GUJARATI PAGE 783

ਪੇਖਿ ਦਰਸਨੁ ਨਾਨਕ ਬਿਗਸੇ ਆਪਿ ਲਏ ਮਿਲਾਏ ॥੪॥੫॥੮॥
હે નાનક! તેના દર્શન કરીને હું ખુશ થઈ ગયો છું અને તે પોતે જ જીવોને પોતાની સાથે મળાવી લે છે ॥૪॥૫॥૮॥ 

ਸੂਹੀ ਮਹਲਾ ੫ ॥
સુહી મહેલ ૫॥ 

ਅਬਿਚਲ ਨਗਰੁ ਗੋਬਿੰਦ ਗੁਰੂ ਕਾ ਨਾਮੁ ਜਪਤ ਸੁਖੁ ਪਾਇਆ ਰਾਮ ॥
ગુરુ પરમેશ્વરનું આ પવિત્ર નગર નિશ્ચલ છે અને અહી પર નામ જપીને સુખ પ્રાપ્ત થાય છે. 

ਮਨ ਇਛੇ ਸੇਈ ਫਲ ਪਾਏ ਕਰਤੈ ਆਪਿ ਵਸਾਇਆ ਰਾਮ ॥
પરમેશ્વરે પોતે આને વસાવ્યો છે અને અહી પર મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.

ਕਰਤੈ ਆਪਿ ਵਸਾਇਆ ਸਰਬ ਸੁਖ ਪਾਇਆ ਪੁਤ ਭਾਈ ਸਿਖ ਬਿਗਾਸੇ ॥
પ્રભુએ પોતે નગર વસાવ્યું છે, અહી પર બધા સુખ ફળ પ્રાપ્ત થાય છે અને પુત્ર, ભાઈ તેમજ શિષ્ય બધા ખુશ રહે છે. 

ਗੁਣ ਗਾਵਹਿ ਪੂਰਨ ਪਰਮੇਸੁਰ ਕਾਰਜੁ ਆਇਆ ਰਾਸੇ ॥
સંપૂર્ણ પરમેશ્વરના ગુણ ગાવાથી બધા કાર્ય સંપૂર્ણ થઈ ગયા છે. 

ਪ੍ਰਭੁ ਆਪਿ ਸੁਆਮੀ ਆਪੇ ਰਖਾ ਆਪਿ ਪਿਤਾ ਆਪਿ ਮਾਇਆ ॥
પ્રભુ પોતે બધાનો સ્વામી છે, પોતે બધાનો રખેવાળ છે અને પોતે બધાનો માતા-પિતા છે. 

ਕਹੁ ਨਾਨਕ ਸਤਿਗੁਰ ਬਲਿਹਾਰੀ ਜਿਨਿ ਏਹੁ ਥਾਨੁ ਸੁਹਾਇਆ ॥੧॥
હે નાનક! હું સદ્દગુરુ પર બલિહાર જાવ છું, જેને આ સ્થાન સુંદર બનાવી દીધું છે ॥૧॥ 

ਘਰ ਮੰਦਰ ਹਟਨਾਲੇ ਸੋਹੇ ਜਿਸੁ ਵਿਚਿ ਨਾਮੁ ਨਿਵਾਸੀ ਰਾਮ ॥
જેના હૃદયમાં નામનો નિવાસ થઈ ગયો છે, તેની દુકાનો સહિત ઘર તેમજ મંદિર સુંદર બની ગયા છે. 

ਸੰਤ ਭਗਤ ਹਰਿ ਨਾਮੁ ਅਰਾਧਹਿ ਕਟੀਐ ਜਮ ਕੀ ਫਾਸੀ ਰਾਮ ॥
સંત તેમજ ભક્ત બધા હરિ નામની પ્રાર્થના કરતા રહે છે અને તેની યમની ફાંસી કપાઈ ગઈ છે.

ਕਾਟੀ ਜਮ ਫਾਸੀ ਪ੍ਰਭਿ ਅਬਿਨਾਸੀ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਏ ॥
જે હરિ નામનું ધ્યાન કરતો રહે છે, અવિનાશી પ્રભુએ તેની યમની ફાંસી કાપી દીધી છે. 

ਸਗਲ ਸਮਗ੍ਰੀ ਪੂਰਨ ਹੋਈ ਮਨ ਇਛੇ ਫਲ ਪਾਏ ॥
પ્રભુ-ભક્તિ માટે બધી વસ્તુઓ પૂર્ણ થઈ ગઈ છે અને તેને મનોવાંછિત ફળ મેળવી લીધું છે. 

ਸੰਤ ਸਜਨ ਸੁਖਿ ਮਾਣਹਿ ਰਲੀਆ ਦੂਖ ਦਰਦ ਭ੍ਰਮ ਨਾਸੀ ॥
સજ્જન સંત સુખમાં આનંદ મનાવી રહ્યા છે અને તેના દુઃખ-વેદના તેમજ ભ્રમ બધું નાશ થઈ ગયું છે.

ਸਬਦਿ ਸਵਾਰੇ ਸਤਿਗੁਰਿ ਪੂਰੈ ਨਾਨਕ ਸਦ ਬਲਿ ਜਾਸੀ ॥੨॥
હે નાનક! સંપૂર્ણ સદ્દગુરૂએ શબ્દ દ્વારા તેનો જીવ સુંદર બનાવી દીધો છે અને હું હંમેશા તેના પર બલિહાર જાવ છું ॥૨॥

ਦਾਤਿ ਖਸਮ ਕੀ ਪੂਰੀ ਹੋਈ ਨਿਤ ਨਿਤ ਚੜੈ ਸਵਾਈ ਰਾਮ ॥
માલિક-પ્રભુનું દાન પૂર્ણ થઈ ગયું છે અને આ રોજ વધતું રહે છે. 

ਪਾਰਬ੍ਰਹਮਿ ਖਸਮਾਨਾ ਕੀਆ ਜਿਸ ਦੀ ਵਡੀ ਵਡਿਆਈ ਰਾਮ ॥
જે પરમાત્માની મોટાઈ ખુબ મોટી છે, તેણે મને પોતાનો બનાવી લીધો છે. 

ਆਦਿ ਜੁਗਾਦਿ ਭਗਤਨ ਕਾ ਰਾਖਾ ਸੋ ਪ੍ਰਭੁ ਭਇਆ ਦਇਆਲਾ ॥
તેથી તે પ્રભુ મારા પર દયાળુ થઈ ગયો છે, જે યુગ-યુગાંતરથી પોતાના ભક્તોનો રખેવાળ બનેલો છે. 

ਜੀਅ ਜੰਤ ਸਭਿ ਸੁਖੀ ਵਸਾਏ ਪ੍ਰਭਿ ਆਪੇ ਕਰਿ ਪ੍ਰਤਿਪਾਲਾ ॥
તેને બધા જીવ-જંતુ સુખી વસાવી દીધા છે, તે પ્રભુ પોતે બધાનું પાલન-પોષણ કરે છે. 

ਦਹ ਦਿਸ ਪੂਰਿ ਰਹਿਆ ਜਸੁ ਸੁਆਮੀ ਕੀਮਤਿ ਕਹਣੁ ਨ ਜਾਈ ॥
દસેય દિશાઓમાં સ્વામી યશ ફેલાયેલ છે અને તેના મહત્વ માટે શબ્દ ઉપલબ્ધ નથી. 

ਕਹੁ ਨਾਨਕ ਸਤਿਗੁਰ ਬਲਿਹਾਰੀ ਜਿਨਿ ਅਬਿਚਲ ਨੀਵ ਰਖਾਈ ॥੩॥
હે નાનક! હું સદ્દગુરુ પર બલિહાર જાવ છું, જેને અમૃતસર નગરનો સ્થિર પાયો રખાવ્યો છે ॥૩॥ 

ਗਿਆਨ ਧਿਆਨ ਪੂਰਨ ਪਰਮੇਸੁਰ ਹਰਿ ਹਰਿ ਕਥਾ ਨਿਤ ਸੁਣੀਐ ਰਾਮ ॥
અહીં પર સંત તેમજ ભક્ત સંપૂર્ણ પરમેશ્વરના જ્ઞાન તેમજ ધ્યાનની ચર્ચા કરતા રહે છે અને રોજ હરિ કથા સાંભળતા રહે છે. 

ਅਨਹਦ ਚੋਜ ਭਗਤ ਭਵ ਭੰਜਨ ਅਨਹਦ ਵਾਜੇ ਧੁਨੀਐ ਰਾਮ ॥
ભક્તોના જન્મ-મરણના ચક્કર નાશ કરનાર પરમાત્માના તમાશા અને મહિમાની એક-રસ પ્રબળ ધ્વનિ ઉઠતી રહે છે. 

ਅਨਹਦ ਝੁਣਕਾਰੇ ਤਤੁ ਬੀਚਾਰੇ ਸੰਤ ਗੋਸਟਿ ਨਿਤ ਹੋਵੈ ॥
તેના મનમાં અનહદ શબ્દનો અવાજ થતો રહે છે. તે જ રોજ સંતોની જ્ઞાન-ગોષ્ઠી થાય છે અને પરમતત્વનો વિચાર થતો રહે છે. 

ਹਰਿ ਨਾਮੁ ਅਰਾਧਹਿ ਮੈਲੁ ਸਭ ਕਾਟਹਿ ਕਿਲਵਿਖ ਸਗਲੇ ਖੋਵੈ ॥
તે હરિનામની પ્રાર્થના કરીને પોતાની અહંકારરૂપી ગંદકી દૂર કરે છે અને બધા પાપોને દૂર કરી દે છે. 

ਤਹ ਜਨਮ ਨ ਮਰਣਾ ਆਵਣ ਜਾਣਾ ਬਹੁੜਿ ਨ ਪਾਈਐ ਜੋੁਨੀਐ ॥
આ રીતે તેનો ના જન્મ થાય છે, ન મરણ થાય છે, પરંતુ આવક જાવક સમાપ્ત થઈ જાય છે અને આ રીતે તે બીજી વાર યોનિઓમાં પણ પડતો નથી.

ਨਾਨਕ ਗੁਰੁ ਪਰਮੇਸਰੁ ਪਾਇਆ ਜਿਸੁ ਪ੍ਰਸਾਦਿ ਇਛ ਪੁਨੀਐ ॥੪॥੬॥੯॥
હે નાનક! તેને ગુરુ-પરમેશ્વરને મેળવી લીધો છે, જેની કૃપાથી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ ગઈ છે ॥૪॥૬॥૬॥ 

ਸੂਹੀ ਮਹਲਾ ੫ ॥
સુહી મહેલ ૫॥ 

ਸੰਤਾ ਕੇ ਕਾਰਜਿ ਆਪਿ ਖਲੋਇਆ ਹਰਿ ਕੰਮੁ ਕਰਾਵਣਿ ਆਇਆ ਰਾਮ ॥
સંતોના શુભ-કાર્યમાં પ્રભુ પોતે સહાયક થયો છે, આ કાર્ય પૂર્ણ કરવા માટે તે પોતે આવ્યો છે. 

ਧਰਤਿ ਸੁਹਾਵੀ ਤਾਲੁ ਸੁਹਾਵਾ ਵਿਚਿ ਅੰਮ੍ਰਿਤ ਜਲੁ ਛਾਇਆ ਰਾਮ ॥
હવે ધરતી સોહામણી થઈ ગઈ છે તેમજ પવિત્ર સરોવર પણ ખુબ સુંદર લાગે છે. આ સરોવરમાં અમૃત-જળ ભરાઈ ગયું છે. 

ਅੰਮ੍ਰਿਤ ਜਲੁ ਛਾਇਆ ਪੂਰਨ ਸਾਜੁ ਕਰਾਇਆ ਸਗਲ ਮਨੋਰਥ ਪੂਰੇ ॥
પરમાત્માની કૃપાથી આમાં અમૃત-જળ ભરાઈ ગયું છે, તેણે પોતે બધું કાર્ય પૂર્ણ કરી દીધું છે, આ રીતે સંતોની બધી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ છે. 

ਜੈ ਜੈ ਕਾਰੁ ਭਇਆ ਜਗ ਅੰਤਰਿ ਲਾਥੇ ਸਗਲ ਵਿਸੂਰੇ ॥
આખા જગતમાં પ્રભુની જય-જયકાર થઈ રહી છે અને સંતોની બધી ચિંતાઓ મટી ગઈ છે. 

ਪੂਰਨ ਪੁਰਖ ਅਚੁਤ ਅਬਿਨਾਸੀ ਜਸੁ ਵੇਦ ਪੁਰਾਣੀ ਗਾਇਆ ॥
સંપૂર્ણ પરમ પુરુષ, અચ્યુત તેમજ અવિનાશી પરમાત્માનું યશ વેદો તેમજ પુરાણોએ ગાયું છે. 

ਅਪਨਾ ਬਿਰਦੁ ਰਖਿਆ ਪਰਮੇਸਰਿ ਨਾਨਕ ਨਾਮੁ ਧਿਆਇਆ ॥੧॥
હે નાનક! જયારે પણ સંતોએ નામનું ધ્યાન કર્યું છે તો પરમેશ્વરે પોતાના વિરદનું પાલન કર્યું છે ॥૧॥

ਨਵ ਨਿਧਿ ਸਿਧਿ ਰਿਧਿ ਦੀਨੇ ਕਰਤੇ ਤੋਟਿ ਨ ਆਵੈ ਕਾਈ ਰਾਮ ॥
રચનહાર પ્રભુએ અમને નવ નિધિ તેમજ રિદ્ધિ-સિદ્ધિ આપી છે અને હવે કોઈ વસ્તુનો કોઈ અભાવ આવતો નથી.

error: Content is protected !!