GUJARATI PAGE 1002

ਗੁਰਿ ਮੰਤ੍ਰੁ ਅਵਖਧੁ ਨਾਮੁ ਦੀਨਾ ਜਨ ਨਾਨਕ ਸੰਕਟ ਜੋਨਿ ਨ ਪਾਇ ॥੫॥੨॥
હે નાનક! ગુરુએ જેને નામ-મંત્ર રૂપી ઔષધિ પ્રદાન કરી છે તે ગર્ભ-યોનિના સંકટથી છૂટી ગયો છે  ॥૫॥૨॥

ਰੇ ਨਰ ਇਨ ਬਿਧਿ ਪਾਰਿ ਪਰਾਇ ॥
હે મનુષ્ય! આ વિધિથી મુક્તિ સંભવ છે

ਧਿਆਇ ਹਰਿ ਜੀਉ ਹੋਇ ਮਿਰਤਕੁ ਤਿਆਗਿ ਦੂਜਾ ਭਾਉ ॥ ਰਹਾਉ ਦੂਜਾ ॥੨॥੧੧॥
દ્વૈતભાવને ત્યાગીને અને જીવિત જ અહમને મારીને પરમાત્માનું ધ્યાન કરો  ॥૨॥૧૧॥

ਮਾਰੂ ਮਹਲਾ ੫ ॥
મારુ મહેલ ૫॥

ਬਾਹਰਿ ਢੂਢਨ ਤੇ ਛੂਟਿ ਪਰੇ ਗੁਰਿ ਘਰ ਹੀ ਮਾਹਿ ਦਿਖਾਇਆ ਥਾ ॥
ગુરુએ હૃદય-ઘરમાં જ પરમ-સત્યના દર્શન કરાવી દીધા  જેનાથી પ્રભુને બહાર શોધવાથી છૂટી ગયો

ਅਨਭਉ ਅਚਰਜ ਰੂਪੁ ਪ੍ਰਭ ਪੇਖਿਆ ਮੇਰਾ ਮਨੁ ਛੋਡਿ ਨ ਕਤਹੂ ਜਾਇਆ ਥਾ ॥੧॥
મેં પરમાત્માનું અદભુત રૂપ જોઈ લીધું છે તેથી તેને છોડીને મારુ મન અહીં-તહીં જતું નથી  ॥૧॥

ਮਾਨਕੁ ਪਾਇਓ ਰੇ ਪਾਇਓ ਹਰਿ ਪੂਰਾ ਪਾਇਆ ਥਾ ॥
મેં સંપૂર્ણ પરમાત્મા રૂપી માણેકને મેળવી લીધો છે

ਮੋਲਿ ਅਮੋਲੁ ਨ ਪਾਇਆ ਜਾਈ ਕਰਿ ਕਿਰਪਾ ਗੁਰੂ ਦਿਵਾਇਆ ਥਾ ॥੧॥ ਰਹਾਉ ॥
ગુરુની કૃપાથી પરમાત્મા રૂપી માણેકની પ્રાપ્તિ થઈ શકી છે જે ખુબ અમૂલ્ય છે અને જેને કોઈ પણ કિંમત પર મેળવી શકાતું નથી  ॥૧॥વિરામ॥

ਅਦਿਸਟੁ ਅਗੋਚਰੁ ਪਾਰਬ੍ਰਹਮੁ ਮਿਲਿ ਸਾਧੂ ਅਕਥੁ ਕਥਾਇਆ ਥਾ ॥
સાધુઓની સંગતમાં મળીને અદ્રશ્ય, અગોચર અકથનીય પરબ્રહ્મનું સ્તુતિગાન કર્યું છે

ਅਨਹਦ ਸਬਦੁ ਦਸਮ ਦੁਆਰਿ ਵਜਿਓ ਤਹ ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਚੁਆਇਆ ਥਾ ॥੨॥
જ્યારે અનાહત શબ્દ દસમા દ્વારે ગુંજવા લાગ્યું તો નામામૃત રસમાં ટપકવા લાગ્યું.॥૨॥

ਤੋਟਿ ਨਾਹੀ ਮਨਿ ਤ੍ਰਿਸਨਾ ਬੂਝੀ ਅਖੁਟ ਭੰਡਾਰ ਸਮਾਇਆ ਥਾ ॥
મનમાં અક્ષય ભંડાર સમાઈ ગયું છે જેનાથી તૃષ્ણા ઠરી ગઈ છે અને કોઈ પદાર્થની કોઈ ખામી નથી

ਚਰਣ ਚਰਣ ਚਰਣ ਗੁਰ ਸੇਵੇ ਅਘੜੁ ਘੜਿਓ ਰਸੁ ਪਾਇਆ ਥਾ ॥੩॥
ગુરુ-ચરણોની સેવા કરવાથી અશિષ્ટ મન શિષ્ટ થઈ ગયું છે જેનાથી નામ અમૃત રસ પ્રાપ્ત થઈ ગયો છે ॥૩॥

ਸਹਜੇ ਆਵਾ ਸਹਜੇ ਜਾਵਾ ਸਹਜੇ ਮਨੁ ਖੇਲਾਇਆ ਥਾ ॥
હું સહજ જ આવતો તેમજ જતો રહું છું અને સહજ જ મન આનંદ કરતું રહે છે

ਕਹੁ ਨਾਨਕ ਭਰਮੁ ਗੁਰਿ ਖੋਇਆ ਤਾ ਹਰਿ ਮਹਲੀ ਮਹਲੁ ਪਾਇਆ ਥਾ ॥੪॥੩॥੧੨॥
હે નાનક! જ્યારે ગુરુએ ભ્રમ દૂર કર્યો તો પ્રભુ ચરણોમાં સ્થાન મેળવી લીધું ॥૪॥૩॥૧૨॥

ਮਾਰੂ ਮਹਲਾ ੫ ॥
મારુ મહેલ ૫॥

ਜਿਸਹਿ ਸਾਜਿ ਨਿਵਾਜਿਆ ਤਿਸਹਿ ਸਿਉ ਰੁਚ ਨਾਹਿ ॥
જે પરમાત્માએ તને ઉત્પન્ન કરીને ગૌરવ પ્રદાન કર્યું છે તેનાથી તારી કોઈ રુચિ નથી

ਆਨ ਰੂਤੀ ਆਨ ਬੋਈਐ ਫਲੁ ਨ ਫੂਲੈ ਤਾਹਿ ॥੧॥
જો અન્ય ઋતુમાં બીજા બી વાવવામાં આવે તો તેને કોઈ ફળ-ફૂલ લાગતું નથી  ॥૧॥

ਰੇ ਮਨ ਵਤ੍ਰ ਬੀਜਣ ਨਾਉ ॥
હે મન! આ મનુષ્ય-જીવન નામ રૂપી બી વાવવાનો સારો અવસર છે

ਬੋਇ ਖੇਤੀ ਲਾਇ ਮਨੂਆ ਭਲੋ ਸਮਉ ਸੁਆਉ ॥੧॥ ਰਹਾਉ ॥
મન લગાવીને હૃદય રૂપી ખેતરમાં નામ વાવવાનો આ શુભ સમયનો લાભ પ્રાપ્ત કરી લે   ॥૧॥વિરામ॥

ਖੋਇ ਖਹੜਾ ਭਰਮੁ ਮਨ ਕਾ ਸਤਿਗੁਰ ਸਰਣੀ ਜਾਇ ॥
મનનો ભ્રમ અને જીદ છોડીને ગુરુ શરણમાં જાઓ

ਕਰਮੁ ਜਿਸ ਕਉ ਧੁਰਹੁ ਲਿਖਿਆ ਸੋਈ ਕਾਰ ਕਮਾਇ ॥੨॥
જેના નસીબમાં વિધાતા એ લખ્યું હોય છે તે તે જ કાર્ય કરે છે  ॥૨॥

ਭਾਉ ਲਾਗਾ ਗੋਬਿਦ ਸਿਉ ਘਾਲ ਪਾਈ ਥਾਇ ॥
ગોવિંદથી એવો અતૂટ પ્રેમ લાગ્યો છે કે સેવા ભક્તિ સફળ થઈ ગઈ છે

ਖੇਤਿ ਮੇਰੈ ਜੰਮਿਆ ਨਿਖੁਟਿ ਨ ਕਬਹੂ ਜਾਇ ॥੩॥
મારા હૃદય રૂપી ખેતરમાં અક્ષુક્ષ્ણ નામ રૂપી પાક તૈયાર થઈ ગયો છે  ॥૩॥

ਪਾਇਆ ਅਮੋਲੁ ਪਦਾਰਥੋ ਛੋਡਿ ਨ ਕਤਹੂ ਜਾਇ ॥
હવે મને સત્ય રૂપી અમૂલ્ય પદાર્થની પ્રાપ્તિ થઈ છે જેને હું છોડીને ક્યાંય જતો નથી

ਕਹੁ ਨਾਨਕ ਸੁਖੁ ਪਾਇਆ ਤ੍ਰਿਪਤਿ ਰਹੇ ਆਘਾਇ ॥੪॥੪॥੧੩॥
હે નાનક! મને સુખ ઉપલબ્ધ થઈ ગયું છે જેનાથી હું સંતુષ્ટ તેમજ તૃપ્ત રહું છું॥૪॥૪॥૧૩॥

ਮਾਰੂ ਮਹਲਾ ੫ ॥
મારુ મહેલ ૫॥

ਫੂਟੋ ਆਂਡਾ ਭਰਮ ਕਾ ਮਨਹਿ ਭਇਓ ਪਰਗਾਸੁ ॥
ભ્રમનું ઈંડું ફૂટી ગયું છે તેમજ મારા મનમાં સત્યનો પ્રકાશ થઈ ગયો છે

ਕਾਟੀ ਬੇਰੀ ਪਗਹ ਤੇ ਗੁਰਿ ਕੀਨੀ ਬੰਦਿ ਖਲਾਸੁ ॥੧॥
પગમાં પડેલી બંધનોની બેડી કાપીને ગુરુએ માયા ની કેદથી મુક્તિ કરી દીધી છે  ॥૧॥

ਆਵਣ ਜਾਣੁ ਰਹਿਓ ॥
મારુ જન્મ-મરણનું ચક્ર મટી ગયું છે

ਤਪਤ ਕੜਾਹਾ ਬੁਝਿ ਗਇਆ ਗੁਰਿ ਸੀਤਲ ਨਾਮੁ ਦੀਓ ॥੧॥ ਰਹਾਉ ॥
જ્યારે ગુરુએ શાંતિ ઉત્પન્ન કરનાર હરિ-નામ પ્રદાન કર્યું તો મનમાં તૃષ્ણા અગ્નિની સળગતી કઢાઈ ઠરી ગઈ છે ॥૧॥વિરામ॥

ਜਬ ਤੇ ਸਾਧੂ ਸੰਗੁ ਭਇਆ ਤਉ ਛੋਡਿ ਗਏ ਨਿਗਹਾਰ ॥
જ્યારથી સાધુઓનો સંગ મળ્યો છે ત્યારથી તારા પર મારા પર નજર રાખવાવાળા યમદૂત મારો સાથ છોડી ગયા છે

ਜਿਸ ਕੀ ਅਟਕ ਤਿਸ ਤੇ ਛੁਟੀ ਤਉ ਕਹਾ ਕਰੈ ਕੋਟਵਾਰ ॥੨॥
જેને બંધનમાં નાખ્યો હતો જ્યારે તેનાથી જ છૂટી ગયો તો કોટવાલ યમરાજ મારું શું બગાડી શકે છે  ॥૨॥

ਚੂਕਾ ਭਾਰਾ ਕਰਮ ਕਾ ਹੋਏ ਨਿਹਕਰਮਾ ॥
મારા પાપ-કર્મનો ભાર માથા પરથી ઉતરી ગયો છે અને નિષ્કર્મ થઈ ગયો છે

ਸਾਗਰ ਤੇ ਕੰਢੈ ਚੜੇ ਗੁਰਿ ਕੀਨੇ ਧਰਮਾ ॥੩॥
ગુરુએ મારા પર ખુબ ઉપકાર કર્યો છે જેના કારણે હું સંસાર સમુદ્રથી નીકળી કિનારે પહોંચી ગયો છું  ॥૩॥

ਸਚੁ ਥਾਨੁ ਸਚੁ ਬੈਠਕਾ ਸਚੁ ਸੁਆਉ ਬਣਾਇਆ ॥
હવે સત્સંગ રૂપી સાચું સ્થાન મળી ગયું છે સાચું સ્થાન જ ઉઠવા-બેસવા-રહેવાનું ઠેકાણું છે અને સત્ય જ મારો જીવન-ઉદ્દેશ બની ગયો છે

ਸਚੁ ਪੂੰਜੀ ਸਚੁ ਵਖਰੋ ਨਾਨਕ ਘਰਿ ਪਾਇਆ ॥੪॥੫॥੧੪॥
હે નાનક! સત્ય જ મારી પુંજી તેમજ વ્યાપારનો સોદો છે જેને હૃદય-ઘરમાં જ મેળવી લીધું છે  ॥૪॥૫॥૧૪॥

ਮਾਰੂ ਮਹਲਾ ੫ ॥
મારુ મહેલ ૫ ॥

error: Content is protected !!