GUJARATI PAGE 1249

ਨਾਨਕ ਗੁਰ ਸਰਣਾਈ ਉਬਰੇ ਹਰਿ ਗੁਰ ਰਖਵਾਲਿਆ ॥੩੦॥
હે નાનક! ગુરુ પરમાત્મા રક્ષક છે અને ગુરુની શરણમાં આવવાથી બંધનોથી મુક્તિ થઈ જાય છે ॥૩૦॥

ਸਲੋਕ ਮਃ ੩ ॥
શ્લોક મહેલ ૩॥

ਪੜਿ ਪੜਿ ਪੰਡਿਤ ਵਾਦੁ ਵਖਾਣਦੇ ਮਾਇਆ ਮੋਹ ਸੁਆਇ ॥
ગ્રંથો-શાસ્ત્રોને વાંચી વાંચીને પંડિત તર્ક-વિતર્ક કરે છે અને મોહ-માયામાં પડી રહે છે

ਦੂਜੈ ਭਾਇ ਨਾਮੁ ਵਿਸਾਰਿਆ ਮਨ ਮੂਰਖ ਮਿਲੈ ਸਜਾਇ ॥
તે દ્વૈતભાવમાં લીન થઈને પ્રભુને ભુલાવી દે છે અને આવા મૂર્ખ દંડ પ્રાપ્ત કરે છે

ਜਿਨੑਿ ਕੀਤੇ ਤਿਸੈ ਨ ਸੇਵਨੑੀ ਦੇਦਾ ਰਿਜਕੁ ਸਮਾਇ ॥
જેણે ઉત્પન્ન કર્યા છે રોજી-રોટી આપીને નિર્વાહ કરે છે તેની સેવા કરતા નથી

ਜਮ ਕਾ ਫਾਹਾ ਗਲਹੁ ਨ ਕਟੀਐ ਫਿਰਿ ਫਿਰਿ ਆਵਹਿ ਜਾਇ ॥
તેનો મૃત્યુનો ફંદો ગળાથી હટતો નથી અને વારંવાર જન્મતા મરતા રહે છે

ਜਿਨ ਕਉ ਪੂਰਬਿ ਲਿਖਿਆ ਸਤਿਗੁਰੁ ਮਿਲਿਆ ਤਿਨ ਆਇ ॥
સાચા ગુરુ તેને જ મળે છે જેના ભાગ્યમાં પહેલાથી જ લખેલું હોય છે

ਅਨਦਿਨੁ ਨਾਮੁ ਧਿਆਇਦੇ ਨਾਨਕ ਸਚਿ ਸਮਾਇ ॥੧॥
હે નાનક! તે દરરોજ હરોનામનું ધ્યાન કરે છે અને પરમ સત્યમાં સમાય જાય છે ॥૧॥

ਮਃ ੩ ॥
મહેલ ૩॥

ਸਚੁ ਵਣਜਹਿ ਸਚੁ ਸੇਵਦੇ ਜਿ ਗੁਰਮੁਖਿ ਪੈਰੀ ਪਾਹਿ ॥
જે ગુરુના ચરણોમાં આવે છે તે સત્યનો વેપાર કરે છે અને પરમ સત્યની ઉપાસના કરે છે

ਨਾਨਕ ਗੁਰ ਕੈ ਭਾਣੈ ਜੇ ਚਲਹਿ ਸਹਜੇ ਸਚਿ ਸਮਾਹਿ ॥੨॥
હે નાનક! ગુરુની રજામાં ચાલવાવાળા આધ્યાત્મિક સત્યમાં જ જોડાય જાય છે ॥૨॥

ਪਉੜੀ ॥
પગથિયું॥

ਆਸਾ ਵਿਚਿ ਅਤਿ ਦੁਖੁ ਘਣਾ ਮਨਮੁਖਿ ਚਿਤੁ ਲਾਇਆ ॥
અનેક આશામાં વધારે દુઃખ જ નસીબ થાય છે પરંતુ સ્વેચ્છાચારી તેમાં મન લગાવે છે

ਗੁਰਮੁਖਿ ਭਏ ਨਿਰਾਸ ਪਰਮ ਸੁਖੁ ਪਾਇਆ ॥
ગુરુમુખ બધી આશા છોડીને પરમ સુખ મેળવે છે

ਵਿਚੇ ਗਿਰਹ ਉਦਾਸ ਅਲਿਪਤ ਲਿਵ ਲਾਇਆ ॥
તે ગૃહસ્થ જીવનમાં વિરક્ત રહીને પ્રભુમાં લગન લગાવે છે

ਓਨਾ ਸੋਗੁ ਵਿਜੋਗੁ ਨ ਵਿਆਪਈ ਹਰਿ ਭਾਣਾ ਭਾਇਆ ॥
તેને કોઈ ગમ અથવા વિયોગ પ્રભાવિત કરતું નથી અને તે પ્રભુની રજામાં ખુશ રહે છે

ਨਾਨਕ ਹਰਿ ਸੇਤੀ ਸਦਾ ਰਵਿ ਰਹੇ ਧੁਰਿ ਲਏ ਮਿਲਾਇਆ ॥੩੧॥
હે નાનક! આવા ભક્ત પ્રભુની ભક્તિમાં લીન રહે છે અને તેમાં જ મળી જાય છે ॥૩૧॥

ਸਲੋਕ ਮਃ ੩ ॥
શ્લોક મહેલ॥

ਪਰਾਈ ਅਮਾਣ ਕਿਉ ਰਖੀਐ ਦਿਤੀ ਹੀ ਸੁਖੁ ਹੋਇ ॥
પારકી અમાનતને શા માટે રાખવામાં આવે તે પરત કરવાથી જ સુખ પ્રાપ્ત થાય છે

ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਗੁਰ ਥੈ ਟਿਕੈ ਹੋਰ ਥੈ ਪਰਗਟੁ ਨ ਹੋਇ ॥
ગુરુનો શબ્દ તો ગુરુના અંતરમાં ટકે છે અને કોઈ બીજા મનુષ્યમાં પ્રગટ થતા નથી

ਅੰਨੑੇ ਵਸਿ ਮਾਣਕੁ ਪਇਆ ਘਰਿ ਘਰਿ ਵੇਚਣ ਜਾਇ ॥
જો આંધળાને માણેક મળી જાય તો તે ઘરે-ઘરે વેચવા જાય છે

ਓਨਾ ਪਰਖ ਨ ਆਵਈ ਅਢੁ ਨ ਪਲੈ ਪਾਇ ॥
આ લોકોને પોતાને કોઈ પરખ હોતી નથી અને કોડી પણ પ્રાપ્ત થતી નથી

ਜੇ ਆਪਿ ਪਰਖ ਨ ਆਵਈ ਤਾਂ ਪਾਰਖੀਆ ਥਾਵਹੁ ਲਇਓੁ ਪਰਖਾਇ ॥
જો પોતાને પરખ કરતા આવડતું નથી તો પારખીઓથી પરખ કરાવીને મૂલ્ય કરી શકે છે

ਜੇ ਓਸੁ ਨਾਲਿ ਚਿਤੁ ਲਾਏ ਤਾਂ ਵਥੁ ਲਹੈ ਨਉ ਨਿਧਿ ਪਲੈ ਪਾਇ ॥
જો પ્રભુથી મન લગાડવામાં આવે તો નવનિધિ રૂપી નામ પ્રાપ્ત થઈ જાય છે

ਘਰਿ ਹੋਦੈ ਧਨਿ ਜਗੁ ਭੁਖਾ ਮੁਆ ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਸੋਝੀ ਨ ਹੋਇ ॥
હૃદય ઘરમાં નામ ધન હોવા છતાં પણ ભગત ભૂખે મરે છે અને સાચા ગુરુ વગર સમજ હોતી નથી

ਸਬਦੁ ਸੀਤਲੁ ਮਨਿ ਤਨਿ ਵਸੈ ਤਿਥੈ ਸੋਗੁ ਵਿਜੋਗੁ ਨ ਕੋਇ ॥
શીતળ પ્રભુ-શબ્દ મન તનમાં વસી જાય તો કોઈ શોક-વિયોગ પ્રભાવિત કરતું નથી

ਵਸਤੁ ਪਰਾਈ ਆਪਿ ਗਰਬੁ ਕਰੇ ਮੂਰਖੁ ਆਪੁ ਗਣਾਏ ॥
મૂર્ખ મનુષ્ય પારકી વસ્તુને અપનાવીને પોતાનું માનીને અહંકાર કરે છે અને પોતાનો અહમ જ કહે છે

ਨਾਨਕ ਬਿਨੁ ਬੂਝੇ ਕਿਨੈ ਨ ਪਾਇਓ ਫਿਰਿ ਫਿਰਿ ਆਵੈ ਜਾਏ ॥੧॥
હે નાનક! સત્યને સમજ્યા વગર કોઈએ પ્રભુને મેળવ્યા નથી અને મનુષ્ય વારંવાર આવતો જતો રહે છે ॥૧॥

ਮਃ ੩ ॥
મહેલ ૩॥

ਮਨਿ ਅਨਦੁ ਭਇਆ ਮਿਲਿਆ ਹਰਿ ਪ੍ਰੀਤਮੁ ਸਰਸੇ ਸਜਣ ਸੰਤ ਪਿਆਰੇ ॥
પ્રિયતમ પ્રભુને મળીને મનમાં આનંદ ઉત્પન્ન થઈ ગયો છે અને વ્હાલા સંત તેમજ સજ્જન ખુશીથી ખીલી ઉઠે છે

ਜੋ ਧੁਰਿ ਮਿਲੇ ਨ ਵਿਛੁੜਹਿ ਕਬਹੂ ਜਿ ਆਪਿ ਮੇਲੇ ਕਰਤਾਰੇ ॥
જો પ્રભુ પોતે જ મળાવી લે તો તે મળીને ક્યારેય અલગ થતા નથી

ਅੰਤਰਿ ਸਬਦੁ ਰਵਿਆ ਗੁਰੁ ਪਾਇਆ ਸਗਲੇ ਦੂਖ ਨਿਵਾਰੇ ॥
ગુરુને મેળવીને તેના અંતરમનમાં બ્રહ્મ શબ્દ સ્થિત થાય છે અને બધા દુઃખોનું નિવારણ થઈ જાય છે

ਹਰਿ ਸੁਖਦਾਤਾ ਸਦਾ ਸਲਾਹੀ ਅੰਤਰਿ ਰਖਾਂ ਉਰ ਧਾਰੇ ॥
તે હંમેશા સુખદાતા પરમાત્માની પ્રશંસા કરે છે અને અંતર્મનમાં તેને વસાવીને રાખે છે

ਮਨਮੁਖੁ ਤਿਨ ਕੀ ਬਖੀਲੀ ਕਿ ਕਰੇ ਜਿ ਸਚੈ ਸਬਦਿ ਸਵਾਰੇ ॥
કોઈ મનમુખ તેની નિંદા કેવી રીતે કરી શકે છે જે સાચા શબ્દો દ્વારા શણગારાય છે

ਓਨਾ ਦੀ ਆਪਿ ਪਤਿ ਰਖਸੀ ਮੇਰਾ ਪਿਆਰਾ ਸਰਣਾਗਤਿ ਪਏ ਗੁਰ ਦੁਆਰੇ ॥
મારા વ્હાલા પ્રભુ પોતે તેની ઈજ્જત રાખે છે જે ગુરુની શરણમાં આવે છે

ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਸੇ ਸੁਹੇਲੇ ਭਏ ਮੁਖ ਊਜਲ ਦਰਬਾਰੇ ॥੨॥
હે નાનક! આવા વ્યક્તિ ગુરુના સાનિધ્યમાં સુખી રહે છે અને પ્રભુના દરબારમાં તેનું મુખ ઉજ્જવળ થાય છે ॥૨॥

ਪਉੜੀ ॥
પગથિયું॥

ਇਸਤਰੀ ਪੁਰਖੈ ਬਹੁ ਪ੍ਰੀਤਿ ਮਿਲਿ ਮੋਹੁ ਵਧਾਇਆ ॥
સ્ત્રી-પુરુષ વચ્ચે ખુબ પ્રેમ હોય છે અને તેનો મેળાપ મોહમાં વૃદ્ધિ કરે છે

ਪੁਤ੍ਰੁ ਕਲਤ੍ਰੁ ਨਿਤ ਵੇਖੈ ਵਿਗਸੈ ਮੋਹਿ ਮਾਇਆ ॥
મોહ-માયાના કારણે મનુષ્ય પોતાના પ્રિય પુત્ર તેમજ પત્નીને જોઈને રોજ ખુશ થાય છે

ਦੇਸਿ ਪਰਦੇਸਿ ਧਨੁ ਚੋਰਾਇ ਆਣਿ ਮੁਹਿ ਪਾਇਆ ॥
તે તેના માટે દેશ-પરદેશથી ધન ચોરી કરીને પણ તેના માટે આવે છે

error: Content is protected !!