GUJARATI PAGE 944

ਗੁਪਤੀ ਬਾਣੀ ਪਰਗਟੁ ਹੋਇ ॥
હે નાનક! જેના મનમાં અનહદ શબ્દરૂપી ગુપ્ત વાણી પ્રગટ થઈ જાય છે, 

ਨਾਨਕ ਪਰਖਿ ਲਏ ਸਚੁ ਸੋਇ ॥੫੩॥
તે સત્યની ઓળખ કરી લે છે ॥૫૩॥ 

ਸਹਜ ਭਾਇ ਮਿਲੀਐ ਸੁਖੁ ਹੋਵੈ ॥
સરળ સ્વભાવ પરમાત્માને મળવાથી જ સુખ પ્રાપ્ત થાય છે.                                     

ਗੁਰਮੁਖਿ ਜਾਗੈ ਨੀਦ ਨ ਸੋਵੈ ॥
ગુરુમુખ હંમેશા જ જાગૃત રહે છે અને તે અજ્ઞાનની ઊંઘમાં સૂતો નથી. 

ਸੁੰਨ ਸਬਦੁ ਅਪਰੰਪਰਿ ਧਾਰੈ ॥
અનહદ શબ્દને અપરંપાર પ્રભુ જ ઉત્પન્ન કરે છે.

ਕਹਤੇ ਮੁਕਤੁ ਸਬਦਿ ਨਿਸਤਾਰੈ ॥
નામ-સ્મરણ કરનારની મુક્તિ થઈ જાય છે અને શબ્દ દ્વારા બીજાનું પણ કલ્યાણ થઈ જાય છે. 

ਗੁਰ ਕੀ ਦੀਖਿਆ ਸੇ ਸਚਿ ਰਾਤੇ ॥
ગુરુથી દીક્ષા લેનાર સત્યમાં જ જોડાય રહે છે. 

ਨਾਨਕ ਆਪੁ ਗਵਾਇ ਮਿਲਣ ਨਹੀ ਭ੍ਰਾਤੇ ॥੫੪॥
હે નાનક! અહંકારને દૂર કરવાથી જ સત્યથી મેળાપ થાય છે પરંતુ ભ્રમમાં ફસાવાથી મેળાપ થતો નથી ॥૫૪॥ 

ਕੁਬੁਧਿ ਚਵਾਵੈ ਸੋ ਕਿਤੁ ਠਾਇ ॥
સિધ્ધોએ ફરી પ્રશ્ન કર્યો – તે ક્યુ ઠેકાણું છે, જ્યાં રહીને મનમુખ પોતાની અસત્ય બુદ્ધિને નાશ કરી દે છે? 

ਕਿਉ ਤਤੁ ਨ ਬੂਝੈ ਚੋਟਾ ਖਾਇ ॥
તે યમથી ઇજા ખાતો રહે છે અને પરમતત્વને શા માટે સમજતો નથી?

ਜਮ ਦਰਿ ਬਾਧੇ ਕੋਇ ਨ ਰਾਖੈ ॥
ગુરુ ઉત્તર દે છે કે યમના દરવાજા પર બંધાયેલ જીવની કોઈ પણ રક્ષા કરતું નથી અને 

ਬਿਨੁ ਸਬਦੈ ਨਾਹੀ ਪਤਿ ਸਾਖੈ ॥
શબ્દ વગર કોઈ પણ તેની ઈજ્જત તેમજ તેના પર વિશ્વાસ કરતો નથી.

ਕਿਉ ਕਰਿ ਬੂਝੈ ਪਾਵੈ ਪਾਰੁ ॥
તે સત્યને કેવી રીતે ઓળખી શકે છે અને કેવી રીતે સંસાર સમુદ્રથી પાર થઈ શકાય છે. 

ਨਾਨਕ ਮਨਮੁਖਿ ਨ ਬੁਝੈ ਗਵਾਰੁ ॥੫੫॥
હે નાનક! મૂર્ખ મનમુખને ક્યારેય જ્ઞાન થતું નથી ॥૫૫॥ 

ਕੁਬੁਧਿ ਮਿਟੈ ਗੁਰ ਸਬਦੁ ਬੀਚਾਰਿ ॥
ગુરુ ઉત્તર દે છે – ગુરુ-શબ્દનું ચિંતન કરવાથી અસત્ય બુદ્ધિનો નાશ થઈ જાય છે. 

ਸਤਿਗੁਰੁ ਭੇਟੈ ਮੋਖ ਦੁਆਰ ॥
સદ્દગુરુથી સાક્ષાત્કાર થવાથી મોક્ષ દરવાજો મળી જાય છે. 

ਤਤੁ ਨ ਚੀਨੈ ਮਨਮੁਖੁ ਜਲਿ ਜਾਇ ॥
મનમુખ પરમતત્વની ઓળખ કરતો આથી સળગીને રાખ થઈ જાય છે. 

ਦੁਰਮਤਿ ਵਿਛੁੜਿ ਚੋਟਾ ਖਾਇ ॥
જીવ પોતાની દુર્બુદ્ધિને કારણે સત્યથી અલગ થઈને યમનું દુઃખ ભોગતો રહે છે.

ਮਾਨੈ ਹੁਕਮੁ ਸਭੇ ਗੁਣ ਗਿਆਨ ॥
પરમાત્માના હુકમનું પાલન કરનાર બધા ગુણો તેમજ જ્ઞાનને પ્રાપ્ત કરી લે છે. 

ਨਾਨਕ ਦਰਗਹ ਪਾਵੈ ਮਾਨੁ ॥੫੬॥
હે નાનક! તે જ મનુષ્ય દરબારમાં સમ્માન પ્રાપ્ત કરે છે ॥૫૬॥

ਸਾਚੁ ਵਖਰੁ ਧਨੁ ਪਲੈ ਹੋਇ ॥
જેની પાસે સત્યરૂપી ધન રાશિ હોય છે, 

ਆਪਿ ਤਰੈ ਤਾਰੇ ਭੀ ਸੋਇ ॥
તે પોતે તો સંસાર સમુદ્રથી પાર થાય જ છે, પોતાના સંગીઓનો પણ ઉદ્ધાર કરાવી દે છે. 

ਸਹਜਿ ਰਤਾ ਬੂਝੈ ਪਤਿ ਹੋਇ ॥
જે સરળ જ સત્યમાં લીન રહે છે, તે સત્યને સમજીને શોભાનું પાત્ર બની જાય છે. 

ਤਾ ਕੀ ਕੀਮਤਿ ਕਰੈ ਨ ਕੋਇ ॥
આવા મનુષ્યની સાચી કિંમત કોઈ કરી શકતું નથી. 

ਜਹ ਦੇਖਾ ਤਹ ਰਹਿਆ ਸਮਾਇ ॥
તે જ્યાં પણ જોવે છે, તેને પરમાત્મા જ દેખાઈ દે છે.

ਨਾਨਕ ਪਾਰਿ ਪਰੈ ਸਚ ਭਾਇ ॥੫੭॥
હે નાનક! સત્યમાં શ્રદ્ધા ભાવના રાખવાથી જીવનો કલ્યાણ થઈ જાય છે ॥૫૭॥ 

ਸੁ ਸਬਦ ਕਾ ਕਹਾ ਵਾਸੁ ਕਥੀਅਲੇ ਜਿਤੁ ਤਰੀਐ ਭਵਜਲੁ ਸੰਸਾਰੋ ॥
સિધ્ધોએ ફરી પૂછ્યું – તે શબ્દનો નિવાસ ક્યાં છે, જેના દ્વારા સંસારરૂપી સમુદ્રથી ઉદ્ધાર થાય છે? 

ਤ੍ਰੈ ਸਤ ਅੰਗੁਲ ਵਾਈ ਕਹੀਐ ਤਿਸੁ ਕਹੁ ਕਵਨੁ ਅਧਾਰੋ ॥
દસ આંગળી બહાર આવનાર પ્રાણ-વાયુનો વાસ્તવમાં શું આધાર છે? 

ਬੋਲੈ ਖੇਲੈ ਅਸਥਿਰੁ ਹੋਵੈ ਕਿਉ ਕਰਿ ਅਲਖੁ ਲਖਾਏ ॥
જે સત્તા બોલતી તેમજ રમતી રહે છે, તે કઈ રીતે સ્થિર થઈ શકે છે? અને શું કરી પરમાત્માનાં દર્શન કરી શકે છે? 

ਸੁਣਿ ਸੁਆਮੀ ਸਚੁ ਨਾਨਕੁ ਪ੍ਰਣਵੈ ਅਪਣੇ ਮਨ ਸਮਝਾਏ ॥
હે સ્વામી! ગુરુએ ઉત્તર દીધો – જરા ધ્યાનથી સાંભળ; નાનક સાચી પ્રાર્થના કરે છે કે મનને સમજાવવાથી જ સ્થિર કરી શકાય
છે. 

ਗੁਰਮੁਖਿ ਸਬਦੇ ਸਚਿ ਲਿਵ ਲਾਗੈ ਕਰਿ ਨਦਰੀ ਮੇਲਿ ਮਿਲਾਏ ॥
જ્યારે ગુરુમુખ બનીને શબ્દ દ્વારા સત્યમાં ધ્યાન લાગી જાય છે તો પ્રભુ પોતાની કરુણા-દ્રષ્ટિથી સાથ મળાવી લે છે. 

ਆਪੇ ਦਾਨਾ ਆਪੇ ਬੀਨਾ ਪੂਰੈ ਭਾਗਿ ਸਮਾਏ ॥੫੮॥
પરમાત્મા પોતે જ ચતુર તેમજ સર્વજ્ઞાતા છે અને પૂર્ણ ભાગ્યથી જ જીવ તેમાં જોડાય જાય છે ॥૫૮॥ 

ਸੁ ਸਬਦ ਕਉ ਨਿਰੰਤਰਿ ਵਾਸੁ ਅਲਖੰ ਜਹ ਦੇਖਾ ਤਹ ਸੋਈ ॥
તે શબ્દનો નિરંતર બધામાં નિવાસ છે, તે અદ્રશ્ય છે, તો પણ જ્યાં જો, તે જ સમાયેલ છે.

ਪਵਨ ਕਾ ਵਾਸਾ ਸੁੰਨ ਨਿਵਾਸਾ ਅਕਲ ਕਲਾ ਧਰ ਸੋਈ ॥
જેમ પવન દરેક જગ્યાએ ફેલાયેલ છે, તેમ જ શબ્દનો નિવાસ છે. તે નિર્ગુણ પણ છે અને સગુણ પણ છે. 

ਨਦਰਿ ਕਰੇ ਸਬਦੁ ਘਟ ਮਹਿ ਵਸੈ ਵਿਚਹੁ ਭਰਮੁ ਗਵਾਏ ॥
જ્યારે પરમાત્મા પોતાની કૃપા-દ્રષ્ટિ કરે છે તો હૃદયમાં શબ્દનો નિવાસ થઈ જાય છે અને મનનો ભ્રમ દૂર થઈ જાય છે. 

ਤਨੁ ਮਨੁ ਨਿਰਮਲੁ ਨਿਰਮਲ ਬਾਣੀ ਨਾਮੋੁ ਮੰਨਿ ਵਸਾਏ ॥
જે નિર્મળ વાણી દ્વારા નામને મનમાં વસાવી લે છે, તેનું શરીર-મન નિર્મળ થઈ જાય છે.

ਸਬਦਿ ਗੁਰੂ ਭਵਸਾਗਰੁ ਤਰੀਐ ਇਤ ਉਤ ਏਕੋ ਜਾਣੈ ॥
જે મનુષ્ય શબ્દ-ગુરુ દ્વારા સંસાર-સમુદ્રથી પાર થઈ જાય છે, તે લોક-પરલોકમાં વ્યાપક પ્રભુને જાણી લે છે. 

ਚਿਹਨੁ ਵਰਨੁ ਨਹੀ ਛਾਇਆ ਮਾਇਆ ਨਾਨਕ ਸਬਦੁ ਪਛਾਣੈ ॥੫੯॥
હે નાનક! આ માયા જે પરમાત્માનો છાંયો છે, તેનું કોઈ ચિન્હો તેમજ વર્ણ નથી. જીવ પછી શબ્દની ઓળખ કરી લે છે ॥૫૯॥ 

ਤ੍ਰੈ ਸਤ ਅੰਗੁਲ ਵਾਈ ਅਉਧੂ ਸੁੰਨ ਸਚੁ ਆਹਾਰੋ ॥
હે અવધૂત! દસ અંગુલના પ્રમાણવાળો પ્રાણવાયુનો મુખ્યધાર પરમ-સત્યનું ચિંતન છે. 

ਗੁਰਮੁਖਿ ਬੋਲੈ ਤਤੁ ਬਿਰੋਲੈ ਚੀਨੈ ਅਲਖ ਅਪਾਰੋ ॥
ગુરુમુખ નામ જપતો તેમજ પરમ-તત્વને વલોવતો રહે છે અને અલખ અપારને ઓળખી લે છે. 

ਤ੍ਰੈ ਗੁਣ ਮੇਟੈ ਸਬਦੁ ਵਸਾਏ ਤਾ ਮਨਿ ਚੂਕੈ ਅਹੰਕਾਰੋ ॥
આ માયાના ત્રણેય ગુણોને મટાડીને શબ્દને ઓળખી લે છે જેનાથી તેના મનનો અહંકાર દૂર થઈ જાય છે. 

ਅੰਤਰਿ ਬਾਹਰਿ ਏਕੋ ਜਾਣੈ ਤਾ ਹਰਿ ਨਾਮਿ ਲਗੈ ਪਿਆਰੋ ॥
જો તે અંદર તેમજ બહાર પ્રભુની સતાને સમજી લે તો જ તેનો હરિ-નામથી પ્રેમ થાય છે.

ਸੁਖਮਨਾ ਇੜਾ ਪਿੰਗੁਲਾ ਬੂਝੈ ਜਾ ਆਪੇ ਅਲਖੁ ਲਖਾਏ ॥
જયારે પરમાત્મા પોતે જ દર્શન દે છે તો ગુરુમુખ ઇરા, પિંગલા અને સુષુમ્ના નાડીઓ દ્વારા મેળવેલા જ્ઞાનને સમજે છે.. 

ਨਾਨਕ ਤਿਹੁ ਤੇ ਊਪਰਿ ਸਾਚਾ ਸਤਿਗੁਰ ਸਬਦਿ ਸਮਾਏ ॥੬੦॥
હે નાનક! સાચો પરમેશ્વર આ ત્રણેય નાડીઓથી સર્વોચ્ચ છે અને શબ્દ દ્વારા જ તેમાં લીન થઈ શકાય છે ॥૬૦॥ 

ਮਨ ਕਾ ਜੀਉ ਪਵਨੁ ਕਥੀਅਲੇ ਪਵਨੁ ਕਹਾ ਰਸੁ ਖਾਈ ॥
સિધ્ધોએ ફરી પૂછ્યું – મનનો જીવન પ્રાણ વાયુ કહેવાય છે પરંતુ આ પ્રાણ વાયુ ક્યાંથી આહાર પ્રાપ્ત કરે છે? 

ਗਿਆਨ ਕੀ ਮੁਦ੍ਰਾ ਕਵਨ ਅਉਧੂ ਸਿਧ ਕੀ ਕਵਨ ਕਮਾਈ ॥
જ્ઞાન પ્રાપ્ત કરવાની મુદ્રાઓ અર્થાત સાધન ક્યાં છે અને કઈ સાધના દ્વારા જીવ સિદ્ધ બની જાય છે?

error: Content is protected !!