ਏਕ ਦ੍ਰਿਸ੍ਟਿ ਹਰਿ ਏਕੋ ਜਾਤਾ ਹਰਿ ਆਤਮ ਰਾਮੁ ਪਛਾਣੀ ॥
એક પ્રભુને હું જોવ છું, એકને જાણું છું અને એકને જ હૃદયમાં અનુભવ કરું છું.
ਹੰਉ ਗੁਰ ਬਿਨੁ ਹੰਉ ਗੁਰ ਬਿਨੁ ਖਰੀ ਨਿਮਾਣੀ ॥੧॥
હું ગુરુ વગર ખુબ વિનીત તેમજ નિમ્ન છું ॥૧॥
ਜਿਨਾ ਸਤਿਗੁਰੁ ਜਿਨ ਸਤਿਗੁਰੁ ਪਾਇਆ ਤਿਨ ਹਰਿ ਪ੍ਰਭੁ ਮੇਲਿ ਮਿਲਾਏ ਰਾਮ ॥
જેને સદ્દગુરુને મેળવી લીધા છે, હરિ-પ્રભુએ તેને ગુરુથી સાક્ષાત્કાર કરાવીને પોતાની સાથે મળાવી લીધો છે.
ਤਿਨ ਚਰਣ ਤਿਨ ਚਰਣ ਸਰੇਵਹ ਹਮ ਲਾਗਹ ਤਿਨ ਕੈ ਪਾਏ ਰਾਮ ॥
મારી આ જ કામના છે કે હું તેના ચરણોની પૂજા કરું અને તેના ચરણ સ્પર્શ કરતો રહું.
ਹਰਿ ਹਰਿ ਚਰਣ ਸਰੇਵਹ ਤਿਨ ਕੇ ਜਿਨ ਸਤਿਗੁਰੁ ਪੁਰਖੁ ਪ੍ਰਭੁ ਧੵਾਇਆ ॥
હે પ્રભુ! હું તેના ચરણોની પૂજા કરું, જેને સદ્દગુરુ મહાપુરુષ પ્રભુનું ધ્યાન કર્યું છે.
ਤੂ ਵਡਦਾਤਾ ਅੰਤਰਜਾਮੀ ਮੇਰੀ ਸਰਧਾ ਪੂਰਿ ਹਰਿ ਰਾਇਆ ॥
હે પરમેશ્વર! તું જ મોટો દાતા છે, તું જ અંતર્યામી છે, કૃપા કરીને મારી અભિલાષા પૂર્ણ કર.
ਗੁਰਸਿਖ ਮੇਲਿ ਮੇਰੀ ਸਰਧਾ ਪੂਰੀ ਅਨਦਿਨੁ ਰਾਮ ਗੁਣ ਗਾਏ ॥
ગુરુના શિષ્યને મળીને મારી અભિલાષા સંપૂર્ણ થઈ ગઈ છે અને હું રાત-દિવસ રામના ગુણ ગાતો રહું છું.
ਜਿਨ ਸਤਿਗੁਰੁ ਜਿਨ ਸਤਿਗੁਰੁ ਪਾਇਆ ਤਿਨ ਹਰਿ ਪ੍ਰਭੁ ਮੇਲਿ ਮਿਲਾਏ ॥੨॥
જેને સદ્દગુરુને મેળવી લીધા છે, હરિ-પ્રભુએ તેને ગુરૂથી મળાવીને પોતાની સાથે મળાવી લીધો છે ॥૨॥
ਹੰਉ ਵਾਰੀ ਹੰਉ ਵਾਰੀ ਗੁਰਸਿਖ ਮੀਤ ਪਿਆਰੇ ਰਾਮ ॥
હું પોતાના મિત્ર-પ્રેમાળ ગુરૂના શિષ્ય પર હંમેશા બલિહાર થાવ છું.
ਹਰਿ ਨਾਮੋ ਹਰਿ ਨਾਮੁ ਸੁਣਾਏ ਮੇਰਾ ਪ੍ਰੀਤਮੁ ਨਾਮੁ ਅਧਾਰੇ ਰਾਮ ॥
તે મને હરિનું નામ સંભળાવે છે, પ્રિયતમ-પ્રભુનું નામ મારા જીવનનો આધાર છે.
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਮੇਰਾ ਪ੍ਰਾਨ ਸਖਾਈ ਤਿਸੁ ਬਿਨੁ ਘੜੀ ਨਿਮਖ ਨਹੀ ਜੀਵਾਂ ॥
હરિનું નામ મારા પ્રાણોનો મિત્ર છે અને આના વગર હું એક ક્ષણ તેમજ નિમેષ માત્ર પણ જીવંત રહી શકતો નથી.
ਹਰਿ ਹਰਿ ਕ੍ਰਿਪਾ ਕਰੇ ਸੁਖਦਾਤਾ ਗੁਰਮੁਖਿ ਅੰਮ੍ਰਿਤੁ ਪੀਵਾਂ ॥
જો સુખ દેનાર પ્રભુ કૃપા કરે તો ગુરુમુખ બનીને હું નામામૃત પી લઉં.
ਹਰਿ ਆਪੇ ਸਰਧਾ ਲਾਇ ਮਿਲਾਏ ਹਰਿ ਆਪੇ ਆਪਿ ਸਵਾਰੇ ॥
પ્રભુ પોતે જ નિષ્ઠા લગાવી પોતાની સાથે મળાવી લે છે અને તે પોતે જ શોભાયમાન કરે છે.
ਹੰਉ ਵਾਰੀ ਹੰਉ ਵਾਰੀ ਗੁਰਸਿਖ ਮੀਤ ਪਿਆਰੇ ॥੩॥
હું પોતાના પ્રેમાળ મિત્ર ગુરૂના શિષ્ય પર બલિહાર જાવ છું ॥૩॥
ਹਰਿ ਆਪੇ ਹਰਿ ਆਪੇ ਪੁਰਖੁ ਨਿਰੰਜਨੁ ਸੋਈ ਰਾਮ ॥
તે નિરંજન પુરુષ હરિ પોતે જ સર્વવ્યાપી છે.
ਹਰਿ ਆਪੇ ਹਰਿ ਆਪੇ ਮੇਲੈ ਕਰੈ ਸੋ ਹੋਈ ਰਾਮ ॥
તે સર્વશક્તિમાન પોતે જ જીવને પોતાની સાથે મળાવે છે, જે કંઈ તે કરે છે, તે જ થાય છે.
ਜੋ ਹਰਿ ਪ੍ਰਭ ਭਾਵੈ ਸੋਈ ਹੋਵੈ ਅਵਰੁ ਨ ਕਰਣਾ ਜਾਈ ॥
જે પરમાત્માને મંજુર છે તે જ થાય છે, તેની મરજી વગર કાંઈ પણ કહી શકાતું નથી.
ਬਹੁਤੁ ਸਿਆਣਪ ਲਇਆ ਨ ਜਾਈ ਕਰਿ ਥਾਕੇ ਸਭਿ ਚਤੁਰਾਈ ॥
વધારે ચતુરાઈ કરવાથી તેને પ્રાપ્ત કરી શકાતો નથી, કારણ કે ઘણી બધી ચતુરાઈ કરનાર થાકી ગયા છે.
ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਜਨ ਨਾਨਕ ਦੇਖਿਆ ਮੈ ਹਰਿ ਬਿਨੁ ਅਵਰੁ ਨ ਕੋਈ ॥
ગુરુની કૃપાથી નાનકે જોઈ લીધું છે કે મારા હરિ-પરમેશ્વર સિવાય બીજો કોઈ સહારો નથી.
ਹਰਿ ਆਪੇ ਹਰਿ ਆਪੇ ਪੁਰਖੁ ਨਿਰੰਜਨੁ ਸੋਈ ॥੪॥੨॥
તે માયાતીત પ્રભુ જ સર્વવ્યાપી છે ॥૪॥૨॥
ਵਡਹੰਸੁ ਮਹਲਾ ੪ ॥
વડહંસ મહેલ ૪॥
ਹਰਿ ਸਤਿਗੁਰ ਹਰਿ ਸਤਿਗੁਰ ਮੇਲਿ ਹਰਿ ਸਤਿਗੁਰ ਚਰਣ ਹਮ ਭਾਇਆ ਰਾਮ ॥
હે હરિ! મને સદ્દગુરુથી મળાવી દે, ત્યારથી સદ્દગુરૂના સુંદર ચરણ મને ખુબ સારા લાગે છે.
ਤਿਮਰ ਅਗਿਆਨੁ ਗਵਾਇਆ ਗੁਰ ਗਿਆਨੁ ਅੰਜਨੁ ਗੁਰਿ ਪਾਇਆ ਰਾਮ ॥
ગુરુએ જ્ઞાનનો સુરમો નાખીને મારી અજ્ઞાનતાનો અંધકાર દૂર કરી દીધો છે.
ਗੁਰ ਗਿਆਨ ਅੰਜਨੁ ਸਤਿਗੁਰੂ ਪਾਇਆ ਅਗਿਆਨ ਅੰਧੇਰ ਬਿਨਾਸੇ ॥
સદ્દગુરુથી જ્ઞાનનો સુરમો પ્રાપ્ત થયો છે, જેને અજ્ઞાનતાનો અંધકાર મટાડી દીધો છે.
ਸਤਿਗੁਰ ਸੇਵਿ ਪਰਮ ਪਦੁ ਪਾਇਆ ਹਰਿ ਜਪਿਆ ਸਾਸ ਗਿਰਾਸੇ ॥
સદ્દગુરૂની સેવા કરવાથી મેં પરમ પદ પ્રાપ્ત કર્યું છે, મેં શ્વાસ-ગ્રાસ હરિનું નામ જપ્યું છે.
ਜਿਨ ਕੰਉ ਹਰਿ ਪ੍ਰਭਿ ਕਿਰਪਾ ਧਾਰੀ ਤੇ ਸਤਿਗੁਰ ਸੇਵਾ ਲਾਇਆ ॥
જેના પર પણ હરિ પ્રભુએ કૃપા કરી છે તે સદ્દગુરૂની સેવામાં લાગે છે.
ਹਰਿ ਸਤਿਗੁਰ ਹਰਿ ਸਤਿਗੁਰ ਮੇਲਿ ਹਰਿ ਸਤਿਗੁਰ ਚਰਣ ਹਮ ਭਾਇਆ ॥੧॥
હે હરિ મારો સદ્દગુરુથી મેળ કરાવી દે, કારણ કે સદ્દગુરૂના સુંદર ચરણ મને મધુર લાગે છે ॥૧॥
ਮੇਰਾ ਸਤਿਗੁਰੁ ਮੇਰਾ ਸਤਿਗੁਰੁ ਪਿਆਰਾ ਮੈ ਗੁਰ ਬਿਨੁ ਰਹਣੁ ਨ ਜਾਈ ਰਾਮ ॥
મારો સદ્દગુરુ મારો પ્રિયતમ છે અને ગુરુ વગર હું રહી શકતો નથી.
ਹਰਿ ਨਾਮੋ ਹਰਿ ਨਾਮੁ ਦੇਵੈ ਮੇਰਾ ਅੰਤਿ ਸਖਾਈ ਰਾਮ ॥
તે મને હરિનું નામ આપે છે જે અંતિમ ક્ષણ સુધી મારી મદદ કરે છે.
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਮੇਰਾ ਅੰਤਿ ਸਖਾਈ ਗੁਰਿ ਸਤਿਗੁਰਿ ਨਾਮੁ ਦ੍ਰਿੜਾਇਆ ॥
હરિ-નામ અંતિમ ક્ષણો સુધી મારો સહાયક થશે, ગુરુ સદ્દગુરૂએ મારુ નામ દ્રઢ કર્યું છે.
ਜਿਥੈ ਪੁਤੁ ਕਲਤ੍ਰੁ ਕੋਈ ਬੇਲੀ ਨਾਹੀ ਤਿਥੈ ਹਰਿ ਹਰਿ ਨਾਮਿ ਛਡਾਇਆ ॥
જ્યાં પુત્ર, સ્ત્રી કોઈ પણ મારો મિત્ર રહેશે નહિ, ત્યાં હરિનું નામ મને મુક્તિ અપાવશે.
ਧਨੁ ਧਨੁ ਸਤਿਗੁਰੁ ਪੁਰਖੁ ਨਿਰੰਜਨੁ ਜਿਤੁ ਮਿਲਿ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਈ ॥
મહાપુરુષ સદ્દગુરુ ધન્ય-ધન્ય છે, તે માયાતીત છે, જેનાથી મેળાપ કરીને હું હરિના નામનું ધ્યાન કરતો રહું છું.
ਮੇਰਾ ਸਤਿਗੁਰੁ ਮੇਰਾ ਸਤਿਗੁਰੁ ਪਿਆਰਾ ਮੈ ਗੁਰ ਬਿਨੁ ਰਹਣੁ ਨ ਜਾਈ ॥੨॥
મારો સદ્દગુરુ મારો પ્રિયતમ છે અને ગુરુ વગર હું રહી શકતો નથી ॥૨॥