ਹਸਤ ਚਰਨ ਸੰਤ ਟਹਲ ਕਮਾਈਐ ॥
હાથ દ્વારા સંતજનોના ચરણની પ્રદક્ષિણા કરવામાં આવે છે,
ਨਾਨਕ ਇਹੁ ਸੰਜਮੁ ਪ੍ਰਭ ਕਿਰਪਾ ਪਾਈਐ ॥੧੦॥
હે નાનક! આ ઉપર કહેલા જીવનના સંજોગો પ્રભુની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. ।।૧૦।।
ਸਲੋਕੁ ॥
શ્લોક ।।
ਏਕੋ ਏਕੁ ਬਖਾਨੀਐ ਬਿਰਲਾ ਜਾਣੈ ਸ੍ਵਾਦੁ ॥
હે ભાઈ! માત્ર એક જ પરમાત્માની મહિમા કરવી જોઈએ આ મહિમામાં આધ્યાત્મિક આનંદ છે અને આ આનંદ કોઈ દુર્લભ મનુષ્ય જ પામે છે,
ਗੁਣ ਗੋਬਿੰਦ ਨ ਜਾਣੀਐ ਨਾਨਕ ਸਭੁ ਬਿਸਮਾਦੁ ॥੧੧॥
પરમાત્માના ગુણગાન કરવાથી આધ્યાત્મિક આનંદ તો મળે છે પણ ગુણોનું વર્ણન કરવાથી પ્રભુનું સાચું સ્વરૂપ સમજી શકાતું નથી કેમ કે હે નાનક! આ બધું તો આશ્ચર્યરૂપ છે. ।।૧૧।।
ਪਉੜੀ ॥
પગથિયું ।।
ਏਕਾਦਸੀ ਨਿਕਟਿ ਪੇਖਹੁ ਹਰਿ ਰਾਮੁ ॥
હે ભાઈ! પરમાત્માને હંમેશા પોતાની નજીક વસતા જ જુઓ આ જ એકાદશી છે,
ਇੰਦ੍ਰੀ ਬਸਿ ਕਰਿ ਸੁਣਹੁ ਹਰਿ ਨਾਮੁ ॥
પોતાની ઇન્દ્રિયોને વશમાં કરીને પ્રભુનામ સાંભળ્યા કરો,
ਮਨਿ ਸੰਤੋਖੁ ਸਰਬ ਜੀਅ ਦਇਆ ॥
જે મનુષ્ય પોતાના જીવનમાં સંતોષ ધારણ કરે છે અને બધા જીવોની સાથે દયા અને પ્રેમપૂર્વક વ્યવહાર કરે છે ,
ਇਨ ਬਿਧਿ ਬਰਤੁ ਸੰਪੂਰਨ ਭਇਆ ॥
આ રીતે જીવન પસાર કરવાથી એનું વ્રત સફળ થઇ જાય છે અને એ જ સાચું વ્રત છે,
ਧਾਵਤ ਮਨੁ ਰਾਖੈ ਇਕ ਠਾਇ ॥
આ પ્રકારના વ્રતથી મનુષ્ય વિકારો તરફ દોડતા પોતાના મનને એક સ્થાન પર ટકાવી રાખે છે,
ਮਨੁ ਤਨੁ ਸੁਧੁ ਜਪਤ ਹਰਿ ਨਾਇ ॥
પ્રભુ નામ જાપ કરતા પ્રભુનામમાં જોડાવાથી એનું મન અને હૃદય પવિત્ર થઈ જાય છે,
ਸਭ ਮਹਿ ਪੂਰਿ ਰਹੇ ਪਾਰਬ੍ਰਹਮ ॥
જે પરબ્રહ્મ પ્રભુ આખા જગતમાં સર્વવ્યાપક છે,
ਨਾਨਕ ਹਰਿ ਕੀਰਤਨੁ ਕਰਿ ਅਟਲ ਏਹੁ ਧਰਮ ॥੧੧॥
હે નાનક! એ પ્રભુની મહિમા કરતા રહો આ એવો ધર્મ છે જેનું ફળ અવશ્ય મળે છે. ।।૧૧।।
ਸਲੋਕੁ ॥
શ્લોક ।
ਦੁਰਮਤਿ ਹਰੀ ਸੇਵਾ ਕਰੀ ਭੇਟੇ ਸਾਧ ਕ੍ਰਿਪਾਲ ॥
જે ભાગ્યશાળી મનુષ્ય એ દયાના ઘર ગુરુને મળી લીધું અને જેને ગુરુ દ્વારા કહેલી સેવા કરી એમને પોતાના અંદરથી ખોટી બુદ્ધિ દૂર કરી લીધી છે,
ਨਾਨਕ ਪ੍ਰਭ ਸਿਉ ਮਿਲਿ ਰਹੇ ਬਿਨਸੇ ਸਗਲ ਜੰਜਾਲ ॥੧੨॥
હે નાનક! જે લોકો પરમાત્માના ચરણોમાં જોડાયેલા રહે છે એના માયાના મોહન બંધનો નાશ પામે છે. ।।૧૨।।
ਪਉੜੀ ॥
પગથિયું ।।
ਦੁਆਦਸੀ ਦਾਨੁ ਨਾਮੁ ਇਸਨਾਨੁ ॥
હે ભાઈ! બારમી તિથિનો દિવસ પ્રભુનામ જાપ કરી સેવા કરો અને મન અને તન પવિત્ર કરો
ਹਰਿ ਕੀ ਭਗਤਿ ਕਰਹੁ ਤਜਿ ਮਾਨੁ ॥
મનમાંથી અહંકાર ત્યાગી દઈ પ્રભુની ભક્તિ કરતા રહો,
ਹਰਿ ਅੰਮ੍ਰਿਤ ਪਾਨ ਕਰਹੁ ਸਾਧਸੰਗਿ ॥
સાધુસંગતિમાં મળીને આધ્યાત્મિક જીવન દેનાર પ્રભુનામનો રસ પીતા રહો,
ਮਨ ਤ੍ਰਿਪਤਾਸੈ ਕੀਰਤਨ ਪ੍ਰਭ ਰੰਗਿ ॥
પરમાત્માના પ્રેમ રંગમાં રંગાઈને પ્રભુ મહિમા કરવાથી મન દુનિયાના વિકારોથી અને તમામ પદાર્થોથી સંતુષ્ટ રહે છે,
ਕੋਮਲ ਬਾਣੀ ਸਭ ਕਉ ਸੰਤੋਖੈ ॥
મહિમાની મીઠી વાણી દરેક ઇન્દ્રિયોને આધ્યાત્મિક આનંદ આપે છે,
ਪੰਚ ਭੂ ਆਤਮਾ ਹਰਿ ਨਾਮ ਰਸਿ ਪੋਖੈ ॥
પ્રભુ નામની મહિમાના પ્રતાપથી પાંચેય તત્વોના અંશથી બનેલું મન પ્રભુનામરૂપી રસમાં પ્રફ્ફુલિત રહે છે,
ਗੁਰ ਪੂਰੇ ਤੇ ਏਹ ਨਿਹਚਉ ਪਾਈਐ ॥
સંપૂર્ણ ગુરુથી આ દાન ચોક્કસ પ્રમાણમાં પ્રાપ્ત થઇ છે,
ਨਾਨਕ ਰਾਮ ਰਮਤ ਫਿਰਿ ਜੋਨਿ ਨ ਆਈਐ ॥੧੨॥
હે નાનક! પ્રભુનામ સ્મરણ કરવાથી ફરીથી યોનિઓમાં આવવું પડતું નથી. ।।૧૨।।
ਸਲੋਕੁ ॥
શ્લોક ।।
ਤੀਨਿ ਗੁਣਾ ਮਹਿ ਬਿਆਪਿਆ ਪੂਰਨ ਹੋਤ ਨ ਕਾਮ ॥
આ જગત માયાના ત્રણ ગુણોના પ્રભાવમાં આવેલું જ રહે છે આથી ક્યારેય પણ એની ઈચ્છાઓ પુરી થતી નથી,
ਪਤਿਤ ਉਧਾਰਣੁ ਮਨਿ ਬਸੈ ਨਾਨਕ ਛੂਟੈ ਨਾਮ ॥੧੩॥
હે નાનક! એ મનુષ્ય આ માયાના પંજામાંથી બચીને નીકળી જાય છે જેના મનમાં પ્રભુનામ વસી જાય છે એ મનુષ્ય ના મનમાં એ પ્રભુ આવીને વસે છે જે વિકારોમાં પડેલાને વિકારોમાંથી બચાવવા સમર્થ છે. ।।૧૩।।
ਪਉੜੀ ॥
પગથિયું ।।
ਤ੍ਰਉਦਸੀ ਤੀਨਿ ਤਾਪ ਸੰਸਾਰ ॥
તેરમી તિથિમાં જગતમાં ત્રણ પ્રકારના દુઃખો ચોંટી રહેલા હોઈ છે,
ਆਵਤ ਜਾਤ ਨਰਕ ਅਵਤਾਰ ॥
જેના કારણે આ જન્મ મરણ નરકરૂપી ચક્કરમાં મનુષ્ય પડેલો રહે છે અને દુઃખમાં જ જન્મે છે,
ਹਰਿ ਹਰਿ ਭਜਨੁ ਨ ਮਨ ਮਹਿ ਆਇਓ ॥
ત્રણેય પ્રકારના દુઃખોને કારણે મનુષ્ય ના મનમાં પ્રભુભજન ટકતું નથી,
ਸੁਖ ਸਾਗਰ ਪ੍ਰਭੁ ਨਿਮਖ ਨ ਗਾਇਓ ॥
પાંપણના પલકાર જેટલા સમય માટે પણ મનુષ્ય સુખ સાગર પ્રભુની મહિમા ગાતો નથી,
ਹਰਖ ਸੋਗ ਕਾ ਦੇਹ ਕਰਿ ਬਾਧਿਓ ॥
મનુષ્યે પોતાને સ્વયંને હર્ષ અને શોકનુ શરીર બનાવીને બેઠો છે,
ਦੀਰਘ ਰੋਗੁ ਮਾਇਆ ਆਸਾਧਿਓ ॥
એને માયાના મોહનો એવો લાંબો રોગ લાગ્યો છે જે કાબુમાં આવી શકતો નથી,
ਦਿਨਹਿ ਬਿਕਾਰ ਕਰਤ ਸ੍ਰਮੁ ਪਾਇਓ ॥
ત્રણેય પ્રકારના દુઃખોમાં મનુષ્ય વ્યર્થ કામ કરતા કરતા આખો દિવસ થાક્યો છે.
ਨੈਨੀ ਨੀਦ ਸੁਪਨ ਬਰੜਾਇਓ ॥
રાતે જયારે ઊંઘ આવે ત્યારે સપનામાં પણ દિવસની દોડભાગની વાતો કરે છે,
ਹਰਿ ਬਿਸਰਤ ਹੋਵਤ ਏਹ ਹਾਲ ॥
પ્રભુને ભુલાવી દેવાના કારણે મનુષ્યનો આ હાલ છે.
ਸਰਨਿ ਨਾਨਕ ਪ੍ਰਭ ਪੁਰਖ ਦਇਆਲ ॥੧੩॥
નાનક કહે છે, જો દુઃખ ની આ હાલતથી બચવું હોઈ તો દયાના સ્ત્રોત અકાળ પૂર્વજ પ્રભુની શરણમાં પડી રહે. ।।૧૩।।
ਸਲੋਕੁ ॥
શ્લોક ।।
ਚਾਰਿ ਕੁੰਟ ਚਉਦਹ ਭਵਨ ਸਗਲ ਬਿਆਪਤ ਰਾਮ ॥
ચારેય તરફ અને ચૌદ લોકમાં બધે જ પ્રભુ વસી રહ્યા છે,
ਨਾਨਕ ਊਨ ਨ ਦੇਖੀਐ ਪੂਰਨ ਤਾ ਕੇ ਕਾਮ ॥੧੪॥
હે નાનક! એ પ્રભુના ભંડારોમાં કોઈ કમી જોઈ શકતી નથી એના કરેલા બધા જ કામો સફળ થાય છે. ।।૧૪।।
ਪਉੜੀ ॥
પગથિયું ।।
ਚਉਦਹਿ ਚਾਰਿ ਕੁੰਟ ਪ੍ਰਭ ਆਪ ॥
ચારેય તરફ અને ચૌદ લોકમાં બધે જ પ્રભુ વસી રહ્યા છે,
ਸਗਲ ਭਵਨ ਪੂਰਨ ਪਰਤਾਪ ॥
બધા જ ભવનોમાં એનો તેજ પ્રતાપ ચમકે છે,
ਦਸੇ ਦਿਸਾ ਰਵਿਆ ਪ੍ਰਭੁ ਏਕੁ ॥
માત્ર એક જ પ્રભુ દસેય દિશાઓમાં વસે છે,
ਧਰਨਿ ਅਕਾਸ ਸਭ ਮਹਿ ਪ੍ਰਭ ਪੇਖੁ ॥
હે ભાઈ! ધરતી આકાશ બધામાં વસેલા પરમાત્માને જુઓ,
ਜਲ ਥਲ ਬਨ ਪਰਬਤ ਪਾਤਾਲ ॥
પાણી ધરતી જંગલ પહાડ પાતાળ,
ਪਰਮੇਸ੍ਵਰ ਤਹ ਬਸਹਿ ਦਇਆਲ ॥
આ બધી જ જગ્યાઓમાં દયાના ઘર પ્રભુજી વસી રહ્યા છે,
ਸੂਖਮ ਅਸਥੂਲ ਸਗਲ ਭਗਵਾਨ ॥
અદ્રશ્ય અને દ્રશ્યમાન બધા જ જગતમાં પ્રભુ હાજર છે,
ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਬ੍ਰਹਮੁ ਪਛਾਨ ॥੧੪॥
હે નાનક! જે મનુષ્ય ગુરુના બતાવેલા રસ્તા પર ચાલે છે એ પરમાત્માને બધે જ વસેલા ઓળખી લે છે. ।।૧૪।।
ਸਲੋਕੁ ॥
શ્લોક ।।
ਆਤਮੁ ਜੀਤਾ ਗੁਰਮਤੀ ਗੁਣ ਗਾਏ ਗੋਬਿੰਦ ॥
જે મનુષ્ય એ ગુરુની શિક્ષા પર ચાલીને સ્વયં પોતાને અને પોતાના મનને વશમાં કર્યું અને પ્રભુની મહિમા ગાઈ,
ਸੰਤ ਪ੍ਰਸਾਦੀ ਭੈ ਮਿਟੇ ਨਾਨਕ ਬਿਨਸੀ ਚਿੰਦ ॥੧੫॥
હે નાનક! ગુરુની કૃપાથી એના બધા ડર દૂર થઇ ગયા છે અને દરેક પ્રકારની ચિંતાનો નાશ થઈ ગયો. ।।૧૫।।
ਪਉੜੀ ॥
પગથિયું ।।
ਅਮਾਵਸ ਆਤਮ ਸੁਖੀ ਭਏ ਸੰਤੋਖੁ ਦੀਆ ਗੁਰਦੇਵ ॥
હે ભાઈ! અમાસે જે મનુષ્ય ને સતગુરુએ સંતોષ આપ્યો એની આત્મા સુખી થઇ ગઈ છે,