ਜੈਤਸਰੀ ਮਃ ੪ ॥
જૈતસરી મહેલ ૪॥
ਹਮ ਬਾਰਿਕ ਕਛੂਅ ਨ ਜਾਨਹ ਗਤਿ ਮਿਤਿ ਤੇਰੇ ਮੂਰਖ ਮੁਗਧ ਇਆਨਾ ॥
હે પ્રભુ! અમે તારા મૂર્ખ, નાસમજ તેમજ નાદાન બાળક છીએ અને તારી ગતિ તેમજ મહિમા કંઈ પણ જાણતો નથી.
ਹਰਿ ਕਿਰਪਾ ਧਾਰਿ ਦੀਜੈ ਮਤਿ ਊਤਮ ਕਰਿ ਲੀਜੈ ਮੁਗਧੁ ਸਿਆਨਾ ॥੧॥
હે પ્રભુ! કૃપા કરીને ઉત્તમ બુદ્ધિ આપ અને મને મુર્ખને ચતુર બનાવી દે ॥૧॥
ਮੇਰਾ ਮਨੁ ਆਲਸੀਆ ਉਘਲਾਨਾ ॥
મારુ મન ખુબ આળસુ તેમજ ઊંઘ મગ્નવાળું છે
ਹਰਿ ਹਰਿ ਆਨਿ ਮਿਲਾਇਓ ਗੁਰੁ ਸਾਧੂ ਮਿਲਿ ਸਾਧੂ ਕਪਟ ਖੁਲਾਨਾ ॥ ਰਹਾਉ ॥
મારા પ્રભુએ મને સાધુરૂપી ગુરૂથી મળાવી દીધો છે અને સાધુરૂપી ગુરૂથી મળીને મારા મનના દરવાજા ખુલી ગયા છે ॥વિરામ॥
ਗੁਰ ਖਿਨੁ ਖਿਨੁ ਪ੍ਰੀਤਿ ਲਗਾਵਹੁ ਮੇਰੈ ਹੀਅਰੈ ਮੇਰੇ ਪ੍ਰੀਤਮ ਨਾਮੁ ਪਰਾਨਾ ॥
હે ગુરુદેવ! મારા હ્રદયમાં ક્ષણ-ક્ષણ એવો પ્રેમ લગાવી દે, જે હંમેશા વધતો રહે અને પ્રિયતમનું નામ જ પ્રાણ બની જાય.
ਬਿਨੁ ਨਾਵੈ ਮਰਿ ਜਾਈਐ ਮੇਰੇ ਠਾਕੁਰ ਜਿਉ ਅਮਲੀ ਅਮਲਿ ਲੁਭਾਨਾ ॥੨॥
હે ઠાકોર! નામ વગર તો એવો મરી જાય છે, જેમ કોઈ નશા કરનાર નશા વગર ઉત્તેજીત થઈ રહ્યો છે ॥૨॥
ਜਿਨ ਮਨਿ ਪ੍ਰੀਤਿ ਲਗੀ ਹਰਿ ਕੇਰੀ ਤਿਨ ਧੁਰਿ ਭਾਗ ਪੁਰਾਨਾ ॥
જેના મનમાં પરમાત્માનો પ્રેમ ઉત્પન્ન થઈ ગયો છે, તેનો આરંભથી જ ભાગ્યોદય થઈ જાય છે.
ਤਿਨ ਹਮ ਚਰਣ ਸਰੇਵਹ ਖਿਨੁ ਖਿਨੁ ਜਿਨ ਹਰਿ ਮੀਠ ਲਗਾਨਾ ॥੩॥
જે મહાપુરૂષોને પરમાત્માનું નામ ખુબ મીઠું લાગે છે, હું ક્ષણ-ક્ષણ તેના ચરણોની પૂજા કરું છું ॥૩॥
ਹਰਿ ਹਰਿ ਕ੍ਰਿਪਾ ਧਾਰੀ ਮੇਰੈ ਠਾਕੁਰਿ ਜਨੁ ਬਿਛੁਰਿਆ ਚਿਰੀ ਮਿਲਾਨਾ ॥
મારા ઠાકોર હરિ-પરમેશ્વરે મારા પર ખુબ કૃપા કરી છે અને શાશ્વતથી અલગ થયેલ સેવકને પોતાની સાથે મળાવી લીધો છે.
ਧਨੁ ਧਨੁ ਸਤਿਗੁਰੁ ਜਿਨਿ ਨਾਮੁ ਦ੍ਰਿੜਾਇਆ ਜਨੁ ਨਾਨਕੁ ਤਿਸੁ ਕੁਰਬਾਨਾ ॥੪॥੩॥
તે સદ્દગુરુ ધન્ય છે, જેને મારા હ્રદયમાં નામ દ્રઢ કર્યું છે. નાનક તો તે ગુરુ પર બલિહાર જાય છે ॥૪॥૩॥
ਜੈਤਸਰੀ ਮਹਲਾ ੪ ॥
જૈતસરી મહેલ ૪॥
ਸਤਿਗੁਰੁ ਸਾਜਨੁ ਪੁਰਖੁ ਵਡ ਪਾਇਆ ਹਰਿ ਰਸਕਿ ਰਸਕਿ ਫਲ ਲਾਗਿਬਾ ॥
મને સજ્જન તેમજ મહાપુરુષ સદ્દગુરુ મળી ગયો છે અને હવે સ્વાદ લઈ-લઈને હરિ-નામરૂપી ફળ ખાવા લાગી ગયો છું અર્થાત નામ જપવા લાગી ગયો છું.
ਮਾਇਆ ਭੁਇਅੰਗ ਗ੍ਰਸਿਓ ਹੈ ਪ੍ਰਾਣੀ ਗੁਰ ਬਚਨੀ ਬਿਸੁ ਹਰਿ ਕਾਢਿਬਾ ॥੧॥
માયા નાગણે પ્રાણીને પકડેલ છે પરંતુ પરમાત્માએ ગુરુના ઉપદેશ દ્વારા માયાના ઝેરને બહાર કાઢી દીધો છે ॥૧॥
ਮੇਰਾ ਮਨੁ ਰਾਮ ਨਾਮ ਰਸਿ ਲਾਗਿਬਾ ॥
મારુ મન રામ-નામના રસમાં મગ્ન થઈ ગયું છે અર્થાત રામ-નામ જપવા લાગી ગયું છે.
ਹਰਿ ਕੀਏ ਪਤਿਤ ਪਵਿਤ੍ਰ ਮਿਲਿ ਸਾਧ ਗੁਰ ਹਰਿ ਨਾਮੈ ਹਰਿ ਰਸੁ ਚਾਖਿਬਾ ॥ ਰਹਾਉ ॥
મહાપુરુષ ગુરુથી મળાવીને પરમાત્માએ પાપીઓને પવિત્ર કરી દીધા છે અને હવે તે હરિ નામ અમૃતને જ ચાખે છે ॥વિરામ॥
ਧਨੁ ਧਨੁ ਵਡਭਾਗ ਮਿਲਿਓ ਗੁਰੁ ਸਾਧੂ ਮਿਲਿ ਸਾਧੂ ਲਿਵ ਉਨਮਨਿ ਲਾਗਿਬਾ ॥
જેને સાધુ-ગુરુ મળી ગયો છે, તે મનુષ્ય ધન્ય છે, ખુશનસીબ છે. સાધુથી મળીને, તેનું ધ્યાન સરળ સ્થિતિમાં પ્રભુથી લાગી ગયું છે,
ਤ੍ਰਿਸਨਾ ਅਗਨਿ ਬੁਝੀ ਸਾਂਤਿ ਪਾਈ ਹਰਿ ਨਿਰਮਲ ਨਿਰਮਲ ਗੁਨ ਗਾਇਬਾ ॥੨॥
તેની મનની તૃષ્ણા અગ્નિ ઠરી ગઈ છે અને તેને શાંતિ પ્રાપ્ત થઈ ગઈ છે. હવે તે પરમાત્માના નિર્મળ ગુણ જ ગાય છે ॥૨॥
ਤਿਨ ਕੇ ਭਾਗ ਖੀਨ ਧੁਰਿ ਪਾਏ ਜਿਨ ਸਤਿਗੁਰ ਦਰਸੁ ਨ ਪਾਇਬਾ ॥
જેને સદ્દગુરૂના દર્શન પ્રાપ્ત કર્યા નથી, તેના ભાગ્ય આરંભથી જ દુર્ભાગ્ય લખેલ છે.
ਤੇ ਦੂਜੈ ਭਾਇ ਪਵਹਿ ਗ੍ਰਭ ਜੋਨੀ ਸਭੁ ਬਿਰਥਾ ਜਨਮੁ ਤਿਨ ਜਾਇਬਾ ॥੩॥
દ્વેતભાવને કારણે તે ગર્ભ યોનિઓમાં જ પડે છે અને તેનું આખું જીવન વ્યર્થ જ વીતી જાય છે ॥૩॥
ਹਰਿ ਦੇਹੁ ਬਿਮਲ ਮਤਿ ਗੁਰ ਸਾਧ ਪਗ ਸੇਵਹ ਹਮ ਹਰਿ ਮੀਠ ਲਗਾਇਬਾ ॥
હે પ્રભુ! મને પવિત્ર બુદ્ધિ આપ કેમ કે હું ગુરુના ચરણોની સેવા કરી શકું અને તું મને મીઠો લાગવા લાગે.
ਜਨੁ ਨਾਨਕੁ ਰੇਣ ਸਾਧ ਪਗ ਮਾਗੈ ਹਰਿ ਹੋਇ ਦਇਆਲੁ ਦਿਵਾਇਬਾ ॥੪॥੪॥
નાનક સંત ગુરુદેવની ચરણ-ધૂળની જ કામના કરતો રહે છે અને પ્રભુ દયાળુ થઈને આ દાન અપાવી દે છે ॥૪॥૪॥
ਜੈਤਸਰੀ ਮਹਲਾ ੪ ॥
જૈતસરી મહેલ ૪॥
ਜਿਨ ਹਰਿ ਹਿਰਦੈ ਨਾਮੁ ਨ ਬਸਿਓ ਤਿਨ ਮਾਤ ਕੀਜੈ ਹਰਿ ਬਾਂਝਾ ॥
જેના હૃદયમાં પ્રભુનું નામ વસ્યું નથી, પરમેશ્વર તેની માતાને વંધ્યા બનાવી દે તો જ સારું છે.
ਤਿਨ ਸੁੰਞੀ ਦੇਹ ਫਿਰਹਿ ਬਿਨੁ ਨਾਵੈ ਓਇ ਖਪਿ ਖਪਿ ਮੁਏ ਕਰਾਂਝਾ ॥੧॥
કારણ કે તેનું નિર્જન શરીર નામ વગર ભટક્તું જ રહે છે અને તે પોતાનું જીવન વિકારોમાં જ દુઃખી થઈને નાશ કરી લે છે ॥૧॥
ਮੇਰੇ ਮਨ ਜਪਿ ਰਾਮ ਨਾਮੁ ਹਰਿ ਮਾਝਾ ॥
હે મન! રામ-નામનું જાપ કરે, જે તારા હૃદયમાં જ વસેલું છે.
ਹਰਿ ਹਰਿ ਕ੍ਰਿਪਾਲਿ ਕ੍ਰਿਪਾ ਪ੍ਰਭਿ ਧਾਰੀ ਗੁਰਿ ਗਿਆਨੁ ਦੀਓ ਮਨੁ ਸਮਝਾ ॥ ਰਹਾਉ ॥
કૃપાળુ હરિ-પ્રભુએ મારા પર ખુબ કૃપા કરી છે, જેનાથી ગુરુએ મને જ્ઞાન આપ્યું છે અને મારુ મન નામ-સ્મરણના લાભને સમજી ગયું છે ॥વિરામ॥
ਹਰਿ ਕੀਰਤਿ ਕਲਜੁਗਿ ਪਦੁ ਊਤਮੁ ਹਰਿ ਪਾਈਐ ਸਤਿਗੁਰ ਮਾਝਾ ॥
કળિયુગમાં પરમાત્માની મહિમા ઉત્તમ પદ રાખે છે અને ગુરુની દયાથી જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે.
ਹਉ ਬਲਿਹਾਰੀ ਸਤਿਗੁਰ ਅਪੁਨੇ ਜਿਨਿ ਗੁਪਤੁ ਨਾਮੁ ਪਰਗਾਝਾ ॥੨॥
હું પોતાના ગુરુ પર બલિહાર જાવ છું, જેને ગુપ્ત નામ મારા હૃદયમાં પ્રગટ કરી દીધું છે ॥૨॥
ਦਰਸਨੁ ਸਾਧ ਮਿਲਿਓ ਵਡਭਾਗੀ ਸਭਿ ਕਿਲਬਿਖ ਗਏ ਗਵਾਝਾ ॥
હું ખુબ ખુશનસીબ છું જે મને સાધુરૂપી ગુરુના દર્શન પ્રાપ્ત થયા છે અને મારા બધા કરોડો પાપ નાશ થઈ ગયા છે.
ਸਤਿਗੁਰੁ ਸਾਹੁ ਪਾਇਆ ਵਡ ਦਾਣਾ ਹਰਿ ਕੀਏ ਬਹੁ ਗੁਣ ਸਾਝਾ ॥੩॥
મેં ખૂબ ચતુર, શાહ ગુરુને પ્રાપ્ત કરી લીધો છે અને તેને પરમાત્માના અનેક ગુણોમાં મને ભાગીદાર બનાવી દીધો છે ॥૩॥