GUJARATI PAGE 1150

ਸਰਬ ਮਨੋਰਥ ਪੂਰਨ ਕਰਣੇ ॥
તે બધી કામનાઓને પૂર્ણ કરનાર છે.

ਆਠ ਪਹਰ ਗਾਵਤ ਭਗਵੰਤੁ ॥
આઠ પ્રહર પરમાત્માના ગુણ ગા

ਸਤਿਗੁਰਿ ਦੀਨੋ ਪੂਰਾ ਮੰਤੁ ॥੧॥
સદ્દગુરૂએ આ સંપૂર્ણ મંત્ર આપ્યો છે ॥૧॥

ਸੋ ਵਡਭਾਗੀ ਜਿਸੁ ਨਾਮਿ ਪਿਆਰੁ ॥
જેનો પ્રભુ-નામથી અતુટ પ્રેમ છે, તે જ ભાગ્યશાળી છે,

ਤਿਸ ਕੈ ਸੰਗਿ ਤਰੈ ਸੰਸਾਰੁ ॥੧॥ ਰਹਾਉ ॥
તેની સંગત કરીને સંસારનો પણ ઉધ્ધાર થઈ જાય છે ॥૧॥વિરામ॥

ਸੋਈ ਗਿਆਨੀ ਜਿ ਸਿਮਰੈ ਏਕ ॥
તે જ જ્ઞાનવાન છે, જે પ્રભુનું સ્મરણ કરે છે.

ਸੋ ਧਨਵੰਤਾ ਜਿਸੁ ਬੁਧਿ ਬਿਬੇਕ ॥
જેની પાસે વિવેક બુદ્ધિ છે, તે જ ધનવાન છે.

ਸੋ ਕੁਲਵੰਤਾ ਜਿ ਸਿਮਰੈ ਸੁਆਮੀ ॥
જે પ્રભુની પૂજા કરે છે, તે જ કુલીન છે.

ਸੋ ਪਤਿਵੰਤਾ ਜਿ ਆਪੁ ਪਛਾਨੀ ॥੨॥
જેને આત્મજ્ઞાનની ઓળખ હોય છે, તે જ ઈજ્જતદાર છે ॥૨॥

ਗੁਰ ਪਰਸਾਦਿ ਪਰਮ ਪਦੁ ਪਾਇਆ ॥
ગુરુની કૃપાથી જેને પરમપદ મેળવી લીધું છે,

ਗੁਣ ਗੋੁਪਾਲ ਦਿਨੁ ਰੈਨਿ ਧਿਆਇਆ ॥
તે પ્રભુના ગુણ ગાય છે, દિવસ-રાત તેના ધ્યાનમાં લીન રહે છે.

ਤੂਟੇ ਬੰਧਨ ਪੂਰਨ ਆਸਾ ॥
તેની આશાઓ પૂર્ણ થઈ જાય છે અને બધા બંધન તૂટી જાય છે.

ਹਰਿ ਕੇ ਚਰਣ ਰਿਦ ਮਾਹਿ ਨਿਵਾਸਾ ॥੩॥
તેના હૃદયમાં પ્રભુના ચરણ બની રહે છે ॥૩॥

ਕਹੁ ਨਾਨਕ ਜਾ ਕੇ ਪੂਰਨ ਕਰਮਾ ॥
નાનક ફરમાવે છે કે જેનું પૂર્ણ નસીબ હોય છે,

ਸੋ ਜਨੁ ਆਇਆ ਪ੍ਰਭ ਕੀ ਸਰਨਾ ॥
તે જ મનુષ્ય પ્રભુની શરણમાં આવે છે.

ਆਪਿ ਪਵਿਤੁ ਪਾਵਨ ਸਭਿ ਕੀਨੇ ॥
તે પોતે તો પવિત્ર હોય જ છે, બધાને પવિત્ર કરી દે છે અને

ਰਾਮ ਰਸਾਇਣੁ ਰਸਨਾ ਚੀਨੑੇ ॥੪॥੩੫॥੪੮॥
જીભથી રામ નામરૂપી રસાયણને ઓળખી લે છે ॥૪॥૩૫॥૪૮॥

ਭੈਰਉ ਮਹਲਾ ੫ ॥
ભૈરઉ મહેલ ૫॥

ਨਾਮੁ ਲੈਤ ਕਿਛੁ ਬਿਘਨੁ ਨ ਲਾਗੈ ॥
પ્રભુનું નામ લેવાથી કોઈ અવરોધ આવતો નથી,

ਨਾਮੁ ਸੁਣਤ ਜਮੁ ਦੂਰਹੁ ਭਾਗੈ ॥
નામ સાંભળવાથી તો યમ પણ દૂરથી ભાગવા લાગે છે.

ਨਾਮੁ ਲੈਤ ਸਭ ਦੂਖਹ ਨਾਸੁ ॥
પ્રભુ-નામની વંદનાથી બધા દુઃખ નાશ થઈ જાય છે,

ਨਾਮੁ ਜਪਤ ਹਰਿ ਚਰਣ ਨਿਵਾਸੁ ॥੧॥
નામ જપવાથી પ્રભુ-ચરણોમાં નિવાસ થઈ જાય છે ॥૧॥

ਨਿਰਬਿਘਨ ਭਗਤਿ ਭਜੁ ਹਰਿ ਹਰਿ ਨਾਉ ॥
પ્રભુની ભક્તિ દરેક વિઘ્નો દૂર કરે છે,

ਰਸਕਿ ਰਸਕਿ ਹਰਿ ਕੇ ਗੁਣ ਗਾਉ ॥੧॥ ਰਹਾਉ ॥
પરમાત્માનું ભજન કર, આનંદપૂર્વક પ્રભુનું જ ગુણગાન કર ॥૧॥વિરામ॥

ਹਰਿ ਸਿਮਰਤ ਕਿਛੁ ਚਾਖੁ ਨ ਜੋਹੈ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી કોઈ ખરાબ નજર લાગતી નથી,

ਹਰਿ ਸਿਮਰਤ ਦੈਤ ਦੇਉ ਨ ਪੋਹੈ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી ભૂત-પ્રેત દુઃખી કરતા નથી.

ਹਰਿ ਸਿਮਰਤ ਮੋਹੁ ਮਾਨੁ ਨ ਬਧੈ ॥
પરમાત્માના સ્મરણથી માન-મોહ બાંધી શકતા નથી અને

ਹਰਿ ਸਿਮਰਤ ਗਰਭ ਜੋਨਿ ਨ ਰੁਧੈ ॥੨॥
પરમાત્માનું સ્મરણ કરવાથી ગર્ભ યોનિથી છુટકારો થઈ જાય છે ॥૨॥

ਹਰਿ ਸਿਮਰਨ ਕੀ ਸਗਲੀ ਬੇਲਾ ॥
દિવસ-રાત અથવા સવાર-સાંજ પ્રભુ સ્મરણનો જ શુભ સમય છે,

ਹਰਿ ਸਿਮਰਨੁ ਬਹੁ ਮਾਹਿ ਇਕੇਲਾ ॥
પ્રભુનું સ્મરણ અનેક લોકોમાં કોઈ એકલો જ કરે છે.

ਜਾਤਿ ਅਜਾਤਿ ਜਪੈ ਜਨੁ ਕੋਇ ॥
નાની-મોટી જાતિનો કોઈ પણ મનુષ્ય પરમાત્માનું જાપ કરી શકે છે,

ਜੋ ਜਾਪੈ ਤਿਸ ਕੀ ਗਤਿ ਹੋਇ ॥੩॥
જે જાપ કરે છે, તેની મુક્તિ થઈ જાય છે ॥૩॥

ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਜਪੀਐ ਸਾਧਸੰਗਿ ॥
સાધુજનોની સાથે પ્રભુનું નામ જપવું જોઈએ,

ਹਰਿ ਕੇ ਨਾਮ ਕਾ ਪੂਰਨ ਰੰਗੁ ॥
આનાથી પ્રભુ-નામનો પૂર્ણ રંગ ચઢી જાય છે.

ਨਾਨਕ ਕਉ ਪ੍ਰਭ ਕਿਰਪਾ ਧਾਰਿ ॥
હે નાનક! પ્રભુએ કૃપા કરીને એવો વર આપ્યો છે કે

ਸਾਸਿ ਸਾਸਿ ਹਰਿ ਦੇਹੁ ਚਿਤਾਰਿ ॥੪॥੩੬॥੪੯॥
તે શ્વાસ-શ્વાસ પ્રભુનું સ્મરણ કરે છે ॥૪॥૩૬॥૪૯॥

ਭੈਰਉ ਮਹਲਾ ੫ ॥
ભૈરઉ મહેલ ૫॥

ਆਪੇ ਸਾਸਤੁ ਆਪੇ ਬੇਦੁ ॥
વેદ તેમજ શાસ્ત્ર તે પોતે જ છે અને

ਆਪੇ ਘਟਿ ਘਟਿ ਜਾਣੈ ਭੇਦੁ ॥
તે પોતે જ દરેક શરીરનું રહસ્ય જાણે છે.

ਜੋਤਿ ਸਰੂਪ ਜਾ ਕੀ ਸਭ ਵਥੁ ॥
તે પ્રકાશ સ્વરૂપ છે, રચનારૂપી બધી વસ્તુઓ તેની છે.

ਕਰਣ ਕਾਰਣ ਪੂਰਨ ਸਮਰਥੁ ॥੧॥
તે બધું કરવામાં પૂર્ણ સમર્થ છે ॥૧॥

ਪ੍ਰਭ ਕੀ ਓਟ ਗਹਹੁ ਮਨ ਮੇਰੇ ॥
હે મન! પ્રભુની સહારો લે,

ਚਰਨ ਕਮਲ ਗੁਰਮੁਖਿ ਆਰਾਧਹੁ ਦੁਸਮਨ ਦੂਖੁ ਨ ਆਵੈ ਨੇਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥
ગુરુ દ્વારા તેના ચરણ-કમળની પ્રાર્થના કર, આનાથી દુશ્મન તેમજ દુઃખ પાસે આવતું નથી ॥૧॥વિરામ॥

ਆਪੇ ਵਣੁ ਤ੍ਰਿਣੁ ਤ੍ਰਿਭਵਣ ਸਾਰੁ ॥ ਜਾ ਕੈ ਸੂਤਿ ਪਰੋਇਆ ਸੰਸਾਰੁ ॥
વન, વનસ્પતિ, ત્રણેય લોકનો સાર તે પોતે જ છે અને પૂર્ણ સંસાર તેના સુત્રમાં પરોવાયેલ છે.

ਆਪੇ ਸਿਵ ਸਕਤੀ ਸੰਜੋਗੀ ॥
તે પોતે જ શિવ અને શક્તિનું સંયોગ કરાવનાર છે.

ਆਪਿ ਨਿਰਬਾਣੀ ਆਪੇ ਭੋਗੀ ॥੨॥
તે પોતે જ ભોગનાર છે અને પોતે જ નિર્લિપ્ત છે ॥૨॥

ਜਤ ਕਤ ਪੇਖਉ ਤਤ ਤਤ ਸੋਇ ॥
જ્યાં પણ દ્રષ્ટિ જાય છે, ત્યાં તે છે,

ਤਿਸੁ ਬਿਨੁ ਦੂਜਾ ਨਾਹੀ ਕੋਇ ॥
તેના સિવાય બીજું કોઈ નથી.

ਸਾਗਰੁ ਤਰੀਐ ਨਾਮ ਕੈ ਰੰਗਿ ॥
પ્રભુ-નામના રંગમાં લીન રહીને સંસાર-સમુદ્રને પાર કરી શકાય છે,

ਗੁਣ ਗਾਵੈ ਨਾਨਕੁ ਸਾਧਸੰਗਿ ॥੩॥
તેથી સાધુ પુરુષોની સાથે નાનક તેના જ ગુણ ગાય છે ॥૩॥

ਮੁਕਤਿ ਭੁਗਤਿ ਜੁਗਤਿ ਵਸਿ ਜਾ ਕੈ ॥
મુક્તિ, ભક્તિ તેમજ વિચાર તેના વશમાં છે અને

ਊਣਾ ਨਾਹੀ ਕਿਛੁ ਜਨ ਤਾ ਕੈ ॥
તેના ભક્તની પાસે કોઈ વસ્તુનો કોઈ અભાવ નથી.

ਕਰਿ ਕਿਰਪਾ ਜਿਸੁ ਹੋਇ ਸੁਪ੍ਰਸੰਨ ॥
હે નાનક! તે કૃપા કરી જેના પર ખુશ થઈ જાય છે,

ਨਾਨਕ ਦਾਸ ਸੇਈ ਜਨ ਧੰਨ ॥੪॥੩੭॥੫੦॥
તે જ મનુષ્ય ધન્ય છે ॥૪॥૩૭॥૫૦॥

ਭੈਰਉ ਮਹਲਾ ੫ ॥
ભૈરઉ મહેલ ૫॥

ਭਗਤਾ ਮਨਿ ਆਨੰਦੁ ਗੋਬਿੰਦ ॥
ભક્તોના મનમાં પ્રભુના વસવાથી આનંદ જ આનંદ બની રહે છે,

ਅਸਥਿਤਿ ਭਏ ਬਿਨਸੀ ਸਭ ਚਿੰਦ ॥
તેની બધી ચિંતા નાશ થઈ જાય છે અને તે સ્થિરચિત્ત થઈ જાય છે.

error: Content is protected !!