Gujarati Page 537

ੴ ਸਤਿ ਨਾਮੁ ਕਰਤਾ ਪੁਰਖੁ ਨਿਰਭਉ ਨਿਰਵੈਰੁ ਅਕਾਲ ਮੂਰਤਿ ਅਜੂਨੀ ਸੈਭੰ ਗੁਰਪ੍ਰਸਾਦਿ ॥
પરમાત્મા એક છે, તેનું નામ સત્ય છે. તે સંસારના રચયિતા સર્વશક્તિમાન છે. તે નીડર છે, તેની કોઈનાથી દુશમની નથી,તે કાળ નિરપેક્ષ છે, જન્મ-મરણથી રહિત અને સ્વયંભૂ છે અને તેની ઉપલબ્ધી માત્ર ગુરુ કૃપાથી જ થાય છે  

ਰਾਗੁ ਬਿਹਾਗੜਾ ਚਉਪਦੇ ਮਹਲਾ ੫ ਘਰੁ ੨ ॥
રાગ બિહાગડા ચારપદ મહેલ ૫ ઘર ૨॥

ਦੂਤਨ ਸੰਗਰੀਆ ॥
કામ, ક્રોધ, મોહ, લોભ, અહંકાર વગેરે દુષ્ટોની સાથે નિવાસ કરવો

ਭੁਇਅੰਗਨਿ ਬਸਰੀਆ ॥
ઝહેરીલા સાપોની સાથે રહેવા સમાન છે

ਅਨਿਕ ਉਪਰੀਆ ॥੧॥
તેને છોડવા માટે મેં અનેક ઉપાય કર્યા છે ॥૧॥

ਤਉ ਮੈ ਹਰਿ ਹਰਿ ਕਰੀਆ ॥
ત્યારે મેં પરમેશ્વરના નામનું ભજન કર્યું તો

ਤਉ ਸੁਖ ਸਹਜਰੀਆ ॥੧॥ ਰਹਾਉ ॥
મને સરળ સુખ ઉપલબ્ધ થઈ ગયું છે ॥૧॥વિરામ॥

ਮਿਥਨ ਮੋਹਰੀਆ ॥ ਅਨ ਕਉ ਮੇਰੀਆ ॥
સાંસારિક પદાર્થોનો મોહ ખોટો છે, જે અસત્ય મોહ પ્રાણીને પોતાનો લાગે છે

ਵਿਚਿ ਘੂਮਨ ਘਿਰੀਆ ॥੨॥
તે તેને આવાગમનના વમળમાં નાખી દે છે  ॥૨॥

ਸਗਲ ਬਟਰੀਆ ॥
બધા પ્રાણી યાત્રી છે

ਬਿਰਖ ਇਕ ਤਰੀਆ ॥
જે દુનિયાના વૃક્ષની નીચે આવી બેસે છે

ਬਹੁ ਬੰਧਹਿ ਪਰੀਆ ॥੩॥
પરંતુ અનેક માયાવી બંધનોમાં ફસાયેલા છે ॥૩॥

ਥਿਰੁ ਸਾਧ ਸਫਰੀਆ ॥
માત્ર સાધુ મુસાફર જ અટળ છે

ਜਹ ਕੀਰਤਨੁ ਹਰੀਆ ॥
જે હરિ-નામનું કીર્તિ-ગાન કરતા રહે છે

ਨਾਨਕ ਸਰਨਰੀਆ ॥੪॥੧॥
તેથી નાનકે સાધુઓની શરણ લીધી છે ॥૪॥૧॥

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સદ્દગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે ॥

ਰਾਗੁ ਬਿਹਾਗੜਾ ਮਹਲਾ ੯ ॥
રાગ બિહાગડા મહેલ ૯  ॥

ਹਰਿ ਕੀ ਗਤਿ ਨਹਿ ਕੋਊ ਜਾਨੈ ॥
પરમાત્માની ગતિ કોઈ પણ જાણતું નથી

ਜੋਗੀ ਜਤੀ ਤਪੀ ਪਚਿ ਹਾਰੇ ਅਰੁ ਬਹੁ ਲੋਗ ਸਿਆਨੇ ॥੧॥ ਰਹਾਉ ॥
યોગી, બ્રહ્મચારી, તપસ્વી અને ઘણા બધા બુદ્ધિમાન-વિદ્વાન લોકો પણ ખરાબ રીતે અસફળ થઈ ગયા છે  ॥૧॥વિરામ॥

ਛਿਨ ਮਹਿ ਰਾਉ ਰੰਕ ਕਉ ਕਰਈ ਰਾਉ ਰੰਕ ਕਰਿ ਡਾਰੇ ॥
પ્રભુ એક ક્ષણમાં રાજાને રંક બનાવી દે છે અને રંકને રાજા બનાવી દે છે

ਰੀਤੇ ਭਰੇ ਭਰੇ ਸਖਨਾਵੈ ਯਹ ਤਾ ਕੋ ਬਿਵਹਾਰੇ ॥੧॥
તેનો એવો વ્યવહાર છે કે તે ખાલી વસ્તુઓને પણ ભરપૂર કરી દે છે અને જે ભરપૂર છે તેને શૂન્ય કરીને રાખી દે છે ॥૧॥

ਅਪਨੀ ਮਾਇਆ ਆਪਿ ਪਸਾਰੀ ਆਪਹਿ ਦੇਖਨਹਾਰਾ ॥
પોતાની માયાનો તેણે પોતે જ ફેલાવો કરેલો છે અને તે પોતે જ જગત લીલાને જોઈ રહ્યો છે

ਨਾਨਾ ਰੂਪੁ ਧਰੇ ਬਹੁ ਰੰਗੀ ਸਭ ਤੇ ਰਹੈ ਨਿਆਰਾ ॥੨॥
તે અનેક રૂપ ધારણ કરે છે અને અનેક લીલાઓ રમે છે પરંતુ તો પણ બધાથી અલગ જ રહે છે  ॥૨॥

ਅਗਨਤ ਅਪਾਰੁ ਅਲਖ ਨਿਰੰਜਨ ਜਿਹ ਸਭ ਜਗੁ ਭਰਮਾਇਓ ॥
તે નિરંજન પ્રભુ ગુણ ગણનાથી ઉપર, અપાર તથા લક્ષ્ય હીન છે, જેણે આખા જગતને ભ્રમમાં નાખેલા છે

ਸਗਲ ਭਰਮ ਤਜਿ ਨਾਨਕ ਪ੍ਰਾਣੀ ਚਰਨਿ ਤਾਹਿ ਚਿਤੁ ਲਾਇਓ ॥੩॥੧॥੨॥
નાનકનું કહેવું છે કે હે પ્રાણી! પોતાની મોહ-માયાના બધા ભ્રમ ત્યાગી દે અને પોતાનું મન પ્રભુ-ચરણોમાં લગાવ ॥૩॥૧॥૨॥

ਰਾਗੁ ਬਿਹਾਗੜਾ ਛੰਤ ਮਹਲਾ ੪ ਘਰੁ ੧
રાગ બિહાગડા છંદ મહેલ ૪ ઘર ૧ ॥

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સદ્દગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે  ॥

ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਈਐ ਮੇਰੀ ਜਿੰਦੁੜੀਏ ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਅਮੋਲੇ ਰਾਮ ॥
હે મારી આત્મા! હરિ-પરમેશ્વરના નામનું દરરોજ જ ધ્યાન ધરવું જોઈએ, પરંતુ ગુરુમુખ બનીને જ હરિનું અમૂલ્ય નામ પ્રાપ્ત થાય છે

ਹਰਿ ਰਸਿ ਬੀਧਾ ਹਰਿ ਮਨੁ ਪਿਆਰਾ ਮਨੁ ਹਰਿ ਰਸਿ ਨਾਮਿ ਝਕੋਲੇ ਰਾਮ ॥
મારુ મન હરીના નામ-રસમાં વીંધાય ગયું છે, અને મનને હરિ જ પ્રિય લાગે છે, હરિના નામ-રસથી ભીંજાયને આ મન પાવન થઈ ગયું છે

error: Content is protected !!