Gujarati Page 659

ਸਾਚੀ ਪ੍ਰੀਤਿ ਹਮ ਤੁਮ ਸਿਉ ਜੋਰੀ ॥
મેં તો તારાથી સાચી પ્રીતિ જોડી લીધી છે

ਤੁਮ ਸਿਉ ਜੋਰਿ ਅਵਰ ਸੰਗਿ ਤੋਰੀ ॥੩॥
અને તારાથી પ્રીતિ જોડીને બીજાની સાથે સંબંધ તોડી નાખ્યો છે  ॥૩॥

ਜਹ ਜਹ ਜਾਉ ਤਹਾ ਤੇਰੀ ਸੇਵਾ ॥
જ્યાં જ્યાં પણ હું જાઉં છું ત્યાં જ તારી આરાધના કરું છું

ਤੁਮ ਸੋ ਠਾਕੁਰੁ ਅਉਰੁ ਨ ਦੇਵਾ ॥੪॥
હે પ્રભુ! તારા જેવું ઠાકુર તેમજ પૂજ્ય બીજું કોઈ નથી  ॥૪॥

ਤੁਮਰੇ ਭਜਨ ਕਟਹਿ ਜਮ ਫਾਂਸਾ ॥
તારું ભજન કરવાથી મૃત્યુની ફાંસી કપાઈ જાય છે

ਭਗਤਿ ਹੇਤ ਗਾਵੈ ਰਵਿਦਾਸਾ ॥੫॥੫॥
તારી ભક્તિ પ્રાપ્ત કરવા માટે રવિદાસ તારા જ ગુણગાન કરે છે ॥૫॥૫॥

ਜਲ ਕੀ ਭੀਤਿ ਪਵਨ ਕਾ ਥੰਭਾ ਰਕਤ ਬੁੰਦ ਕਾ ਗਾਰਾ ॥
આ મનુષ્ય શરીરની દીવાલ પાણીની બનેલી છે જેની નીચે પવનનો સ્તંભ સ્થાપિત કરેલો છે અને તેમાં માં નું લોહી અને પિતાના વીર્યનું પ્લાસ્ટર લાગેલું હોય છે

ਹਾਡ ਮਾਸ ਨਾੜੀਂ ਕੋ ਪਿੰਜਰੁ ਪੰਖੀ ਬਸੈ ਬਿਚਾਰਾ ॥੧॥
આ શરીર માંસ અને હાડકાનું બનેલું એક ચોકઠું છે જેમાં બિચારા જીવરૂપી પક્ષી નિવાસ કરે છે ॥૧॥

ਪ੍ਰਾਨੀ ਕਿਆ ਮੇਰਾ ਕਿਆ ਤੇਰਾ ॥
હે નશ્વર પ્રાણી! આ દુનિયામાં શું મારુ છે અને શું તારું છે ?

ਜੈਸੇ ਤਰਵਰ ਪੰਖਿ ਬਸੇਰਾ ॥੧॥ ਰਹਾਉ ॥
આ વાત એમ છે જેમ વૃક્ષ પર પક્ષીનો માળો હોય છે ॥૧॥વિરામ॥

ਰਾਖਹੁ ਕੰਧ ਉਸਾਰਹੁ ਨੀਵਾਂ ॥
તું ઊંડો પાયો ખોદીને તેના પર મહેલ બનાવવા માટે દીવાલ ઉભી કરી રહ્યો છે

ਸਾਢੇ ਤੀਨਿ ਹਾਥ ਤੇਰੀ ਸੀਵਾਂ ॥੨॥
પરંતુ તારા શરીરની સીમા વધારે થી વધારે સાડા ત્રણ હાથોની છે ॥૨॥

ਬੰਕੇ ਬਾਲ ਪਾਗ ਸਿਰਿ ਡੇਰੀ ॥
તારા માથા પર સુંદર વાળ છે અને તું માથા પર સુંદર પાઘડી સુશોભિત કરે છે

ਇਹੁ ਤਨੁ ਹੋਇਗੋ ਭਸਮ ਕੀ ਢੇਰੀ ॥੩॥
પરંતુ તારું આ શરીર એક દિવસ રાખનો ઢગલો બની જશે   ॥૩॥

ਊਚੇ ਮੰਦਰ ਸੁੰਦਰ ਨਾਰੀ ॥
પરંતુ ઉંચા મહેલો અને સુંદર પત્નીના પ્રેમમાં પડીને

ਰਾਮ ਨਾਮ ਬਿਨੁ ਬਾਜੀ ਹਾਰੀ ॥੪॥
રામ નામ વગર તે પોતાના જીવનની રમત હારી દીધી છે ॥૪॥

ਮੇਰੀ ਜਾਤਿ ਕਮੀਨੀ ਪਾਂਤਿ ਕਮੀਨੀ ਓਛਾ ਜਨਮੁ ਹਮਾਰਾ ॥
મારી જાતિ નીચ છે અને મારો ગોત્ર નીચ છે તથા મારો જન્મ પણ નીચ જ છે

ਤੁਮ ਸਰਨਾਗਤਿ ਰਾਜਾ ਰਾਮ ਚੰਦ ਕਹਿ ਰਵਿਦਾਸ ਚਮਾਰਾ ॥੫॥੬॥
હે રાજા રામ! રવિદાસ ગરીબનું કહેવું છે કે તો પણ મેં તારી શરણ લીધી છે  ॥૫॥૬॥

ਚਮਰਟਾ ਗਾਂਠਿ ਨ ਜਨਈ ॥
હું ગરીબ બુટ બનાવવું જાણતો નથી

ਲੋਗੁ ਗਠਾਵੈ ਪਨਹੀ ॥੧॥ ਰਹਾਉ ॥
પરંતુ લોકો મારાથી બુટ બનાવડાવે છે ॥૧॥વિરામ॥

ਆਰ ਨਹੀ ਜਿਹ ਤੋਪਉ ॥
મારી પાસે આરી નથી જેનાથી હું બુટ બનાવી શકું

ਨਹੀ ਰਾਂਬੀ ਠਾਉ ਰੋਪਉ ॥੧॥
અને ન તો મારી પાસે ખૂરપી છે જેનાથી હું જોડી લગાડી શકું ॥૧॥

ਲੋਗੁ ਗੰਠਿ ਗੰਠਿ ਖਰਾ ਬਿਗੂਚਾ ॥
પોતાની જાતને જગતથી જોડી-જોડીને લોકો સૌ નષ્ટ થઈ ગયા છે

ਹਉ ਬਿਨੁ ਗਾਂਠੇ ਜਾਇ ਪਹੂਚਾ ॥੨॥
પરંતુ વગર સંબંધે જ હું પ્રભુની પાસે પહોંચી ગયો છું ॥૨॥

ਰਵਿਦਾਸੁ ਜਪੈ ਰਾਮ ਨਾਮਾ ॥
રવિદાસ તો રામના નામનું જ ભજન કરતા રહે છે

ਮੋਹਿ ਜਮ ਸਿਉ ਨਾਹੀ ਕਾਮਾ ॥੩॥੭॥
હવે તેનું યમથી કોઈ કામ રહ્યું નથી  ॥૩॥૭॥

ਰਾਗੁ ਸੋਰਠਿ ਬਾਣੀ ਭਗਤ ਭੀਖਨ ਕੀ
રાગ સોરઠી વાણી ભગત ભીખન ની

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે, જે સાચા સદ્દગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે

ਨੈਨਹੁ ਨੀਰੁ ਬਹੈ ਤਨੁ ਖੀਨਾ ਭਏ ਕੇਸ ਦੁਧ ਵਾਨੀ ॥
હવે વૃદ્ધાવસ્થામાં મારી આ અવસ્થા થઈ ગઈ છે કે આંખોમાંથી પાણી નીકળતું રહે છે અને શરીર પણ નબળું થઈ ગયું છે તથા આ વાળ દૂધ જેવા સફેદ થઈ ગયા છે

ਰੂਧਾ ਕੰਠੁ ਸਬਦੁ ਨਹੀ ਉਚਰੈ ਅਬ ਕਿਆ ਕਰਹਿ ਪਰਾਨੀ ॥੧॥
મારું ગળું ગંદુ થઈ ગયું છે જેના કારણે હું એક શબ્દ પણ બોલી શકતો નથી મારા જેવો નશ્વર જીવ હવે શું કરી શકે છે? ॥૧॥

ਰਾਮ ਰਾਇ ਹੋਹਿ ਬੈਦ ਬਨਵਾਰੀ ॥
હે પ્રભુ! હે રામ! તું પોતે જ ચિકિત્સક બનીને

ਅਪਨੇ ਸੰਤਹ ਲੇਹੁ ਉਬਾਰੀ ॥੧॥ ਰਹਾਉ ॥
પોતાના સંતોને બચાવી લે  ॥૧॥વિરામ॥

ਮਾਥੇ ਪੀਰ ਸਰੀਰਿ ਜਲਨਿ ਹੈ ਕਰਕ ਕਰੇਜੇ ਮਾਹੀ ॥
મારા માથામાં પીડા, શરીરમાં બળતરા અને હૃદયમાં દર્દ છે

ਐਸੀ ਬੇਦਨ ਉਪਜਿ ਖਰੀ ਭਈ ਵਾ ਕਾ ਅਉਖਧੁ ਨਾਹੀ ॥੨॥
મારી અંદર એવી ભયાનક વેદના ઉત્પન્ન થઈ ગઈ છે કે જેની કોઈ દવા નથી  ॥૨॥

ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਅੰਮ੍ਰਿਤ ਜਲੁ ਨਿਰਮਲੁ ਇਹੁ ਅਉਖਧੁ ਜਗਿ ਸਾਰਾ ॥
હરિનું નામ અમૃતમયી નિર્મળ પાણી છે અને આ દવા આ જગતમાં બધા રોગોનો ઈલાજ છે

ਗੁਰ ਪਰਸਾਦਿ ਕਹੈ ਜਨੁ ਭੀਖਨੁ ਪਾਵਉ ਮੋਖ ਦੁਆਰਾ ॥੩॥੧॥
ભીખનનું કહેવું છે કે ગુરુની કૃપાથી મેં મોક્ષનો દરવાજો પ્રાપ્ત કરી લીધો છે  ॥૩॥૧॥

ਐਸਾ ਨਾਮੁ ਰਤਨੁ ਨਿਰਮੋਲਕੁ ਪੁੰਨਿ ਪਦਾਰਥੁ ਪਾਇਆ ॥
હે ભાઈ! પરમાત્માનું નામ એવું રત્ન છે જે ખુબ અમૂલ્ય છે મેં આ નામ પદાર્થ પોતાના પૂર્વ કરેલા શુભ કર્મોને કારણે પ્રાપ્ત કર્યું છે

ਅਨਿਕ ਜਤਨ ਕਰਿ ਹਿਰਦੈ ਰਾਖਿਆ ਰਤਨੁ ਨ ਛਪੈ ਛਪਾਇਆ ॥੧॥
અનેક પ્રયત્નો કરીને મેં તેને પોતાના હૃદયમાં સંતાડી રાખ્યું પરંતુ આ રત્ન સંતાડવાથી સંતાતું નથી  ॥૧॥

ਹਰਿ ਗੁਨ ਕਹਤੇ ਕਹਨੁ ਨ ਜਾਈ ॥
મારાથી આમ પણ હરિની મહિમા કહેવાથી કહી શકાતી નથી

ਜੈਸੇ ਗੂੰਗੇ ਕੀ ਮਿਠਿਆਈ ॥੧॥ ਰਹਾਉ ॥
જોમ કોઈ મૂંગો મનુષ્ય મીઠાઈ ખાઈને તેનો સ્વાદ કહી શકતો નથી  ॥૧॥વિરામ॥

ਰਸਨਾ ਰਮਤ ਸੁਨਤ ਸੁਖੁ ਸ੍ਰਵਨਾ ਚਿਤ ਚੇਤੇ ਸੁਖੁ ਹੋਈ ॥
હરિનું નામ જીભથી જપીને, કાનોથી સાંભળીને અને મનથી સ્મરણ કરીને  મને સુખની અનુભૂતિ થઈ છે

ਕਹੁ ਭੀਖਨ ਦੁਇ ਨੈਨ ਸੰਤੋਖੇ ਜਹ ਦੇਖਾਂ ਤਹ ਸੋਈ ॥੨॥੨॥
ભીખનનું કહેવું છે કે મારા આ બને નયન સંતુષ્ટ થઈ ગયા છે હવે હું જ્યાં પણ જોઉં છું ત્યાં જ પ્રભુ દેખાય છે ॥૨॥૨॥

error: Content is protected !!