ਜੇਹੀ ਸੇਵ ਕਰਾਈਐ ਕਰਣੀ ਭੀ ਸਾਈ ॥
પરંતુ જીવોના વશમાં પણ શું? પ્રભુએ જે કામમાં જીવોને લગાડવા છે જીવો પણ એ જ કામમાં લાગશે,
ਆਪਿ ਕਰੇ ਕਿਸੁ ਆਖੀਐ ਵੇਖੈ ਵਡਿਆਈ ॥੭॥
પરમાત્મા સ્વયં જ સૃષ્ટિની રચના કરીને સ્વયં જ એની સંભાળ લે છે એ એની પોતાની જ મહાનતા છે એના વગર બીજા કોઈ પાસે પ્રાર્થના કરી શકાતી નથી. ॥૭॥
ਗੁਰ ਕੀ ਸੇਵਾ ਸੋ ਕਰੇ ਜਿਸੁ ਆਪਿ ਕਰਾਏ ॥
ગુરુ દ્વારા કહેવાયેલી સેવા પણ એ જ કરે છે જેના પાસે પ્રભુ સ્વયં સેવા કરાવે છે નહીંતર માયાનો મોહ બહુ જ શક્તિશાળી હોય છે,
ਨਾਨਕ ਸਿਰੁ ਦੇ ਛੂਟੀਐ ਦਰਗਹ ਪਤਿ ਪਾਏ ॥੮॥੧੮॥
અહંકારનો ભાવ ગુમાવીને જ એને છુટકારો મળે છે જે મનુષ્ય પોતાનું માથું ગુરુને સોંપે છે એ પ્રભુના દરબારમાં આદર સન્માન પ્રાપ્ત કરે છે. ॥૮॥૧૮॥
ਆਸਾ ਮਹਲਾ ੧ ॥
આશા મહેલ ૧॥
ਰੂੜੋ ਠਾਕੁਰ ਮਾਹਰੋ ਰੂੜੀ ਗੁਰਬਾਣੀ ॥
હે ઠાકર તું સુંદર છે તું બુદ્ધિમાન છે ગુરુની સુંદર વાણીથી તારી પ્રાપ્તિ થઈ શકે છે,
ਵਡੈ ਭਾਗਿ ਸਤਿਗੁਰੁ ਮਿਲੈ ਪਾਈਐ ਪਦੁ ਨਿਰਬਾਣੀ ॥੧॥
સારા નસીબથી ગુરુ મળે છે અને ગુરુના મળવાથી વાસના વગરની આધ્યાત્મિક અવસ્થા મળે છે. ॥૧॥
ਮੈ ਓਲ੍ਹ੍ਹਗੀਆ ਓਲ੍ਹ੍ਹਗੀ ਹਮ ਛੋਰੂ ਥਾਰੇ ॥
હે પ્રભુ હું તારા સેવકોનો સેવક છું હું તારો નાનો સેવક છું,
ਜਿਉ ਤੂੰ ਰਾਖਹਿ ਤਿਉ ਰਹਾ ਮੁਖਿ ਨਾਮੁ ਹਮਾਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥
કૃપા કર હું એ જ રીતે જીવું જેવી તારી રજા હોઈ મારા મુખમાં તારું નામ દે. ॥૧॥ વિરામ ॥
ਦਰਸਨ ਕੀ ਪਿਆਸਾ ਘਣੀ ਭਾਣੈ ਮਨਿ ਭਾਈਐ ॥
પ્રભુની મરજીથી જ જીવની અંદર એના દર્શનની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થઈ જાય છે એની મરજી અનુસાર જ એ જીવના મનને પ્યારો લાગવા માંડે છે,
ਮੇਰੇ ਠਾਕੁਰ ਹਾਥਿ ਵਡਿਆਈਆ ਭਾਣੈ ਪਤਿ ਪਾਈਐ ॥੨॥
વ્હાલા ઠાકરના હાથમાં જ બધી મહાનતા છે એની રજા અનુસાર જ જીવને એના ઓટલા સન્માન મળે છે. ॥૨॥
ਸਾਚਉ ਦੂਰਿ ਨ ਜਾਣੀਐ ਅੰਤਰਿ ਹੈ ਸੋਈ ॥
હંમેશા સ્થિર રહેનાર પ્રભુને ક્યાંય દૂર બેસેલો ન સમજવો જોઈએ દરેક જીવોના અંદર એ સ્વયં વસેલો છે,
ਜਹ ਦੇਖਾ ਤਹ ਰਵਿ ਰਹੇ ਕਿਨਿ ਕੀਮਤਿ ਹੋਈ ॥੩॥
હું જ્યાં પણ જોઉં છું ત્યાં પ્રભુ વ્યાપક છે પણ કોઈપણ જીવ દ્વારા એનું મૂલ્ય આંકી શકાતું નથી. ॥૩॥
ਆਪਿ ਕਰੇ ਆਪੇ ਹਰੇ ਵੇਖੈ ਵਡਿਆਈ ॥
પ્રભુ સ્વયં ઉગારે છે અને સ્વયં જ ડુબાડે છે. પોતાની આ તાકાત સ્વયં જ જોઈ રહ્યા છે,
ਗੁਰਮੁਖਿ ਹੋਇ ਨਿਹਾਲੀਐ ਇਉ ਕੀਮਤਿ ਪਾਈ ॥੪॥
ગુરુની સન્મુખ રહીને જ એના દર્શન કરી શકાય છે અને આ રીતે જ એની કિંમત થઈ શકે છે કે એ દરેક જગ્યાએ હાજર છે. ॥૪॥
ਜੀਵਦਿਆ ਲਾਹਾ ਮਿਲੈ ਗੁਰ ਕਾਰ ਕਮਾਵੈ ॥
જે મનુષ્ય ગુરુએ કહેલા કર્મો કરે છે એને આ જ જીવનમાં પ્રભુનામનો લાભ મળી જાય છે,
ਪੂਰਬਿ ਹੋਵੈ ਲਿਖਿਆ ਤਾ ਸਤਿਗੁਰੁ ਪਾਵੈ ॥੫॥
પરંતુ ગુરુ પણ ત્યારે જ મળે છે જયારે પાછળના જન્મોના કરેલા સારા કર્મોના સંસ્કાર અંદર હાજર હોય. ॥૫॥
ਮਨਮੁਖ ਤੋਟਾ ਨਿਤ ਹੈ ਭਰਮਹਿ ਭਰਮਾਏ ॥
પોતાના મન પાછળ ચાલનાર મનુષ્યોમાં હંમેશા આધ્યાત્મિક ગુણોમાં ખામી થતી રહે છે માયાના ભટકાયેલા તેઓ હંમેશા ભટકતા રહે છે,
ਮਨਮੁਖੁ ਅੰਧੁ ਨ ਚੇਤਈ ਕਿਉ ਦਰਸਨੁ ਪਾਏ ॥੬॥
પોતાના મન પાછળ ચાલનાર મનુષ્ય માયામાં આંધળો થઈ જાય છે અને પ્રભુને યાદ નથી કરતો એને પ્રભુના દર્શન કેવી રીતે થાય? ॥૬॥
ਤਾ ਜਗਿ ਆਇਆ ਜਾਣੀਐ ਸਾਚੈ ਲਿਵ ਲਾਏ ॥
ત્યારે જ કોઈને જગતમાં જન્મેલા સમજો જયારે તે હંમેશા સ્થિર પ્રભુના ચરણોમાં પોતાનું ધ્યાન જોડે છે,
ਗੁਰ ਭੇਟੇ ਪਾਰਸੁ ਭਏ ਜੋਤੀ ਜੋਤਿ ਮਿਲਾਏ ॥੭॥
જે મનુષ્યને ગુરુ મળી જાય છે એ પારસ બની જાય છે એની જ્યોતિ પ્રભુની જ્યોતિ સાથે મળી જાય છે. ॥૭॥
ਅਹਿਨਿਸਿ ਰਹੈ ਨਿਰਾਲਮੋ ਕਾਰ ਧੁਰ ਕੀ ਕਰਣੀ ॥
જે જે મનુષ્ય ધુરીમાથી મળેલી યાદોના કર્મો કરે છે તે હંમેશા નિર્મળ અવસ્થામાં રહે છે.
ਨਾਨਕ ਨਾਮਿ ਸੰਤੋਖੀਆ ਰਾਤੇ ਹਰਿ ਚਰਣੀ ॥੮॥੧੯॥
હે નાનક પ્રભુનામમાં જોડાયેલા લોકો સંતોષવાળું જીવન ગુજારે છે અને એ પ્રભુના ચરણોમાં રંગાયેલા રહે છે. ॥૮॥૧9॥
ਆਸਾ ਮਹਲਾ ੧ ॥
આશા મહેલ ૧॥
ਕੇਤਾ ਆਖਣੁ ਆਖੀਐ ਤਾ ਕੇ ਅੰਤ ਨ ਜਾਣਾ ॥
પ્રભુ અનંત ગુણોનો માલિક છે એના ગુણોનું ગમે તેટલું વર્ણન કરીયે હું અંત જાણી શકું નહિ,
ਮੈ ਨਿਧਰਿਆ ਧਰ ਏਕ ਤੂੰ ਮੈ ਤਾਣੁ ਸਤਾਣਾ ॥੧॥
હે પ્રભુ મારી રોજ આ જ પ્રાર્થના છે કે નિરાશ્રીતોનો તું જ સહારો છે અને તું જ મુજ શક્તિ વગરની તાકાત છે. ॥૧॥
ਨਾਨਕ ਕੀ ਅਰਦਾਸਿ ਹੈ ਸਚ ਨਾਮਿ ਸੁਹੇਲਾ ॥
પ્રભુની હાજરીમાં નાનકની એ પ્રાર્થના છે હું સદા સ્થિર પ્રભુના નામમાં જોડાઈને સુખી રહુ,
ਆਪੁ ਗਇਆ ਸੋਝੀ ਪਈ ਗੁਰ ਸਬਦੀ ਮੇਲਾ ॥੧॥ ਰਹਾਉ ॥
જે મનુષ્ય પોતાની અંદરથી અહંકારના ભાવને ગુમાવે છે એને આ પ્રકારની પ્રાર્થના કરવાની સમજ પડે છે અને ગુરુના શબ્દો દ્વારા પ્રભુ સાથે એનો મેળાપ થઈ જાય છે. ॥૧॥ વિરામ ॥
ਹਉਮੈ ਗਰਬੁ ਗਵਾਈਐ ਪਾਈਐ ਵੀਚਾਰੁ ॥
હું મોટો હું મોટો આ અહંકાર જયારે અંદરથી દૂર કરી દઈએ ત્યારે પ્રભુના ઓટલા પર પ્રાર્થના કરવાની સમજ પડે છે
ਸਾਹਿਬ ਸਿਉ ਮਨੁ ਮਾਨਿਆ ਦੇ ਸਾਚੁ ਅਧਾਰੁ ॥੨॥
જયારે પ્રભુ સાથે જીવનું મન લાગી જાય છે ત્યારે એ પ્રભુ એને પોતાનું હંમેશા સ્થિર નામની જીવન માટે આસરો આપે છે. ॥૨॥
ਅਹਿਨਿਸਿ ਨਾਮਿ ਸੰਤੋਖੀਆ ਸੇਵਾ ਸਚੁ ਸਾਈ ॥
હંમેશા સ્થિર પ્રભુ એની જ સેવા સ્વીકારે છે જેની મહિમાથી જીવ રાત દિવસ પ્રભુ નામમાં જોડાઈને સંતોષી જીવન બનાવે છે,
ਤਾ ਕਉ ਬਿਘਨੁ ਨ ਲਾਗਈ ਚਾਲੈ ਹੁਕਮਿ ਰਜਾਈ ॥੩॥
જે મનુષ્ય ઈચ્છાઓના માલિક પ્રભુની આજ્ઞામાં ચાલે છે એને જીવનના સફરમાં માયા મોહ વગેરેની કોઈ મુશ્કેલી પડતી નથી. ॥૩॥
ਹੁਕਮਿ ਰਜਾਈ ਜੋ ਚਲੈ ਸੋ ਪਵੈ ਖਜਾਨੈ ॥
જે મનુષ્ય ઈચ્છાઓના માલિક પ્રભુની આજ્ઞામાં ચાલે છે એ સાચા સિક્કા બનીને પ્રભુના ખજાનામાં પડે છે,
ਖੋਟੇ ਠਵਰ ਨ ਪਾਇਨੀ ਰਲੇ ਜੂਠਾਨੈ ॥੪॥
ખોટા સિક્કાઓને ખોટા જીવનવાળાઓને પ્રભુના ખજાનામાં જગ્યા નથી મળતી એ ખોટાઓમાં મળેલા રહે છે. ॥૪॥
ਨਿਤ ਨਿਤ ਖਰਾ ਸਮਾਲੀਐ ਸਚੁ ਸਉਦਾ ਪਾਈਐ ॥
હે ભાઈ! હંમેશા એ પ્રભુને પોતાના દિલમાં સંભાળીને રાખો જેના પાર માયાના મોહની લેશમાત્ર ગંદકી નથી આ રીતે એ વેપાર ખરીદી લે છે જે હંમેશા માટે છે જે હંમેશા મળેલો રહે છે,
ਖੋਟੇ ਨਦਰਿ ਨ ਆਵਨੀ ਲੇ ਅਗਨਿ ਜਲਾਈਐ ॥੫॥
ખોટા સિક્કાઓ પ્રભુની નજરમાં ચડતા નથી ખોટા સિક્કાઓને એની ચડાવટ વગેરેની ગંદકી બાળવા માટે આગમાં નાખીને તપાવે છે. ॥૫॥
ਜਿਨੀ ਆਤਮੁ ਚੀਨਿਆ ਪਰਮਾਤਮੁ ਸੋਈ ॥
જે લોકોએ પોતાના આધ્યાત્મિક જીવનને પારખીને ઓળખ્યું છે એ જ પ્રભુને ઓળખી લે છે,
ਏਕੋ ਅੰਮ੍ਰਿਤ ਬਿਰਖੁ ਹੈ ਫਲੁ ਅੰਮ੍ਰਿਤੁ ਹੋਈ ॥੬॥
એ સમજી લે છે કે એક પ્રભુ જ આત્મિક જીવનરૂપી ફળ આપનારું વૃક્ષ છે એ પ્રભુરૂપી વૃક્ષનું ફળ હંમેશા અમૃતરૂપ છે. ॥૬॥
ਅੰਮ੍ਰਿਤ ਫਲੁ ਜਿਨੀ ਚਾਖਿਆ ਸਚਿ ਰਹੇ ਅਘਾਈ ॥
જે મનુષ્યએ આધ્યાત્મિક જીવન આપનારું નામરૂપી ફળ ચાખી લીધું છે એ હંમેશા સ્થિર પ્રભુના નામમાં જોડાઈને સ્વાદોથી સંતુષ્ટ રહે છે,
ਤਿੰਨਾ ਭਰਮੁ ਨ ਭੇਦੁ ਹੈ ਹਰਿ ਰਸਨ ਰਸਾਈ ॥੭॥
એને માયા વગેરેની કોઈ ભટકણ રહેતી નથી એની પ્રભુથી કોઈ દુરી રહેતી નથી એની જીભ પ્રભુનામના રસમાં રસેલી રહે છે. ॥૭॥
ਹੁਕਮਿ ਸੰਜੋਗੀ ਆਇਆ ਚਲੁ ਸਦਾ ਰਜਾਈ ॥
હે જીવ તું પ્રભુની આજ્ઞામાં પોતાના કરેલા કર્મોના સંજોગો અનુસાર દુનિયામાં આવ્યો છે હંમેશા એની રજા અનુસાર ચાલ અને નામરૂપી દાન માંગ એમાં જ તારી ભલાઈ છે,
ਅਉਗਣਿਆਰੇ ਕਉ ਗੁਣੁ ਨਾਨਕੈ ਸਚੁ ਮਿਲੈ ਵਡਾਈ ॥੮॥੨੦॥
મને ગુણ વગરના નાનકને હંમેશા સ્થિર પ્રભુના સ્મરણરૂપી ગુણ મળી જાય હું નાનક આ ભેટને સૌથી મોટી મહાનતા સમજુ છું. ॥૮॥૨0॥
ਆਸਾ ਮਹਲਾ ੧ ॥
આશા મહેલ ૧॥
ਮਨੁ ਰਾਤਉ ਹਰਿ ਨਾਇ ਸਚੁ ਵਖਾਣਿਆ ॥
જે મનુષ્યનું મન પ્રભુના નામના રંગમાં રંગાઈ જાય જે મનુષ્ય હંમેશા કાયમ રહેવાવાળા પ્રભુની મહિમા કરે એ પ્રભુને વહાલા લાગે છે,
ਲੋਕਾ ਦਾ ਕਿਆ ਜਾਇ ਜਾ ਤੁਧੁ ਭਾਣਿਆ ॥੧॥
અને હે પ્રભુ જયારે તારી સેવા ભક્તિના કારણે કોઈ ભાગ્યશાળી જીવ તને વહાલા લાગવા માંડે તો એમાં લોકોનું કંઈ બગડતું નથી કેમ કે તારી મહિમા કરવાવાળો તારા સર્જેલા મનુષ્યને દુઃખ દેનાર હોઈ જ ન શકે. ॥૧॥