GUJARATI PAGE 1149

ਮੂਲ ਬਿਨਾ ਸਾਖਾ ਕਤ ਆਹੈ ॥੧॥
મૂળ વગર ભલે ડાળી કઈ રીતે થઈ શકે છે ॥૧॥

ਗੁਰੁ ਗੋਵਿੰਦੁ ਮੇਰੇ ਮਨ ਧਿਆਇ ॥
હે મન! ગુરુ-પરમાત્માનું મનન કર,

ਜਨਮ ਜਨਮ ਕੀ ਮੈਲੁ ਉਤਾਰੈ ਬੰਧਨ ਕਾਟਿ ਹਰਿ ਸੰਗਿ ਮਿਲਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥
તે જન્મ-જન્માંતરની ગંદકી ઉતારીને અને બધા બંધનોને કાપીને પ્રભુ સાથે મળાવી દે છે ॥૧॥વિરામ॥

ਤੀਰਥਿ ਨਾਇ ਕਹਾ ਸੁਚਿ ਸੈਲੁ ॥
તીર્થો પર સ્નાન કરવાથી પથ્થર-દિલ કઈ રીતે શુદ્ધ થઈ શકે છે,

ਮਨ ਕਉ ਵਿਆਪੈ ਹਉਮੈ ਮੈਲੁ ॥
મનને તો અહંની ગંદકી લાગી રહે છે.

ਕੋਟਿ ਕਰਮ ਬੰਧਨ ਕਾ ਮੂਲੁ ॥
કરોડો કર્મકાંડ પણ માત્ર બંધનોનું કારણ છે,

ਹਰਿ ਕੇ ਭਜਨ ਬਿਨੁ ਬਿਰਥਾ ਪੂਲੁ ॥੨॥
પ્રભુના ભજન વગર કર્મોની ગાંસડી વ્યર્થ છે ॥૨॥

ਬਿਨੁ ਖਾਏ ਬੂਝੈ ਨਹੀ ਭੂਖ ॥
ભોજન વગેરે ખાધા વગર ભૂખ દૂર થતી નથી,

ਰੋਗੁ ਜਾਇ ਤਾਂ ਉਤਰਹਿ ਦੂਖ ॥
જયારે કોઈ રોગ દૂર થઈ જાય છે તો જ દુઃખ સમાપ્ત થાય છે.

ਕਾਮ ਕ੍ਰੋਧ ਲੋਭ ਮੋਹਿ ਬਿਆਪਿਆ ॥
જીવ ફક્ત કામ, ક્રોધ, લોભ, મોહમાં લુપ્ત રહે છે,

ਜਿਨਿ ਪ੍ਰਭਿ ਕੀਨਾ ਸੋ ਪ੍ਰਭੁ ਨਹੀ ਜਾਪਿਆ ॥੩॥
જે પ્રભુએ બનાવ્યો છે, તેને તે જાણતો જ નથી ॥૩॥

ਧਨੁ ਧਨੁ ਸਾਧ ਧੰਨੁ ਹਰਿ ਨਾਉ ॥
સાધુ પુરુષ તેમજ હરિ-નામ ધન્ય છે.

ਆਠ ਪਹਰ ਕੀਰਤਨੁ ਗੁਣ ਗਾਉ ॥
આઠ પ્રહર પરમાત્માનું સંકીર્તન તેમજ ગુણગાન કરો.

ਧਨੁ ਹਰਿ ਭਗਤਿ ਧਨੁ ਕਰਣੈਹਾਰ ॥
પરમાત્માની ભક્તિ ધન્ય છે અને ભક્તિ કરનાર પણ ધન્ય છે.

ਸਰਣਿ ਨਾਨਕ ਪ੍ਰਭ ਪੁਰਖ ਅਪਾਰ ॥੪॥੩੨॥੪੫॥
નાનક તો અપાર પ્રભુની શરણમાં છે ॥૪॥૩૨॥૪૫॥

ਭੈਰਉ ਮਹਲਾ ੫ ॥
ભૈરઉ મહેલ ૫॥

ਗੁਰ ਸੁਪ੍ਰਸੰਨ ਹੋਏ ਭਉ ਗਏ ॥
જો ગુરુ ખુશ થઈ જાય તો બધા ભય દૂર થઈ જાય છે અને

ਨਾਮ ਨਿਰੰਜਨ ਮਨ ਮਹਿ ਲਏ ॥
મનમાં પવિત્ર હરિનામ સ્થિત થઈ જાય છે.

ਦੀਨ ਦਇਆਲ ਸਦਾ ਕਿਰਪਾਲ ॥
દીનદયાળુ પ્રભુ હંમેશા કૃપા કરે છે,

ਬਿਨਸਿ ਗਏ ਸਗਲੇ ਜੰਜਾਲ ॥੧॥
જેનાથી બધી જંજટ નાશ થઈ જાય છે ॥૧॥

ਸੂਖ ਸਹਜ ਆਨੰਦ ਘਨੇ ॥
સ્વાભાવિક સુખ તેમજ પરમાનંદ બની રહે છે

ਸਾਧਸੰਗਿ ਮਿਟੇ ਭੈ ਭਰਮਾ ਅੰਮ੍ਰਿਤੁ ਹਰਿ ਹਰਿ ਰਸਨ ਭਨੇ ॥੧॥ ਰਹਾਉ ॥
સાધુ પુરુષોની સાથે જીભથી અમૃતમય હરિનામ જપવાથી બધા ભય-ભ્રમ મટી જાય છે ॥૧॥વિરામ॥

ਚਰਨ ਕਮਲ ਸਿਉ ਲਾਗੋ ਹੇਤੁ ॥
જો પ્રભુ-ચરણોથી પ્રેમ લાગી જાય તો

ਖਿਨ ਮਹਿ ਬਿਨਸਿਓ ਮਹਾ ਪਰੇਤੁ ॥
પળમાં અભિમાનરૂપી મહાપ્રેત નાશ થઈ જાય છે.

ਆਠ ਪਹਰ ਹਰਿ ਹਰਿ ਜਪੁ ਜਾਪਿ ॥
આઠ પ્રહર પ્રભુનું જપ કર,

ਰਾਖਨਹਾਰ ਗੋਵਿਦ ਗੁਰ ਆਪਿ ॥੨॥
તે ગુરુ-પરમાત્મા પોતે રક્ષા કરનાર છે ॥૨॥

ਅਪਨੇ ਸੇਵਕ ਕਉ ਸਦਾ ਪ੍ਰਤਿਪਾਰੈ ॥
તે પોતાના સેવકોનું હંમેશા પાલન-પોષણ કરે છે અને

ਭਗਤ ਜਨਾ ਕੇ ਸਾਸ ਨਿਹਾਰੈ ॥
ભક્તજનોની દરેક શ્વાસથી કાળજી રાખે છે.

ਮਾਨਸ ਕੀ ਕਹੁ ਕੇਤਕ ਬਾਤ ॥
મનુષ્યની શું સ્થિતિ છે,

ਜਮ ਤੇ ਰਾਖੈ ਦੇ ਕਰਿ ਹਾਥ ॥੩॥
તે તો હાથ આપીને યમથી રક્ષા કરે છે ॥૩॥

ਨਿਰਮਲ ਸੋਭਾ ਨਿਰਮਲ ਰੀਤਿ ॥
ત્યારે શોભા અને આચરણ નિર્મળ થઈ જાય છે

ਪਾਰਬ੍ਰਹਮੁ ਆਇਆ ਮਨਿ ਚੀਤਿ ॥
જ્યારે મનમાં પરબ્રહા યાદ આવે છે.

ਕਰਿ ਕਿਰਪਾ ਗੁਰਿ ਦੀਨੋ ਦਾਨੁ ॥
હે નાનક! ગુરુએ કૃપા કરી દાન આપ્યું છે અને

ਨਾਨਕ ਪਾਇਆ ਨਾਮੁ ਨਿਧਾਨੁ ॥੪॥੩੩॥੪੬॥
નામરૂપી સુખોનો ભંડાર મેળવી લીધો છે ॥૪॥૩૩॥૪૬॥

ਭੈਰਉ ਮਹਲਾ ੫ ॥
ભૈરઉ મહેલ ૫॥

ਕਰਣ ਕਾਰਣ ਸਮਰਥੁ ਗੁਰੁ ਮੇਰਾ ॥
મારો ગુરુ બધું કરવા-કરાવવામાં સમર્થ છે,

ਜੀਅ ਪ੍ਰਾਣ ਸੁਖਦਾਤਾ ਨੇਰਾ ॥
આત્મા-પ્રાણોને સુખ આપનાર છે,

ਭੈ ਭੰਜਨ ਅਬਿਨਾਸੀ ਰਾਇ ॥
તે બધા ભય નાશ કરનાર તેમજ અવિનાશી છે.

ਦਰਸਨਿ ਦੇਖਿਐ ਸਭੁ ਦੁਖੁ ਜਾਇ ॥੧॥
તેના દર્શન કરવાથી બધા દુઃખ દૂર થઈ જાય છે ॥૧॥

ਜਤ ਕਤ ਪੇਖਉ ਤੇਰੀ ਸਰਣਾ ॥
જ્યાં તારી શરણ જોવ છું,

ਬਲਿ ਬਲਿ ਜਾਈ ਸਤਿਗੁਰ ਚਰਣਾ ॥੧॥ ਰਹਾਉ ॥
હું સદ્દગુરૂના ચરણો પર બલિહાર જાવ છું ॥૧॥વિરામ॥

ਪੂਰਨ ਕਾਮ ਮਿਲੇ ਗੁਰਦੇਵ ॥
ગુરૂદેવથી સાક્ષાત્કાર કરી બધા કાર્ય પૂર્ણ થઈ ગયા છે,

ਸਭਿ ਫਲਦਾਤਾ ਨਿਰਮਲ ਸੇਵ ॥
તે બધા ફળ આપનાર છે અને સેવા પણ પવિત્ર છે.

ਕਰੁ ਗਹਿ ਲੀਨੇ ਅਪੁਨੇ ਦਾਸ ॥
હાથ આપીને તેને પોતાના દાસોને બચાવી લીધા છે અને

ਰਾਮ ਨਾਮੁ ਰਿਦ ਦੀਓ ਨਿਵਾਸ ॥੨॥
રામ નામ હૃદયમાં વસાવી દીધું છે ॥૨॥

ਸਦਾ ਅਨੰਦੁ ਨਾਹੀ ਕਿਛੁ ਸੋਗੁ ॥
ભક્તોના મનમાં હંમેશા આનંદ બની રહે છે અને કોઈ ગમ થતું નથી.

ਦੂਖੁ ਦਰਦੁ ਨਹ ਬਿਆਪੈ ਰੋਗੁ ॥
દુઃખ-ઇજા તેમજ રોગ પણ તેને સ્પર્શતા નથી.

ਸਭੁ ਕਿਛੁ ਤੇਰਾ ਤੂ ਕਰਣੈਹਾਰੁ ॥
બધું તારું છે અને તું જ કરનાર છે

ਪਾਰਬ੍ਰਹਮ ਗੁਰ ਅਗਮ ਅਪਾਰ ॥੩॥
પરબ્રહ્મ ગુરુ અગમ્ય છે ॥૩॥

ਨਿਰਮਲ ਸੋਭਾ ਅਚਰਜ ਬਾਣੀ ॥ ਪਾਰਬ੍ਰਹਮ ਪੂਰਨ ਮਨਿ ਭਾਣੀ ॥
તારી શોભા ખુબ નિર્મળ છે, અને વાણી આશ્ચર્યમય છે. પૂર્ણ પરબ્રહ્મના મનને પણ સારી લાગે છે.

ਜਲਿ ਥਲਿ ਮਹੀਅਲਿ ਰਵਿਆ ਸੋਇ ॥
જમીન, આકાશ તેમજ જળમાં તે જ વ્યાપ્ત છે,

ਨਾਨਕ ਸਭੁ ਕਿਛੁ ਪ੍ਰਭ ਤੇ ਹੋਇ ॥੪॥੩੪॥੪੭॥
હે નાનક! સંસારમાં બધું પ્રભુ જ કરી રહ્યો છે ॥૪॥૩૪॥૪૯॥

ਭੈਰਉ ਮਹਲਾ ੫ ॥
ભૈરઉ મહેલ ૫॥

ਮਨੁ ਤਨੁ ਰਾਤਾ ਰਾਮ ਰੰਗਿ ਚਰਣੇ ॥
આ મન-શરીર પ્રભુ-ચરણોમાં જ લીન છે,

error: Content is protected !!