ਲਾਭੁ ਮਿਲੈ ਤੋਟਾ ਹਿਰੈ ਹਰਿ ਦਰਗਹ ਪਤਿਵੰਤ ॥
જે મનુષ્ય આવું કરવાનો પ્રયત્ન કરે છે તેને પવિત્ર અને આધ્યાત્મિક જીવન મળી જાય છે તેના બધા દુઃખ અને સંકટ દૂર થઈ જાય છે તેની અંદર પ્રભુ પ્રેમ અને છે
ਰਾਮ ਨਾਮ ਧਨੁ ਸੰਚਵੈ ਸਾਚ ਸਾਹ ਭਗਵੰਤ ॥
જે મનુષ્ય પરમાત્મા ના નામ નું ધન ભેગું કરે છે તે બધા ભાગ્યશાળી થઈ જાય છે અને હમેશા મટે પૈસાદાર બની જાય છે
ਊਠਤ ਬੈਠਤ ਹਰਿ ਭਜਹੁ ਸਾਧੂ ਸੰਗਿ ਪਰੀਤਿ ॥
ઉઠતા-બેઠતા દર વખતે પરમાત્મા નું ભજન કરો અને ગુરુ ની સંગતિ માં પ્રેમ ઉત્પન કરો
ਨਾਨਕ ਦੁਰਮਤਿ ਛੁਟਿ ਗਈ ਪਾਰਬ੍ਰਹਮ ਬਸੇ ਚੀਤਿ ॥੨॥
હે નાનક ! જે મનુષ્ય એ ઉદ્યમ કર્યો છે તેની ખોટી બુદ્ધિ નથી રહી , પરમાત્મા હમેંશા મટે તેના હદય માં વસી ગયા છે।।૨।।
ਸਲੋਕੁ ॥
શ્લોક ।।
ਤੀਨਿ ਬਿਆਪਹਿ ਜਗਤ ਕਉ ਤੁਰੀਆ ਪਾਵੈ ਕੋਇ ॥
જગતના જીવો પર માયાના ત્રણ ગુનો પોતાનું બળ વધારે રાખે છે કોઈ દુર્લભ મનુષ્ય જ એ ચોથી અવસ્થા પ્રાપ્ત કરી શકે છે,
ਨਾਨਕ ਸੰਤ ਨਿਰਮਲ ਭਏ ਜਿਨ ਮਨਿ ਵਸਿਆ ਸੋਇ ॥੩॥
હે નાનક! જે મનુષ્યના જીવનમાં એ પ્રભુ હંમેશા વસે છે એ સંતજનો પવિત્ર જીવનવાળા હોઈ છે. ।।૩।।
ਪਉੜੀ ॥
પગથિયું ।।
ਤ੍ਰਿਤੀਆ ਤ੍ਰੈ ਗੁਣ ਬਿਖੈ ਫਲ ਕਬ ਉਤਮ ਕਬ ਨੀਚੁ ॥
માયાના ત્રણ ગુણોના પ્રભાવમાં જીવોને વિષના વિકારોરૂપી ફળ જ મળે છે કયારેક કોઈ સારી અવસ્થા પ્રાપ્ત કરે છે ક્યારેક ખરાબ અવસ્થામાં પડે છે,
ਨਰਕ ਸੁਰਗ ਭ੍ਰਮਤਉ ਘਣੋ ਸਦਾ ਸੰਘਾਰੈ ਮੀਚੁ ॥
જીવોને સ્વર્ગ નર્ક ભોગવવા પડે છે ઘણી ભટકણ લાગેલી રહે છે અને મૃત્યુનો ડર હંમેશા એની આધ્યાત્મિક મૃત્યુ નું કારણ બને છે,
ਹਰਖ ਸੋਗ ਸਹਸਾ ਸੰਸਾਰੁ ਹਉ ਹਉ ਕਰਤ ਬਿਹਾਇ ॥
ત્રણ ગુણોને આધીન જીવોની ઉમર અહંકારમાં વીતે છે કયારેક ખુશી ક્યારેક દુઃખ અને કયારેક ડર આ ચક્ર એમના માટે હંમેશા બનેલું રહે છે,
ਜਿਨਿ ਕੀਏ ਤਿਸਹਿ ਨ ਜਾਣਨੀ ਚਿਤਵਹਿ ਅਨਿਕ ਉਪਾਇ ॥
જે પરમાત્માએ ઉત્પન્ન કર્યા છે તેનાથી ગાઢ સંધિ નાખતા નથી અને તીર્થ સ્થાનો માં ધાર્મિક કાયોઁ વિશેનો હંમેશા વિચાર કરતા રહે છે,
ਆਧਿ ਬਿਆਧਿ ਉਪਾਧਿ ਰਸ ਕਬਹੁ ਨ ਤੂਟੈ ਤਾਪ ॥
દુનિયાના રસોને કારણે જીવને મનના રોગ, શરીરનો રોગ અને ઝગડાઓના ચક્કરમાં ફસાયેલા રહે છે ક્યારેય એના મનના દુઃખ કષ્ટ દૂર થતા જ નથી
ਪਾਰਬ੍ਰਹਮ ਪੂਰਨ ਧਨੀ ਨਹ ਬੂਝੈ ਪਰਤਾਪ ॥
દુનિયાના રસોમાં ફસાયેલા મનુષ્યને પૂર્ણ પરબ્રહ્મ માલિક પ્રભુનો પ્રતાપ સમજાતો નથી,
ਮੋਹ ਭਰਮ ਬੂਡਤ ਘਣੋ ਮਹਾ ਨਰਕ ਮਹਿ ਵਾਸ ॥
અનંત દુનિયા માયાના મોહ અને ભટકણમાં ગોથા ખાઈ છે અને નરકોમાં દુઃખના ભરી દિવસો કાપી રહી છે,
ਕਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰਭ ਰਾਖਿ ਲੇਹੁ ਨਾਨਕ ਤੇਰੀ ਆਸ ॥੩॥
આનાથી બચવા માટે હે નાનક! પ્રાર્થના કર અને કહે, કે હે પ્રભુ કૃપા! કરો અને મારી રક્ષા કરો મને તારી મદદ ની આશા છે. ।।૩।।
ਸਲੋਕੁ ॥
શ્લોક ।।
ਚਤੁਰ ਸਿਆਣਾ ਸੁਘੜੁ ਸੋਇ ਜਿਨਿ ਤਜਿਆ ਅਭਿਮਾਨੁ ॥
નામની કૃપાથી જે મનુષ્ય એ પોતાના મન માંથી અહંકાર દૂર કરી લીધો છે, તે જ છે બુદ્ધિશાળી, સમજુ અને શુશીલ1
ਚਾਰਿ ਪਦਾਰਥ ਅਸਟ ਸਿਧਿ ਭਜੁ ਨਾਨਕ ਹਰਿ ਨਾਮੁ ॥੪॥
હે નાનક! પ્રભુ નામ હંમેશા જપતો રહે આમાં જ દુનિયાના ચાર પદાર્થો અને અષ્ટ સિદ્ધિઓ છે. ।।૪।।
ਪਉੜੀ ॥
પગથિયું ।।
ਚਤੁਰਥਿ ਚਾਰੇ ਬੇਦ ਸੁਣਿ ਸੋਧਿਓ ਤਤੁ ਬੀਚਾਰੁ ॥
ચારેય વેદોને સાંભળીને અમે તો એ નિર્ણય કર્યો છે કે આ જ વાસ્તવિક વિચારની વાત મળી છે
ਸਰਬ ਖੇਮ ਕਲਿਆਣ ਨਿਧਿ ਰਾਮ ਨਾਮੁ ਜਪਿ ਸਾਰੁ ॥
પ્રભુનું શ્રેષ્ઠ નામ જપી જપી ને સંસારના બધા સુખ મળી જાય છે અને સુખોનો ખજાનો મળી જાય છે,
ਨਰਕ ਨਿਵਾਰੈ ਦੁਖ ਹਰੈ ਤੂਟਹਿ ਅਨਿਕ ਕਲੇਸ ॥
પ્રભુનું નામ નરકથી બચાવી લે છે બધા દુઃખો દૂર કરી દે છે અને નામની કૃપાથી અનેક કષ્ટો દૂર થાય છે,
ਮੀਚੁ ਹੁਟੈ ਜਮ ਤੇ ਛੁਟੈ ਹਰਿ ਕੀਰਤਨ ਪਰਵੇਸ ॥
જે મનુષ્યના હૃદયમાં પરમાત્માની મહિમાનો પ્રવેશ રહે છે એની આધ્યાત્મિક મૃત્યુ દૂર થાય છે અને યમથી એ આઝાદી પ્રાપ્ત કરી લે છે,
ਭਉ ਬਿਨਸੈ ਅੰਮ੍ਰਿਤੁ ਰਸੈ ਰੰਗਿ ਰਤੇ ਨਿਰੰਕਾਰ ॥
જો નિરાકાર પ્રભુના પ્રેમ રંગમાં રંગાય જઇયે તો દરેક પ્રકારના ડરનો નાશ થાય છે અને આધ્યાત્મિક જીવન આપનાર જળ હૃદયમાં મળી જાય છે,
ਦੁਖ ਦਾਰਿਦ ਅਪਵਿਤ੍ਰਤਾ ਨਾਸਹਿ ਨਾਮ ਅਧਾਰ ॥
પરમાત્માના નામના આસરે દુઃખ, ગરીબી અને વિકારોથી ઉત્પન્ન થયેલી મનની મલિનતા આ બધું નાશ પામે છે,
ਸੁਰਿ ਨਰ ਮੁਨਿ ਜਨ ਖੋਜਤੇ ਸੁਖ ਸਾਗਰ ਗੋਪਾਲ ॥
દૈવી ગુણોવાળા મનુષ્યો અને ઋષિ લોકો જે સુખના સમુદ્ર સૃષ્ટિના પાલનહાર પ્રભુની શોધ કરે છે, એ તો ગુરુની ચરણરજ મેળવવા થી મળી જાય છે
ਮਨੁ ਨਿਰਮਲੁ ਮੁਖੁ ਊਜਲਾ ਹੋਇ ਨਾਨਕ ਸਾਧ ਰਵਾਲ ॥੪॥
હે નાનક! અને જેને એ મળે એનું મન પવિત્ર થઇ જાય છે અને લોક પરલોકમાં એનું મુખ રોશન છે. ।।૪।।
ਸਲੋਕੁ ॥
શ્લોક ।।
ਪੰਚ ਬਿਕਾਰ ਮਨ ਮਹਿ ਬਸੇ ਰਾਚੇ ਮਾਇਆ ਸੰਗਿ ॥
જે મનુષ્ય માયામાં મસ્ત રહે છે એના મનમાં પાંચ વિકારો કામ ક્રોધ ભય લોભ અને મોહ ટકી રહે,
ਸਾਧਸੰਗਿ ਹੋਇ ਨਿਰਮਲਾ ਨਾਨਕ ਪ੍ਰਭ ਕੈ ਰੰਗਿ ॥੫॥
પરંતુ જે મનુષ્ય સાધુ સંગમાં રહી પ્રભુનામમાં રંગાઈને રહે છે એ પવિત્ર જીવનવાળો થઇ જાય છે. ।।૫।।
ਪਉੜੀ ॥
પગથિયું ।।
ਪੰਚਮਿ ਪੰਚ ਪ੍ਰਧਾਨ ਤੇ ਜਿਹ ਜਾਨਿਓ ਪਰਪੰਚੁ ॥
જગતમાં એ સંતજન શ્રેષ્ઠ ગણાય છે જેમણે આ જગત ફેલાવાને આવી રીતે સમજી લીધો છે
ਕੁਸਮ ਬਾਸ ਬਹੁ ਰੰਗੁ ਘਣੋ ਸਭ ਮਿਥਿਆ ਬਲਬੰਚੁ ॥
જેમ જગત ફૂલોની સુગંધ જેવું અનેક રંગોવાળું છત્તાંય નાશવંત અને કપટી છે,
ਨਹ ਜਾਪੈ ਨਹ ਬੂਝੀਐ ਨਹ ਕਛੁ ਕਰਤ ਬੀਚਾਰੁ ॥
તેમને સાચો જીવન-સંયમ સૂઝતો નથી. સમજતો નથી અને અને સાચા જીવન-સંયમ વિશે કોઈ વિચાર કરતો નથી.
ਸੁਆਦ ਮੋਹ ਰਸ ਬੇਧਿਓ ਅਗਿਆਨਿ ਰਚਿਓ ਸੰਸਾਰੁ ॥
જગત સામાન્ય રીતે અજ્ઞાનમાં મસ્ત રહે છે સ્વાદોમાં મોહ વાળા રસોમાં બેભાન રહે છે,
ਜਨਮ ਮਰਣ ਬਹੁ ਜੋਨਿ ਭ੍ਰਮਣ ਕੀਨੇ ਕਰਮ ਅਨੇਕ ॥
જેને અનેક કર્મ જ કર્યા રાખ્યા છે એ જન્મ મરણના ચક્કરમાં અનેક જાતની યોનિમાં ભટકતા જ રહે છે,
ਰਚਨਹਾਰੁ ਨਹ ਸਿਮਰਿਓ ਮਨਿ ਨ ਬੀਚਾਰਿ ਬਿਬੇਕ ॥
જે મનુષ્ય એ સર્જનહાર વિધાતા જેને આ સૃષ્ટિની રચના કરી એનું સ્મરણ નથી કર્યું અને પોતાના મનમાં સારા ખરાબ વિચારની પરખ નથી કરી,
ਭਾਉ ਭਗਤਿ ਭਗਵਾਨ ਸੰਗਿ ਮਾਇਆ ਲਿਪਤ ਨ ਰੰਚ ॥
જેના પર માયા રતીભાર પ્રભાવ નાખી શક્તિ નથી અને જે પ્રભુને પ્રેમ કરે છે એમની ભક્તિ કરે છે,
ਨਾਨਕ ਬਿਰਲੇ ਪਾਈਅਹਿ ਜੋ ਨ ਰਚਹਿ ਪਰਪੰਚ ॥੫॥
હે નાનક! આ જગતમાં એવા લોકો દુર્લભ છે જે જગતના ફેલાવાના મોહમાં ફસાતા નથી. ।।૫।।
ਸਲੋਕੁ ॥
શ્લોક ।।
ਖਟ ਸਾਸਤ੍ਰ ਊਚੌ ਕਹਹਿ ਅੰਤੁ ਨ ਪਾਰਾਵਾਰ ॥
છ શાસ્ત્રો મોટા અવાજે પોકારીને કહે છે કે પ્રભુનો ગુણો અનંત છે અને પ્રભુની ઓળખનો કોઈ છેડો આ પાર કે પેલે પાર મળતો નથી,
ਭਗਤ ਸੋਹਹਿ ਗੁਣ ਗਾਵਤੇ ਨਾਨਕ ਪ੍ਰਭ ਕੈ ਦੁਆਰ ॥੬॥
હે નાનક! પ્રભુની ભક્તિ કરનારા લોકો પ્રભુના ઓટલા પર એના ગુણ ગાતા સુંદર લાગે છે. ।।6।।
ਪਉੜੀ ॥
પગથિયું ।।
ਖਸਟਮਿ ਖਟ ਸਾਸਤ੍ਰ ਕਹਹਿ ਸਿੰਮ੍ਰਿਤਿ ਕਥਹਿ ਅਨੇਕ ॥
છ શાસ્ત્રો પ્રભુ સ્વરૂપનું વર્ણન કરે છે અને અનેક સ્મૃતિઓ પણ વર્ણન કરે છે પરંતુ એના ગુણો અનંત છે,