GUJARATI PAGE 1016

ਕਲਰ ਖੇਤੀ ਤਰਵਰ ਕੰਠੇ ਬਾਗਾ ਪਹਿਰਹਿ ਕਜਲੁ ਝਰੈ ॥
નામ વગર મનુષ્યનું જીવન અર્થહીન છે જેમ ઉજ્જડ જમીનમાં વાવેલો પાક છે દરિયા કિનારા પર વૃક્ષ છે અને ત્યાં સફેદ વસ્ત્ર ધારણ કરેલા છે જ્યાં કાળા તણખા ઉડી-ઉડીને વસ્ત્રો પર પડતા હોય

ਏਹੁ ਸੰਸਾਰੁ ਤਿਸੈ ਕੀ ਕੋਠੀ ਜੋ ਪੈਸੈ ਸੋ ਗਰਬਿ ਜਰੈ ॥੬॥
આ સંસાર તૃષ્ણાનું ઘર છે જે તેની અંદર પ્રવેશ કરે છે તે ગર્વમાં સળગી જાય છે  ॥૬॥

ਰਯਤਿ ਰਾਜੇ ਕਹਾ ਸਬਾਏ ਦੁਹੁ ਅੰਤਰਿ ਸੋ ਜਾਸੀ ॥
રાજા અને પ્રજા બધા ક્યાં છે? જે પણ રાજા-પ્રજા આ બંનેની શ્રેણીમાં છે તે નાશવાન છે

ਕਹਤ ਨਾਨਕੁ ਗੁਰ ਸਚੇ ਕੀ ਪਉੜੀ ਰਹਸੀ ਅਲਖੁ ਨਿਵਾਸੀ ॥੭॥੩॥੧੧॥
નાનક કહે છે કે જે સાચા ગુરુની નામ રૂપી સીડી મેળવી લે છે તે પ્રભુ- ચરણોમાં જ રહે છે  ॥૭॥૩॥૧૧॥

ਮਾਰੂ ਮਹਲਾ ੩ ਘਰੁ ੫ ਅਸਟਪਦੀ
મારુ મહેલ ૩ ઘર ૫ અષ્ટપદી

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે

ਜਿਸ ਨੋ ਪ੍ਰੇਮੁ ਮੰਨਿ ਵਸਾਏ ॥
જેના મનમાં પ્રેમ વસાવી દે છે

ਸਾਚੈ ਸਬਦਿ ਸਹਜਿ ਸੁਭਾਏ ॥
તે આધ્યાત્મિક સાચા શબ્દમાં સમાય રહે છે

ਏਹਾ ਵੇਦਨ ਸੋਈ ਜਾਣੈ ਅਵਰੁ ਕਿ ਜਾਣੈ ਕਾਰੀ ਜੀਉ ॥੧॥
આ પ્રેમ-વેદના તે પ્રભુ જાણે છે અન્ય કોઈ તેનો ઉપચાર જાણતા નથી  ॥૧॥

ਆਪੇ ਮੇਲੇ ਆਪਿ ਮਿਲਾਏ ॥
પ્રભુ પોતે જ સગતિમાં મળાવીને સાથે મેળવી લે છે

ਆਪਣਾ ਪਿਆਰੁ ਆਪੇ ਲਾਏ ॥
પોતે જ પોતાના પ્રેમમાં લગાવે છે

ਪ੍ਰੇਮ ਕੀ ਸਾਰ ਸੋਈ ਜਾਣੈ ਜਿਸ ਨੋ ਨਦਰਿ ਤੁਮਾਰੀ ਜੀਉ ॥੧॥ ਰਹਾਉ ॥
હે પરમાત્મા! પ્રેમની કદર તે જ જાણે છે જેના પાર તારી કૃપા-દ્રષ્ટિ હોય છે  ॥૧॥વિરામ॥

ਦਿਬ ਦ੍ਰਿਸਟਿ ਜਾਗੈ ਭਰਮੁ ਚੁਕਾਏ ॥
તેની અંદર દિવ્ય-દ્રષ્ટિ ઉદિત થવાથી બધા ભ્રમ નિવૃત થઈ જાય છે

ਗੁਰ ਪਰਸਾਦਿ ਪਰਮ ਪਦੁ ਪਾਏ ॥
ગુરુની કૃપાથી મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે

ਸੋ ਜੋਗੀ ਇਹ ਜੁਗਤਿ ਪਛਾਣੈ ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਬੀਚਾਰੀ ਜੀਉ ॥੨॥
જે ગુરુના શબ્દનું ચિંતન કરે છે તે યોગી આ યુક્તિને ઓળખી લે છે  ॥૨॥

ਸੰਜੋਗੀ ਧਨ ਪਿਰ ਮੇਲਾ ਹੋਵੈ ॥
સંયોગથી જ જીવ-સ્ત્રી અને પતિ-પરમેશ્વરનો મેળાપ થાય છે

ਗੁਰਮਤਿ ਵਿਚਹੁ ਦੁਰਮਤਿ ਖੋਵੈ ॥
ગુરુના મત અનુસાર જીવ-સ્ત્રી અંતર્મનમાંથી દુર્બુદ્ધિને દૂર કરી દે છે

ਰੰਗ ਸਿਉ ਨਿਤ ਰਲੀਆ ਮਾਣੈ ਅਪਣੇ ਕੰਤ ਪਿਆਰੀ ਜੀਉ ॥੩॥
ખુબ પ્રેમથી પતિ-પ્રભુ સાથે રંગરેલિયા મનાવતી રહે છે  ॥૩॥

ਸਤਿਗੁਰ ਬਾਝਹੁ ਵੈਦੁ ਨ ਕੋਈ ॥
સદ્દગુરુ વગર કોઈ વૈદ્ય નથી

ਆਪੇ ਆਪਿ ਨਿਰੰਜਨੁ ਸੋਈ ॥
કારણ કે તે પોતે પાવન સ્વરૂપ છે

ਸਤਿਗੁਰ ਮਿਲਿਐ ਮਰੈ ਮੰਦਾ ਹੋਵੈ ਗਿਆਨ ਬੀਚਾਰੀ ਜੀਉ ॥੪॥
જો સદ્દગુરુ મળી જાય તો મનમાંથી ખરાબ આચરણ દૂર થઈ જાય છે અને જીવ જ્ઞાનનો વિચારવાન બની જાય છે  ॥૪॥

ਏਹੁ ਸਬਦੁ ਸਾਰੁ ਜਿਸ ਨੋ ਲਾਏ ॥
જેને ગુરુ શબ્દમાં પ્રવૃત કરી દે છે

ਗੁਰਮੁਖਿ ਤ੍ਰਿਸਨਾ ਭੁਖ ਗਵਾਏ ॥
તે ગુરુમુખ બનીને તૃષ્ણાની ભૂખને દૂર કરી દે છે

ਆਪਣ ਲੀਆ ਕਿਛੂ ਨ ਪਾਈਐ ਕਰਿ ਕਿਰਪਾ ਕਲ ਧਾਰੀ ਜੀਉ ॥੫॥
પ્રભુની કૃપાથી જ કલ્યાણ થાય છે અન્યથા પોતાની જાતે કાંઈ પણ પ્રાપ્ત થતું નથી  ॥૫॥

ਅਗਮ ਨਿਗਮੁ ਸਤਿਗੁਰੂ ਦਿਖਾਇਆ ॥
જ્યારે સદ્દગુરુએ વેદો શાસ્ત્રોનું રહસ્ય કીધું તો

ਕਰਿ ਕਿਰਪਾ ਅਪਨੈ ਘਰਿ ਆਇਆ ॥
જીવ પ્રભુની કૃપાથી પોતાના સાચા ઘરમાં આવી ગયા

ਅੰਜਨ ਮਾਹਿ ਨਿਰੰਜਨੁ ਜਾਤਾ ਜਿਨ ਕਉ ਨਦਰਿ ਤੁਮਾਰੀ ਜੀਉ ॥੬॥
હે પ્રભુ! જેના પર તારી કૃપા-દ્રષ્ટિ થઈ ગઈ છે તેણે દુષ્ટતાયુક્ત જગતમાં રહેતા પરમ-સત્યને ઓળખી લીધું છે ॥૬॥

ਗੁਰਮੁਖਿ ਹੋਵੈ ਸੋ ਤਤੁ ਪਾਏ ॥
જે ગુરુમુખ બની જાય છે તે તત્વ-જ્ઞાનને પ્રાપ્ત કરી લે છે

ਆਪਣਾ ਆਪੁ ਵਿਚਹੁ ਗਵਾਏ ॥
પોતાના મનમાંથી આત્મ અભિમાનને મિટાવી દે છે

ਸਤਿਗੁਰ ਬਾਝਹੁ ਸਭੁ ਧੰਧੁ ਕਮਾਵੈ ਵੇਖਹੁ ਮਨਿ ਵੀਚਾਰੀ ਜੀਉ ॥੭॥
પોતાના મનમાં વિચાર કરીને જોઈ લો સદ્દગુરુની શરણ વગર બધા લોકો દુનિયાના ધંધામાં જ વ્યસ્ત છે  ॥૭॥

ਇਕਿ ਭ੍ਰਮਿ ਭੂਲੇ ਫਿਰਹਿ ਅਹੰਕਾਰੀ ॥
ઘણા અહંકારી વ્યક્તિ ભ્રમમાં ભટકતા રહે છે

ਇਕਨਾ ਗੁਰਮੁਖਿ ਹਉਮੈ ਮਾਰੀ ॥
કોઈએ ગુરુમુખ બનીને અહમને દૂર કરી દીધો છે

ਸਚੈ ਸਬਦਿ ਰਤੇ ਬੈਰਾਗੀ ਹੋਰਿ ਭਰਮਿ ਭੁਲੇ ਗਾਵਾਰੀ ਜੀਉ ॥੮॥
વૈરાગી સાચા શબ્દમાં જ પ્રવૃત રહે છે પરંતુ અન્ય મૂર્ખ લોકો ભ્રમમાં જ ભટકતા રહે છે  ॥૮॥

ਗੁਰਮੁਖਿ ਜਿਨੀ ਨਾਮੁ ਨ ਪਾਇਆ ॥ ਮਨਮੁਖਿ ਬਿਰਥਾ ਜਨਮੁ ਗਵਾਇਆ ॥
જેણે ગુરુના સાનિધ્યમાં નામ પ્રાપ્ત કર્યું નથી તે મન્મુખે જીવન વ્યર્થ જ ગુમાવી દીધું છે

ਅਗੈ ਵਿਣੁ ਨਾਵੈ ਕੋ ਬੇਲੀ ਨਾਹੀ ਬੂਝੈ ਗੁਰ ਬੀਚਾਰੀ ਜੀਉ ॥੯॥
આગળ પરલોકમાં નામ વગર કોઈ પણ સાથી હોતું નથી પરંતુ તેની સમજ ગુરુ-ઉપદેશથી જ થાય છે  ॥૯॥

ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਸਦਾ ਸੁਖਦਾਤਾ ॥
હરિ નું નામ અમૃત હંમેશા સુખ આપનારું છે

ਗੁਰਿ ਪੂਰੈ ਜੁਗ ਚਾਰੇ ਜਾਤਾ ॥
યુગોમાં સંપૂર્ણ ગુરુ દ્વારા આ તથ્યની સમજ થઈ શકે છે

ਜਿਸੁ ਤੂ ਦੇਵਹਿ ਸੋਈ ਪਾਏ ਨਾਨਕ ਤਤੁ ਬੀਚਾਰੀ ਜੀਉ ॥੧੦॥੧॥
નાનક કહે છે કે હે પ્રભુ! જેને તું આપે છે તે જ તારું નામ પ્રાપ્ત કરે છે મેં તો આ જ્ઞાન ચિંતન કર્યું છે  ॥૧૦॥૧॥

error: Content is protected !!