GUJARATI PAGE 883

ਜਿਨਿ ਕੀਆ ਸੋਈ ਪ੍ਰਭੁ ਜਾਣੈ ਹਰਿ ਕਾ ਮਹਲੁ ਅਪਾਰਾ ॥
જેને રચના કરી તે જ પ્રભુ આ રહસ્યને જાણે છે અને તેનો દરબાર અપરંપાર છે

ਭਗਤਿ ਕਰੀ ਹਰਿ ਕੇ ਗੁਣ ਗਾਵਾ ਨਾਨਕ ਦਾਸੁ ਤੁਮਾਰਾ ॥੪॥੧॥
નાનક પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! હું ટેરો દાસ છું તારી ભક્તિ કરતા કરતા તારા ગુણગાન ગાતો રહું છું ॥૪॥૧॥

ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੫ ॥
રામકલી મહેલ ૫॥

ਪਵਹੁ ਚਰਣਾ ਤਲਿ ਊਪਰਿ ਆਵਹੁ ਐਸੀ ਸੇਵ ਕਮਾਵਹੁ ॥
હે ભક્તજનો! એવી સેવા કરો કે બધા લોકોથી ઉપર બધાથી શ્રેષ્ઠ બની જાઓ, બધાની ચરણ-ધૂળ બની જાઓ

ਆਪਸ ਤੇ ਊਪਰਿ ਸਭ ਜਾਣਹੁ ਤਉ ਦਰਗਹ ਸੁਖੁ ਪਾਵਹੁ ॥੧॥
જ બધાને પોતાનાથી ઉત્તમ માનશો તો જ દરબારમાં સુખ પ્રાપ્ત થશે ॥૧॥

ਸੰਤਹੁ ਐਸੀ ਕਥਹੁ ਕਹਾਣੀ ॥
હે સંતજનો ! આવી કથા-વાર્તા સંભળાવો

ਸੁਰ ਪਵਿਤ੍ਰ ਨਰ ਦੇਵ ਪਵਿਤ੍ਰਾ ਖਿਨੁ ਬੋਲਹੁ ਗੁਰਮੁਖਿ ਬਾਣੀ ॥੧॥ ਰਹਾਉ ॥   
જો એક કસમ માટે ગુરુની વાણી બોલો તો મનુષ્ય, દેવતા તેમજ દેવગણ પણ પવિત્ર થઈ જશે ॥૧॥વિરામ॥

ਪਰਪੰਚੁ ਛੋਡਿ ਸਹਜ ਘਰਿ ਬੈਸਹੁ ਝੂਠਾ ਕਹਹੁ ਨ ਕੋਈ ॥
હે મિત્ર! સંસારના પ્રપંચ છોડીને સરળ અવસ્થામાં બેસો અને કોઈને પણ અસત્ય ન કહો

ਸਤਿਗੁਰ ਮਿਲਹੁ ਨਵੈ ਨਿਧਿ ਪਾਵਹੁ ਇਨ ਬਿਧਿ ਤਤੁ ਬਿਲੋਈ ॥੨॥
સદ્દગુરુથી મળીને નવ-નિધિ પ્રાપ્ત કરી લો આ વિધિ દ્વારા નામ રૂપી દુધને વલોવીને માખણ રૂપી પરમતત્વ પ્રભુને પ્રાપ્ત કરો ॥૨॥

ਭਰਮੁ ਚੁਕਾਵਹੁ ਗੁਰਮੁਖਿ ਲਿਵ ਲਾਵਹੁ ਆਤਮੁ ਚੀਨਹੁ ਭਾਈ ॥
પોતાના ભ્રમ દૂર કરીને ગુરુમુખ બનીને પરમાત્મા ધ્યાન લગાવો તેમજ પોતાની આત્મજ્યોતિ ઓળખો

ਨਿਕਟਿ ਕਰਿ ਜਾਣਹੁ ਸਦਾ ਪ੍ਰਭੁ ਹਾਜਰੁ ਕਿਸੁ ਸਿਉ ਕਰਹੁ ਬੁਰਾਈ ॥੩॥
હંમેશા જ પ્રભુને પોતાની નજીક સમજો તથા કોઈનું ખરાબ ન કરો ॥૩॥

ਸਤਿਗੁਰਿ ਮਿਲਿਐ ਮਾਰਗੁ ਮੁਕਤਾ ਸਹਜੇ ਮਿਲੇ ਸੁਆਮੀ ॥
જો સદ્દગુરુ મળી જાય તો મુક્તિનો માર્ગ પ્રાપ્ત થઈ જાય છે અને સરળ જ સ્વામીથી મેળાપ થઈ જાય છે

ਧਨੁ ਧਨੁ ਸੇ ਜਨ ਜਿਨੀ ਕਲਿ ਮਹਿ ਹਰਿ ਪਾਇਆ ਜਨ ਨਾਨਕ ਸਦ ਕੁਰਬਾਨੀ ॥੪॥੨॥
તે ભક્તજન ધન્ય છે જેને કળયુગમાં પરમાત્માને મેળવી લીધા છે નાનક તો હંમેશા તેના પર બલિહાર જાય છે ॥૪॥૨॥

ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੫ ॥
રામકલી મહેલ ૫॥

ਆਵਤ ਹਰਖ ਨ ਜਾਵਤ ਦੂਖਾ ਨਹ ਬਿਆਪੈ ਮਨ ਰੋਗਨੀ ॥
જો મન પરમાત્માના નામમાં લીન હોય તો ન કોઈ વસ્તુ મળવાની ખુશી થાય છે ન તો કોઈ વસ્તુ ખોવાનું દુઃખ થાય છે અને ન તો મનને કોઈ રોગ પ્રભાવિત કરે છે

ਸਦਾ ਅਨੰਦੁ ਗੁਰੁ ਪੂਰਾ ਪਾਇਆ ਤਉ ਉਤਰੀ ਸਗਲ ਬਿਓਗਨੀ ॥੧॥
સંપૂર્ણ ગુરુને મેળવીને હંમેશા પરમ આનંદ બની રહે છે બધા વિયોગ મટી જાય છે ॥૧॥

ਇਹ ਬਿਧਿ ਹੈ ਮਨੁ ਜੋਗਨੀ ॥
આ રીતે જેના મનમાં હરિ ક્રિયાશીલ છે તો

ਮੋਹੁ ਸੋਗੁ ਰੋਗੁ ਲੋਗੁ ਨ ਬਿਆਪੈ ਤਹ ਹਰਿ ਹਰਿ ਹਰਿ ਰਸ ਭੋਗਨੀ ॥੧॥ ਰਹਾਉ ॥
મોહ, શોક, રોગ તેમજ લોક-લાજ પ્રભાવિત કરતા નથી અને મન હરિના નામનો જ રસ ભોગવે છે ॥૧॥વિરામ॥

ਸੁਰਗ ਪਵਿਤ੍ਰਾ ਮਿਰਤ ਪਵਿਤ੍ਰਾ ਪਇਆਲ ਪਵਿਤ੍ਰ ਅਲੋਗਨੀ ॥
તેના માટે તો સ્વર્ગલોક, મૃત્યુલોક, પાતાળ લોક પવિત્ર છે

ਆਗਿਆਕਾਰੀ ਸਦਾ ਸੁਖੁ ਭੁੰਚੈ ਜਤ ਕਤ ਪੇਖਉ ਹਰਿ ਗੁਨੀ ॥੨॥
આવા મનુષ્ય પ્રભુના આજ્ઞાકારી બનીને હંમેશા સુખ ભોગવે છે અને જ્યાં પણ જોઉં છું ત્યાં જ ગુણોના સમુદ્ર પરમાત્મા નજર આવે છે ॥૨॥

ਨਹ ਸਿਵ ਸਕਤੀ ਜਲੁ ਨਹੀ ਪਵਨਾ ਤਹ ਅਕਾਰੁ ਨਹੀ ਮੇਦਨੀ ॥
જ્યાં ન શિવશક્તિ, ન પાણી, ન હવા, ન કોઈ આકાર અને ન ધરતી છે

ਸਤਿਗੁਰ ਜੋਗ ਕਾ ਤਹਾ ਨਿਵਾਸਾ ਜਹ ਅਵਿਗਤ ਨਾਥੁ ਅਗਮ ਧਨੀ ॥੩॥
સદ્દગુરુનો નિવાસ ત્યાં છે જ્યાં અગમ્ય, અજ્ઞાત અને ગુણોના ભંડારના માલિક છે.॥૩॥

ਤਨੁ ਮਨੁ ਹਰਿ ਕਾ ਧਨੁ ਸਭੁ ਹਰਿ ਕਾ ਹਰਿ ਕੇ ਗੁਣ ਹਉ ਕਿਆ ਗਨੀ ॥
આ તન-મન, ધન બધું પરમાત્માએ આપેલું છે તેના ઉપકાર ગણી શકાતા નથી

ਕਹੁ ਨਾਨਕ ਹਮ ਤੁਮ ਗੁਰਿ ਖੋਈ ਹੈ ਅੰਭੈ ਅੰਭੁ ਮਿਲੋਗਨੀ ॥੪॥੩॥
હે નાનક! ગુરુએ મારા મનથી ‘મારા-તારા’ ની ભાવના દૂર કરી દીધી છે અને જેમ પાણીમાં પાણી મળી જાય છે તેમ જ આત્મજ્યોતિ પરમજ્યોતીમાં જોડાય જાય છે ॥૪॥૩॥

ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੫ ॥
રામકલી મહેલ ૫॥

ਤ੍ਰੈ ਗੁਣ ਰਹਤ ਰਹੈ ਨਿਰਾਰੀ ਸਾਧਿਕ ਸਿਧ ਨ ਜਾਨੈ ॥
હરિનામ ત્રણેય ગુણોથી રહિત તેમજ નિરાળા બની રહે છે અને સિદ્ધિ-સાધક પણ તેની મહાનતા જાણતા નથી

ਰਤਨ ਕੋਠੜੀ ਅੰਮ੍ਰਿਤ ਸੰਪੂਰਨ ਸਤਿਗੁਰ ਕੈ ਖਜਾਨੈ ॥੧॥
સદ્દગુરુના ખજાનામાં રત્નોનો કબાટ છે જે અમૃત ભરેલી છે  ॥૧॥

ਅਚਰਜੁ ਕਿਛੁ ਕਹਣੁ ਨ ਜਾਈ ॥
તેનું આશ્ચર્યનું વર્ણન કરી શકાતું નથી

ਬਸਤੁ ਅਗੋਚਰ ਭਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥
કારણ કે આ નામ રૂપી વસ્તુ સમજથી બહાર છે ॥૧॥વિરામ॥

ਮੋਲੁ ਨਾਹੀ ਕਛੁ ਕਰਣੈ ਜੋਗਾ ਕਿਆ ਕੋ ਕਹੈ ਸੁਣਾਵੈ ॥
જ્યારે તેનું મૂલ્યાંકન કરી શકાતું નથી તો શું કોઈ કહે અથવા સાંભળે 

ਕਥਨ ਕਹਣ ਕਉ ਸੋਝੀ ਨਾਹੀ ਜੋ ਪੇਖੈ ਤਿਸੁ ਬਣਿ ਆਵੈ ॥੨॥
તેને વર્ણન કરવા તેમજ કહેવાની કોઈને સમજ નથી જે પણ તેને જોવે છે તેને પ્રીતિ તેમાં લાગી જાય છે ॥૨॥

ਸੋਈ ਜਾਣੈ ਕਰਣੈਹਾਰਾ ਕੀਤਾ ਕਿਆ ਬੇਚਾਰਾ ॥
પરમાત્મા બધું જાણે છે પછી જીવ બિચારા શું જાણે છે?

ਆਪਣੀ ਗਤਿ ਮਿਤਿ ਆਪੇ ਜਾਣੈ ਹਰਿ ਆਪੇ ਪੂਰ ਭੰਡਾਰਾ ॥੩॥
ભક્તિનો સંપૂર્ણ ભંડાર પરમાત્મા જ પોતે જ પોતાની ગતિ તેમજ વિસ્તારને જાણે છે ॥૩॥

ਐਸਾ ਰਸੁ ਅੰਮ੍ਰਿਤੁ ਮਨਿ ਚਾਖਿਆ ਤ੍ਰਿਪਤਿ ਰਹੇ ਆਘਾਈ ॥
આવો નામરૂપી અમૃત રસ મન એ ચાખ્યો છે જેનાથી તે તૃપ્ત તેમજ સંતુષ્ટ થઈ ગયું છે

ਕਹੁ ਨਾਨਕ ਮੇਰੀ ਆਸਾ ਪੂਰੀ ਸਤਿਗੁਰ ਕੀ ਸਰਣਾਈ ॥੪॥੪॥
હે નાનક! સદ્દગુરુની શરણ લેવાથી મારી અભિલાષા પુરી થઈ ગઈ છે ॥૪॥૪॥

error: Content is protected !!