ਸਾਂਤਿ ਸਹਜ ਸੂਖ ਮਨਿ ਉਪਜਿਓ ਕੋਟਿ ਸੂਰ ਨਾਨਕ ਪਰਗਾਸ ॥੨॥੫॥੨੪॥
હે નાનક! મારા મનમાં કરોડો સૂર્ય જેટલો પ્રભુ પ્રકાશ થઈ ગયો છે અને મનમાં સરળ સુખ તેમજ શાંતિ ઉત્પન્ન થઈ ગઈ છે ॥૨॥૫॥૨૪॥
ਟੋਡੀ ਮਹਲਾ ੫ ॥
ટોડી મહેલ ૫॥
ਹਰਿ ਹਰਿ ਪਤਿਤ ਪਾਵਨ ॥
હે પતિતપાવન પરમાત્મા!
ਜੀਅ ਪ੍ਰਾਨ ਮਾਨ ਸੁਖਦਾਤਾ ਅੰਤਰਜਾਮੀ ਮਨ ਕੋ ਭਾਵਨ ॥ ਰਹਾਉ ॥
તું જ જીવોનો પ્રાણ, માન-સન્માન તેમજ સુખ દેનાર છે. તું અંતરયામી જ અમારા મનને ગમ્યો છે ॥વિરામ॥
ਸੁੰਦਰੁ ਸੁਘੜੁ ਚਤੁਰੁ ਸਭ ਬੇਤਾ ਰਿਦ ਦਾਸ ਨਿਵਾਸ ਭਗਤ ਗੁਨ ਗਾਵਨ ॥
હે પ્રભુ! તું ખુબ સુંદર, સમજદાર, ચતુર તેમજ બધું જ જાણનાર છે. તું પોતાના દાસના હૃદયમાં નિવાસ કરે છે અને તારા ભક્ત હંમેશા જ તારા ગુણ ગાતો રહે છે.
ਨਿਰਮਲ ਰੂਪ ਅਨੂਪ ਸੁਆਮੀ ਕਰਮ ਭੂਮਿ ਬੀਜਨ ਸੋ ਖਾਵਨ ॥੧॥
હે સ્વામી! તારું રૂપ ખૂબ નિર્મળ તેમજ અનુપ છે. મનુષ્યનું શરીર કર્મભૂમિ છે અને તે જે કાંઈ પણ સારું-ખરાબ આમાં વાવે છે, તે તે જ કંઈક ખાય છે ॥૧
ਬਿਸਮਨ ਬਿਸਮ ਭਏ ਬਿਸਮਾਦਾ ਆਨ ਨ ਬੀਓ ਦੂਸਰ ਲਾਵਨ ॥
હું તેની આશ્ચર્યજનક લીલાઓ જોઈને ખૂબ ચકિત થઈ ગયો છું તથા તે પ્રભુ સમાન હું કોઈને જાણતો નથી.
ਰਸਨਾ ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਜਸੁ ਜੀਵਾ ਨਾਨਕ ਦਾਸ ਸਦਾ ਬਲਿ ਜਾਵਨ ॥੨॥੬॥੨੫॥
હું તો પોતાની જીભથી તે પ્રભુનું ભજન-સ્મરણ કરીને જ જીવંત રહું છું અને દાસ નાનક તો હંમેશા જ તેના પર બલિહાર જાય છે ॥૨॥૬॥૨૫॥
ਟੋਡੀ ਮਹਲਾ ੫ ॥
ટોડી મહેલ ૫॥
ਮਾਈ ਮਾਇਆ ਛਲੁ ॥
હે મા! આ માયા ફક્ત છળ જ છે.
ਤ੍ਰਿਣ ਕੀ ਅਗਨਿ ਮੇਘ ਕੀ ਛਾਇਆ ਗੋਬਿਦ ਭਜਨ ਬਿਨੁ ਹੜ ਕਾ ਜਲੁ ॥ ਰਹਾਉ ॥
ગોવિંદનાં ભજન વગર આ પૂરનું પાણી, ઘાસફૂસની આગ તેમજ વાદળોની છાયા માત્ર છે ॥વિરામ॥
ਛੋਡਿ ਸਿਆਨਪ ਬਹੁ ਚਤੁਰਾਈ ਦੁਇ ਕਰ ਜੋੜਿ ਸਾਧ ਮਗਿ ਚਲੁ ॥
આથી પોતાની વધુ ચતુરાઈ તેમજ બુદ્ધિમતાને છોડીને બંને હાથ જોડીને સાધુ-સંતોના રસ્તા પર ચાલો.
ਸਿਮਰਿ ਸੁਆਮੀ ਅੰਤਰਜਾਮੀ ਮਾਨੁਖ ਦੇਹ ਕਾ ਇਹੁ ਊਤਮ ਫਲੁ ॥੧॥
મનુષ્ય શરીરનું તો આ જ ઉત્તમ ફળ છે કે તે અંતર્યામી પરમેશ્વરનું જ ધ્યાન-સ્મરણ કર ॥૧॥
ਬੇਦ ਬਖਿਆਨ ਕਰਤ ਸਾਧੂ ਜਨ ਭਾਗਹੀਨ ਸਮਝਤ ਨਹੀ ਖਲੁ ॥
વેદ તેમજ સાધુ-મહાત્મા પણ આ જ વખાણ કરે છે કે પરંતુ ભાગ્યહીન મૂર્ખ મનુષ્ય આ તફાવતને સમજતો નથી.
ਪ੍ਰੇਮ ਭਗਤਿ ਰਾਚੇ ਜਨ ਨਾਨਕ ਹਰਿ ਸਿਮਰਨਿ ਦਹਨ ਭਏ ਮਲ ॥੨॥੭॥੨੬॥
હે નાનક! ભક્તજન પ્રેમ-ભક્તિમાં જ લીન રહે છે અને પરમાત્માના સ્મરણથી તેનાં પાપોની ગંદકી સળગી ગઈ છે ॥૨॥૭॥૨૬॥
ਟੋਡੀ ਮਹਲਾ ੫ ॥
ટોડી મહેલ ૫॥
ਮਾਈ ਚਰਨ ਗੁਰ ਮੀਠੇ ॥
હે મા! ગુરુના ચરણ મને ખુબ મીઠા લાગે છે.
ਵਡੈ ਭਾਗਿ ਦੇਵੈ ਪਰਮੇਸਰੁ ਕੋਟਿ ਫਲਾ ਦਰਸਨ ਗੁਰ ਡੀਠੇ ॥ ਰਹਾਉ ॥
અતિભાગ્યથી પરમેશ્વર ગુરુ-ચરણોનું સ્નેહ આપે છે, ગુરુના દર્શન કરવાથી મનુષ્યને કરોડો ફળ મળી જાય છે ॥વિરામ॥
ਗੁਨ ਗਾਵਤ ਅਚੁਤ ਅਬਿਨਾਸੀ ਕਾਮ ਕ੍ਰੋਧ ਬਿਨਸੇ ਮਦ ਢੀਠੇ ॥
અચ્યુત અવિનાશી પરમેશ્વરનું સ્તુતિગાન કરવાથી કામ તેમજ ક્રોધ રૂપ ઉદ્ધત વિકારોનો નશો નાશ થઈ ગયો છે.
ਅਸਥਿਰ ਭਏ ਸਾਚ ਰੰਗਿ ਰਾਤੇ ਜਨਮ ਮਰਨ ਬਾਹੁਰਿ ਨਹੀ ਪੀਠੇ ॥੧॥
સત્યના પ્રેમ-રંગમાં મગ્ન થયેલ જિજ્ઞાસુ સ્થિર થઈ ગયા છે અને તે વારંવાર જીવન તેમજ મૃત્યુના ચક્રમાં પડશે નહીં ॥૧॥
ਬਿਨੁ ਹਰਿ ਭਜਨ ਰੰਗ ਰਸ ਜੇਤੇ ਸੰਤ ਦਇਆਲ ਜਾਨੇ ਸਭਿ ਝੂਠੇ ॥
પરમાત્માના ભજન વગર જેટલા પણ રસ તેમજ રંગ છે, તે બધાને દયાળુ સંત ક્ષણભંગુર તેમજ અસત્ય જ માને છે.
ਨਾਮ ਰਤਨੁ ਪਾਇਓ ਜਨ ਨਾਨਕ ਨਾਮ ਬਿਹੂਨ ਚਲੇ ਸਭਿ ਮੂਠੇ ॥੨॥੮॥੨੭॥
હે નાનક! ભક્તજનોએ નામ રત્નને જ મેળવ્યો છે પરંતુ મોહિની માયામાં સામેલ નામવિહીન મનુષ્ય જગતથી વ્યર્થ જ ચાલ્યો ગયો છે ॥૨॥૮॥૨૭॥
ਟੋਡੀ ਮਹਲਾ ੫ ॥
ટોડી મહેલ ૫॥
ਸਾਧਸੰਗਿ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਚਿਤਾਰਾ ॥
મેં સાધુઓની સંગતિમાં પ્રભુનું નામ-સ્મરણ કર્યું છે,
ਸਹਜਿ ਅਨੰਦੁ ਹੋਵੈ ਦਿਨੁ ਰਾਤੀ ਅੰਕੁਰੁ ਭਲੋ ਹਮਾਰਾ ॥ ਰਹਾਉ ॥
જેનાથી હવે મારા મનમાં દિવસ-રાત સરળ આનંદ બની રહે છે અને મારા કર્મોનો શુભ અંકુર ફૂટી ગયો છે ॥વિરામ॥
ਗੁਰੁ ਪੂਰਾ ਭੇਟਿਓ ਬਡਭਾਗੀ ਜਾ ਕੋ ਅੰਤੁ ਨ ਪਾਰਾਵਾਰਾ ॥
ખુબ નસીબથી મને સંપૂર્ણ ગુરુ મળ્યો છે, જેનો ન કોઈ અંત છે અને ન તો કોઈ બીજો છેડો છે.
ਕਰੁ ਗਹਿ ਕਾਢਿ ਲੀਓ ਜਨੁ ਅਪੁਨਾ ਬਿਖੁ ਸਾਗਰ ਸੰਸਾਰਾ ॥੧॥
આ ઝેરરૂપી સંસાર-સમુદ્રમાંથી ગુરુએ હાથ પકડીને પોતાના સેવકને બહાર કાઢી લીધો છે ॥૧॥
ਜਨਮ ਮਰਨ ਕਾਟੇ ਗੁਰ ਬਚਨੀ ਬਹੁੜਿ ਨ ਸੰਕਟ ਦੁਆਰਾ ॥
ગુરુના વચનો દ્વારા મારા જન્મ-મરણના બંધન કપાઈ ગયા છે અને હવે મારે ફરી મુશ્કેલીનો દરવાજો જોવો પડશે નહીં.
ਨਾਨਕ ਸਰਨਿ ਗਹੀ ਸੁਆਮੀ ਕੀ ਪੁਨਹ ਪੁਨਹ ਨਮਸਕਾਰਾ ॥੨॥੯॥੨੮॥
હે નાનક! મેં તો પોતાના સ્વામી પ્રભુની શરણ લીધી છે અને હું તેને વારંવાર નમન કરું છું ॥૨॥૯॥૨૮॥
ਟੋਡੀ ਮਹਲਾ ੫ ॥
ટોડી મહેલ ૫॥
ਮਾਈ ਮੇਰੇ ਮਨ ਕੋ ਸੁਖੁ ॥
હે મા! મારા મનને સુખ મળી ગયું છે.
ਕੋਟਿ ਅਨੰਦ ਰਾਜ ਸੁਖੁ ਭੁਗਵੈ ਹਰਿ ਸਿਮਰਤ ਬਿਨਸੈ ਸਭ ਦੁਖੁ ॥੧॥ ਰਹਾਉ ॥
પરમાત્માનું સ્મરણ કરવાથી બધા દુઃખ વિનાશ થઈ ગયા છે અને આ મન રાજના કરોડો આનંદ તેમજ સુખ ભોગવે છે ॥૧॥વિરામ॥
ਕੋਟਿ ਜਨਮ ਕੇ ਕਿਲਬਿਖ ਨਾਸਹਿ ਸਿਮਰਤ ਪਾਵਨ ਤਨ ਮਨ ਸੁਖ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી કરોડો જન્મનાં પાપ નાશ થઈ જાય છે, આનાથી શરીર પવિત્ર થઈ જાય છે અને મનને પણ ખુબ સુખ મળે છે.
ਦੇਖਿ ਸਰੂਪੁ ਪੂਰਨੁ ਭਈ ਆਸਾ ਦਰਸਨੁ ਭੇਟਤ ਉਤਰੀ ਭੁਖ ॥੧॥
પરમાત્માનું સુંદર સ્વરૂપ જોઈને મારી આશા પૂર્ણ થઈ ગઈ છે તથા તેના દર્શન કરીને મારી ભૂખ મટી ગઈ છે ॥૧॥
ਚਾਰਿ ਪਦਾਰਥ ਅਸਟ ਮਹਾ ਸਿਧਿ ਕਾਮਧੇਨੁ ਪਾਰਜਾਤ ਹਰਿ ਹਰਿ ਰੁਖੁ ॥
મારા માટે તો હરિ-પરમેશ્વર જ ચાર પદાર્થ – ધર્મ, અર્થ, કામ તેમજ મોક્ષ, આઠ મહાસિદ્ધિઓ – અણીમા, મહિમા, લઘીમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ઇશતા, વશિતા, કામધેનુ તેમજ પારિજાત વૃક્ષ છે
ਨਾਨਕ ਸਰਨਿ ਗਹੀ ਸੁਖ ਸਾਗਰ ਜਨਮ ਮਰਨ ਫਿਰਿ ਗਰਭ ਨ ਧੁਖੁ ॥੨॥੧੦॥੨੯॥
હે નાનક! મેં તો સુખોના સમુદ્ર પરમાત્માની શરણ પકડી લીધી છે. હવે મારુ જન્મ-મરણ મટી ગયું છે અને હવે મારે ગર્ભના દુઃખમાં પડવું પડશે નહીં ॥૨॥૧૦॥૨૯॥