ਨਾਨਕ ਕਉ ਪ੍ਰਭ ਕਿਰਪਾ ਕੀਜੈ ਨੇਤ੍ਰ ਦੇਖਹਿ ਦਰਸੁ ਤੇਰਾ ॥੧॥
હે પ્રભુ! નાનક પર એવી કૃપા કર કે તે પોતાની આંખોથી તારા દર્શન કરી લે ॥૧॥
ਕੋਟਿ ਕਰਨ ਦੀਜਹਿ ਪ੍ਰਭ ਪ੍ਰੀਤਮ ਹਰਿ ਗੁਣ ਸੁਣੀਅਹਿ ਅਬਿਨਾਸੀ ਰਾਮ ॥
હે પ્રિયતમ પ્રભુ! મને કરોડો જ કાન આપ, જેનાથી હું તારા ગુણ સાંભળતો રહું.
ਸੁਣਿ ਸੁਣਿ ਇਹੁ ਮਨੁ ਨਿਰਮਲੁ ਹੋਵੈ ਕਟੀਐ ਕਾਲ ਕੀ ਫਾਸੀ ਰਾਮ ॥
તારા ગુણ સાંભળવાથી આ મન નિર્મળ થઈ જાય છે અને મૃત્યુની ફાંસી પણ કપાઈ જાય છે.
ਕਟੀਐ ਜਮ ਫਾਸੀ ਸਿਮਰਿ ਅਬਿਨਾਸੀ ਸਗਲ ਮੰਗਲ ਸੁਗਿਆਨਾ ॥
અમર હરિનું સ્મરણ કરવાથી યમની ફાંસી કપાઈ જાય છે અને બધી ખુશીઓ તેમજ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે.
ਹਰਿ ਹਰਿ ਜਪੁ ਜਪੀਐ ਦਿਨੁ ਰਾਤੀ ਲਾਗੈ ਸਹਜਿ ਧਿਆਨਾ ॥
દિવસ-રાત હરિ-નામનું જાપ જપવાથી સરળ જ ધ્યાન લાગી જાય છે.
ਕਲਮਲ ਦੁਖ ਜਾਰੇ ਪ੍ਰਭੂ ਚਿਤਾਰੇ ਮਨ ਕੀ ਦੁਰਮਤਿ ਨਾਸੀ ॥
પ્રભુનું ચિંતન કરીને બધા દુઃખ તેમજ પાપ સળગાવી દીધા છે અને મનની દુર્બુદ્ધિ નાશ થઈ ગઈ છે.
ਕਹੁ ਨਾਨਕ ਪ੍ਰਭ ਕਿਰਪਾ ਕੀਜੈ ਹਰਿ ਗੁਣ ਸੁਣੀਅਹਿ ਅਵਿਨਾਸੀ ॥੨॥
નાનક પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! મારા પર કૃપા કર કેમ કે તારા ગુણ સાંભળી શકું ॥૨॥
ਕਰੋੜਿ ਹਸਤ ਤੇਰੀ ਟਹਲ ਕਮਾਵਹਿ ਚਰਣ ਚਲਹਿ ਪ੍ਰਭ ਮਾਰਗਿ ਰਾਮ ॥
હે પ્રભુ! મારા કરોડો હાથ થઈ જાય અને તે તારી જ સેવા કરતો રહે. મારા કરોડો પગ થઈ જાય તો તે તારા જ રસ્તા પર ચાલે.
ਭਵ ਸਾਗਰ ਨਾਵ ਹਰਿ ਸੇਵਾ ਜੋ ਚੜੈ ਤਿਸੁ ਤਾਰਗਿ ਰਾਮ ॥
સંસાર સમુદ્રમાંથી પાર થવા માટે હરિની પ્રાર્થના એક હોળી છે, જે આ હોળી પર ચઢે છે, તે પાર થઈ જાય છે.
ਭਵਜਲੁ ਤਰਿਆ ਹਰਿ ਹਰਿ ਸਿਮਰਿਆ ਸਗਲ ਮਨੋਰਥ ਪੂਰੇ ॥
જેને પણ હરિ નામનું સ્મરણ કર્યું છે, તે સંસાર સમુદ્રમાંથી પાર થઈ ગયો છે તથા તેની બધી ઈચ્છા પૂરી થઈ ગઈ છે.
ਮਹਾ ਬਿਕਾਰ ਗਏ ਸੁਖ ਉਪਜੇ ਬਾਜੇ ਅਨਹਦ ਤੂਰੇ ॥
તેના મનમાંથી કામ, ક્રોધ, મોહ, લોભ તેમજ અહંકારરૂપી મહા વિકાર દૂર થઈ ગયા છે, સુખ પ્રાપ્ત થઈ ગયો છે અને અનહદ વાજા વાગે છે.
ਮਨ ਬਾਂਛਤ ਫਲ ਪਾਏ ਸਗਲੇ ਕੁਦਰਤਿ ਕੀਮ ਅਪਾਰਗਿ ॥
તેને મનોવાંછિત ફળ મેળવી લીધા છે અને તેની કુદરતની કિંમત અપરંપાર છે.
ਕਹੁ ਨਾਨਕ ਪ੍ਰਭ ਕਿਰਪਾ ਕੀਜੈ ਮਨੁ ਸਦਾ ਚਲੈ ਤੇਰੈ ਮਾਰਗਿ ॥੩॥
હે પ્રભુ! નાનક પ્રાર્થના કરે છે કે મારા પર કૃપા કર કેમ કે મારું મન હંમેશા જ તારા રસ્તા પર ચાલે ॥૩॥
ਏਹੋ ਵਰੁ ਏਹਾ ਵਡਿਆਈ ਇਹੁ ਧਨੁ ਹੋਇ ਵਡਭਾਗਾ ਰਾਮ ॥
હે પ્રભુ! મારા માટે તો આ જ વરદાન, આ જ મોટાઈ, આ જ ધન,
ਏਹੋ ਰੰਗੁ ਏਹੋ ਰਸ ਭੋਗਾ ਹਰਿ ਚਰਣੀ ਮਨੁ ਲਾਗਾ ਰਾਮ ॥
રસ, રંગ, ભોગ વગેરે છે કે મારું મન તારા ચરણોમાં લીન રહે.
ਮਨੁ ਲਾਗਾ ਚਰਣੇ ਪ੍ਰਭ ਕੀ ਸਰਣੇ ਕਰਣ ਕਾਰਣ ਗੋਪਾਲਾ ॥
મારુ મન તેના ચરણોમાં લાગી ગયું છે અને આ જ પ્રભુની શરણ છે. એક પરમાત્મા જ સર્વકર્તા છે.
ਸਭੁ ਕਿਛੁ ਤੇਰਾ ਤੂ ਪ੍ਰਭੁ ਮੇਰਾ ਮੇਰੇ ਠਾਕੁਰ ਦੀਨ ਦਇਆਲਾ ॥
હે દીનદયાળુ પ્રભુ! આ બધું જ તારું આપેલું છે અને તું મારો રખેવાળ છે.
ਮੋਹਿ ਨਿਰਗੁਣ ਪ੍ਰੀਤਮ ਸੁਖ ਸਾਗਰ ਸੰਤਸੰਗਿ ਮਨੁ ਜਾਗਾ ॥
હે પ્રિયતમ! તું સુખનો સમુદ્ર છે, પરંતુ હું ગુણવિહીન છું. અજ્ઞાનતાની ઊંઘમાં સૂતેલ મારુ મન સંતોની સંગતિ કરવાથી ચેતન થઈગયું છે.
ਕਹੁ ਨਾਨਕ ਪ੍ਰਭਿ ਕਿਰਪਾ ਕੀਨੑੀ ਚਰਣ ਕਮਲ ਮਨੁ ਲਾਗਾ ॥੪॥੩॥੬॥
હે નાનક! પ્રભુએ મારા પર ખુબ કૃપા કરી છે અને મારુ મન તેના ચરણોથી લાગી ગયું છે ॥૪॥૩॥૬॥
ਸੂਹੀ ਮਹਲਾ ੫ ॥
સુહી મહેલ ૫॥
ਹਰਿ ਜਪੇ ਹਰਿ ਮੰਦਰੁ ਸਾਜਿਆ ਸੰਤ ਭਗਤ ਗੁਣ ਗਾਵਹਿ ਰਾਮ ॥
હે ભાઈ! આ હરિમંદિર હરિનું નામ જપવા માટે બનાવ્યું છે. આમાં સંત તેમજ ભક્તજન બેસીને હરિનું ગુણાનુવાદ કરે છે.
ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਸੁਆਮੀ ਪ੍ਰਭੁ ਅਪਨਾ ਸਗਲੇ ਪਾਪ ਤਜਾਵਹਿ ਰਾਮ ॥
તે સ્વામી પ્રભુનું સ્મરણ કરીને પોતાના બધા પાપોનો નાશ કરે છે.
ਹਰਿ ਗੁਣ ਗਾਇ ਪਰਮ ਪਦੁ ਪਾਇਆ ਪ੍ਰਭ ਕੀ ਊਤਮ ਬਾਣੀ ॥
પ્રભુની ઉત્તમ વાણી દ્વારા હરિનું ગુણગાન કરીને તેને પરમપદ મોક્ષ મેળવી લીધું છે.
ਸਹਜ ਕਥਾ ਪ੍ਰਭ ਕੀ ਅਤਿ ਮੀਠੀ ਕਥੀ ਅਕਥ ਕਹਾਣੀ ॥
પ્રભુની સરળ કથા મનને શાંતિ દેનારી છે અને ખૂબ મીઠી છે. તેથી મેં આ અકથ્ય વાર્તા કહી છે.
ਭਲਾ ਸੰਜੋਗੁ ਮੂਰਤੁ ਪਲੁ ਸਾਚਾ ਅਬਿਚਲ ਨੀਵ ਰਖਾਈ ॥
તે સંયોગ ખુબ શુભ હતો, તે મુર્હુત તેમજ પળ પણ સાચો હતો, જ્યારે આ હરિમંદિરનો સ્થિર પાયો રખાવાયો હતો.
ਜਨ ਨਾਨਕ ਪ੍ਰਭ ਭਏ ਦਇਆਲਾ ਸਰਬ ਕਲਾ ਬਣਿ ਆਈ ॥੧॥
હે નાનક! જયારે પ્રભુ દયાળુ થઈ ગયો તો બધા કાર્ય સંપૂર્ણ થઈ ગયા ॥૧॥
ਆਨੰਦਾ ਵਜਹਿ ਨਿਤ ਵਾਜੇ ਪਾਰਬ੍ਰਹਮੁ ਮਨਿ ਵੂਠਾ ਰਾਮ ॥
હે ભાઈ! જેના મનમાં પરમાત્મા આવીને વસી ગયો છે, તેના મનમાં રોજ આનંદદાયક વાજા વાગતા રહે છે.
ਗੁਰਮੁਖੇ ਸਚੁ ਕਰਣੀ ਸਾਰੀ ਬਿਨਸੇ ਭ੍ਰਮ ਭੈ ਝੂਠਾ ਰਾਮ ॥
જેને ગુરુના માધ્યમથી સતકર્મ કર્યું છે, તેનો ભ્રમ તેમજ અસત્ય ભય નાશ થઈ ગયો છે.
ਅਨਹਦ ਬਾਣੀ ਗੁਰਮੁਖਿ ਵਖਾਣੀ ਜਸੁ ਸੁਣਿ ਸੁਣਿ ਮਨੁ ਤਨੁ ਹਰਿਆ ॥
જયારે ગુરુએ અનહદ વાણીનું વખાણ કર્યું તો તેને સાંભળી-સાંભળીને મન તેમજ શરીર આનંદિત થઈ ગયું.
ਸਰਬ ਸੁਖਾ ਤਿਸ ਹੀ ਬਣਿ ਆਏ ਜੋ ਪ੍ਰਭਿ ਅਪਨਾ ਕਰਿਆ ॥
આ બધા સુખ તેને જ પ્રાપ્ત થયા છે, જેને પ્રભુએ પોતાનો બનાવી લીધો છે.
ਘਰ ਮਹਿ ਨਵ ਨਿਧਿ ਭਰੇ ਭੰਡਾਰਾ ਰਾਮ ਨਾਮਿ ਰੰਗੁ ਲਾਗਾ ॥
જેને રામ નામનો રંગ લાગી ગયો છે, તેના ઘર નવ નિધિનો ભંડાર ભરેલું રહે છે.
ਨਾਨਕ ਜਨ ਪ੍ਰਭੁ ਕਦੇ ਨ ਵਿਸਰੈ ਪੂਰਨ ਜਾ ਕੇ ਭਾਗਾ ॥੨॥
હે નાનક! જે મનુષ્યના પૂર્ણ ભાગ્ય છે, તેને પ્રભુ ક્યારેય ભૂલતો નથી ॥૨॥
ਛਾਇਆ ਪ੍ਰਭਿ ਛਤ੍ਰਪਤਿ ਕੀਨੑੀ ਸਗਲੀ ਤਪਤਿ ਬਿਨਾਸੀ ਰਾਮ ॥
હે ભાઈ! છત્રપતિ પ્રભુએ મારા પર કૃપારૂપી છાયા કરી દીધી છે, જેનાથી તૃષ્ણારૂપી બધો તાપ નાશ થઈ ગયો છે.
ਦੂਖ ਪਾਪ ਕਾ ਡੇਰਾ ਢਾਠਾ ਕਾਰਜੁ ਆਇਆ ਰਾਸੀ ਰਾਮ ॥
મારા દુઃખો તેમજ પાપોનો ઢગલો નાશ થઈ ગયો છે અને મારું કાર્ય થઈ ગયું છે.
ਹਰਿ ਪ੍ਰਭਿ ਫੁਰਮਾਇਆ ਮਿਟੀ ਬਲਾਇਆ ਸਾਚੁ ਧਰਮੁ ਪੁੰਨੁ ਫਲਿਆ ॥
જયારે પ્રભુએ હુકમ કર્યો તો મારી બધી સમસ્યાઓ મટી ગઈ અને મને સત્ય, ધર્મ તેમજ પુણ્ય ફળ મળી ગયું.