ਜੈਤਸਰੀ ਮਹਲਾ ੫ ਘਰੁ ੪ ਦੁਪਦੇ
જૈતસરી મહેલ ૫ ઘર ૪ બેપદ
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે
ਅਬ ਮੈ ਸੁਖੁ ਪਾਇਓ ਗੁਰ ਆਗੵਿ ॥
હવે મેં ગુરૂની આજ્ઞામાં રહીને સુખ પ્રાપ્ત કરી લીધું છે.
ਤਜੀ ਸਿਆਨਪ ਚਿੰਤ ਵਿਸਾਰੀ ਅਹੰ ਛੋਡਿਓ ਹੈ ਤਿਆਗੵਿ ॥੧॥ ਰਹਾਉ ॥
મેં દરેક પ્રકારની ચાલાકી છોડી દીધી છે, પોતાની ચિંતાને ભુલાવી દીધી છે અને પોતાના અહંકારને સંપૂર્ણપણે છોડી દીધો છે ॥૧॥વિરામ॥
ਜਉ ਦੇਖਉ ਤਉ ਸਗਲ ਮੋਹਿ ਮੋਹੀਅਉ ਤਉ ਸਰਨਿ ਪਰਿਓ ਗੁਰ ਭਾਗਿ ॥
મેં જ્યારે આ જોયું કે દુનિયાના બધા લોકો માયાના મોહમાં જ લુપ્ત છે તો હું તરત જ ગુરુની શરણમાં ભાગીને આવી ગયો.
ਕਰਿ ਕਿਰਪਾ ਟਹਲ ਹਰਿ ਲਾਇਓ ਤਉ ਜਮਿ ਛੋਡੀ ਮੋਰੀ ਲਾਗਿ ॥੧॥
જ્યારે ગુરુએ કૃપા કરીને મને પરમાત્માની ઉપાસનામાં લગાવ્યો તો યમોએ પણ મારો પીછો છોડી દીધો ॥૧॥
ਤਰਿਓ ਸਾਗਰੁ ਪਾਵਕ ਕੋ ਜਉ ਸੰਤ ਭੇਟੇ ਵਡ ਭਾਗਿ ॥
અતિભાગ્યથી જયારે મારો સંતોથી મેળાપ થયો તો જગતના આગ સમુદ્રને પાર કરી લીધો.
ਜਨ ਨਾਨਕ ਸਰਬ ਸੁਖ ਪਾਏ ਮੋਰੋ ਹਰਿ ਚਰਨੀ ਚਿਤੁ ਲਾਗਿ ॥੨॥੧॥੫॥
નાનક કહે છે કે હવે મેં બધા સુખ પ્રાપ્ત કરી લીધા છે ત્યારથી મારું મન પરમાત્માના સુંદર ચરણોમાં જ લાગી ગયું છે ॥૨॥૧॥૫॥
ਜੈਤਸਰੀ ਮਹਲਾ ੫ ॥
જૈતસરી મહેલ ૫॥
ਮਨ ਮਹਿ ਸਤਿਗੁਰ ਧਿਆਨੁ ਧਰਾ ॥
મેં પોતાના મનમાં સદ્દગુરુનું ધ્યાન ધારણ કર્યું,
ਦ੍ਰਿੜ੍ਹ੍ਹਿਓ ਗਿਆਨੁ ਮੰਤ੍ਰੁ ਹਰਿ ਨਾਮਾ ਪ੍ਰਭ ਜੀਉ ਮਇਆ ਕਰਾ ॥੧॥ ਰਹਾਉ ॥
મેં પોતાના મનમાં પરમાત્માનું નામ-મંત્ર તેમજ જ્ઞાનને દૃઢ કરી લીધું છે, જેના ફળ સ્વરૂપ પ્રભુએ મારા પર ખુબ કરુણા કરી છે ॥૧॥વિરામ॥
ਕਾਲ ਜਾਲ ਅਰੁ ਮਹਾ ਜੰਜਾਲਾ ਛੁਟਕੇ ਜਮਹਿ ਡਰਾ ॥
હવે કાળનો જાળ, સાંસારિક બંધનોની મહા જંજટ તેમજ મૃત્યુનો ભય હવે બધું લુપ્ત થઈ ચૂક્યું છે.
ਆਇਓ ਦੁਖ ਹਰਣ ਸਰਣ ਕਰੁਣਾਪਤਿ ਗਹਿਓ ਚਰਣ ਆਸਰਾ ॥੧॥
હે કરુણાપતિ! તું બધા દુઃખ હરણ કરનાર છે, અંતમાં હું તારી શરણમાં આવ્યો છું અને તારા ચારાણોનો સહારો જ લીધો છે ॥૧॥
ਨਾਵ ਰੂਪ ਭਇਓ ਸਾਧਸੰਗੁ ਭਵ ਨਿਧਿ ਪਾਰਿ ਪਰਾ ॥
સાધુ-સંતોની સંગતિ સંસાર સમુદ્રથી પર થવા માટે એક હોળીનું રૂપ છે.
ਅਪਿਉ ਪੀਓ ਗਤੁ ਥੀਓ ਭਰਮਾ ਕਹੁ ਨਾਨਕ ਅਜਰੁ ਜਰਾ ॥੨॥੨॥੬॥
હે નાનક! હવે મેં નામ અમૃત પી લીધું છે, જેનાથી મારી મુશ્કેલીનો નાશ થઈ ગયો છે તથા અજર સ્થિતિ પ્રાપ્ત થવાને કારણે હવે મને ગઢપણ પણ આવી શકતું નથી ॥૨॥૨॥૬॥
ਜੈਤਸਰੀ ਮਹਲਾ ੫ ॥
જૈતસરી મહેલ ૫॥
ਜਾ ਕਉ ਭਏ ਗੋਵਿੰਦ ਸਹਾਈ ॥
જે જીવનો પરમાત્મા સહાયક બની ગયો છે,
ਸੂਖ ਸਹਜ ਆਨੰਦ ਸਗਲ ਸਿਉ ਵਾ ਕਉ ਬਿਆਧਿ ਨ ਕਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥
તે આધ્યાત્મિક સુખ તેમજ તમામ હર્ષ ઉલ્લાસ પ્રાપ્ત કરી લે છે અને તેને કોઈ ભારે બીમારી પ્રભાવિત કરતી નથી ॥૧॥વિરામ॥
ਦੀਸਹਿ ਸਭ ਸੰਗਿ ਰਹਹਿ ਅਲੇਪਾ ਨਹ ਵਿਆਪੈ ਉਨ ਮਾਈ ॥
તે બધાની સાથે રહેતો દ્રષ્ટિગત થાય છે પરંતુ તો પણ નિર્લિપ્ત રહે છે અને માયા તેને જરા પણ સ્પર્શ કરતી નથી.
ਏਕੈ ਰੰਗਿ ਤਤ ਕੇ ਬੇਤੇ ਸਤਿਗੁਰ ਤੇ ਬੁਧਿ ਪਾਈ ॥੧॥
તે એક પરમેશ્વરના રંગમાં મગ્ન રહે છે તથા તત્વવેતા બની જાય છે પરંતુ આ બુદ્ધિ પણ તેને સદ્દગુરુથી જ પ્રાપ્ત થઈ છે ॥૧॥
ਦਇਆ ਮਇਆ ਕਿਰਪਾ ਠਾਕੁਰ ਕੀ ਸੇਈ ਸੰਤ ਸੁਭਾਈ ॥
જેના પર ઠાકોરની દયા, કૃપા હોય છે, તે જ સંત સ્વભાવવાળો છે.
ਤਿਨ ਕੈ ਸੰਗਿ ਨਾਨਕ ਨਿਸਤਰੀਐ ਜਿਨ ਰਸਿ ਰਸਿ ਹਰਿ ਗੁਨ ਗਾਈ ॥੨॥੩॥੭॥
હે નાનક! જે મહાપુરુષ પ્રેમપૂર્વક પરમાત્માનું ગુણગાન કરે છે, તેની સંગતિમાં રહેવાથી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે ॥૨॥૩॥૭॥
ਜੈਤਸਰੀ ਮਹਲਾ ੫ ॥
જૈતસરી મહેલ ૫॥
ਗੋਬਿੰਦ ਜੀਵਨ ਪ੍ਰਾਨ ਧਨ ਰੂਪ ॥
હે ગોવિંદ! તું જ અમારું જીવન, પ્રાણ, ધન-સંપત્તિ તેમજ સૌંદર્ય છે.
ਅਗਿਆਨ ਮੋਹ ਮਗਨ ਮਹਾ ਪ੍ਰਾਨੀ ਅੰਧਿਆਰੇ ਮਹਿ ਦੀਪ ॥੧॥ ਰਹਾਉ ॥
અજ્ઞાનને કારણે પ્રાણી મોહમાં મગ્ન રહે છે અને આ અજ્ઞાનતાના અંધારામાં પરમેશ્વર જ એકમાત્ર જ્ઞાનનો દીવો છે ॥૧॥વિરામ॥
ਸਫਲ ਦਰਸਨੁ ਤੁਮਰਾ ਪ੍ਰਭ ਪ੍ਰੀਤਮ ਚਰਨ ਕਮਲ ਆਨੂਪ ॥
હે પ્રિયતમ પ્રભુ! તારા ચરણ કમળ ખુબ અનુપમ છે અને તારા દર્શન ખુબ ફળદાયક છે.
ਅਨਿਕ ਬਾਰ ਕਰਉ ਤਿਹ ਬੰਦਨ ਮਨਹਿ ਚਰ੍ਹਾਵਉ ਧੂਪ ॥੧॥
હું વારંવાર તારી જ વંદન કરું છું તેમજ પોતાના મનને ધૂપ-વસ્તુનાં રૂપમાં અર્પણ કરું છું ॥૧॥
ਹਾਰਿ ਪਰਿਓ ਤੁਮ੍ਹ੍ਹਰੈ ਪ੍ਰਭ ਦੁਆਰੈ ਦ੍ਰਿੜ੍ਹ੍ਹੁ ਕਰਿ ਗਹੀ ਤੁਮ੍ਹ੍ਹਾਰੀ ਲੂਕ ॥
હે પ્રભુ! માયુસ થઈને હવે હું તારા દરવાજા પર આવ્યો છું અને તારા સહારાને જકડીને પકડી લીધો છે.
ਕਾਢਿ ਲੇਹੁ ਨਾਨਕ ਅਪੁਨੇ ਕਉ ਸੰਸਾਰ ਪਾਵਕ ਕੇ ਕੂਪ ॥੨॥੪॥੮॥
હે પ્રભુ! નાનક પ્રાર્થના કરે છે કે આ સંસારરૂપી આગના કુવામાંથી મને બહાર કાઢી દે ॥૨॥૪॥૮॥
ਜੈਤਸਰੀ ਮਹਲਾ ੫ ॥
જૈતસરી મહેલ ૫॥
ਕੋਈ ਜਨੁ ਹਰਿ ਸਿਉ ਦੇਵੈ ਜੋਰਿ ॥
કોઈ મહાપુરુષ મને પરમાત્માની સાથે મળાવી દે તો
ਚਰਨ ਗਹਉ ਬਕਉ ਸੁਭ ਰਸਨਾ ਦੀਜਹਿ ਪ੍ਰਾਨ ਅਕੋਰਿ ॥੧॥ ਰਹਾਉ ॥
હું તેના ચરણ પકડી લઉં, પોતાની જીભથી શુભ વચન બોલું તથા પોતાના પ્રાણ પણ તેને જ અર્પણ કરી દઉં ॥૧॥વિરામ॥
ਮਨੁ ਤਨੁ ਨਿਰਮਲ ਕਰਤ ਕਿਆਰੋ ਹਰਿ ਸਿੰਚੈ ਸੁਧਾ ਸੰਜੋਰਿ ॥
પોતાના મન તેમજ શરીરને નિર્મળ બગીચો બનાવીને હું તેને હરિ નામ અમૃતથી સારી રીતે સીંચું છું.
ਇਆ ਰਸ ਮਹਿ ਮਗਨੁ ਹੋਤ ਕਿਰਪਾ ਤੇ ਮਹਾ ਬਿਖਿਆ ਤੇ ਤੋਰਿ ॥੧॥
પરમાત્માની કૃપાથી જ પ્રાણી આ અમૃતમાં મગ્ન થાય છે અને વિષય-વિકારોથી અલગ થઈ જાય છે ॥૧॥
ਆਇਓ ਸਰਣਿ ਦੀਨ ਦੁਖ ਭੰਜਨ ਚਿਤਵਉ ਤੁਮ੍ਹ੍ਹਰੀ ਓਰਿ ॥
હે ગરીબોના દુઃખ નાશ કરનાર પ્રભુ! હું તારી જ શરણમાં આવ્યો છું અને તારા સહારાને જ સ્મરણ કરતો રહું છું.