ਕਹੁ ਕਬੀਰ ਜੋ ਨਾਮਿ ਸਮਾਨੇ ਸੁੰਨ ਰਹਿਆ ਲਿਵ ਸੋਈ ॥੪॥੪॥
હે કબીર! જે મનુષ્ય પરમાત્માના નામમાં લીન રહે છે, તેની લગન શૂન્ય-સમાધિમાં લાગેલી રહે છે ॥૪॥૪॥
ਜਉ ਤੁਮ੍ਹ੍ਹ ਮੋ ਕਉ ਦੂਰਿ ਕਰਤ ਹਉ ਤਉ ਤੁਮ ਮੁਕਤਿ ਬਤਾਵਹੁ ॥
હે રામ! જો તું મને પોતાનાથી દૂર કરે છે તો તું આ કહે કે મુક્તિ શું છે?
ਏਕ ਅਨੇਕ ਹੋਇ ਰਹਿਓ ਸਗਲ ਮਹਿ ਅਬ ਕੈਸੇ ਭਰਮਾਵਹੁ ॥੧॥
એક તુ જ અનેક રૂપ થઈને બધામાં વસેલ છે, હવે ભલે કઈ રીતે ભ્રમ થઈ શકે છે ॥૧॥
ਰਾਮ ਮੋ ਕਉ ਤਾਰਿ ਕਹਾਂ ਲੈ ਜਈ ਹੈ ॥
હે રામ! તું મને પાર કરાવવા માટે ક્યાં લઇ જાય છે?
ਸੋਧਉ ਮੁਕਤਿ ਕਹਾ ਦੇਉ ਕੈਸੀ ਕਰਿ ਪ੍ਰਸਾਦੁ ਮੋਹਿ ਪਾਈ ਹੈ ॥੧॥ ਰਹਾਉ ॥
મને સમજાવ કે મુક્તિ કેવી છે, મને મુક્તિ ક્યાં લઇ જઇને દઈશ. મુક્તિ તો મેં પહેલા જ તારી કૃપાથી મેળવી લીધી છે ॥૧॥વિરામ॥
ਤਾਰਨ ਤਰਨੁ ਤਬੈ ਲਗੁ ਕਹੀਐ ਜਬ ਲਗੁ ਤਤੁ ਨ ਜਾਨਿਆ ॥
જ્યાં સુધી પરમતત્વને જાણતો નથી, ત્યાં સુધી મનુષ્ય સંસારના બંધનોથી મુક્ત કરાવવા તેમજ મુક્ત થવાની વાત રહે છે.
ਅਬ ਤਉ ਬਿਮਲ ਭਏ ਘਟ ਹੀ ਮਹਿ ਕਹਿ ਕਬੀਰ ਮਨੁ ਮਾਨਿਆ ॥੨॥੫॥
કબીર કહે છે કે હવે તો અમે પોતાના શરીરમાં પ્રભુનું નામ જપીને પવિત્ર થઈ ગયા છીએ અને અમારું મન સંતુષ્ટ થઈ ગયું છે ॥૨॥૫॥
ਜਿਨਿ ਗੜ ਕੋਟ ਕੀਏ ਕੰਚਨ ਕੇ ਛੋਡਿ ਗਇਆ ਸੋ ਰਾਵਨੁ ॥੧॥
જેને સોનાના ગઢ તેમજ કિલ્લા બનાવ્યા હતા, આ રાવણ પણ તેને અહીં જ છોડી ગયો છે ॥૧॥
ਕਾਹੇ ਕੀਜਤੁ ਹੈ ਮਨਿ ਭਾਵਨੁ ॥
હે પ્રાણી! તું શુ કરી મનમરજી કરે છે,
ਜਬ ਜਮੁ ਆਇ ਕੇਸ ਤੇ ਪਕਰੈ ਤਹ ਹਰਿ ਕੋ ਨਾਮੁ ਛਡਾਵਨ ॥੧॥ ਰਹਾਉ ॥
જયારે યમ આવીને વાળથી પકડે છે તો પરમાત્માનું નામ જ તેનાથી છોડાવે છે ॥૧॥વિરામ॥
ਕਾਲੁ ਅਕਾਲੁ ਖਸਮ ਕਾ ਕੀਨੑਾ ਇਹੁ ਪਰਪੰਚੁ ਬਧਾਵਨੁ ॥
આ કાળ પણ અકાળપુરુષનો બનાવેલ છે, આ જગત-ભ્રમણાતેને જ બાંધી રાખ્યું છે.
ਕਹਿ ਕਬੀਰ ਤੇ ਅੰਤੇ ਮੁਕਤੇ ਜਿਨੑ ਹਿਰਦੈ ਰਾਮ ਰਸਾਇਨੁ ॥੨॥੬॥
કબીર કહે છે કે જેના હૃદયમાં રામ નામરૂપી રસાયણ હોય છે, તે જ અંતમાં મુક્ત થાય છે ॥૨॥૬॥
ਦੇਹੀ ਗਾਵਾ ਜੀਉ ਧਰ ਮਹਤਉ ਬਸਹਿ ਪੰਚ ਕਿਰਸਾਨਾ ॥
આ શરીર એક ગામ છે, જીવ આ ગામ ધરતીનો સ્વામી છે અને આમાં કામ, ક્રોધરૂપી પાંચ ખેડૂત રહે છે.
ਨੈਨੂ ਨਕਟੂ ਸ੍ਰਵਨੂ ਰਸਪਤਿ ਇੰਦ੍ਰੀ ਕਹਿਆ ਨ ਮਾਨਾ ॥੧॥
આ આંખો, નાક, કાન, જીભ તેમજ ઇન્દ્રિયો કોઈનું કહેવું માનતા નથી ॥૧॥
ਬਾਬਾ ਅਬ ਨ ਬਸਉ ਇਹ ਗਾਉ ॥
હે બાબા! હવે હું આ ગામમાં ફરી વસાવા ઇચ્છતો નથી,
ਘਰੀ ਘਰੀ ਕਾ ਲੇਖਾ ਮਾਗੈ ਕਾਇਥੁ ਚੇਤੂ ਨਾਉ ॥੧॥ ਰਹਾਉ ॥
કારણ કે અહીંનો ચિત્રગુપ્ત નામનો મુનશી ક્ષણ-ક્ષણનો હિસાબ-કિતાબ માંગે છે ॥૧॥વિરામ॥
ਧਰਮ ਰਾਇ ਜਬ ਲੇਖਾ ਮਾਗੈ ਬਾਕੀ ਨਿਕਸੀ ਭਾਰੀ ॥
જ્યારે ધર્મરાજે હિસાબ માગ્યો તો મારી તરફથી ખુબ ભારે રકમ બાકી નીકળી.
ਪੰਚ ਕ੍ਰਿਸਾਨਵਾ ਭਾਗਿ ਗਏ ਲੈ ਬਾਧਿਓ ਜੀਉ ਦਰਬਾਰੀ ॥੨॥
કામ, ક્રોધરૂપી તે પાંચ ખેડૂત તો ક્યાંય ભાગી ગયા પરંતુ જીવરૂપી સ્વામીને ધર્મરાજના દરબારમાં બાંધી લેવાયો ॥૨॥
ਕਹੈ ਕਬੀਰੁ ਸੁਨਹੁ ਰੇ ਸੰਤਹੁ ਖੇਤ ਹੀ ਕਰਹੁ ਨਿਬੇਰਾ ॥
હે સંતજનો! કબીર કહે છે કે મારી વાત જરા ધ્યાનપૂર્વક સાંભળો; પોતાના ખેતરમાં જ પોતાના કર્મોનો હિસાબ પતાવી લે.
ਅਬ ਕੀ ਬਾਰ ਬਖਸਿ ਬੰਦੇ ਕਉ ਬਹੁਰਿ ਨ ਭਉਜਲਿ ਫੇਰਾ ॥੩॥੭॥
હે પ્રભુ! હવેની વાર તું મનુષ્યને ક્ષમા કરી દે અને બીજી વાર સંસાર-સમુદ્રના ચક્કરમાં ન નાખ ॥૩॥૭॥
ਰਾਗੁ ਮਾਰੂ ਬਾਣੀ ਕਬੀਰ ਜੀਉ ਕੀ
રાગ મારુ વાણી કબીર જી ની
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥
ਅਨਭਉ ਕਿਨੈ ਨ ਦੇਖਿਆ ਬੈਰਾਗੀਅੜੇ ॥
હે વેરાગી! ભક્તિ-ભાવના વગર પ્રભુને કોઈએ જોયો નથી.
ਬਿਨੁ ਭੈ ਅਨਭਉ ਹੋਇ ਵਣਾਹੰਬੈ ॥੧॥
દુન્યવી ભયથી રહિત થવા પર જ ભક્તિ-ભાવના, સત્યનું જ્ઞાન ઉત્પન્ન થાય છે ॥૧॥
ਸਹੁ ਹਦੂਰਿ ਦੇਖੈ ਤਾਂ ਭਉ ਪਵੈ ਬੈਰਾਗੀਅੜੇ ॥
જયારે મનુષ્ય માલિક પ્રભુને સાક્ષાત જુએ છે તો જ તેના મનમાં પ્રેમ-ભક્તિ ઉત્પન્ન થાય છે.
ਹੁਕਮੈ ਬੂਝੈ ਤ ਨਿਰਭਉ ਹੋਇ ਵਣਾਹੰਬੈ ॥੨॥
જયારે તે તેના હુકમને સમજી લે છે તો જ નિર્ભય થાય છે ॥૨॥
ਹਰਿ ਪਾਖੰਡੁ ਨ ਕੀਜਈ ਬੈਰਾਗੀਅੜੇ ॥
જો પરમાત્માને મેળવવા ઇચ્છતો હોય તો કોઈ પાખંડ ન કરવું જોઈએ.
ਪਾਖੰਡਿ ਰਤਾ ਸਭੁ ਲੋਕੁ ਵਣਾਹੰਬੈ ॥੩॥
પરંતુ સંસારના બધા લોકો પાખંડમાં જ લીન છે ॥૩॥
ਤ੍ਰਿਸਨਾ ਪਾਸੁ ਨ ਛੋਡਈ ਬੈਰਾਗੀਅੜੇ ॥
તૃષ્ણા ક્યારેય સાથ છોડતી નથી અને
ਮਮਤਾ ਜਾਲਿਆ ਪਿੰਡੁ ਵਣਾਹੰਬੈ ॥੪॥
મમતાએ તો શરીરને જ સળગાવી દીધું છે ॥૪॥
ਚਿੰਤਾ ਜਾਲਿ ਤਨੁ ਜਾਲਿਆ ਬੈਰਾਗੀਅੜੇ ॥ ਜੇ ਮਨੁ ਮਿਰਤਕੁ ਹੋਇ ਵਣਾਹੰਬੈ ॥੫॥
જો મન અહં-ભાવના પ્રત્યે મૃત થઈ જાય તો ચિંતા ત્યાગીને સાધના દ્વારા જ શરીરની મમતાને મટાડી શકાય છે ॥૫॥
ਸਤਿਗੁਰ ਬਿਨੁ ਬੈਰਾਗੁ ਨ ਹੋਵਈ ਬੈਰਾਗੀਅੜੇ ॥
હે વેરાગી! ભલે બધા લોકો વૈરાગ્ય મેળવવા ઈચ્છે છે
ਜੇ ਲੋਚੈ ਸਭੁ ਕੋਇ ਵਣਾਹੰਬੈ ॥੬॥
પરંતુ સદ્દગુરુ વગર વૈરાગ્ય ઉત્પન્ન થતું નથી ॥૬॥
ਕਰਮੁ ਹੋਵੈ ਸਤਿਗੁਰੁ ਮਿਲੈ ਬੈਰਾਗੀਅੜੇ ॥
જો ઉત્તમ નસીબ હોય તો જ સદ્દગુરુ મળે છે અને
ਸਹਜੇ ਪਾਵੈ ਸੋਇ ਵਣਾਹੰਬੈ ॥੭॥
સરળ જ સત્યની પ્રાપ્તિ થઈ જાય છે ॥૭॥
ਕਹੁ ਕਬੀਰ ਇਕ ਬੇਨਤੀ ਬੈਰਾਗੀਅੜੇ ॥
કબીર કહે છે કે પરમાત્માથી મારી એક આ જ વિનંતી છે કે
ਮੋ ਕਉ ਭਉਜਲੁ ਪਾਰਿ ਉਤਾਰਿ ਵਣਾਹੰਬੈ ॥੮॥੧॥੮॥
મને સંસાર-સમુદ્રથી પાર ઉતારી દે ॥૮॥૧॥૮॥