ਧੰਧਾ ਕਰਤ ਬਿਹਾਨੀ ਅਉਧਹਿ ਗੁਣ ਨਿਧਿ ਨਾਮੁ ਨ ਗਾਇਓ ॥੧॥ ਰਹਾਉ ॥
દુનિયાના કામકાજ કરતા ધન માટે તારું આખું જીવન પસાર થઈ ગયું છે અને ક્યારેય ગુણોનો ભંડાર નામનું સ્તુતિગાન કર્યું નથી ॥૧॥વિરામ॥
ਕਉਡੀ ਕਉਡੀ ਜੋਰਤ ਕਪਟੇ ਅਨਿਕ ਜੁਗਤਿ ਕਰਿ ਧਾਇਓ ॥
તું જીવનમાં કપટતાથી કોડી-કોડી કરીને ધન એકત્ર કરે છે તથા ધન માટે અનેક યુક્તિઓનો પ્રયોગ કરે છે
ਬਿਸਰਤ ਪ੍ਰਭ ਕੇਤੇ ਦੁਖ ਗਨੀਅਹਿ ਮਹਾ ਮੋਹਨੀ ਖਾਇਓ ॥੧॥
પ્રભુનું નામ ભુલવાથી તને અનેક દુઃખ પીડિત કરે છે જે ગણી શકાતા નથી અને પ્રબળ મહામોહિની એ તને ગળી લીધો છે ॥૧॥
ਕਰਹੁ ਅਨੁਗ੍ਰਹੁ ਸੁਆਮੀ ਮੇਰੇ ਗਨਹੁ ਨ ਮੋਹਿ ਕਮਾਇਓ ॥
હે સ્વામી! અનુગ્રહ કરો અને મારા કર્મોને ગણો નહીં
ਗੋਬਿੰਦ ਦਇਆਲ ਕ੍ਰਿਪਾਲ ਸੁਖ ਸਾਗਰ ਨਾਨਕ ਹਰਿ ਸਰਣਾਇਓ ॥੨॥੧੬॥੨੫॥
એ ગોવિંદ! તું ખુબ દયાળુ છે કૃપાળુ તેમજ સુખોનો સાગર છે નાનકની આ જ પ્રાર્થના છે કે હે હરિ! હું તારી શરણમાં આવ્યો છું ॥૨॥૧૬॥૨૫॥
ਗੂਜਰੀ ਮਹਲਾ ੫ ॥
ગુજરી મહેલ ૫
ਰਸਨਾ ਰਾਮ ਰਾਮ ਰਵੰਤ ॥
હે ભાઈ! પોતાની જીભથી રામ-રામ જ જપતો રહે
ਛੋਡਿ ਆਨ ਬਿਉਹਾਰ ਮਿਥਿਆ ਭਜੁ ਸਦਾ ਭਗਵੰਤ ॥੧॥ ਰਹਾਉ ॥
તું બીજા ખોટા વ્યવસાય છોડીને હંમેશા જ પરમાત્માનું ભજન કર ॥૧॥વિરામ॥
ਨਾਮੁ ਏਕੁ ਅਧਾਰੁ ਭਗਤਾ ਈਤ ਆਗੈ ਟੇਕ ॥
એક પ્રભુનું નામ તેના ભક્તોના જીવનનો આધાર છે અને આ લોક તેમજ પરલોકમાં આ જ તેનો સહારો છે
ਕਰਿ ਕ੍ਰਿਪਾ ਗੋਬਿੰਦ ਦੀਆ ਗੁਰ ਗਿਆਨੁ ਬੁਧਿ ਬਿਬੇਕ ॥੧॥
ગોવિંદે કૃપા કરીને ગુરૂજ્ઞાન તેમજ વિવેક બુદ્ધિ પ્રદાન કરી છે ॥૧॥
ਕਰਣ ਕਾਰਣ ਸੰਮ੍ਰਥ ਸ੍ਰੀਧਰ ਸਰਣਿ ਤਾ ਕੀ ਗਹੀ ॥
બધું કરવા કરાવવામાં સમર્થ શ્રીધર પ્રભુની જ મેં શરણ લીધી છે
ਮੁਕਤਿ ਜੁਗਤਿ ਰਵਾਲ ਸਾਧੂ ਨਾਨਕ ਹਰਿ ਨਿਧਿ ਲਹੀ ॥੨॥੧੭॥੨੬॥
મુક્તિ તેમજ યુક્તિ સાધુઓની ચરણ ધૂળમાં છે અને નાનકને હરિની આ નિધિ પ્રાપ્ત થઈ છે ॥૨॥૧૭॥૨૬॥
ਗੂਜਰੀ ਮਹਲਾ ੫ ਘਰੁ ੪ ਚਉਪਦੇ
ગુજરી મહેલ ૫ ઘર ૪ ચારપદ
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥
ਛਾਡਿ ਸਗਲ ਸਿਆਣਪਾ ਸਾਧ ਸਰਣੀ ਆਉ ॥
પોતાની બધી ચતુરાઈઓ છોડીને સાધુઓની શરણમાં આવો અને
ਪਾਰਬ੍ਰਹਮ ਪਰਮੇਸਰੋ ਪ੍ਰਭੂ ਕੇ ਗੁਣ ਗਾਉ ॥੧॥
બ્રહ્મ પરમેશ્વર પ્રભુનું ગુણગાન કરો ॥૧॥
ਰੇ ਚਿਤ ਚਰਣ ਕਮਲ ਅਰਾਧਿ ॥
હે મન! પરમાત્માના ચરણ કમળની આરાધના કર
ਸਰਬ ਸੂਖ ਕਲਿਆਣ ਪਾਵਹਿ ਮਿਟੈ ਸਗਲ ਉਪਾਧਿ ॥੧॥ ਰਹਾਉ ॥
આરાધના કરવાથી તને સર્વ સુખ અને કલ્યાણની પ્રાપ્તિ થશે અને તમામ દુઃખ ક્લેશ મટી જશે ॥૧॥વિરામ॥
ਮਾਤ ਪਿਤਾ ਸੁਤ ਮੀਤ ਭਾਈ ਤਿਸੁ ਬਿਨਾ ਨਹੀ ਕੋਇ ॥
પરમાત્મા વગર આ માતા-પિતા, પુત્ર,મિત્ર અને ભાઈ કોઈ પણ તારો સહાયક નથી
ਈਤ ਊਤ ਜੀਅ ਨਾਲਿ ਸੰਗੀ ਸਰਬ ਰਵਿਆ ਸੋਇ ॥੨॥
જે પ્રભુ સર્વવ્યાપક છે તે આ લોક તેમજ પરલોકમાં આત્માનો સાથી છે ॥૨॥
ਕੋਟਿ ਜਤਨ ਉਪਾਵ ਮਿਥਿਆ ਕਛੁ ਨ ਆਵੈ ਕਾਮਿ ॥
કરોડો પ્રયત્નો અને ઉપાયો નિષ્ફળ છે અને કોઈ કામ આવતા નથી
ਸਰਣਿ ਸਾਧੂ ਨਿਰਮਲਾ ਗਤਿ ਹੋਇ ਪ੍ਰਭ ਕੈ ਨਾਮਿ ॥੩॥
પરંતુ સાધુઓની શરણમાં આવવાથી પ્રાણી નિર્મળ થઈ જાય છે અને પ્રભુના નામ દ્વારા તેની ગતિ થઈ જાય છે ॥૩॥
ਅਗਮ ਦਇਆਲ ਪ੍ਰਭੂ ਊਚਾ ਸਰਣਿ ਸਾਧੂ ਜੋਗੁ ॥
પ્રભુ પહોંચથી ઉપર, દયાળુ અને સર્વોપરી છે તે સાધુઓને શરણ દેવામાં સમર્થ છે
ਤਿਸੁ ਪਰਾਪਤਿ ਨਾਨਕਾ ਜਿਸੁ ਲਿਖਿਆ ਧੁਰਿ ਸੰਜੋਗੁ ॥੪॥੧॥੨੭॥
હે નાનક! માત્ર તેને જ પ્રભુની પ્રાપ્તિ થાય છે જેના માટે જન્મથી પહેલા જ તેનો સંયોગ લખેલો હોય છે ॥૪॥૧॥૨૭॥
ਗੂਜਰੀ ਮਹਲਾ ੫ ॥
ગુજરી મહેલ ૫ ॥
ਆਪਨਾ ਗੁਰੁ ਸੇਵਿ ਸਦ ਹੀ ਰਮਹੁ ਗੁਣ ਗੋਬਿੰਦ ॥
પોતાના ગુરુદેવની હંમેશા જ સેવા કરો તથા ગોવિંદનું ગુણ અનુવાદ કરતા રહો
ਸਾਸਿ ਸਾਸਿ ਅਰਾਧਿ ਹਰਿ ਹਰਿ ਲਹਿ ਜਾਇ ਮਨ ਕੀ ਚਿੰਦ ॥੧॥
શ્વાસે શ્વાસે પરમાત્માની આરાધના કરવાથી મન ની ચિંતા દૂર થઈ જાય છે ॥૧॥
ਮੇਰੇ ਮਨ ਜਾਪਿ ਪ੍ਰਭ ਕਾ ਨਾਉ ॥
હે મન! પ્રભુના નામનું જાપ કર
ਸੂਖ ਸਹਜ ਅਨੰਦ ਪਾਵਹਿ ਮਿਲੀ ਨਿਰਮਲ ਥਾਉ ॥੧॥ ਰਹਾਉ ॥
આનાથી તને સહજ સુખ અને આનંદની ઉપલબ્ધી થશે અને નિર્મળ સ્થાન મળી જશે ॥૧॥વિરામ॥
ਸਾਧਸੰਗਿ ਉਧਾਰਿ ਇਹੁ ਮਨੁ ਆਠ ਪਹਰ ਆਰਾਧਿ ॥
સાધુની સંગતિમાં રહીને પોતાના આ મનનો ઉદ્ધાર કર અને આઠેય પ્રહર પરમેશ્વરની આરાધના કર
ਕਾਮੁ ਕ੍ਰੋਧੁ ਅਹੰਕਾਰੁ ਬਿਨਸੈ ਮਿਟੈ ਸਗਲ ਉਪਾਧਿ ॥੨॥
તારું કામ, ક્રોધ, અને અહંકાર નષ્ટ થઈ જશે અને તમામ રોગ મટી જશે ॥૨॥
ਅਟਲ ਅਛੇਦ ਅਭੇਦ ਸੁਆਮੀ ਸਰਣਿ ਤਾ ਕੀ ਆਉ ॥
હે મન! તું તે સ્વામી ના શરણે આવ જે અટળ, અવિનાશી અને અભેદ છે
ਚਰਣ ਕਮਲ ਅਰਾਧਿ ਹਿਰਦੈ ਏਕ ਸਿਉ ਲਿਵ ਲਾਉ ॥੩॥
તેના ચરણ કમળની પોતાના હૃદયમાં આરાધના કરો અને એક પ્રભુથી જ ધ્યાન લગાવ ॥૩॥
ਪਾਰਬ੍ਰਹਮਿ ਪ੍ਰਭਿ ਦਇਆ ਧਾਰੀ ਬਖਸਿ ਲੀਨੑੇ ਆਪਿ ॥
પરબ્રહ્મ પ્રભુએ દયા કરીને પોતે જ મને ક્ષમા કરી દીધો છે
ਸਰਬ ਸੁਖ ਹਰਿ ਨਾਮੁ ਦੀਆ ਨਾਨਕ ਸੋ ਪ੍ਰਭੁ ਜਾਪਿ ॥੪॥੨॥੨੮॥
હે નાનક! પરમાત્માએ સર્વ સુખોના ભંડાર પોતાનું હરિ-નામ મને આપ્યું છે અને તું પણ તે પ્રભુનું જાપ કર ॥૪॥૨॥૨૮॥
ਗੂਜਰੀ ਮਹਲਾ ੫ ॥
ગુજરી મહેલ ૫॥
ਗੁਰ ਪ੍ਰਸਾਦੀ ਪ੍ਰਭੁ ਧਿਆਇਆ ਗਈ ਸੰਕਾ ਤੂਟਿ ॥
ગુરુની કૃપાથી પ્રભુનું ધ્યાન ધરવાથી મારી શંકા મટી ગઈ છે