GUJARATI PAGE 864

ਦਿਨੁ ਰੈਣਿ ਨਾਨਕੁ ਨਾਮੁ ਧਿਆਏ ॥
નાનક તો દિવસ-રાત નામનું જ મનન કરતો રહે છે અને 

ਸੂਖ ਸਹਜ ਆਨੰਦ ਹਰਿ ਨਾਏ ॥੪॥੪॥੬॥
હરિના નામ દ્વારા તેના હૃદયમાં સરળ સુખ તેમજ આનંદ બની રહે છે ॥૪॥૪॥૬॥ 

ਗੋਂਡ ਮਹਲਾ ੫ ॥
ગોંડ મહેલ ૫॥

ਗੁਰ ਕੀ ਮੂਰਤਿ ਮਨ ਮਹਿ ਧਿਆਨੁ ॥
ગુરુની મૂર્તિનું જ મનમાં ધ્યાન લગાવાય છે અને 

ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਮੰਤ੍ਰੁ ਮਨੁ ਮਾਨ ॥
ગુરુના શબ્દને જ મનમાં મંત્ર માની લીધો છે. 

ਗੁਰ ਕੇ ਚਰਨ ਰਿਦੈ ਲੈ ਧਾਰਉ ॥
ગુરુના ચરણોને હૃદયમાં ધારણ કરી લીધા છે,

ਗੁਰੁ ਪਾਰਬ੍ਰਹਮੁ ਸਦਾ ਨਮਸਕਾਰਉ ॥੧॥
ગુરુ જ પરબ્રહ્મ છે જેને અમારું હંમેશા નમન છે ॥૧॥ 

ਮਤ ਕੋ ਭਰਮਿ ਭੁਲੈ ਸੰਸਾਰਿ ॥
હે સંસારના લોકો! ભ્રમમાં પડીને ભૂલી ન જશો, કારણ કે 

ਗੁਰ ਬਿਨੁ ਕੋਇ ਨ ਉਤਰਸਿ ਪਾਰਿ ॥੧॥ ਰਹਾਉ ॥
ગુરુ વગર કોઈ પણ સંસાર-સમુદ્રમાંથી પાર થતું નથી ॥૧॥વિરામ॥ 

ਭੂਲੇ ਕਉ ਗੁਰਿ ਮਾਰਗਿ ਪਾਇਆ ॥
ભટકેલ જીવને ગુરુએ જ સન્માર્ગ આપ્યો છે અને 

ਅਵਰ ਤਿਆਗਿ ਹਰਿ ਭਗਤੀ ਲਾਇਆ ॥
બીજું બધું ત્યાગીને પરમાત્માની ભક્તિમાં લગાવ્યો છે.

ਜਨਮ ਮਰਨ ਕੀ ਤ੍ਰਾਸ ਮਿਟਾਈ ॥
તેના જન્મ-મરણની બધી ચિંતા મટાડી દીધી છે 

ਗੁਰ ਪੂਰੇ ਕੀ ਬੇਅੰਤ ਵਡਾਈ ॥੨॥
હે ભાઈ! સંપૂર્ણ ગુરૂની આ અનંત મહાનતા છે ॥૨॥ 

ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਊਰਧ ਕਮਲ ਬਿਗਾਸ ॥
ગુરુની કૃપાથી ઉલ્ટું પડેલું હૃદય કમળ ખીલી ગયું છે અને 

ਅੰਧਕਾਰ ਮਹਿ ਭਇਆ ਪ੍ਰਗਾਸ ॥
અંધકારરૂપી મનમાં પ્રકાશ થઈ ગયો છે. 

ਜਿਨਿ ਕੀਆ ਸੋ ਗੁਰ ਤੇ ਜਾਨਿਆ ॥
જે પ્રભુએ ઉત્પન્ન કર્યો છે, તેને ગુરુથી જ જાણ્યું છે. 

ਗੁਰ ਕਿਰਪਾ ਤੇ ਮੁਗਧ ਮਨੁ ਮਾਨਿਆ ॥੩॥
ગુરુ-કૃપાથી મૂર્ખ મન ખુશ થઈ ગયું છે ॥૩॥

ਗੁਰੁ ਕਰਤਾ ਗੁਰੁ ਕਰਣੈ ਜੋਗੁ ॥
ગુરુ જ કર્તા છે અને તે જ બધું જ કરવામાં સમર્થ છે. 

ਗੁਰੁ ਪਰਮੇਸਰੁ ਹੈ ਭੀ ਹੋਗੁ ॥
ગુરુ જ પરમેશ્વર છે, તે વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ તેનું જ અસ્તિત્વ થશે.

ਕਹੁ ਨਾਨਕ ਪ੍ਰਭਿ ਇਹੈ ਜਨਾਈ ॥
હે નાનક! પ્રભુએ આ તફાવત બતાવી દીધો છે કે 

ਬਿਨੁ ਗੁਰ ਮੁਕਤਿ ਨ ਪਾਈਐ ਭਾਈ ॥੪॥੫॥੭॥
ગુરુ વગર મુક્તિ મળતી નથી ॥૪॥૫॥૭॥ 

ਗੋਂਡ ਮਹਲਾ ੫ ॥
ગોંડ મહેલ ૫॥

ਗੁਰੂ ਗੁਰੂ ਗੁਰੁ ਕਰਿ ਮਨ ਮੋਰ ॥
હે મન! ગુરુ ગુરુ જપ, 

ਗੁਰੂ ਬਿਨਾ ਮੈ ਨਾਹੀ ਹੋਰ ॥
ગુરુ વગર મારો બીજો કોઈ સહારો નથી. 

ਗੁਰ ਕੀ ਟੇਕ ਰਹਹੁ ਦਿਨੁ ਰਾਤਿ ॥
દિવસ-રાત ગુરૂની શરણમાં રહે, 

ਜਾ ਕੀ ਕੋਇ ਨ ਮੇਟੈ ਦਾਤਿ ॥੧॥
જેનું દાન કોઈ મટાડી શકતું નથી ॥૧॥

ਗੁਰੁ ਪਰਮੇਸਰੁ ਏਕੋ ਜਾਣੁ ॥
ગુરુ તેમજ પરમેશ્વરને એક જ સમજ, 

ਜੋ ਤਿਸੁ ਭਾਵੈ ਸੋ ਪਰਵਾਣੁ ॥੧॥ ਰਹਾਉ ॥
જે તને ગમે છે, તે જ મંજૂર થાય છે ॥૧॥વિરામ॥ 

ਗੁਰ ਚਰਣੀ ਜਾ ਕਾ ਮਨੁ ਲਾਗੈ ॥
જેનું મન ગુરુ-ચરણોમાં લાગી જાય છે, 

ਦੂਖੁ ਦਰਦੁ ਭ੍ਰਮੁ ਤਾ ਕਾ ਭਾਗੈ ॥
તેનું દુઃખ-વેદના તેમજ ભ્રમ દૂર થઈ જાય છે. 

ਗੁਰ ਕੀ ਸੇਵਾ ਪਾਏ ਮਾਨੁ ॥
ગુરુની સેવા કરવાથી ખુબ યશ પ્રાપ્ત થાય છે, 

ਗੁਰ ਊਪਰਿ ਸਦਾ ਕੁਰਬਾਨੁ ॥੨॥
આથી હું હંમેશા ગુરુ પર બલિહાર જાવ છું ॥૨॥

ਗੁਰ ਕਾ ਦਰਸਨੁ ਦੇਖਿ ਨਿਹਾਲ ॥
હે મન! ગુરુના દર્શન કરીને હું નિહાળ થઈ ગયો છું. 

ਗੁਰ ਕੇ ਸੇਵਕ ਕੀ ਪੂਰਨ ਘਾਲ ॥
ગુરુના સેવકની સાધના પૂર્ણ થઈ જાય છે. 

ਗੁਰ ਕੇ ਸੇਵਕ ਕਉ ਦੁਖੁ ਨ ਬਿਆਪੈ ॥
ગુરુના સેવકને કોઈ દુઃખ લાગતું નથી અને

ਗੁਰ ਕਾ ਸੇਵਕੁ ਦਹ ਦਿਸਿ ਜਾਪੈ ॥੩॥
ગુરુનો સેવક દસેય દિશાઓમાં પ્રખ્યાત થઈ જાય છે ॥૩॥ 

ਗੁਰ ਕੀ ਮਹਿਮਾ ਕਥਨੁ ਨ ਜਾਇ ॥
ગુરુની મહિમા અકથ્ય છે, 

ਪਾਰਬ੍ਰਹਮੁ ਗੁਰੁ ਰਹਿਆ ਸਮਾਇ ॥
પરબ્રહ્મ ગુરુ દરેક જગ્યાએ સમાયેલ છે.

ਕਹੁ ਨਾਨਕ ਜਾ ਕੇ ਪੂਰੇ ਭਾਗ ॥
હે નાનક! જેના સંપૂર્ણ ભાગ્ય હોય છે, 

ਗੁਰ ਚਰਣੀ ਤਾ ਕਾ ਮਨੁ ਲਾਗ ॥੪॥੬॥੮॥
તેનું મન જ ગુરૂના ચરણોમાં લાગે છે ॥૪॥૬॥૮॥ 

ਗੋਂਡ ਮਹਲਾ ੫ ॥
ગોંડ મહેલ ૫॥ 

ਗੁਰੁ ਮੇਰੀ ਪੂਜਾ ਗੁਰੁ ਗੋਬਿੰਦੁ ॥
ગુરુ જ મારી પૂજા છે, તે જ મારો ગોવિંદ છે

ਗੁਰੁ ਮੇਰਾ ਪਾਰਬ੍ਰਹਮੁ ਗੁਰੁ ਭਗਵੰਤੁ ॥
ગુરુ જ મારો પરબ્રહ્મ તેમજ ભગવંત છે. 

ਗੁਰੁ ਮੇਰਾ ਦੇਉ ਅਲਖ ਅਭੇਉ ॥
ગુરુ મારો પૂજ્ય દેવતા છે, તે અદ્રશ્ય છે અને તેનું રહસ્ય મેળવી શકાતું નથી. 

ਸਰਬ ਪੂਜ ਚਰਨ ਗੁਰ ਸੇਉ ॥੧॥
જેની બધા પૂજા કરે છે, હું તે ગુરુના ચરણોની સેવામાં લીન છું ॥૧॥ 

ਗੁਰ ਬਿਨੁ ਅਵਰੁ ਨਾਹੀ ਮੈ ਥਾਉ ॥
ગુરુ વગર મારું બીજું કોઈ સ્થાન નથી,

ਅਨਦਿਨੁ ਜਪਉ ਗੁਰੂ ਗੁਰ ਨਾਉ ॥੧॥ ਰਹਾਉ ॥
હું દિવસ-રાત ગુરુનું નામ જપતો રહું છું ॥૧॥વિરામ॥ 

ਗੁਰੁ ਮੇਰਾ ਗਿਆਨੁ ਗੁਰੁ ਰਿਦੈ ਧਿਆਨੁ ॥
ગુરુ જ મારું જ્ઞાન છે અને હૃદયમાં ગુરુનું જ ધ્યાન કરું છું. 

ਗੁਰੁ ਗੋਪਾਲੁ ਪੁਰਖੁ ਭਗਵਾਨੁ ॥
ગુરુ જ જગતનો પાલનહાર તેમજ પરમપુરુષ પરમાત્મા છે. 

ਗੁਰ ਕੀ ਸਰਣਿ ਰਹਉ ਕਰ ਜੋਰਿ ॥
હું હાથ જોડીને ગુરૂની શરણમાં પડતો રહું છું, 

ਗੁਰੂ ਬਿਨਾ ਮੈ ਨਾਹੀ ਹੋਰੁ ॥੨॥
ગુરુ વગર મારો બીજો કોઈ મિત્ર નથી ॥૨॥ 

ਗੁਰੁ ਬੋਹਿਥੁ ਤਾਰੇ ਭਵ ਪਾਰਿ ॥
ગુરુ એવો જહાજ છે જે જીવને સંસાર સમુદ્રથી પાર કરાવી દે છે. 

ਗੁਰ ਸੇਵਾ ਜਮ ਤੇ ਛੁਟਕਾਰਿ ॥
ગુરુની સેવા કરવાથી જ યમથી છુટકારો મળે છે અને 

ਅੰਧਕਾਰ ਮਹਿ ਗੁਰ ਮੰਤ੍ਰੁ ਉਜਾਰਾ ॥
અજ્ઞાનરૂપી અંધારામાં ગુરુ-મંત્ર જ પ્રકાશ કરે છે. 

ਗੁਰ ਕੈ ਸੰਗਿ ਸਗਲ ਨਿਸਤਾਰਾ ॥੩॥
ગુરુની સંગ રહેવાથી બધાની મુક્તિ થઈ જાય છે ॥૩॥

ਗੁਰੁ ਪੂਰਾ ਪਾਈਐ ਵਡਭਾਗੀ ॥
ખુબ ભાગ્યથી જ સંપૂર્ણ ગુરુ મળે છે, 

ਗੁਰ ਕੀ ਸੇਵਾ ਦੂਖੁ ਨ ਲਾਗੀ ॥
ગુરુની સેવા કરવાથી કોઈ દુઃખ સ્પર્શ કરતુ નથી 

ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਨ ਮੇਟੈ ਕੋਇ ॥
ગુરુના શબ્દને કોઈ મટાડી શકતું નથી 

ਗੁਰੁ ਨਾਨਕੁ ਨਾਨਕੁ ਹਰਿ ਸੋਇ ॥੪॥੭॥੯॥
ગુરુ જ નાનક છે અને નાનક જ પરમેશ્વર છે ॥૪॥૭॥૯॥

error: Content is protected !!