GUJARATI PAGE 1050

ਗੁਰਮੁਖਿ ਗਿਆਨੁ ਏਕੋ ਹੈ ਜਾਤਾ ਅਨਦਿਨੁ ਨਾਮੁ ਰਵੀਜੈ ਹੇ ॥੧੩॥
ગુરુનું જ્ઞાન એકમાત્ર પરમાત્માને જ જાણે છે અને તે રાત-દિવસ નામમાં જ લીન રહે છે ॥૧૩॥ 

ਬੇਦ ਪੜਹਿ ਹਰਿ ਨਾਮੁ ਨ ਬੂਝਹਿ ॥
જીવ વેદોનું પાઠ કરે છે પરંતુ હરિ-નામના રહસ્યને સમજતો નથી.

ਮਾਇਆ ਕਾਰਣਿ ਪੜਿ ਪੜਿ ਲੂਝਹਿ ॥
પાઠ-પઠન કરતી વખતે તે માયાને લીધે મૂંઝવણમાં રહે છે.

ਅੰਤਰਿ ਮੈਲੁ ਅਗਿਆਨੀ ਅੰਧਾ ਕਿਉ ਕਰਿ ਦੁਤਰੁ ਤਰੀਜੈ ਹੇ ॥੧੪॥
મનમાં ગંદકી હોવાને કારણે અજ્ઞાની તેમજ અંધ શું કરી ખરાબ સંસાર-સમુદ્રથી પાર થઈ શકે છે ॥૧૪॥

ਬੇਦ ਬਾਦ ਸਭਿ ਆਖਿ ਵਖਾਣਹਿ ॥
પંડિત લોકો વેદોના વાદ-વિવાદ કહીને તેની વ્યાખ્યા કરે છે, 

ਨ ਅੰਤਰੁ ਭੀਜੈ ਨ ਸਬਦੁ ਪਛਾਣਹਿ ॥
પરંતુ આનાથી ના તો તેનું મન પલળે છે અને ના તો તેને શબ્દની ઓળખ થાય છે.

ਪੁੰਨੁ ਪਾਪੁ ਸਭੁ ਬੇਦਿ ਦ੍ਰਿੜਾਇਆ ਗੁਰਮੁਖਿ ਅੰਮ੍ਰਿਤੁ ਪੀਜੈ ਹੇ ॥੧੫॥
બધા વેદોએ આ દ્રઢ કરાવ્યું છે કે પાપ-પુણ્ય શું છે પરંતુ ગુરુમુખ નામ અમૃત જ પીવે છે ॥૧૫॥ 

ਆਪੇ ਸਾਚਾ ਏਕੋ ਸੋਈ ॥
એક પ્રભુ જ સત્ય છે, 

ਤਿਸੁ ਬਿਨੁ ਦੂਜਾ ਅਵਰੁ ਨ ਕੋਈ ॥
તેના સિવાય બીજું કોઈ નથી.

ਨਾਨਕ ਨਾਮਿ ਰਤੇ ਮਨੁ ਸਾਚਾ ਸਚੋ ਸਚੁ ਰਵੀਜੈ ਹੇ ॥੧੬॥੬॥
હે નાનક! જે મનુષ્ય નામમાં લીન થઈ ગયો છે, તેનું જ મન સાચું છે અને તે એક સત્યનું જ ચિંતન કરે છે ॥૧૬॥૬॥ 

ਮਾਰੂ ਮਹਲਾ ੩ ॥
મારુ મહેલ ૩॥ 

ਸਚੈ ਸਚਾ ਤਖਤੁ ਰਚਾਇਆ ॥
સાચા પરમેશ્વરે સૃષ્ટિને પોતાનું સાચું સિંહાસન બનાવ્યું છે, 

ਨਿਜ ਘਰਿ ਵਸਿਆ ਤਿਥੈ ਮੋਹੁ ਨ ਮਾਇਆ ॥
તે પોતાના દસમા દરવાજામાં વસી ગયો છે અને ત્યાં મોહ-માયાનો કોઈ પ્રભાવ નથી. 

ਸਦ ਹੀ ਸਾਚੁ ਵਸਿਆ ਘਟ ਅੰਤਰਿ ਗੁਰਮੁਖਿ ਕਰਣੀ ਸਾਰੀ ਹੇ ॥੧॥
જેના હૃદયમાં હંમેશા સત્ય વસી રહે છે, તે ગુરુમુખનું આચરણ પણ શ્રેષ્ઠ છે ॥૧॥ 

ਸਚਾ ਸਉਦਾ ਸਚੁ ਵਾਪਾਰਾ ॥
જ્યારે નામરૂપી સાચો સોદો અને સાચો વેપાર કરવામાં આવે છે,

ਨ ਤਿਥੈ ਭਰਮੁ ਨ ਦੂਜਾ ਪਸਾਰਾ ॥
ત્યારે ત્યાં કોઈ ભ્રમણા તેમજ દ્વેતભાવનો ફેલાવ હોતો નથી. 

ਸਚਾ ਧਨੁ ਖਟਿਆ ਕਦੇ ਤੋਟਿ ਨ ਆਵੈ ਬੂਝੈ ਕੋ ਵੀਚਾਰੀ ਹੇ ॥੨
સાચા ધનનો લાભ પ્રાપ્ત કરવાથી કોઈ અભાવ આવતો નથી, કોઈ દુર્લભ વિચારવાન જ આ સત્યને સમજે છે ॥૨॥ 

ਸਚੈ ਲਾਏ ਸੇ ਜਨ ਲਾਗੇ ॥
સાચા પ્રભુએ જેને આ વ્યાપારમાં લગાવ્યો છે, તે જ આમાં લાગી ગયો છે. 

ਅੰਤਰਿ ਸਬਦੁ ਮਸਤਕਿ ਵਡਭਾਗੇ ॥
જેના માથા પર ઉત્તમ નસીબ હોય છે, તેના મનમાં શબ્દનો નિવાસ હોય છે.

ਸਚੈ ਸਬਦਿ ਸਦਾ ਗੁਣ ਗਾਵਹਿ ਸਬਦਿ ਰਤੇ ਵੀਚਾਰੀ ਹੇ ॥੩॥
સાચા શબ્દ દ્વારા તે પરમાત્માનું જ ગુણગાન કરે છે અને આવો વિવેકશીલ પુરુષ શબ્દમાં લીન રહે છે ॥૩॥ 

ਸਚੋ ਸਚਾ ਸਚੁ ਸਾਲਾਹੀ ॥
હું પરમ-સત્ય પરમેશ્વરની જ સ્તુતિ કરું છું, જે હંમેશા શાશ્વત છે. 

ਏਕੋ ਵੇਖਾ ਦੂਜਾ ਨਾਹੀ ॥
તે એકને જ જોવ છું અને તેના વગર બીજું કોઈ નથી. 

ਗੁਰਮਤਿ ਊਚੋ ਊਚੀ ਪਉੜੀ ਗਿਆਨਿ ਰਤਨਿ ਹਉਮੈ ਮਾਰੀ ਹੇ ॥੪॥
ગુરુનો ઉપદેશ જ સર્વશ્રેષ્ઠ સીડી છે, જેનાથી સત્ય સુધી પહોંચી શકાય છે અને અને જ્ઞાનના રત્નથી અહંકારનો નાશ કરી શકાય છે.॥૪॥

ਮਾਇਆ ਮੋਹੁ ਸਬਦਿ ਜਲਾਇਆ ॥
બ્રહ્મ-શબ્દએ મોહ-માયાની સળગાવી છે. 

ਸਚੁ ਮਨਿ ਵਸਿਆ ਜਾ ਤੁਧੁ ਭਾਇਆ ॥
હે પ્રભુ! જયારે તને ગમ્યો તો મનમાં સત્ય સ્થિત થઈ ગયું.

ਸਚੇ ਕੀ ਸਭ ਸਚੀ ਕਰਣੀ ਹਉਮੈ ਤਿਖਾ ਨਿਵਾਰੀ ਹੇ ॥੫॥
સાચા પ્રભુનું કરેલ બધું સત્ય છે અને સારું આચરણ સ્વીકારવાથી અહંકાર તેમજ તૃષ્ણાને દૂર કરી શકાય છે ॥૫॥ 

ਮਾਇਆ ਮੋਹੁ ਸਭੁ ਆਪੇ ਕੀਨਾ ॥
માયા-મોહ બધું પરમાત્માએ જ બનાવ્યું છે અને

ਗੁਰਮੁਖਿ ਵਿਰਲੈ ਕਿਨ ਹੀ ਚੀਨਾ ॥
કોઈ દુર્લભ ગુરુમુખે આ સત્યની ઓળખ કરી છે. 

ਗੁਰਮੁਖਿ ਹੋਵੈ ਸੁ ਸਚੁ ਕਮਾਵੈ ਸਾਚੀ ਕਰਣੀ ਸਾਰੀ ਹੇ ॥੬॥
જે ગુરુમુખ બની જાય છે, તે સારુ આચરણ સ્વીકારે છે અને સાચી કરની જ તેનું શ્રેષ્ઠ કર્મ છે ॥૬॥

ਕਾਰ ਕਮਾਈ ਜੋ ਮੇਰੇ ਪ੍ਰਭ ਭਾਈ ॥
તેને તે કાર્ય કર્યું છે, જે મારા પ્રભુને ગમ્યું છે અને 

ਹਉਮੈ ਤ੍ਰਿਸਨਾ ਸਬਦਿ ਬੁਝਾਈ ॥
શબ્દ દ્વારા અહમ તેમજ તૃષ્ણા અગ્નિ ઠારી લીધી છે. 

ਗੁਰਮਤਿ ਸਦ ਹੀ ਅੰਤਰੁ ਸੀਤਲੁ ਹਉਮੈ ਮਾਰਿ ਨਿਵਾਰੀ ਹੇ ॥੭॥
ગુરુની શિક્ષા દ્વારા મન હંમેશા શીતળ રહે છે અને અભિમાનને મારીને મનથી દૂર કરી દીધો છે ॥૭॥ 

ਸਚਿ ਲਗੇ ਤਿਨ ਸਭੁ ਕਿਛੁ ਭਾਵੈ ॥
જે સત્યમાં લીન થઈ ગયો છે, તેને બધું સારું લાગે છે.

ਸਚੈ ਸਬਦੇ ਸਚਿ ਸੁਹਾਵੈ ॥
તે સાચા શબ્દમાં જ મગ્ન રહે છે અને સત્યથી જ શોભા પ્રાપ્ત કરે છે. 

ਐਥੈ ਸਾਚੇ ਸੇ ਦਰਿ ਸਾਚੇ ਨਦਰੀ ਨਦਰਿ ਸਵਾਰੀ ਹੇ ॥੮॥
જે આ લોકમાં સત્યશીલ હોય છે, તે પ્રભુના દરબારમાં પણ સત્યશીલ મનાય છે અને કૃપાળુ પ્રભુએ તેમની કૃપાથી તેમને શણગાર્યા છે.॥૮

ਬਿਨੁ ਸਾਚੇ ਜੋ ਦੂਜੈ ਲਾਇਆ ॥
સત્ય વગર જે દ્વૈતભાવમાં મન લગાવે છે,

ਮਾਇਆ ਮੋਹ ਦੁਖ ਸਬਾਇਆ ॥
તેને માયા-મોહનું દુઃખ લાગી રહે છે. 

ਬਿਨੁ ਗੁਰ ਦੁਖੁ ਸੁਖੁ ਜਾਪੈ ਨਾਹੀ ਮਾਇਆ ਮੋਹ ਦੁਖੁ ਭਾਰੀ ਹੇ ॥੯॥
ગુરુ વગર તેને આ જણાતું નથી કે દુઃખ સુખ શું છે? મોહ-માયાનું દુઃખ ખુબ ભારે છે ॥૯॥ 

ਸਾਚਾ ਸਬਦੁ ਜਿਨਾ ਮਨਿ ਭਾਇਆ ॥
જેના મનને સાચા શબ્દ ગમી ગયા છે, 

ਪੂਰਬਿ ਲਿਖਿਆ ਤਿਨੀ ਕਮਾਇਆ ॥
તેને પૂર્વ કર્માંલેખનુ ફળ મેળવી લીધું છે. 

ਸਚੋ ਸੇਵਹਿ ਸਚੁ ਧਿਆਵਹਿ ਸਚਿ ਰਤੇ ਵੀਚਾਰੀ ਹੇ ॥੧੦॥
તે વિવેકશીલ પુરુષ સત્યની પૂજા કરે છે, સત્યનું મનન કરે છે અને સત્યમાં જ લીન રહે છે ॥૧૦॥

ਗੁਰ ਕੀ ਸੇਵਾ ਮੀਠੀ ਲਾਗੀ ॥
તેને ગુરુની સેવા જ મીઠી લાગી છે અને 

ਅਨਦਿਨੁ ਸੂਖ ਸਹਜ ਸਮਾਧੀ ॥
રાત દિવસ સરળ-સમાધી લગાવીને સુખી રહે છે. 

ਹਰਿ ਹਰਿ ਕਰਤਿਆ ਮਨੁ ਨਿਰਮਲੁ ਹੋਆ ਗੁਰ ਕੀ ਸੇਵ ਪਿਆਰੀ ਹੇ ॥੧੧॥
પરમાત્માનું નામ જપતા તેનું મન નિર્મળ થયું છે અને તેને ગુરુની સેવા જ પ્રેમાળ લાગી છે ॥૧૧॥ 

ਸੇ ਜਨ ਸੁਖੀਏ ਸਤਿਗੁਰਿ ਸਚੇ ਲਾਏ ॥
તે જ ભક્તજન સુખી છે, જેને સદ્દગુરૂએ પ્રભુની ભક્તિમાં લગાવી દીધો છે.

ਆਪੇ ਭਾਣੇ ਆਪਿ ਮਿਲਾਏ ॥
પરમાત્માએ પોતાની મરજીથી પોતે જ ભેળવી લીધો છે. 

ਸਤਿਗੁਰਿ ਰਾਖੇ ਸੇ ਜਨ ਉਬਰੇ ਹੋਰ ਮਾਇਆ ਮੋਹ ਖੁਆਰੀ ਹੇ ॥੧੨॥
જેની સદ્દગુરૂએ રક્ષા કરી છે, તે બચી ગયા છે પરંતુ બીજા માયા-મોહમાં જ નષ્ટ થયા છે ॥૧૨॥

error: Content is protected !!