GUJARATI PAGE 799

ਜਪਿ ਮਨ ਰਾਮ ਨਾਮੁ ਰਸਨਾ ॥
હે મન! પોતાની જીભથી રામ-નામ જપ. 

ਮਸਤਕਿ ਲਿਖਤ ਲਿਖੇ ਗੁਰੁ ਪਾਇਆ ਹਰਿ ਹਿਰਦੈ ਹਰਿ ਬਸਨਾ ॥੧॥ ਰਹਾਉ ॥
માથા પર લખેલા ભાગ્ય લેખ પ્રમાણે મેં ગુરુને મેળવી લીધો છે અને હૃદયમાં પરમાત્માનો નિવાસ થઈ ગયો છે ॥૧॥વિરામ॥

ਮਾਇਆ ਗਿਰਸਤਿ ਭ੍ਰਮਤੁ ਹੈ ਪ੍ਰਾਨੀ ਰਖਿ ਲੇਵਹੁ ਜਨੁ ਅਪਨਾ ॥
હે શ્રી હરિ! માયામાં ગ્રસ્ત થયેલ પ્રાણી ભટકતો રહે છે, પોતાના દાસને આનાથી બચાવી લે. 

ਜਿਉ ਪ੍ਰਹਿਲਾਦੁ ਹਰਣਾਖਸਿ ਗ੍ਰਸਿਓ ਹਰਿ ਰਾਖਿਓ ਹਰਿ ਸਰਨਾ ॥੨॥
જેમ દાનવ હિરણ્યકશિપુએ ભક્ત પ્રહલાદને ખંભાથી બાંધી લીધો હતો, શરણમાં આવવા પર તે તેને બચાવી લીધો હતો, તેમ જ એમને બચાવી લે ॥૨॥ 

ਕਵਨ ਕਵਨ ਕੀ ਗਤਿ ਮਿਤਿ ਕਹੀਐ ਹਰਿ ਕੀਏ ਪਤਿਤ ਪਵੰਨਾ ॥
શ્રી હરિએ મોટા-મોટા પાપીઓને પણ પવિત્ર કરી દીધો છે, હું કઈ-કઈ વાર્તા વ્યક્ત કરું. 

ਓਹੁ ਢੋਵੈ ਢੋਰ ਹਾਥਿ ਚਮੁ ਚਮਰੇ ਹਰਿ ਉਧਰਿਓ ਪਰਿਓ ਸਰਨਾ ॥੩॥
જે ચમારના હાથમાં ચામડું પકડેલું હતું અને તે મૃત પ્રાણીઓનું પરિવહન કરતો, પરંતુ જ્યારે તે શરણમાં આવ્યો તો પરમાત્માએ તેનો પણ ઉદ્ધાર કરી દીધો ॥૩॥

ਪ੍ਰਭ ਦੀਨ ਦਇਆਲ ਭਗਤ ਭਵ ਤਾਰਨ ਹਮ ਪਾਪੀ ਰਾਖੁ ਪਪਨਾ ॥
હે પ્રભુ! તું દીનદયાળુ છે, પોતાના ભક્તજનોને સંસારના જન્મ-મરણથી પાર કરાવનાર છે, તેથી મારા જેવા પાપીને પાપોથી બચાવી લે. 

ਹਰਿ ਦਾਸਨ ਦਾਸ ਦਾਸ ਹਮ ਕਰੀਅਹੁ ਜਨ ਨਾਨਕ ਦਾਸ ਦਾਸੰਨਾ ॥੪॥੧॥
હે શ્રી હરિ! દાસ નાનક પ્રાર્થના કરે છે કે હું તારા દાસના દાસ છું મને પોતાના દાસના દાસ બનાવી લે ॥૪॥૧॥ 

ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੪ ॥
બિલાવલ મહેલ ૪॥ 

ਹਮ ਮੂਰਖ ਮੁਗਧ ਅਗਿਆਨ ਮਤੀ ਸਰਣਾਗਤਿ ਪੁਰਖ ਅਜਨਮਾ ॥
હે અજન્મા પ્રભુ! અમે મૂર્ખ, અજ્ઞાન બુદ્ધિવાળા તારી શરણમાં આવ્યા છીએ.

ਕਰਿ ਕਿਰਪਾ ਰਖਿ ਲੇਵਹੁ ਮੇਰੇ ਠਾਕੁਰ ਹਮ ਪਾਥਰ ਹੀਨ ਅਕਰਮਾ ॥੧॥
હે ઠાકોર! અમે ખૂબ પથ્થર દિલ, ગુણહીન તેમજ કર્મહીન છીએ, કૃપા કરીને અમને બચાવી લે ॥૧॥ 

ਮੇਰੇ ਮਨ ਭਜੁ ਰਾਮ ਨਾਮੈ ਰਾਮਾ ॥
હે મન! રામ-નામનું ભજન કર; 

ਗੁਰਮਤਿ ਹਰਿ ਰਸੁ ਪਾਈਐ ਹੋਰਿ ਤਿਆਗਹੁ ਨਿਹਫਲ ਕਾਮਾ ॥੧॥ ਰਹਾਉ ॥
ગુરુના ઉપદેશથી જ હરિ-રસ પ્રાપ્ત થાય છે, આથી બીજા બધા નિષ્ફ્ળ કાર્યોને ત્યાગી દે ॥૧॥વિરામ॥ 

ਹਰਿ ਜਨ ਸੇਵਕ ਸੇ ਹਰਿ ਤਾਰੇ ਹਮ ਨਿਰਗੁਨ ਰਾਖੁ ਉਪਮਾ ॥
હે પ્રભુ! તે પોતાના ભક્તજનોને સંસાર સમુદ્રથી પાર કર્યો છે, આથી મને ગુણવિહીનને પણ બચાવી લે, આમાં તારી જ ઉપમા છે. 

ਤੁਝ ਬਿਨੁ ਅਵਰੁ ਨ ਕੋਈ ਮੇਰੇ ਠਾਕੁਰ ਹਰਿ ਜਪੀਐ ਵਡੇ ਕਰੰਮਾ ॥੨॥
હે ઠાકોર! તારા સિવાય મારો બીજો કોઈ સહારો નથી. ખુબ નસીબથી જ તારું જાપ કરવાનું મળે છે ॥૨॥ 

ਨਾਮਹੀਨ ਧ੍ਰਿਗੁ ਜੀਵਤੇ ਤਿਨ ਵਡ ਦੂਖ ਸਹੰਮਾ ॥
નામવિહીન લોકોનું જીવવું ધિક્કાર્યોગ્ર્ય છે કારણ કે તેને દુઃખોની ભારે ચિંતા લાગેલી રહે છે. 

ਓਇ ਫਿਰਿ ਫਿਰਿ ਜੋਨਿ ਭਵਾਈਅਹਿ ਮੰਦਭਾਗੀ ਮੂੜ ਅਕਰਮਾ ॥੩॥
તેને વારંવાર યોનીઓના ચક્રમાં ઘુમાવાય છે, આવો મનુષ્ય ખુબ કમનસીબ, મૂર્ખ તથા કર્મહીન હોય છે ॥૩॥ 

ਹਰਿ ਜਨ ਨਾਮੁ ਅਧਾਰੁ ਹੈ ਧੁਰਿ ਪੂਰਬਿ ਲਿਖੇ ਵਡ ਕਰਮਾ ॥
પ્રભુનું નામ જ ભક્તજનોના જીવનનો આધાર છે, વિધાતાએ પૂર્વજન્મથી તેના શુભ કર્મ લખેલા હોય છે. 

ਗੁਰਿ ਸਤਿਗੁਰਿ ਨਾਮੁ ਦ੍ਰਿੜਾਇਆ ਜਨ ਨਾਨਕ ਸਫਲੁ ਜਨੰਮਾ ॥੪॥੨॥
હે નાનક! તે લોકોનો જન્મ સફળ છે, જેને ગુરુએ નામ દૃઢ કરી દીધું છે ॥૪॥૨॥ 

ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੪ ॥
બિલાવલ મહેલ ૪॥

ਹਮਰਾ ਚਿਤੁ ਲੁਭਤ ਮੋਹਿ ਬਿਖਿਆ ਬਹੁ ਦੁਰਮਤਿ ਮੈਲੁ ਭਰਾ ॥
મારું મન ઝેરરૂપી માયાના મોહમાં ફસાયેલું છે અને આમાં ખોટી બુદ્ધિની ઘણી ગંદકી ભરાઈ ગઈ છે. 

ਤੁਮ੍ਹ੍ਹਰੀ ਸੇਵਾ ਕਰਿ ਨ ਸਕਹ ਪ੍ਰਭ ਹਮ ਕਿਉ ਕਰਿ ਮੁਗਧ ਤਰਾ ॥੧॥
હે પ્રભુ! હું તારી સેવા કરી શકતો નથી, પછી હું મૂર્ખ સંસાર સમુદ્રથી કઈ રીતે પાર થઈશ? ॥૧॥ 

ਮੇਰੇ ਮਨ ਜਪਿ ਨਰਹਰ ਨਾਮੁ ਨਰਹਰਾ ॥
હે મન! પ્રભુનું નામ જપ. 

ਜਨ ਊਪਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰਭਿ ਧਾਰੀ ਮਿਲਿ ਸਤਿਗੁਰ ਪਾਰਿ ਪਰਾ ॥੧॥ ਰਹਾਉ ॥
પ્રભુએ પોતાના ભક્ત પર કૃપા કરી છે અને તે ગુરુથી મળીને સંસાર સમુદ્રથી પાર થઈ ગયો છે ॥૧॥વિરામ॥ 

ਹਮਰੇ ਪਿਤਾ ਠਾਕੁਰ ਪ੍ਰਭ ਸੁਆਮੀ ਹਰਿ ਦੇਹੁ ਮਤੀ ਜਸੁ ਕਰਾ ॥
હે સ્વામી પ્રભુ! તું મારો પિતા છે અને તું જ મારો ઠાકોર છે. મને એવી બુદ્ધિ આપ કેમ કે હું તારું યશ કરતો રહું.

ਤੁਮ੍ਹ੍ਹਰੈ ਸੰਗਿ ਲਗੇ ਸੇ ਉਧਰੇ ਜਿਉ ਸੰਗਿ ਕਾਸਟ ਲੋਹ ਤਰਾ ॥੨॥
જેમ લાકડીની સાથે લાગીને લોખંડ નદીથી પાર થઈ જાય છે, તેમ જ જે તારી ભક્તિની સાથે લાગ્યા છે, તેનો પણ ઉધ્ધાર થઈ જાય છે ॥૨॥ 

ਸਾਕਤ ਨਰ ਹੋਛੀ ਮਤਿ ਮਧਿਮ ਜਿਨੑ ਹਰਿ ਹਰਿ ਸੇਵ ਨ ਕਰਾ ॥
જેને પરમાત્માની પ્રાર્થના કરી નથી, તે માયાવી પુરુષોની બુદ્ધિ ખૂબ ઓછી તેમજ મલિન છે. 

ਤੇ ਨਰ ਭਾਗਹੀਨ ਦੁਹਚਾਰੀ ਓਇ ਜਨਮਿ ਮੁਏ ਫਿਰਿ ਮਰਾ ॥੩॥
આવો મનુષ્ય ભાગ્યહીન તેમજ દુરાચારી છે અને તે વારંવાર જન્મતો મરતો તેમજ ફરી ફરી મૃત્યુને પ્રાપ્ત થતો રહે છે ॥૩॥ 

ਜਿਨ ਕਉ ਤੁਮ੍ਹ੍ਹ ਹਰਿ ਮੇਲਹੁ ਸੁਆਮੀ ਤੇ ਨੑਾਏ ਸੰਤੋਖ ਗੁਰ ਸਰਾ ॥
હે સ્વામી હરિ! જેને તું પોતાની સાથે મળાવી લે છે, તે ગુરુરૂપી સંતોષનાં સરોવરમાં સ્નાન કરતો રહે છે.

ਦੁਰਮਤਿ ਮੈਲੁ ਗਈ ਹਰਿ ਭਜਿਆ ਜਨ ਨਾਨਕ ਪਾਰਿ ਪਰਾ ॥੪॥੩॥
હે નાનક! પરમાત્માનું ભજન કરવાથી જેની ખોટી બુદ્ધિની ગંદકી દૂર થઈ ગઈ છે, તે સંસાર સમુદ્રથી પાર થઈ ગયો છે ॥૪॥૩॥

ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੪ ॥
બિલાવલસંસાર સમુદ્રથી  મહેલ ૪॥ 

ਆਵਹੁ ਸੰਤ ਮਿਲਹੁ ਮੇਰੇ ਭਾਈ ਮਿਲਿ ਹਰਿ ਹਰਿ ਕਥਾ ਕਰਹੁ ॥
હે સંતજન ભાઈઓ! આવો, બધા મળીને બેસીએ અને મળીને હરિની કથા કરીએ.

ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਬੋਹਿਥੁ ਹੈ ਕਲਜੁਗਿ ਖੇਵਟੁ ਗੁਰ ਸਬਦਿ ਤਰਹੁ ॥੧॥
હરિનું નામ કળિયુગમાં જહાજ છે, ગુરુ નાવિક છે તથા તેના શબ્દો દ્વારા સંસાર સમુદ્રથી પાર થઈ જા ॥૧॥ 

ਮੇਰੇ ਮਨ ਹਰਿ ਗੁਣ ਹਰਿ ਉਚਰਹੁ ॥
હે મન! હરિના ગુણ ઉચ્ચારિત કર. 

ਮਸਤਕਿ ਲਿਖਤ ਲਿਖੇ ਗੁਨ ਗਾਏ ਮਿਲਿ ਸੰਗਤਿ ਪਾਰਿ ਪਰਹੁ ॥੧॥ ਰਹਾਉ ॥
જેના માથા પર ભાગ્ય છે, તેને જ પ્રભુના ગુણ ગાયા છે. સાધુસંગતમાં મળીને પાર થઈ જા ॥૧॥વિરામ॥

error: Content is protected !!