GUJARATI PAGE 1137

ਖਟੁ ਸਾਸਤ੍ਰ ਮੂਰਖੈ ਸੁਨਾਇਆ ॥
મુર્ખને છ શાસ્ત્ર સંભળાવવા એમ નિરર્થક છે,

ਜੈਸੇ ਦਹ ਦਿਸ ਪਵਨੁ ਝੁਲਾਇਆ ॥੩॥
જેમ દસેય દિશાઓમાં વાયુ પ્રસરી જાય છે ॥૩॥

ਬਿਨੁ ਕਣ ਖਲਹਾਨੁ ਜੈਸੇ ਗਾਹਨ ਪਾਇਆ ॥
જે રીતે દાણા વગર કોઠારના મારવાથી કંઈ પણ મળતું નથી,

ਤਿਉ ਸਾਕਤ ਤੇ ਕੋ ਨ ਬਰਾਸਾਇਆ ॥੪॥
તેમ જ માયાવી મનુષ્યથી કોઈને ફાયદો થતો નથી ॥૪॥

ਤਿਤ ਹੀ ਲਾਗਾ ਜਿਤੁ ਕੋ ਲਾਇਆ ॥
જ્યાં શુભાશુભ કર્મ તરફ તેને જીવને લગાવેલ છે, તે ત્યાં જ લાગેલ છે,

ਕਹੁ ਨਾਨਕ ਪ੍ਰਭਿ ਬਣਤ ਬਣਾਇਆ ॥੫॥੫॥
નાનકનો મત છે કે પ્રભુએ એવું વિધાન બનાવેલ છે ॥૫॥૫॥

ਭੈਰਉ ਮਹਲਾ ੫ ॥
ભૈરઉ મહેલ ૫॥

ਜੀਉ ਪ੍ਰਾਣ ਜਿਨਿ ਰਚਿਓ ਸਰੀਰ ॥
આત્મા-પ્રાણ દઈને જેને શરીર બનાવ્યું છે,

ਜਿਨਹਿ ਉਪਾਏ ਤਿਸ ਕਉ ਪੀਰ ॥੧॥
જેને ઉત્પન્ન કર્યા છે, તેને જ આપણી ચિંતા છે ॥૧॥

ਗੁਰੁ ਗੋਬਿੰਦੁ ਜੀਅ ਕੈ ਕਾਮ ॥ ਹਲਤਿ ਪਲਤਿ ਜਾ ਕੀ ਸਦ ਛਾਮ ॥੧॥ ਰਹਾਉ ॥
ગુરુ- પરમાત્મા જ જીવને કામ આવનાર છે અને લોક-પરલોકમાં હંમેશા તેનો જ આશરો છે ॥૧॥વિરામ॥

ਪ੍ਰਭੁ ਆਰਾਧਨ ਨਿਰਮਲ ਰੀਤਿ ॥
પ્રભુની પ્રાર્થના જ નિર્મળ જીવન-આચરણ છે,

ਸਾਧਸੰਗਿ ਬਿਨਸੀ ਬਿਪਰੀਤਿ ॥੨॥
સાધુ પુરુષોની સંગતમાં અસત્ય બુદ્ધિ નાશ થઈ જાય છે ॥૨॥

ਮੀਤ ਹੀਤ ਧਨੁ ਨਹ ਪਾਰਣਾ ॥ ਧੰਨਿ ਧੰਨਿ ਮੇਰੇ ਨਾਰਾਇਣਾ ॥੩॥
મિત્ર-શુભચિંતક અથવા ધન-સંપત્તિ કોઈ સાથ દેતું નથી પરંતુ અંત સુધી સાથ દેનાર મારો પરમાત્મા ધન્ય તેમજ મહાન છે ॥૩॥

ਨਾਨਕੁ ਬੋਲੈ ਅੰਮ੍ਰਿਤ ਬਾਣੀ ॥
નાનક તો અમૃતવાણી જ બોલે છે અને

ਏਕ ਬਿਨਾ ਦੂਜਾ ਨਹੀ ਜਾਣੀ ॥੪॥੬॥
એક પ્રભુ સિવાય બીજાને માનતો નથી ॥૪॥૬॥

ਭੈਰਉ ਮਹਲਾ ੫॥
ભૈરઉ મહેલ ૫॥

ਆਗੈ ਦਯੁ ਪਾਛੈ ਨਾਰਾਇਣ ॥
આગળ-પાછળ નારાયણ-સ્વરૂપ પરમાત્મા જ છે અને

ਮਧਿ ਭਾਗਿ ਹਰਿ ਪ੍ਰੇਮ ਰਸਾਇਣ ॥੧॥
મધ્ય ભાગમાં પણ તેનો પ્રેમ રસ છે ॥૧॥

ਪ੍ਰਭੂ ਹਮਾਰੈ ਸਾਸਤ੍ਰ ਸਉਣ ॥
પ્રભુ જ અમારા શાસ્ત્ર અથવા શગુન છે,

ਸੂਖ ਸਹਜ ਆਨੰਦ ਗ੍ਰਿਹ ਭਉਣ ॥੧॥ ਰਹਾਉ ॥
તે જ સરળ સુખ, આનંદ દેનાર ઘર છે ॥૧॥વિરામ॥

ਰਸਨਾ ਨਾਮੁ ਕਰਨ ਸੁਣਿ ਜੀਵੇ ॥
જીભ હરિનામ જપીને તેમજ કાન તેનો યશ સાંભળીને જીવન મેળવી રહ્યો છે,

ਪ੍ਰਭੁ ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਅਮਰ ਥਿਰੁ ਥੀਵੇ ॥੨॥
પ્રભુનું સ્મરણ કરી અમે નિશ્ચય થઈ ગયા છીએ ॥૨॥

ਜਨਮ ਜਨਮ ਕੇ ਦੂਖ ਨਿਵਾਰੇ ॥
પ્રભુએ જન્મ-જન્માંતરના દુઃખોનું નિવારણ કરી દીધું છે,

ਅਨਹਦ ਸਬਦ ਵਜੇ ਦਰਬਾਰੇ ॥੩॥
તેના દરબારમાં અનાહત શબ્દ ગુંજતા રહે છે ॥૩॥

ਕਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰਭਿ ਲੀਏ ਮਿਲਾਏ ॥ ਨਾਨਕ ਪ੍ਰਭ ਸਰਣਾਗਤਿ ਆਏ ॥੪॥੭॥
તેણે કૃપા કરીને અમને સાથ મળાવી લીધા છે હે નાનક, જ્યારે અમે પ્રભુની શરણમાં આવ્યા ॥૪॥૭॥

ਭੈਰਉ ਮਹਲਾ ੫ ॥
ભૈરઉ મહેલ ૫॥

ਕੋਟਿ ਮਨੋਰਥ ਆਵਹਿ ਹਾਥ ॥
કરોડો ઈચ્છા પૂર્ણ થઈ જાય છે,

ਜਮ ਮਾਰਗ ਕੈ ਸੰਗੀ ਪਾਂਥ ॥੧॥
મૃત્યુના રસ્તા પર પણ હરિનામ જ સાથ દે છે ॥૧॥

ਗੰਗਾ ਜਲੁ ਗੁਰ ਗੋਬਿੰਦ ਨਾਮ ॥
પરમાત્માનું નામ ગંગા-જળ છે,

ਜੋ ਸਿਮਰੈ ਤਿਸ ਕੀ ਗਤਿ ਹੋਵੈ ਪੀਵਤ ਬਹੁੜਿ ਨ ਜੋਨਿ ਭ੍ਰਮਾਮ ॥੧॥ ਰਹਾਉ ॥
જે સ્મરણ કરે છે, તેની મુક્તિ થઈ જાય છે અને આને પીવાથી ફરી યોની ચક્રમાં આવવું પડતું નથી ॥૧॥વિરામ॥

ਪੂਜਾ ਜਾਪ ਤਾਪ ਇਸਨਾਨ ॥
પૂજા-પાઠ, જાપ-તપસ્યા, તીર્થ-સ્નાન વગેરે

ਸਿਮਰਤ ਨਾਮ ਭਏ ਨਿਹਕਾਮ ॥੨॥
નામ-સ્મરણ સન્મુખ નિષ્ફ્ળ સિદ્ધ થાય છે ॥૨॥

ਰਾਜ ਮਾਲ ਸਾਦਨ ਦਰਬਾਰ ॥ ਸਿਮਰਤ ਨਾਮ ਪੂਰਨ ਆਚਾਰ ॥੩॥
રાજ, માલ, મહેલ તેમજ કુટુંબનો કોઈ લાભ નથી, નામ-સ્મરણ જ પૂર્ણ આચરણ છે ॥૩॥

ਨਾਨਕ ਦਾਸ ਇਹੁ ਕੀਆ ਬੀਚਾਰੁ ॥
દાસ નાનકે આ જ વિચાર કર્યો છે કે

ਬਿਨੁ ਹਰਿ ਨਾਮ ਮਿਥਿਆ ਸਭ ਛਾਰੁ ॥੪॥੮॥
હરિનામ સ્મરણ સિવાય બધું અસત્ય તેમજ ધૂળ માત્ર છે ॥૪॥૮॥

ਭੈਰਉ ਮਹਲਾ ੫ ॥
ભૈરઉ મહેલ ૫॥

ਲੇਪੁ ਨ ਲਾਗੋ ਤਿਲ ਕਾ ਮੂਲਿ ॥
ઝેરની થોડી માત્ર પણ અસર થતી નથી,

ਦੁਸਟੁ ਬ੍ਰਾਹਮਣੁ ਮੂਆ ਹੋਇ ਕੈ ਸੂਲ ॥੧॥
પરંતુ ઝેર દેનાર દુષ્ટ બ્રાહ્મણ પેટના દુખાવાને કારણે મૃત્યુને પ્રાપ્ત થઈ ગયો ॥૧॥

ਹਰਿ ਜਨ ਰਾਖੇ ਪਾਰਬ੍ਰਹਮਿ ਆਪਿ ॥
પરબ્રહ્મે પોતે જ દાસને બચાવ્યો છે અને

ਪਾਪੀ ਮੂਆ ਗੁਰ ਪਰਤਾਪਿ ॥੧॥ ਰਹਾਉ ॥
ગુરૂના પ્રતાપથી તે પાપી મૃત્યુની ઊંઘ સુઈ ગયો ॥૧॥વિરામ॥

ਅਪਣਾ ਖਸਮੁ ਜਨਿ ਆਪਿ ਧਿਆਇਆ ॥
દાસે પોતાના માલિકનું જ ધ્યાન કર્યું છે અને

ਇਆਣਾ ਪਾਪੀ ਓਹੁ ਆਪਿ ਪਚਾਇਆ ॥੨॥
તે પાપી મૂર્ખ બ્રાહ્મણ પોતે જ દુઃખી થઈને મર્યો છે ॥૨॥

ਪ੍ਰਭ ਮਾਤ ਪਿਤਾ ਅਪਣੇ ਦਾਸ ਕਾ ਰਖਵਾਲਾ ॥
પ્રભુ અમારો માતા-પિતા છે, તે જ પોતાના દાસની રક્ષા કરનાર છે અને

ਨਿੰਦਕ ਕਾ ਮਾਥਾ ਈਹਾਂ ਊਹਾ ਕਾਲਾ ॥੩॥
નિંદકનું અહીં લોક ત્યાં પરલોક મુખ કાળું થઈ ગયું છે ॥૩॥

ਜਨ ਨਾਨਕ ਕੀ ਪਰਮੇਸਰਿ ਸੁਣੀ ਅਰਦਾਸਿ ॥
નાનકનું કહેવું છે કે જ્યારે પરમાત્માએ પોતાના દાસની પ્રાર્થના સાંભળી તો

ਮਲੇਛੁ ਪਾਪੀ ਪਚਿਆ ਭਇਆ ਨਿਰਾਸੁ ॥੪॥੯॥
ખરાબ નિયતવાળો પાપી હતાશ થઈ ગયો ॥૪॥૯॥

ਭੈਰਉ ਮਹਲਾ ੫ ॥
ભૈરઉ મહેલ ૫॥

ਖੂਬੁ ਖੂਬੁ ਖੂਬੁ ਖੂਬੁ ਖੂਬੁ ਤੇਰੋ ਨਾਮੁ ॥
હે પ્રભુ! વાહ વાહ!! તારું નામ કેટલું સારું છે,

ਝੂਠੁ ਝੂਠੁ ਝੂਠੁ ਝੂਠੁ ਦੁਨੀ ਗੁਮਾਨੁ ॥੧॥ ਰਹਾਉ ॥
આ દુનિયાનો ઘમંડ તો અસત્ય જ છે ॥૧॥વિરામ॥

ਨਗਜ ਤੇਰੇ ਬੰਦੇ ਦੀਦਾਰੁ ਅਪਾਰੁ ॥
તારો સેવક ખુબ સારો છે અને તારા દર્શન પણ અપાર છે.

error: Content is protected !!