ਗੁਰੁ ਸਿਮਰਤ ਸਭਿ ਕਿਲਵਿਖ ਨਾਸਹਿ ॥
ગુરુના સ્મરણથી બધા પાપ-દોષ નાશ થઈ જાય છે,
ਗੁਰੁ ਸਿਮਰਤ ਜਮ ਸੰਗਿ ਨ ਫਾਸਹਿ ॥
ગુરુ સ્મરણથી જીવ યમની ફાંસીમાં ફસાતો નથી.
ਗੁਰੁ ਸਿਮਰਤ ਮਨੁ ਨਿਰਮਲੁ ਹੋਵੈ ਗੁਰੁ ਕਾਟੇ ਅਪਮਾਨਾ ਹੇ ॥੨॥
ગુરુનું સ્મરણ કરવાથી મન નિર્મળ થઈ જાય છે અને તે જીવના અભિમાનને મટાડી દે છે ॥૨॥
ਗੁਰ ਕਾ ਸੇਵਕੁ ਨਰਕਿ ਨ ਜਾਏ ॥
ગુરુની સેવા કરનાર નરકમાં પડતો નથી અને
ਗੁਰ ਕਾ ਸੇਵਕੁ ਪਾਰਬ੍ਰਹਮੁ ਧਿਆਏ ॥
તે પરબ્રહ્મનું ધ્યાન-મનન કરવામાં લીન રહે છે.
ਗੁਰ ਕਾ ਸੇਵਕੁ ਸਾਧਸੰਗੁ ਪਾਏ ਗੁਰੁ ਕਰਦਾ ਨਿਤ ਜੀਅ ਦਾਨਾ ਹੇ ॥੩॥
ગુરુનો સેવક સુસંગતિ મેળવી લે છે અને ગુરુ રોજેય સત્સંગીઓને નામ-દાન દેતો રહે છે ॥૩॥
ਗੁਰ ਦੁਆਰੈ ਹਰਿ ਕੀਰਤਨੁ ਸੁਣੀਐ ॥
ગુરુના દરવાજા પર પરમાત્માનું ભજન-કીર્તન સાંભળવું જોઈએ,
ਸਤਿਗੁਰੁ ਭੇਟਿ ਹਰਿ ਜਸੁ ਮੁਖਿ ਭਣੀਐ ॥
સદ્દગુરુને મળીને મુખથી પ્રભુનું યશોગાન કરવું જોઈએ.
ਕਲਿ ਕਲੇਸ ਮਿਟਾਏ ਸਤਿਗੁਰੁ ਹਰਿ ਦਰਗਹ ਦੇਵੈ ਮਾਨਾਂ ਹੇ ॥੪॥
ગુરુ પોતાના સેવકના બધા કલેશ મટાડી દે છે અને પ્રભુ-દરબારમાં તેને શોભા અપાવે છે ॥૪॥
ਅਗਮੁ ਅਗੋਚਰੁ ਗੁਰੂ ਦਿਖਾਇਆ ॥
ગુરુએ જ અગમ્ય-અગોચર પરમાત્માના દર્શન કરાવ્યાં છે અને
ਭੂਲਾ ਮਾਰਗਿ ਸਤਿਗੁਰਿ ਪਾਇਆ ॥
સદ્દગુરૂએ ભુલેલ જીવને સાચા રસ્તે લગાવ્યો છે.
ਗੁਰ ਸੇਵਕ ਕਉ ਬਿਘਨੁ ਨ ਭਗਤੀ ਹਰਿ ਪੂਰ ਦ੍ਰਿੜ੍ਹ੍ਹਾਇਆ ਗਿਆਨਾਂ ਹੇ ॥੫॥
ગુરુના સેવકને પ્રભુ-ભક્તિના ફળ સ્વરૂપ કોઈ વિઘ્ન આવતા નથી અને ગુરુએ તેને પૂર્ણ જ્ઞાન દ્રઢ કરાવ્યું છે ॥૫॥
ਗੁਰਿ ਦ੍ਰਿਸਟਾਇਆ ਸਭਨੀ ਠਾਂਈ ॥
ગુરુએ તેને સર્વવ્યાપી દેખાડી દીધો છે,
ਜਲਿ ਥਲਿ ਪੂਰਿ ਰਹਿਆ ਗੋਸਾਈ ॥
પરમાત્મા તો સમુદ્ર તેમજ પૃથ્વીમાં પણ વ્યાપ્ત છે.
ਊਚ ਊਨ ਸਭ ਏਕ ਸਮਾਨਾਂ ਮਨਿ ਲਾਗਾ ਸਹਜਿ ਧਿਆਨਾ ਹੇ ॥੬॥
મોટો અને નાનો ઊંચ-નીચ બધા તેના માટે એક સમાન છે, તેથી સરળ જ મન તેના ધ્યાનમાં લાગી ગયું છે ॥૬॥
ਗੁਰਿ ਮਿਲਿਐ ਸਭ ਤ੍ਰਿਸਨ ਬੁਝਾਈ ॥
ગુરુથી મળીને બધી તૃષ્ણા ઠરી જાય છે,
ਗੁਰਿ ਮਿਲਿਐ ਨਹ ਜੋਹੈ ਮਾਈ ॥
ગુરુને મળવાથી માયા પણ અસર કરતી નથી.
ਸਤੁ ਸੰਤੋਖੁ ਦੀਆ ਗੁਰਿ ਪੂਰੈ ਨਾਮੁ ਅੰਮ੍ਰਿਤੁ ਪੀ ਪਾਨਾਂ ਹੇ ॥੭॥
પૂર્ણ ગુરુએ સત્ય-સંતોષ આપ્યું છે અને ગુરુની નજીકતામાં નામ અમૃતને જ પીધું છે ॥૭॥
ਗੁਰ ਕੀ ਬਾਣੀ ਸਭ ਮਾਹਿ ਸਮਾਣੀ ॥
ગુરુની વાણી બધાના દિલમાં સમાઈ ગઈ છે.
ਆਪਿ ਸੁਣੀ ਤੈ ਆਪਿ ਵਖਾਣੀ ॥
તેણે પોતે જ આનો યશ સાંભળ્યો છે અને પોતે જ આનું વર્ણન કર્યું છે.
ਜਿਨਿ ਜਿਨਿ ਜਪੀ ਤੇਈ ਸਭਿ ਨਿਸਤ੍ਰੇ ਤਿਨ ਪਾਇਆ ਨਿਹਚਲ ਥਾਨਾਂ ਹੇ ॥੮॥
જે-જે જિજ્ઞાસુએ વાણીને જપી છે, તે બધા સંસાર-સમુદ્રથી પાર થઈ ગયા છે અને તેને સ્થિર સ્થાન મેળવી લીધું છે ॥૮॥
ਸਤਿਗੁਰ ਕੀ ਮਹਿਮਾ ਸਤਿਗੁਰੁ ਜਾਣੈ ॥
સદ્દગુરૂની મહિમા ગુરુ પોતે જ જાણે છે.
ਜੋ ਕਿਛੁ ਕਰੇ ਸੁ ਆਪਣ ਭਾਣੈ ॥
જે કંઈ તે કરે છે, પોતાની મરજીથી જ કરે છે.
ਸਾਧੂ ਧੂਰਿ ਜਾਚਹਿ ਜਨ ਤੇਰੇ ਨਾਨਕ ਸਦ ਕੁਰਬਾਨਾਂ ਹੇ ॥੯॥੧॥੪॥
હે પ્રભુ! નાનક પ્રાર્થના કરે છે કે તારા ભક્તજન તો સાધુ-મહાપુરુષોની ચરણ-ધૂળ જ ઈચ્છે છે અને હંમેશા તારા પર બલિહાર છે ॥૯॥૧॥૪॥
ਮਾਰੂ ਸੋਲਹੇ ਮਹਲਾ ੫
મારુ સોલહે મહેલ ૫
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે
ਆਦਿ ਨਿਰੰਜਨੁ ਪ੍ਰਭੁ ਨਿਰੰਕਾਰਾ ॥
સૃષ્ટિનો આદિ, માયાતીત, નિર્ગુણ પ્રભુ બધામાં સક્રિય થઈને પણ પોતે નિર્લિપ્ત રહે છે.
ਸਭ ਮਹਿ ਵਰਤੈ ਆਪਿ ਨਿਰਾਰਾ ॥
તેનો કોઈ વર્ણ, જાતિ તેમજ ચિન્હ નથી,
ਵਰਨੁ ਜਾਤਿ ਚਿਹਨੁ ਨਹੀ ਕੋਈ ਸਭ ਹੁਕਮੇ ਸ੍ਰਿਸਟਿ ਉਪਾਇਦਾ ॥੧॥
તે તો પોતાના હુકમથી જ આખી સૃષ્ટિને ઉત્પન્ન કરે છે ॥૧॥
ਲਖ ਚਉਰਾਸੀਹ ਜੋਨਿ ਸਬਾਈ ॥
ચોર્યાસી લાખ યોનીઓમાંથી
ਮਾਣਸ ਕਉ ਪ੍ਰਭਿ ਦੀਈ ਵਡਿਆਈ ॥
પ્રભુએ મનુષ્યને જ ગૌરવ આપ્યું છે,
ਇਸੁ ਪਉੜੀ ਤੇ ਜੋ ਨਰੁ ਚੂਕੈ ਸੋ ਆਇ ਜਾਇ ਦੁਖੁ ਪਾਇਦਾ ॥੨॥
પરંતુ જે વ્યક્તિ (ભક્તિ-સિમરન દ્વારા) આ અવસર ગુમાવે છે, તેને જીવન અને મૃત્યુના બંધનમાં જ દુ:ખ મળે છે.॥૨॥
ਕੀਤਾ ਹੋਵੈ ਤਿਸੁ ਕਿਆ ਕਹੀਐ ॥
જે પ્રભુનું બનાવેલ છે, તેના શું વખાણ કરાય.
ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਪਦਾਰਥੁ ਲਹੀਐ ॥
નામરૂપી પદાર્થ તો ગુરુના માધ્યમથી પ્રાપ્ત થાય છે.
ਜਿਸੁ ਆਪਿ ਭੁਲਾਏ ਸੋਈ ਭੂਲੈ ਸੋ ਬੂਝੈ ਜਿਸਹਿ ਬੁਝਾਇਦਾ ॥੩॥
તે જ મનુષ્ય ભૂલે છે, જેને તે પોતે ભુલાવે છે અને તે જ સત્યને સમજે છે, જેને તે પોતે જ્ઞાન આપે છે ॥૩॥
ਹਰਖ ਸੋਗ ਕਾ ਨਗਰੁ ਇਹੁ ਕੀਆ ॥
પરબ્રહ્માએ આ શરીરને સુખ અને દુ:ખની નગરી બનાવી છે.
ਸੇ ਉਬਰੇ ਜੋ ਸਤਿਗੁਰ ਸਰਣੀਆ ॥
જે સદ્દગુરૂની શરણમાં આવી ગયો છે, તેનો ઉદ્ધાર થઈ ગયો છે.
ਤ੍ਰਿਹਾ ਗੁਣਾ ਤੇ ਰਹੈ ਨਿਰਾਰਾ ਸੋ ਗੁਰਮੁਖਿ ਸੋਭਾ ਪਾਇਦਾ ॥੪॥
જે માયાના ત્રણ ગુણોથી નિર્લિપ્ત રહે છે, તે ગુરુમુખ શોભાનું પાત્ર બને છે ॥૪॥
ਅਨਿਕ ਕਰਮ ਕੀਏ ਬਹੁਤੇਰੇ ॥
મનુષ્યએ અનેક પ્રકારના કર્મ કર્યા છે,
ਜੋ ਕੀਜੈ ਸੋ ਬੰਧਨੁ ਪੈਰੇ ॥
પરંતુ જે કર્મ કર્યા છે, તેના પગમાં બંધન પડી ગયા છે.
ਕੁਰੁਤਾ ਬੀਜੁ ਬੀਜੇ ਨਹੀ ਜੰਮੈ ਸਭੁ ਲਾਹਾ ਮੂਲੁ ਗਵਾਇਦਾ ॥੫॥
જો કોઈ વગર ઋતુ બીજ વાવે છે તો તે જામતું નથી અને તે પોતાનો મૂળ લાભ બધું ગુમાવી દે છે ॥૫॥
ਕਲਜੁਗ ਮਹਿ ਕੀਰਤਨੁ ਪਰਧਾਨਾ ॥
કળિયુગમાં પરમાત્માનું ભજન-કીર્તન જ પ્રધાન કર્મ છે,
ਗੁਰਮੁਖਿ ਜਪੀਐ ਲਾਇ ਧਿਆਨਾ ॥
તેથી ગુરુની નજીકમાં ધ્યાન લગાવીને તેનું નામ જંપવું જોઈએ.