ ਮੁਰਾਰੀ ॥
હે મન! પરમાત્મા પ્રભુનું નામ જપતા જ બધા રોગ, બધી ફિકર, બધી ચિંતા નાશ થઈ જાય છે
ਬਿਨਵੰਤਿ ਨਾਨਕ ਕਰਹੁ ਕਿਰਪਾ ਸਮਰਥ ਸਭ ਕਲ ਧਾਰੀ ॥੩॥
નાનક વિનંતી કરે છે, હે બધી તાક્તોના માલિક! હે બધામાં પોતાની સત્તા ટકાવવા વાળા પ્રભુ! મારા પર કૃપા કર હું પણ તારું નામ હંમેશા સ્મરણ કરતો રહું ॥૩॥
ਗੁਣ ਗਾਉ ਮਨਾ ਅਚੁਤ ਅਬਿਨਾਸੀ ਸਭ ਤੇ ਊਚ ਦਇਆਲਾ ॥
હે મન! તું તે પરબ્રહ્મના ગુણ ગા જે હંમેશા અટળ રહેવાવાળા છે જેનો ક્યારેય નાશ થતો નથી જે બધાથી ઉચ્ચા છે અને દયાનું ઘર છે
ਬਿਸੰਭਰੁ ਦੇਵਨ ਕਉ ਏਕੈ ਸਰਬ ਕਰੈ ਪ੍ਰਤਿਪਾਲਾ ॥
જે આખા જગતની સમ્ભાલ રાખવાવાળા છે જે પોતે જ બધું દેવા સક્ષમ છે , જે બધાની સંભાળ રાખે છે
ਪ੍ਰਤਿਪਾਲ ਮਹਾ ਦਇਆਲ ਦਾਨਾ ਦਇਆ ਧਾਰੇ ਸਭ ਕਿਸੈ ॥
હે મન! તે પરમાત્મા દરેક જીવ પર દયા કરે છે, દરેકના હ્રદયનું જાણવાવાળા છે ખુબ જ દયાળુ અને સંભાળ રાખવા વાળા છે
ਕਾਲੁ ਕੰਟਕੁ ਲੋਭੁ ਮੋਹੁ ਨਾਸੈ ਜੀਅ ਜਾ ਕੈ ਪ੍ਰਭੁ ਬਸੈ ॥
જે મનુષ્યના હૃદયમાં તે પ્રભુ આવી વસે છે તેની અંદરથી લોભ મોહ અને દુઃખદાયી કાંટાની જેમ ખુંચવાવાળી મૃત્યુ નો ડર દૂર થઈ જાય છે
ਸੁਪ੍ਰਸੰਨ ਦੇਵਾ ਸਫਲ ਸੇਵਾ ਭਈ ਪੂਰਨ ਘਾਲਾ ॥
હે મન! જે મનુષ્ય પર પ્રભુ-દેવ સારી રીતે પ્રસન્ન થઈ જાય, તેની કરેલી સેવાને ફળ લાગી જાય છે તેની મહેનત સફળ થઈ જાય છે.
ਬਿਨਵੰਤ ਨਾਨਕ ਇਛ ਪੁਨੀ ਜਪਤ ਦੀਨ ਦੈਆਲਾ ॥੪॥੩॥
નાનક વિનંતી કરે છે, ગરીબો પર દયા કરવા વાળા પરમાત્માનું નામ જપવાથી ઈચ્છા પૂરી થઈ જાય છે ॥૪॥૩॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥
ગૌરી રાગ મહેલ ૫
ਸੁਣਿ ਸਖੀਏ ਮਿਲਿ ਉਦਮੁ ਕਰੇਹਾ ਮਨਾਇ ਲੈਹਿ ਹਰਿ ਕੰਤੈ ॥
હે સહેલીઓ! હે સત્સંગી સજ્જન! મારી વિનંતી સાંભળ ચાલ મળીને ભજન કરીએ અને કંત પ્રભુને પોતાની પર ખુશ કરી લઈએ
ਮਾਨੁ ਤਿਆਗਿ ਕਰਿ ਭਗਤਿ ਠਗਉਰੀ ਮੋਹਹ ਸਾਧੂ ਮੰਤੈ ॥
અહંકાર દૂર કરીને અને કંત પ્રભુ ની ભક્તિ ને છેતરપિંડી બનાવીને તેની સાથે તે પ્રભુ-પતિને ગુરુના ઉપદેશ દ્વારા મોહી લે
ਸਖੀ ਵਸਿ ਆਇਆ ਫਿਰਿ ਛੋਡਿ ਨ ਜਾਈ ਇਹ ਰੀਤਿ ਭਲੀ ਭਗਵੰਤੈ ॥
હ સહેલી! તે પ્રભુની આ સુંદર મર્યાદા છે કે જો તે વાર પ્રેમ વશ થઈ જાય તો પછી ક્યારેય છોડી સકાતી નથી
ਨਾਨਕ ਜਰਾ ਮਰਣ ਭੈ ਨਰਕ ਨਿਵਾਰੈ ਪੁਨੀਤ ਕਰੈ ਤਿਸੁ ਜੰਤੈ ॥੧॥
હે નાનક! જે જીવ કંત પ્રભુની શરણે આવે છે તે જીવ ને પવિત્ર જીવનવાળો બનાવી દે છે તેના પવિત્ર આધ્યાત્મિક જીવનને તે પ્રભુ ક્યારેય વૃધાવસ્થા આવા દેતા નથી મૃત્યુ આવવા દેતા નથી તેના બધા ડર અને નર્ક મોટા મોટા દુઃખ દૂર કરી લે છે ॥૧॥
ਸੁਣਿ ਸਖੀਏ ਇਹ ਭਲੀ ਬਿਨੰਤੀ ਏਹੁ ਮਤਾਂਤੁ ਪਕਾਈਐ ॥
હે સહેલીઓ! હે સત્સંગી સજ્જન! મારી આ સારી વિનંતી સાંભળ આવ આ સલાહ પાકી કરી લે
ਸਹਜਿ ਸੁਭਾਇ ਉਪਾਧਿ ਰਹਤ ਹੋਇ ਗੀਤ ਗੋਵਿੰਦਹਿ ਗਾਈਐ ॥
અધ્યાત્મિક સ્થિરતામાં પ્રભુ-પ્રેમમાં ટકીને પોતાની અંદર થી છળ-કપટ દૂર કરીને ગોવિંદની મહિમા ના ગીત ગાઈએ
ਕਲਿ ਕਲੇਸ ਮਿਟਹਿ ਭ੍ਰਮ ਨਾਸਹਿ ਮਨਿ ਚਿੰਦਿਆ ਫਲੁ ਪਾਈਐ ॥
ગોવિંદની મહિમા કરવાથી અંદરથી વિકારોના ઝઘડા અને અન્ય બીજા ક્લેશ મટી જાય છે માયા ની પાછળ મનની દોડ-ભાગ સમાપ્ત થઈ જાય છે મનમાં વિચારેલ ફળ પ્રાપ્ત થઈ જાય છે
ਪਾਰਬ੍ਰਹਮ ਪੂਰਨ ਪਰਮੇਸਰ ਨਾਨਕ ਨਾਮੁ ਧਿਆਈਐ ॥੨॥
હે નાનક! હે સત્સંગી સજ્જન! પરબ્રહ્મ સંપૂર્ણ પરમેશ્વરનું નામ હંમેશા સ્મરણ કરવું જોઈએ ॥૨॥
ਸਖੀ ਇਛ ਕਰੀ ਨਿਤ ਸੁਖ ਮਨਾਈ ਪ੍ਰਭ ਮੇਰੀ ਆਸ ਪੁਜਾਏ ॥
હે સહેલીઓ! હું હંમેશા ઈચ્છા કરતી રહું છું અને સુખ માણતી રહું છું કે હે પ્રભુ! મારી આશા પુરી કર
ਚਰਨ ਪਿਆਸੀ ਦਰਸ ਬੈਰਾਗਨਿ ਪੇਖਉ ਥਾਨ ਸਬਾਏ ॥
હું તારા દર્શન માટે ઉતાવળી થયેલી તને દરેક જગ્યાએ શોધતી ફરું છું
ਖੋਜਿ ਲਹਉ ਹਰਿ ਸੰਤ ਜਨਾ ਸੰਗੁ ਸੰਮ੍ਰਿਥ ਪੁਰਖ ਮਿਲਾਏ ॥
હે સહેલીઓ! પ્રભુની શોધ કરી કરીને હું સંત-જનોની સાથે જઈને શોધું છું સાધુ-સંગત જ તે પ્રભુનો મેળાપ કરાવે છે જે બધી તાક્તોના માલિક છે અને જે બધામાં વ્યાપક છે
ਨਾਨਕ ਤਿਨ ਮਿਲਿਆ ਸੁਰਿਜਨੁ ਸੁਖਦਾਤਾ ਸੇ ਵਡਭਾਗੀ ਮਾਏ ॥੩॥
નાનક કહે છે, હે માં! જે મનુષ્ય સાધુ-સંગતિમાં મળે છે તેને જ દેવ-લોકના માલિક અને બધા સુખ દેનાર પ્રભુ મળે છે તે મનુષ્ય ખુબ જ ભાગ્યશાળી છે ॥૩॥
ਸਖੀ ਨਾਲਿ ਵਸਾ ਅਪੁਨੇ ਨਾਹ ਪਿਆਰੇ ਮੇਰਾ ਮਨੁ ਤਨੁ ਹਰਿ ਸੰਗਿ ਹਿਲਿਆ ॥
હે સહેલીઓ! સાધુ-સંગતની કૃપાથી હવે હું હંમેશા પોતાના પ્રભુ પતિ સાથે આવી વસુ છું મારુ મન તે હરિ સાથે હળી-મળી ગયું છે, મારુ શરીર તે હરિ સાથે એક-મેકે થઈ ગયું છે
ਸੁਣਿ ਸਖੀਏ ਮੇਰੀ ਨੀਦ ਭਲੀ ਮੈ ਆਪਨੜਾ ਪਿਰੁ ਮਿਲਿਆ ॥
હવે સહેલી! સાંભળ, હવે મને ઊંઘ પણ વ્હાલી લાગે છે કારણ કે સપનામાં પણ મને પોતાનો પ્રેમાળ પતિ મળે છે
ਭ੍ਰਮੁ ਖੋਇਓ ਸਾਂਤਿ ਸਹਜਿ ਸੁਆਮੀ ਪਰਗਾਸੁ ਭਇਆ ਕਉਲੁ ਖਿਲਿਆ ॥
તે માલિક પ્રભુએ મારી ભટકણ દૂર કરી લીધી છે મારી અંદર હવે શાંતિ બની રહે છે હું આધ્યાત્મિક સ્થિરતા માં ટકી રહું છું મારી અંદર તેની જ્યોતિનો પ્રકાશ થઈ ગયો છે જેમ સૂરજના કિરણોથી કમળ ફૂલ ખીલી જાય છે તેમજ તેના પ્રકાશથી મારુ હૃદય પ્રસન્ન થઈ જાય છે
ਵਰੁ ਪਾਇਆ ਪ੍ਰਭੁ ਅੰਤਰਜਾਮੀ ਨਾਨਕ ਸੋਹਾਗੁ ਨ ਟਲਿਆ ॥੪॥੪॥੨॥੫॥੧੧॥
હે નાનક! હે સહેલીઓ! સાધુ-સંગતિની કૃપા થી મેં અંતર્યામી પ્રભુ-પતિ શોધી લીધા છે અને મારા માથાનો આ સુહાગ ક્યારેય દૂર થવાનો નથી ॥૪॥૪॥૨॥૫॥૧૧॥