Gujarati Page 457

ਚਮਤਕਾਰ ਪ੍ਰਗਾਸੁ ਦਹ ਦਿਸ ਏਕੁ ਤਹ ਦ੍ਰਿਸਟਾਇਆ
હે ભાઈ જે પરમાત્માના દર્શનની ઝલકનો પ્રકાશ દસેય દિશામાં થઈ રહ્યો છે તે પરમાત્માના ભક્ત-જનોના હૃદયમાં પ્રગટ થઈ જાય છે

ਨਾਨਕੁ ਪਇਅੰਪੈ ਚਰਣ ਜੰਪੈ ਭਗਤਿ ਵਛਲੁ ਹਰਿ ਬਿਰਦੁ ਆਪਿ ਬਨਾਇਆ ॥੪॥੩॥੬॥
નાનક વિનંતી કરે છે અને કહે છે કે પરમાત્મા પોતાની ભક્તિના કારણે પોતાના ભક્તોથી પ્રેમ કરવાવાળા છે પોતાનો આ મૂળ સ્વભાવ પોતે જ બનાવ્યો છે ॥૪॥૩॥૬॥

ਆਸਾ ਮਹਲਾ
આશા મહેલ ૫॥

ਥਿਰੁ ਸੰਤਨ ਸੋਹਾਗੁ ਮਰੈ ਜਾਵਏ
હે ભાઈ! પરમાત્માના સંત-જનોના સૌભાગ્ય હંમેશા કાયમ રહે છે કારણ કે તેના માથાના સાંઈ ન ક્યારેય મરે છે ન ક્યારેય એને છોડીને ક્યાંય જાય છે.

ਜਾ ਕੈ ਗ੍ਰਿਹਿ ਹਰਿ ਨਾਹੁ ਸੁ ਸਦ ਹੀ ਰਾਵਏ
હે ભાઈ! જે જીવ-સ્ત્રીના હૃદય ઘરમાં પ્રભુ-પતિ આવી વસે છે તે હંમેશા તેના મેળાપના આનંદને પ્રાપ્ત કરે છે.

ਅਵਿਨਾਸੀ ਅਵਿਗਤੁ ਸੋ ਪ੍ਰਭੁ ਸਦਾ ਨਵਤਨੁ ਨਿਰਮਲਾ
તે પરમાત્મા નાશ-રહિત છે, અદ્રશ્ય છે, હંમેશા નવા પ્રેમવાળો છે, પવિત્ર સ્વરૂપ છે.

ਨਹ ਦੂਰਿ ਸਦਾ ਹਦੂਰਿ ਠਾਕੁਰੁ ਦਹ ਦਿਸ ਪੂਰਨੁ ਸਦ ਸਦਾ
તે માલિક કોઈનાથી પણ દૂર નથી, હંમેશા દરેકની આજુબાજુ વસે છે દસેય દિશામાં તે હંમેશા જ હંમેશા વ્યાપક રહે છે.

ਪ੍ਰਾਨਪਤਿ ਗਤਿ ਮਤਿ ਜਾ ਤੇ ਪ੍ਰਿਅ ਪ੍ਰੀਤਿ ਪ੍ਰੀਤਮੁ ਭਾਵਏ
બધા જીવોની જીવાત્માના માલિક તે પરમાત્મા એવા છે જેનાથી જીવને ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થા મળે છે સારી બુદ્ધિ પ્રાપ્ત થાય છે જેમ જેમ તે પ્રેમ સાથે પ્રીતિ વધારે છે તેમ તેમ તે પ્રીતમ પ્રભુને વ્હાલો લાગે છે.

ਨਾਨਕੁ ਵਖਾਣੈ ਗੁਰ ਬਚਨਿ ਜਾਣੈ ਥਿਰੁ ਸੰਤਨ ਸੋਹਾਗੁ ਮਰੈ ਜਾਵਏ ॥੧॥
નાનક કહે છે, ગુરુના શબ્દની કૃપાથી તે પ્રભુ-પ્રીતમ સાથે ગાઢ સંધિ પડે છે પરમાત્માના સંતજનોના ભાગ્ય હંમેશા કાયમ રહે છે કારણ કે તેના પ્રભુ-પતિ ન ક્યારેય મરે છે ન ક્યારેય તેને છોડીને ક્યાંય જાય છે. ॥૧॥

ਜਾ ਕਉ ਰਾਮ ਭਤਾਰੁ ਤਾ ਕੈ ਅਨਦੁ ਘਣਾ
હે ભાઈ! જે જીવ- સ્ત્રીને પ્રભુ-પતિ મળી જાય છે તેના હ્રદયઘર માં ખુબ જ આનંદ બની રહે છે.

ਸੁਖਵੰਤੀ ਸਾ ਨਾਰਿ ਸੋਭਾ ਪੂਰਿ ਬਣਾ
તે સુખી જીવન વ્યતીત કરે છે, બધી જગ્યાએ તેની શોભા ઉપમા બની રહે છે.

ਮਾਣੁ ਮਹਤੁ ਕਲਿਆਣੁ ਹਰਿ ਜਸੁ ਸੰਗਿ ਸੁਰਜਨੁ ਸੋ ਪ੍ਰਭੂ
તે જીવ-સ્ત્રીને બધી જગ્યાએ આદર મળે છે, મહાનતા મળે છે સુખ મળે છે કારણ કે તેને પરમાત્માની મહિમા પ્રાપ્ત થયેલી રહે છે દૈવી ગુણોના માલિક-પ્રભુ તેની આજુબાજુ વસે છે.

ਸਰਬ ਸਿਧਿ ਨਵ ਨਿਧਿ ਤਿਤੁ ਗ੍ਰਿਹਿ ਨਹੀ ਊਨਾ ਸਭੁ ਕਛੂ
તે જીવ-સ્ત્રીના હૃદય ઘરમાં બધી ચમત્કારી શક્તિઓ બધા જ નવ ખજાના આવી વસે છે, તેને કોઈ ખામી રહેતી નથી, તેને બધું જ પ્રાપ્ત થઈ જાય છે.

ਮਧੁਰ ਬਾਨੀ ਪਿਰਹਿ ਮਾਨੀ ਥਿਰੁ ਸੋਹਾਗੁ ਤਾ ਕਾ ਬਣਾ
તે જીવ-સ્ત્રીની વાણી મીઠી થઈ જાય છે પ્રભુ-પતિએ તેને આદર-માન દઈને રાખ્યું હોય છે તેના સૌભાગ્ય હંમેશા માટે બની રહે છે.

ਨਾਨਕੁ ਵਖਾਣੈ ਗੁਰ ਬਚਨਿ ਜਾਣੈ ਜਾ ਕੋ ਰਾਮੁ ਭਤਾਰੁ ਤਾ ਕੈ ਅਨਦੁ ਘਣਾ ॥੨॥
નાનક કહે છે, જે જીવ-સ્ત્રી ગુરુના શબ્દને જાણે છે તે પ્રભુ-પતિને મળી જાય છે અને તેના હૃદય ઘરમાં હંમેશા આનંદ બની રહે છે. ॥૨॥

ਆਉ ਸਖੀ ਸੰਤ ਪਾਸਿ ਸੇਵਾ ਲਾਗੀਐ
હે સહેલી! એવો, ગુરુની પાસે જઈએ, ગુરુએ દેખાડેલી સેવામાં લાગવું જોઈએ.

ਪੀਸਉ ਚਰਣ ਪਖਾਰਿ ਆਪੁ ਤਿਆਗੀਐ
હે સખી! મારુ મન કરે છે હું ગુરુના રસોઈયાઓ માટે અનાજ દળું, હું ગુરુના ધોઉં અને અહંકારનો ત્યાગ કરું.

ਤਜਿ ਆਪੁ ਮਿਟੈ ਸੰਤਾਪੁ ਆਪੁ ਨਹ ਜਾਣਾਈਐ
હે સખી! ગુરુના ઓટલા પર જઈને અહંકારને ત્યાગી દેવો જોઈએ. હે સખી! ક્યારેય પણ પોતાનું અહમ દેખાડવું જોઈએ નહીં.

ਸਰਣਿ ਗਹੀਜੈ ਮਾਨਿ ਲੀਜੈ ਕਰੇ ਸੋ ਸੁਖੁ ਪਾਈਐ
ગુરુનો પાલવ પકડી લેવો જોઈએ. ગુરુ આદેશ કરે તે માની લેવો જોઈએ જે કંઈ ગુરુ કરે તેને સુખ માનીને લઈ લેવું જોઈએ.

ਕਰਿ ਦਾਸ ਦਾਸੀ ਤਜਿ ਉਦਾਸੀ ਕਰ ਜੋੜਿ ਦਿਨੁ ਰੈਣਿ ਜਾਗੀਐ
હે સખી! પોતાની જાતને તે ગુરુના દાસીની દાસી બનાવીને મનમાંથી ઉપરાપણું ત્યાગીને બે હાથ જોડીને દિવસ-રાત સેવામાં સાવધાન રહેવું જોઈએ.

ਨਾਨਕੁ ਵਖਾਣੈ ਗੁਰ ਬਚਨਿ ਜਾਣੈ ਆਉ ਸਖੀ ਸੰਤ ਪਾਸਿ ਸੇਵਾ ਲਾਗੀਐ ॥੩॥
નાનક કહે છે હે સખી! જીવ ગુરુના શબ્દ દ્વારા જ પરમાત્માથી ગાઢ સંધિ બનાવી શકે છે. તેથી હે સખી! આવ, ગુરુની પાસે જઈએ. ગુરુએ દેખાડેલી સેવામાં લાગી જવું જોઈએ. ॥૩॥

ਜਾ ਕੈ ਮਸਤਕਿ ਭਾਗ ਸਿ ਸੇਵਾ ਲਾਇਆ
હે ભાઈ! જેના માથા પર ભાગ્ય જાગી પડે છે તેને ગુરુ, પરમાત્માની સેવા-ભક્તિમાં જોડે છે.

ਤਾ ਕੀ ਪੂਰਨ ਆਸ ਜਿਨ੍ਹ੍ਹ ਸਾਧਸੰਗੁ ਪਾਇਆ
જેને ગુરુની સંગતિ પ્રાપ્ત થાય છે તેની બધી આશા પૂરી થઈ જાય છે.

ਸਾਧਸੰਗਿ ਹਰਿ ਕੈ ਰੰਗਿ ਗੋਬਿੰਦ ਸਿਮਰਣ ਲਾਗਿਆ
સાધુ-સંગતિની કૃપાથી પરમાત્માના પ્રેમમાં જોડાઈને તે પરમાત્માનું સ્મરણ કરવા લાગે છે.

ਭਰਮੁ ਮੋਹੁ ਵਿਕਾਰੁ ਦੂਜਾ ਸਗਲ ਤਿਨਹਿ ਤਿਆਗਿਆ
માયા માટે ભટકણ, દુનિયાનો મોહ, વિકાર મારુ-તારું આ બધા અવગુણ તે ત્યાગી દે છે.

ਮਨਿ ਸਾਂਤਿ ਸਹਜੁ ਸੁਭਾਉ ਵੂਠਾ ਅਨਦ ਮੰਗਲ ਗੁਣ ਗਾਇਆ
તેના મનમાં શાંતિ ઉત્પન્ન થઈ જાય છે, આધ્યાત્મિક સ્થિરતા આવી જાય છે, પ્રેમ ઉત્પન્ન થઈ જાય છે, તે પરમાત્માની મહિમાના ગીત ગાય છે અને આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત કરે છે.

ਨਾਨਕੁ ਵਖਾਣੈ ਗੁਰ ਬਚਨਿ ਜਾਣੈ ਜਾ ਕੈ ਮਸਤਕਿ ਭਾਗ ਸਿ ਸੇਵਾ ਲਾਇਆ ॥੪॥੪॥੭॥
નાનક કહે છે, મનુષ્ય, ગુરુના શબ્દની કૃપાથી પરમાત્માની સાથે ગાઢ સંધિ નાખી શકે છે જે લોકોના માથા પર ભાગ્ય જાગી પડે છે ગુરુ તેને પરમાત્માની સેવા ભક્તિમાં જોડે છે. ॥૪॥૪॥૭॥

ਆਸਾ ਮਹਲਾ
આશા મહેલ ૫॥

ਸਲੋਕੁ
શ્લોક॥

ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਜਪੰਤਿਆ ਕਛੁ ਕਹੈ ਜਮਕਾਲੁ
હે ભાઈ! પરમાત્માના નામનું સ્મરણ કરતા મૃત્યુનો ડર સ્પર્શી શકતો નથી આધ્યાત્મિક મૃત્યુ નજીક આવી શકતી નથી.

ਨਾਨਕ ਮਨੁ ਤਨੁ ਸੁਖੀ ਹੋਇ ਅੰਤੇ ਮਿਲੈ ਗੋਪਾਲੁ ॥੧॥
હે નાનક! નામ જપવાની કૃપાથી મન સુખી રહે છે હૃદય સુખી થઈ જાય છે અને અંતે પરમાત્મા પણ મળી જાય છે. ॥૧॥

ਛੰਤ
છંદ॥

ਮਿਲਉ ਸੰਤਨ ਕੈ ਸੰਗਿ ਮੋਹਿ ਉਧਾਰਿ ਲੇਹੁ
હે હરિ! મને વિકારોથી બચાવી રાખ કૃપા કર હું તારા સંત-જનોની સંગતિમાં ટકેલો રહું

ਬਿਨਉ ਕਰਉ ਕਰ ਜੋੜਿ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਦੇਹੁ
હું બે હાથ જોડીને તારા ઓટલા પર વિનંતી કરું છું મને પોતાના નામનું દાન આપ

ਹਰਿ ਨਾਮੁ ਮਾਗਉ ਚਰਣ ਲਾਗਉ ਮਾਨੁ ਤਿਆਗਉ ਤੁਮ੍ਹ੍ਹ ਦਇਆ
હે હરિ! હું તારાથી તારું નામ માંગુ છું જો તું કૃપા કર તો હું તારા ચરણે લાગેલો રહું અને પોતાની અંદરથી અહંકાર ત્યાગી દઉં.

ਕਤਹੂੰ ਧਾਵਉ ਸਰਣਿ ਪਾਵਉ ਕਰੁਣਾ ਮੈ ਪ੍ਰਭ ਕਰਿ ਮਇਆ
હે કરુણામય પ્રભુ! મારા પર કૃપા કર હું તારી શરણે પડેલો રહું અને ટેરો આશરો છોડીને બીજી કોઈ તરફ ના દોડું.

ਸਮਰਥ ਅਗਥ ਅਪਾਰ ਨਿਰਮਲ ਸੁਣਹੁ ਸੁਆਮੀ ਬਿਨਉ ਏਹੁ
હે બધી શક્તિઓના માલિક! હે અકથ! હે અનંત! હે પવિત્ર સ્વરૂપ સ્વામી! મારી આ વિનંતી સાંભળ.

ਕਰ ਜੋੜਿ ਨਾਨਕ ਦਾਨੁ ਮਾਗੈ ਜਨਮ ਮਰਣ ਨਿਵਾਰਿ ਲੇਹੁ ॥੧॥
તારો દાસ નાનક તારી પાસેથી આ દાન માંગે છે કે મારુ જન્મ-મરણનું ચક્ર સમાપ્ત કરી દે. ॥૧॥

error: Content is protected !!