ਕਹੁ ਨਾਨਕ ਦਰਸੁ ਪੇਖਿ ਸੁਖੁ ਪਾਇਆ ਸਭ ਪੂਰਨ ਹੋਈ ਆਸਾ ॥੨॥੧੫॥੩੮॥
નાનક ફરમાવે છે કે પ્રભુના દર્શનોથી સુખ પ્રાપ્ત થઈ ગયું છે અને બધી કામનાઓ પુરી થઈ ગઈ છે ॥૨॥૧૫॥૩૮॥
ਸਾਰੰਗ ਮਹਲਾ ੫ ॥
સારંગ મહેલ ૫॥
ਚਰਨਹ ਗੋਬਿੰਦ ਮਾਰਗੁ ਸੁਹਾਵਾ ॥
પરમાત્માની માર્ગ જ ચરણો માટે સુખદાયક છે
ਆਨ ਮਾਰਗ ਜੇਤਾ ਕਿਛੁ ਧਾਈਐ ਤੇਤੋ ਹੀ ਦੁਖੁ ਹਾਵਾ ॥੧॥ ਰਹਾਉ ॥
કારણ કે બીજા માર્ગો પર જેટલી પણ દોડધામ હોય છે તેટલા જ દુઃખોનો સામનો કરવો પડે છે ॥૧॥વિરામ॥
ਨੇਤ੍ਰ ਪੁਨੀਤ ਭਏ ਦਰਸੁ ਪੇਖੇ ਹਸਤ ਪੁਨੀਤ ਟਹਲਾਵਾ ॥
તેના દર્શન કરવાથી આંખો પવિત્ર થાય છે સેવા કરવાથી હાથ પવિત્ર થાય છે
ਰਿਦਾ ਪੁਨੀਤ ਰਿਦੈ ਹਰਿ ਬਸਿਓ ਮਸਤ ਪੁਨੀਤ ਸੰਤ ਧੂਰਾਵਾ ॥੧॥
પ્રભુના વસવાથી હૃદય પવિત્ર થાય છે અને સંતોની ચરણ ધૂળ માથું પવિત્ર કરી દે છે ॥૧॥
ਸਰਬ ਨਿਧਾਨ ਨਾਮਿ ਹਰਿ ਹਰਿ ਕੈ ਜਿਸੁ ਕਰਮਿ ਲਿਖਿਆ ਤਿਨਿ ਪਾਵਾ ॥
પ્રભુનું નામ સર્વ સુખોનો ભંડાર છે પરંતુ જેના ભાગ્યમાં લખેલું હોય છે તે જ તેને મેળવે છે
ਜਨ ਨਾਨਕ ਕਉ ਗੁਰੁ ਪੂਰਾ ਭੇਟਿਓ ਸੁਖਿ ਸਹਜੇ ਅਨਦ ਬਿਹਾਵਾ ॥੨॥੧੬॥੩੯॥
નાનકનો સંપૂર્ણ ગુરુથી મેળાપ થયો છે જેનાથી જીવન સ્વાભાવિક સુખમય તેમજ આનંદ પૂર્વક પસાર થઈ રહ્યું છે ॥૨॥૧૬॥૩૯॥
ਸਾਰੰਗ ਮਹਲਾ ੫ ॥
સારંગ મહેલ ૫॥
ਧਿਆਇਓ ਅੰਤਿ ਬਾਰ ਨਾਮੁ ਸਖਾ ॥
હરિ નામનું ધ્યાન કરો, અંતિમ સમયે આ સાથ આપશે
ਜਹ ਮਾਤ ਪਿਤਾ ਸੁਤ ਭਾਈ ਨ ਪਹੁਚੈ ਤਹਾ ਤਹਾ ਤੂ ਰਖਾ ॥੧॥ ਰਹਾਉ ॥
જ્યાં માતા-પિતા, પુત્ર તેમજ ભાઈ પહોંચતા નથી ત્યાં પ્રભુ જ રક્ષા કરે છે ॥૧॥વિરામ॥
ਅੰਧ ਕੂਪ ਗ੍ਰਿਹ ਮਹਿ ਤਿਨਿ ਸਿਮਰਿਓ ਜਿਸੁ ਮਸਤਕਿ ਲੇਖੁ ਲਿਖਾ ॥
હૃદય રૂપી અંધ કુવામાં તેને જ પરમાત્માનું સ્મરણ કર્યું છે જેના કપાળ પર ભાગ્ય લખેલા છે
ਖੂਲ੍ਹ੍ਹੇ ਬੰਧਨ ਮੁਕਤਿ ਗੁਰਿ ਕੀਨੀ ਸਭ ਤੂਹੈ ਤੁਹੀ ਦਿਖਾ ॥੧॥
તેના બધા બંધન ખુલી ગયા છે ગુરુએ મુક્તિ પ્રદાન કરી છે અને દરેક જગ્યાએ તું જ તું દેખાય છે ॥૧॥
ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਪੀਆ ਮਨੁ ਤ੍ਰਿਪਤਿਆ ਆਘਾਏ ਰਸਨ ਚਖਾ ॥
હરિ-નામ અમૃતનું સેવન કરીને ન તૃપ્ત થઈ ગયું અને જીભ તેને ચાખીને આનંદિત થઈ ગઈ
ਕਹੁ ਨਾਨਕ ਸੁਖ ਸਹਜੁ ਮੈ ਪਾਇਆ ਗੁਰਿ ਲਾਹੀ ਸਗਲ ਤਿਖਾ ॥੨॥੧੭॥੪੦॥
હે નાનક! આ રીતે મેં આધ્યાત્મિક સુખ મેળવ્યું છે અને ગુરુએ મારી તરસ ઠારી દીધી ॥૨॥૧૭॥૪૦॥
ਸਾਰੰਗ ਮਹਲਾ ੫ ॥
સારંગ મહેલ ૫॥
ਗੁਰ ਮਿਲਿ ਐਸੇ ਪ੍ਰਭੂ ਧਿਆਇਆ ॥
ગુરુને મળીને આ રીતે પ્રભુનું ચિંતન કર્યું તો
ਭਇਓ ਕ੍ਰਿਪਾਲੁ ਦਇਆਲੁ ਦੁਖ ਭੰਜਨੁ ਲਗੈ ਨ ਤਾਤੀ ਬਾਇਆ ॥੧॥ ਰਹਾਉ ॥
તે દુઃખ નાશક અમારી પર કૃપાળુ થઈ ગયા અને જે કારણે દુઃખ-તકલીફ પ્રભાવિત કરતી નથી ॥૧॥વિરામ॥
ਜੇਤੇ ਸਾਸ ਸਾਸ ਹਮ ਲੇਤੇ ਤੇਤੇ ਹੀ ਗੁਣ ਗਾਇਆ ॥
અમે જેટલી જીવન-શ્વાસ લઈએ છીએ તેટલી વખત જ હરિ ગુણ ગાઈએ છીએ
ਨਿਮਖ ਨ ਬਿਛੁਰੈ ਘਰੀ ਨ ਬਿਸਰੈ ਸਦ ਸੰਗੇ ਜਤ ਜਾਇਆ ॥੧॥
તે ક્ષણ માટે પણ અલગ થતા નથી, એક ક્ષણ પણ ભૂલતા નથી જ્યાં જાઉં છું હંમેશા સાથે રહે છે ॥૧॥
ਹਉ ਬਲਿ ਬਲਿ ਬਲਿ ਬਲਿ ਚਰਨ ਕਮਲ ਕਉ ਬਲਿ ਬਲਿ ਗੁਰ ਦਰਸਾਇਆ ॥
હું તેના ચરણો પર બલિહાર જાઉં છું ગુરુ દર્શન પર બલિહાર જાઉં છું
ਕਹੁ ਨਾਨਕ ਕਾਹੂ ਪਰਵਾਹਾ ਜਉ ਸੁਖ ਸਾਗਰੁ ਮੈ ਪਾਇਆ ॥੨॥੧੮॥੪੧॥
હે નાનક! સુખોના સમુદ્ર પ્રભુને મેળવીને હવે મને કોઈ ચિંતા નથી ॥૨॥૧૮॥૪૧॥
ਸਾਰੰਗ ਮਹਲਾ ੫ ॥
સારંગ મહેલ ૫॥
ਮੇਰੈ ਮਨਿ ਸਬਦੁ ਲਗੋ ਗੁਰ ਮੀਠਾ ॥
મારા મનને ગુરુનો ઉપદેશ જ મીઠો લાગ્યો છે
ਖੁਲ੍ਹ੍ਹਿਓ ਕਰਮੁ ਭਇਓ ਪਰਗਾਸਾ ਘਟਿ ਘਟਿ ਹਰਿ ਹਰਿ ਡੀਠਾ ॥੧॥ ਰਹਾਉ ॥
અમારું ભાગ્ય ખુલી ગયું છે હૃદયમાં આલોક થયો છે અને દરેક શરીરમાં પ્રભુ જ દેખાઈ રહ્યા છે ॥૧॥વિરામ॥
ਪਾਰਬ੍ਰਹਮ ਆਜੋਨੀ ਸੰਭਉ ਸਰਬ ਥਾਨ ਘਟ ਬੀਠਾ ॥
પરબ્રહ્મ પરમાત્મા જન્મ-મરણથી રહિત છે સ્વયંભૂ છે સંપૂર્ણ સંસારમાં વ્યાપક છે
ਭਇਓ ਪਰਾਪਤਿ ਅੰਮ੍ਰਿਤ ਨਾਮਾ ਬਲਿ ਬਲਿ ਪ੍ਰਭ ਚਰਣੀਠਾ ॥੧॥
અમને અમૃતમય પ્રભુ-નામ પ્રાપ્ત થયું છે અને અમે પ્રભુ ચરણો પાર બલિહાર જઈએ છીએ ॥૧॥
ਸਤਸੰਗਤਿ ਕੀ ਰੇਣੁ ਮੁਖਿ ਲਾਗੀ ਕੀਏ ਸਗਲ ਤੀਰਥ ਮਜਨੀਠਾ ॥
સત્સંગની ચરણ ધૂળ મુખ પર લગાવેલી છે જે સમસ્ત તીર્થોનું સ્નાન કરવાનું ફળ છે
ਕਹੁ ਨਾਨਕ ਰੰਗਿ ਚਲੂਲ ਭਏ ਹੈ ਹਰਿ ਰੰਗੁ ਨ ਲਹੈ ਮਜੀਠਾ ॥੨॥੧੯॥੪੨॥
હે નાનક! પરમાત્માના પ્રેમ રંગમાં લાલ થઈ ગયા છે અને આ પાક્કો રંગ ક્યારેય ઉતરતો નથી ॥૨॥૧૯॥૪૨॥
ਸਾਰੰਗ ਮਹਲਾ ੫ ॥
સારંગ મહેલ ૫॥
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਦੀਓ ਗੁਰਿ ਸਾਥੇ ॥
ગુરુએ મને પરમાત્માનું નામ આપ્યું છે
ਨਿਮਖ ਬਚਨੁ ਪ੍ਰਭ ਹੀਅਰੈ ਬਸਿਓ ਸਗਲ ਭੂਖ ਮੇਰੀ ਲਾਥੇ ॥੧॥ ਰਹਾਉ ॥
તેના નિમેષ વચનથી પ્રભુ હૃદયમાં વસી ગયા છે અને મારી બધી ભૂખ દૂર થઈ ગઈ છે ॥૧॥વિરામ॥
ਕ੍ਰਿਪਾ ਨਿਧਾਨ ਗੁਣ ਨਾਇਕ ਠਾਕੁਰ ਸੁਖ ਸਮੂਹ ਸਭ ਨਾਥੇ ॥
હે માલિક! તું કૃપાનિધાન છે ગુણોના સ્વામી અને સર્વ સુખોનો નાથ છે
ਏਕ ਆਸ ਮੋਹਿ ਤੇਰੀ ਸੁਆਮੀ ਅਉਰ ਦੁਤੀਆ ਆਸ ਬਿਰਾਥੇ ॥੧॥
મને માત્ર તારી જ આશા છે અને બીજી આશાઓ બધી વ્યર્થ છે ॥૧॥
ਨੈਣ ਤ੍ਰਿਪਤਾਸੇ ਦੇਖਿ ਦਰਸਾਵਾ ਗੁਰਿ ਕਰ ਧਾਰੇ ਮੇਰੈ ਮਾਥੇ ॥
ગુરુએ મારા માથા પર પોતાનો હાથ રાખ્યો અને દર્શન કરીને આંખ તૃપ્ત થઈ ગઈ