ਸਤਿਗੁਰੁ ਸੇਵਿ ਗੁਣ ਨਿਧਾਨੁ ਪਾਇਆ ਤਿਸ ਕੀ ਕੀਮ ਨ ਪਾਈ ॥
જે મનુષ્ય એ ગુરુ શરણે પડી ને ગુણોનો ખજાનો પરમાત્મા પાસેથી મેળવ્યો છે. તેની શોભા નું મૂલ્ય હોઈ શકતું નથી
ਪ੍ਰਭੁ ਸਖਾ ਹਰਿ ਜੀਉ ਮੇਰਾ ਅੰਤੇ ਹੋਇ ਸਖਾਈ ॥੩॥
વ્હાલા પ્રભુ! જે હકીકત માં મિત્ર એ છે, જ્યારે અન્ય તમામ સગા-સંબંધીઓ સાથ છોડી દે છે. ત્યારે તે સમયે તેનો સાથી બને છે. ।।૩।।
ਪੇਈਅੜੈ ਜਗਜੀਵਨੁ ਦਾਤਾ ਮਨਮੁਖਿ ਪਤਿ ਗਵਾਈ ॥
મનની પાછળ ચાલવાવાળો મનુષ્યએ આ પિતા ના ઘરે, આ દુનિયા માં તે પરમાત્મા ને ભૂલીને જે બધા દાન આપી રહ્યો છે અને જે વિશ્વના તમામ જીવો ના જીવન નો આશરો છે ત્યાં પોતાની ઇજ્જત ગુમાવી છે
ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਕੋ ਮਗੁ ਨ ਜਾਣੈ ਅੰਧੇ ਠਉਰ ਨ ਕਾਈ ॥
મનુષ્ય જીવનને સાચી રીતે સમજી શકતો નથી, માયા ના મોહ માં આંધળો થયેલ મનુષ્ય ને કોઈ નો આશરો મળતો નથી.
ਹਰਿ ਸੁਖਦਾਤਾ ਮਨਿ ਨਹੀ ਵਸਿਆ ਅੰਤਿ ਗਇਆ ਪਛੁਤਾਈ ॥੪॥
જે મનુષ્યના મનમાં બધા સુખ આપનાર પરમાત્મા ન વસતો હોય, તે અંત સમય અહીંથી અફસોસ કરતો જાય છે ।।૪।।
ਪੇਈਅੜੈ ਜਗਜੀਵਨੁ ਦਾਤਾ ਗੁਰਮਤਿ ਮੰਨਿ ਵਸਾਇਆ॥
જે મનુષ્યએ પોતાના જીવનમાં જગત જીવન દાતાર પ્રભુને ગુરૂની બુદ્ધિથી પોતાના મન માં વસાવ્યા છે,
ਅਨਦਿਨੁ ਭਗਤਿ ਕਰਹਿ ਦਿਨੁ ਰਾਤੀ ਹਉਮੈ ਮੋਹੁ ਚੁਕਾਇਆ ॥
તેઓ દિવસ-રાત દરેક સમયે પરમાત્મા ની ભક્તિ કરે છે, તેઓ પોતાની અંદરથી અહંકાર અને માયા ના મોહ ને દૂર કરી લે છે.
ਜਿਸੁ ਸਿਉ ਰਾਤਾ ਤੈਸੋ ਹੋਵੈ ਸਚੇ ਸਚਿ ਸਮਾਇਆ ॥੫॥
આ એક પ્રાકૃતિક કાયદો છે કે જે મનુષ્ય જેના પ્રેમમાં રંગાયો છે તે તેના જેવો થઈ જાય છે તેથી હંમેશા સ્થિર પ્રભુના પ્રેમ માં રંગાયેલા મનુષ્ય હંમેશા સ્થિર પ્રભુ માં લીન રહે છે. ।।૫।।
ਆਪੇ ਨਦਰਿ ਕਰੇ ਭਾਉ ਲਾਏ ਗੁਰ ਸਬਦੀ ਬੀਚਾਰਿ ॥
જે મનુષ્ય પર પ્રભુ પોતે જ કૃપા ની નજર કરે છે, તેની અંદર પોતાનો પ્રેમ પેદા કરે છે અને તે મનુષ્ય ગુરુના શબ્દ દ્વારા પ્રભુ ના ગુણોનો વિચાર કરે છે
ਸਤਿਗੁਰੁ ਸੇਵਿਐ ਸਹਜੁ ਊਪਜੈ ਹਉਮੈ ਤ੍ਰਿਸਨਾ ਮਾਰਿ ॥
સદગુરુની શરણ માં પડી ને અહંકાર મારી ને માયા ની તૃષ્ણા ખતમ કરીને આધ્યાત્મિક સ્થિરતા પેદા થાય છે
ਹਰਿ ਗੁਣਦਾਤਾ ਸਦ ਮਨਿ ਵਸੈ ਸਚੁ ਰਖਿਆ ਉਰ ਧਾਰਿ ॥੬॥
જે મનુષ્ય ગુરુ ની શરણે પડે છે સર્વ ગુણો આપનાર પરમાત્મા હંમેશા તેના મન માં વસે છે. હંમેશા સ્થિર રહેવાવાળા પ્રભુ ને તે મનુષ્ય પોતાના હૃદય માં ટકાવી રાખે છે ।। ૬।।
ਪ੍ਰਭੁ ਮੇਰਾ ਸਦਾ ਨਿਰਮਲਾ ਮਨਿ ਨਿਰਮਲਿ ਪਾਇਆ ਜਾਇ ॥
વ્હાલા પરમાત્મા હંમેશા એક પવિત્ર સ્વરૂપ રહે છે આ કારણોસર, શુદ્ધ મનથી જ તેને મળી શકાય છે
ਨਾਮੁ ਨਿਧਾਨੁ ਹਰਿ ਮਨਿ ਵਸੈ ਹਉਮੈ ਦੁਖੁ ਸਭੁ ਜਾਇ ॥
પરમાત્મા નું નામ જે તમામ ગુણોનો ખજાનો છે જે મનુષ્યના મન માં વસી જાય છે, તેના બધા અહંકારનું દુ:ખ દૂર થાય છે
ਸਤਿਗੁਰਿ ਸਬਦੁ ਸੁਣਾਇਆ ਹਉ ਸਦ ਬਲਿਹਾਰੈ ਜਾਉ ॥੭॥
હું ભાગ્યશાળી મનુષ્ય થી હંમેશા બલિદાન જઉં છું, જેને સતગુરુએ મહિમાનો શબ્દ સંભળાવ્યો છે ।।૭।।
ਆਪਣੈ ਮਨਿ ਚਿਤਿ ਕਹੈ ਕਹਾਏ ਬਿਨੁ ਗੁਰ ਆਪੁ ਨ ਜਾਈ ॥
અલબત્ત મનુષ્યે પોતાના મન માં, મગજ માં કહેવું જોઈએ કે મેં મારા અંદરથી સ્વભાવ દૂર કરી લીધો છે, અન્ય લોકો પાસેથી પણ આ કહેવડાવી લે કે આને સ્વભાવ દૂર કરી લીધો છે, પરંતુ ગુરુ નો આશરો લીધા વિના સ્વભાવ દૂર થતો નથી
ਹਰਿ ਜੀਉ ਭਗਤਿ ਵਛਲੁ ਸੁਖਦਾਤਾ ਕਰਿ ਕਿਰਪਾ ਮੰਨਿ ਵਸਾਈ ॥
પરમાત્મા આપણી ભક્તિને પ્રેમ કરે છે, જીવોને બધા સુખ આપે છે. જે મનુષ્ય પર તે કૃપા કરે છે તેને પોતાના મનમાં વસાવે છે
ਨਾਨਕ ਸੋਭਾ ਸੁਰਤਿ ਦੇਇ ਪ੍ਰਭੁ ਆਪੇ ਗੁਰਮੁਖਿ ਦੇ ਵਡਿਆਈ ॥੮॥੧॥੧੮॥
હે નાનક! પરમાત્મા જીવને ગુરુ ની શરણે પાડીને પોતે જ મહિમાવાળું ધ્યાન આપે છે અને પછી પોતે જ લોક પરલોક માં શોભા અને ઉપમા આપે છે ।।૮।।૧।।૧૮।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੩ ॥
શ્રી રાગ મહેલ ૩।।
ਹਉਮੈ ਕਰਮ ਕਮਾਵਦੇ ਜਮਡੰਡੁ ਲਗੈ ਤਿਨ ਆਇ ॥
જે મનુષ્ય કોઈ અંતર્ગત ધાર્મિક કાર્ય કરે છે અને અહંકાર પણ કરે છે કે અમે ધાર્મિક કાર્યો કરીએ છીએ, તેના માથા પર યમરાજનો દંડો આવીને વાગે છે
ਜਿ ਸਤਿਗੁਰੁ ਸੇਵਨਿ ਸੇ ਉਬਰੇ ਹਰਿ ਸੇਤੀ ਲਿਵ ਲਾਇ ॥੧॥
પણ જે મનુષ્ય ગુરુનો આશરો લે છે, તે પ્રભુ ચરણોમાં ધ્યાન જોડી ને આ મારથી બચી જાય છે ।।૧।।
ਮਨ ਰੇ ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਧਿਆਇ ॥
હે મન! ગુરુ ની શરણે પડીને પરમાત્માનું નામ યાદ કર
ਧੁਰਿ ਪੂਰਬਿ ਕਰਤੈ ਲਿਖਿਆ ਤਿਨਾ ਗੁਰਮਤਿ ਨਾਮਿ ਸਮਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥
નામ મોટું દુર્લભ દાન છે, ગુરુની શિક્ષા પર ચાલીને, તે લોકોની જ પ્રભુના નામમાં લીનતા હોય છે, જેના માથા પર કર્તારએ ધુરથી જ તેના પહેલા જન્મની કરેલી સાચી કમાણી અનુસાર લેખ લખેલા છે ।।૧।। વિરામ।।
ਵਿਣੁ ਸਤਿਗੁਰ ਪਰਤੀਤਿ ਨ ਆਵਈ ਨਾਮਿ ਨ ਲਾਗੋ ਭਾਉ ॥
ગુરુની શરણે પડ્યા વિના મનુષ્યના મન માં પરમાત્મા માટે શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી, કે ના તો પરમાત્મા ના નામ પ્રત્યે તેમનો પ્રેમ રચાય છે
ਸੁਪਨੈ ਸੁਖੁ ਨ ਪਾਵਈ ਦੁਖ ਮਹਿ ਸਵੈ ਸਮਾਇ ॥੨॥
અને પરિણામ એ બને છે કે તેને સપનામાં પણ સુખ મળતું નથી. તે હંમેશા દુ:ખ માં જ ડૂબી જાય છે ।।૨।।
ਜੇ ਹਰਿ ਹਰਿ ਕੀਚੈ ਬਹੁਤੁ ਲੋਚੀਐ ਕਿਰਤੁ ਨ ਮੇਟਿਆ ਜਾਇ ॥
પોતાના મનની પાછળ ચાલવાવાળા મનુષ્ય માટે, આ મોટી ઈચ્છા પણ કરે કે તે પરમાત્મા ને યાદ કરે તો પણ, આ ઇચ્છા અને પ્રેરણા સફળ થતી નથી કારણ કે પાછલા જીવન માં કરેલા કાર્યોની અસર ભૂંસી શકાતી નથી
ਹਰਿ ਕਾ ਭਾਣਾ ਭਗਤੀ ਮੰਨਿਆ ਸੇ ਭਗਤ ਪਏ ਦਰਿ ਥਾਇ ॥੩॥
જે ભક્ત પરમાત્માની મંજૂરીને સ્વીકારે છે, તે જ ભક્ત પરમાત્માના ઓટલે સ્વીકારાય છે ।।૩।।
ਗੁਰੁ ਸਬਦੁ ਦਿੜਾਵੈ ਰੰਗ ਸਿਉ ਬਿਨੁ ਕਿਰਪਾ ਲਇਆ ਨ ਜਾਇ ॥
ગુરુ પ્રેમ સાથે પોતાના શબ્દ શરણમાં આવેલા મનુષ્યના હૃદય માં ગાઢ બનાવે છે. પરંતુ ગુરુ પણ પરમાત્માની કૃપા વિના મળતા નથી
ਜੇ ਸਉ ਅੰਮ੍ਰਿਤੁ ਨੀਰੀਐ ਭੀ ਬਿਖੁ ਫਲੁ ਲਾਗੈ ਧਾਇ ॥੪॥
કોઈ ગુરુ વિનાનો મનુષ્ય, જેમ કે ઝાડ, જો તે તેનું સો વખત પણ અમૃતથી સિંચન કરે, તો પણ તેનું ફળ ઝેર માં જ પરિણમે છે ।।૪।।
ਸੇ ਜਨ ਸਚੇ ਨਿਰਮਲੇ ਜਿਨ ਸਤਿਗੁਰ ਨਾਲਿ ਪਿਆਰੁ ॥
તે જ મનુષ્ય કાયમ શુદ્ધ જીવન જીવે છે જેને ગુરુ સાથે પ્રેમ છે
ਸਤਿਗੁਰ ਕਾ ਭਾਣਾ ਕਮਾਵਦੇ ਬਿਖੁ ਹਉਮੈ ਤਜਿ ਵਿਕਾਰੁ
તે મનુષ્ય અંદરથી અહંકારનું ઝેર, અહંકાર નો વિકાર દૂર કરીને ગુરુ ની મંજૂરી પ્રમાણે પોતાનું જીવન વિતાવે છે ।।૫।।
ਮਨਹਠਿ ਕਿਤੈ ਉਪਾਇ ਨ ਛੂਟੀਐ ਸਿਮ੍ਰਿਤਿ ਸਾਸਤ੍ਰ ਸੋਧਹੁ ਜਾਇ ॥
હે ભાઈ! અલબત્ત તું શાસ્ત્રો- સ્મૃતિઓ વગેરે ધાર્મિક પુસ્તકોને ધ્યાનથી વાંચીને જો, પોતાના મનની જીદ દ્વારા કરવામાં આવેલ કોઈપણ રીતે અહંકાર ના ઝેરથી બચી શકશે નહીં
ਮਿਲਿ ਸੰਗਤਿ ਸਾਧੂ ਉਬਰੇ ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਕਮਾਇ ॥੬॥
ગુરુના શબ્દો અનુસાર જીવન બનાવી, ગુરુની સાથે જ રહીને મનુષ્ય અહંકાર અને વિકારોથી બચે છે ।।૬।।
ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਨਿਧਾਨੁ ਹੈ ਜਿਸੁ ਅੰਤੁ ਨ ਪਾਰਾਵਾਰੁ ॥
જે પરમાત્મા ના ગુણોનો અંત શોધી શકાતો નથી. જે પરમાત્મા ની હાજરી નો આ બાજુથી બીજી બાજુનો છેડો શોધી શકતો નથી. તેનું નામ બધા પદાર્થોના ગુણોનો ખજાનો છે
ਗੁਰਮੁਖਿ ਸੇਈ ਸੋਹਦੇ ਜਿਨ ਕਿਰਪਾ ਕਰੇ ਕਰਤਾਰੁ ॥੭॥
ગુરુ નો આશરો લઈને, તે જ મનુષ્ય આ ખજાનો પ્રાપ્ત કરે છે તથા સુંદર જીવનવાળો બને છે જેના પર પરમાત્મા પોતે કૃપા કરે છે ।।૭।।
ਨਾਨਕ ਦਾਤਾ ਏਕੁ ਹੈ ਦੂਜਾ ਅਉਰੁ ਨ ਕੋਇ ॥
હે નાનક! ગુરુ જ પરમાત્માનાં નામનું દાન આપનાર છે, બીજું કોઈ નહીં જે આ દાન આપી શકે
ਗੁਰ ਪਰਸਾਦੀ ਪਾਈਐ ਕਰਮਿ ਪਰਾਪਤਿ ਹੋਇ ॥੮॥੨॥੧੯॥
પરમાત્માનું નામ ફક્ત ગુરુની કૃપાથી જ મળે છે. પરમાત્માની કૃપાથી મળે છે ।।૮।।૨।।૧૯।।