GUJARATI PAGE 1219

ਸਾਰੰਗ ਮਹਲਾ ੫ ॥
સારંગ મહેલ ૫॥

ਹਰਿ ਕੇ ਨਾਮ ਕੀ ਗਤਿ ਠਾਂਢੀ ॥
હરિનામનું સંકીર્તન હંમેશા મનને શાંતિ આપવાવાળું છે

ਬੇਦ ਪੁਰਾਨ ਸਿਮ੍ਰਿਤਿ ਸਾਧੂ ਜਨ ਖੋਜਤ ਖੋਜਤ ਕਾਢੀ ॥੧॥ ਰਹਾਉ ॥
વેદો, પુરાણો તેમજ સ્મૃતિઓ વગેરેનું વિશ્લેષણ કરીને સાધુ-પુરુષોએ આ જ નિષ્કર્ષ કાઢ્યો છે ॥૧॥વિરામ॥

ਸਿਵ ਬਿਰੰਚ ਅਰੁ ਇੰਦ੍ਰ ਲੋਕ ਤਾ ਮਹਿ ਜਲਤੌ ਫਿਰਿਆ ॥
શિવ, બ્રહ્મા અને ઇન્દ્રલોક તમોગુણમાં સળગતા રહ્યા

ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਸੁਆਮੀ ਭਏ ਸੀਤਲ ਦੂਖੁ ਦਰਦੁ ਭ੍ਰਮੁ ਹਿਰਿਆ ॥੧॥
પરંતુ પ્રભુનું સ્મરણ કરીને શીતળ થઈ ગયા અને તેનું દુઃખ-દર્દ તેમજ ભય દૂર થઈ ગયા ॥૧॥

ਜੋ ਜੋ ਤਰਿਓ ਪੁਰਾਤਨੁ ਨਵਤਨੁ ਭਗਤਿ ਭਾਇ ਹਰਿ ਦੇਵਾ ॥
પ્રાચીન યુગ અથવા આધુનિક યુગ જે જે સંસાર-સમુદ્રથી પાર થયા છે તે પરમાત્માની ભક્તિથી જ થયા છે

ਨਾਨਕ ਕੀ ਬੇਨੰਤੀ ਪ੍ਰਭ ਜੀਉ ਮਿਲੈ ਸੰਤ ਜਨ ਸੇਵਾ ॥੨॥੫੨॥੭੫॥
નાનકની વિનંતી છે કે સંતજનોથી સેવાથી જ પ્રભુ મળે છે ॥૨॥૫૨॥૭૫॥

ਸਾਰੰਗ ਮਹਲਾ ੫ ॥
સારંગ મહેલ ૫॥

ਜਿਹਵੇ ਅੰਮ੍ਰਿਤ ਗੁਣ ਹਰਿ ਗਾਉ ॥
જીભથી અમૃતમય હરિના ગુણ ગાઓ

ਹਰਿ ਹਰਿ ਬੋਲਿ ਕਥਾ ਸੁਨਿ ਹਰਿ ਕੀ ਉਚਰਹੁ ਪ੍ਰਭ ਕੋ ਨਾਉ ॥੧॥ ਰਹਾਉ ॥
હરિ હરિ બોલો હરિની કથા સાંભળો, હરિ નામનું ઉચ્ચારણ કરો ॥૧॥વિરામ॥

ਰਾਮ ਨਾਮੁ ਰਤਨ ਧਨੁ ਸੰਚਹੁ ਮਨਿ ਤਨਿ ਲਾਵਹੁ ਭਾਉ ॥
રામ નામ અમૂલ્ય રત્ન છે આ ધન એકઠું કરો અને મન તનથી પ્રેમ લગાવો

ਆਨ ਬਿਭੂਤ ਮਿਥਿਆ ਕਰਿ ਮਾਨਹੁ ਸਾਚਾ ਇਹੈ ਸੁਆਉ ॥੧॥
બીજી બધી વિભૂતિઓને અસત્ય માનો રામ નામ જ સાચો લાભ છે ॥૧॥

ਜੀਅ ਪ੍ਰਾਨ ਮੁਕਤਿ ਕੋ ਦਾਤਾ ਏਕਸ ਸਿਉ ਲਿਵ ਲਾਉ ॥
આત્મા તેમજ પ્રાણોને મુક્તિ દેવાવાળા માત્ર પરમાત્મા જ છે તેથી તેનાથી જ લગન લગાવો

ਕਹੁ ਨਾਨਕ ਤਾ ਕੀ ਸਰਣਾਈ ਦੇਤ ਸਗਲ ਅਪਿਆਉ ॥੨॥੫੩॥੭੬॥
હે નાનક! તેની શરણમાં આઓ જે બધાને રોજી રોટી આપે છે ॥૨॥૫૩॥૭૬॥

ਸਾਰੰਗ ਮਹਲਾ ੫ ॥
સારંગ મહેલ ૫॥

ਹੋਤੀ ਨਹੀ ਕਵਨ ਕਛੁ ਕਰਣੀ ॥
મારાથી કોઈ સારું કાર્ય થતું નથી

ਇਹੈ ਓਟ ਪਾਈ ਮਿਲਿ ਸੰਤਹ ਗੋਪਾਲ ਏਕ ਕੀ ਸਰਣੀ ॥੧॥ ਰਹਾਉ ॥
સંતપુરુષોથી મળીને પ્રભુની શરણમાં આવવાનો સંરક્ષણ મેળવી લીધું છે ॥૧॥વિરામ॥

ਪੰਚ ਦੋਖ ਛਿਦ੍ਰ ਇਆ ਤਨ ਮਹਿ ਬਿਖੈ ਬਿਆਧਿ ਕੀ ਕਰਣੀ ॥
આ તનમાં કામાદિક પાંચ દોષોના અવગુણ છે અને વિષય-વિકારોના કાર્ય તનમાં રોગ ઉત્પન્ન કરે છે

ਆਸ ਅਪਾਰ ਦਿਨਸ ਗਣਿ ਰਾਖੇ ਗ੍ਰਸਤ ਜਾਤ ਬਲੁ ਜਰਣੀ ॥੧॥
આશા અનંત છે જિંદગીના દિવસ થોડા જ છે અને વૃદ્ધાવસ્થા શારીરિક બળને ખાઈ રહી છે ॥૧॥

ਅਨਾਥਹ ਨਾਥ ਦਇਆਲ ਸੁਖ ਸਾਗਰ ਸਰਬ ਦੋਖ ਭੈ ਹਰਣੀ ॥
હે પ્રભુ! અનાથોના નામ, સુખોના સમુદ્ર, દયાળુ પરમાત્મા બધા પાપ તેમજ ભય દૂર કરવાવાળા છે

ਮਨਿ ਬਾਂਛਤ ਚਿਤਵਤ ਨਾਨਕ ਦਾਸ ਪੇਖਿ ਜੀਵਾ ਪ੍ਰਭ ਚਰਣੀ ॥੨॥੫੪॥੭੭॥
હે પ્રભુ! દાસ નાનકની આ જ મનોકામના છે કે તારા ચરણોને જોઈને જોતો રહું ॥૨॥૫૪॥૭૭॥

ਸਾਰੰਗ ਮਹਲਾ ੫ ॥
સારંગ મહેલ ૫॥

ਫੀਕੇ ਹਰਿ ਕੇ ਨਾਮ ਬਿਨੁ ਸਾਦ ॥
હરિના નામ વગર બધા સ્વાદ નીરસ છે

ਅੰਮ੍ਰਿਤ ਰਸੁ ਕੀਰਤਨੁ ਹਰਿ ਗਾਈਐ ਅਹਿਨਿਸਿ ਪੂਰਨ ਨਾਦ ॥੧॥ ਰਹਾਉ ॥
હરિ-કીર્તન અમૃતમય રસ છે હરિનું કીર્તન કરવાથી દિવસ-રાત ખુશીઓ બનેલી રહે છે ॥૧॥વિરામ॥

ਸਿਮਰਤ ਸਾਂਤਿ ਮਹਾ ਸੁਖੁ ਪਾਈਐ ਮਿਟਿ ਜਾਹਿ ਸਗਲ ਬਿਖਾਦ ॥
પરમાત્માના સ્મરણથી મહાસુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે અને બધા દુઃખ-શોક મટી જાય છે

ਹਰਿ ਹਰਿ ਲਾਭੁ ਸਾਧਸੰਗਿ ਪਾਈਐ ਘਰਿ ਲੈ ਆਵਹੁ ਲਾਦਿ ॥੧॥
હરિ-ભજનનો લાભ સાધુ-પુરુષોની સંગતમાં જ પ્રાપ્ત થાય છે તેને ઘરે લઈ જાઓ ॥૧॥

ਸਭ ਤੇ ਊਚ ਊਚ ਤੇ ਊਚੋ ਅੰਤੁ ਨਹੀ ਮਰਜਾਦ ॥
પ્રભુ મહાન છે ઉચ્ચાથી પણ ઉચ્ચ છે તેની ઊંડાઈનું રહસ્ય મેળવી શકાતું નથી

ਬਰਨਿ ਨ ਸਾਕਉ ਨਾਨਕ ਮਹਿਮਾ ਪੇਖਿ ਰਹੇ ਬਿਸਮਾਦ ॥੨॥੫੫॥੭੮॥
નાનકનું કહેવું છે કે પ્રભુની મહિમાનું વર્ણન કરી શકાતું નથી જોઈને ખુબ આશ્ચર્ય થાય છે ॥૨॥૫૫॥૭૮॥

ਸਾਰੰਗ ਮਹਲਾ ੫ ॥
સારંગ મહેલ ૫॥

ਆਇਓ ਸੁਨਨ ਪੜਨ ਕਉ ਬਾਣੀ ॥
મનુષ્ય આ દુનિયામાં હરિ વાણી સાંભળવા અને વાંચવા માટે આવ્યો છે

ਨਾਮੁ ਵਿਸਾਰਿ ਲਗਹਿ ਅਨ ਲਾਲਚਿ ਬਿਰਥਾ ਜਨਮੁ ਪਰਾਣੀ ॥੧॥ ਰਹਾਉ ॥
પરંતુ હરિ-નામને ભૂલીને બીજી લાલચોમાં લાગીને પોતાનો જન્મ વ્યર્થ ગુમાવી દીધો છે ॥૧॥વિરામ॥

ਸਮਝੁ ਅਚੇਤ ਚੇਤਿ ਮਨ ਮੇਰੇ ਕਥੀ ਸੰਤਨ ਅਕਥ ਕਹਾਣੀ ॥
હે મન! જાગ અને સાવધાન થઈ જા સંત-મહાપુરુષોએ જે અકથ વાર્તા કહી છે તેને સમજ

ਲਾਭੁ ਲੈਹੁ ਹਰਿ ਰਿਦੈ ਅਰਾਧਹੁ ਛੁਟਕੈ ਆਵਣ ਜਾਣੀ ॥੧॥
હૃદયમાં પ્રભુની આરાધનાનો લાભ પ્રાપ્ત કર જન્મ મરણના ચક્રથી છુટકારો થઈ જશે ॥૧॥

ਉਦਮੁ ਸਕਤਿ ਸਿਆਣਪ ਤੁਮ੍ਹ੍ਹਰੀ ਦੇਹਿ ਤ ਨਾਮੁ ਵਖਾਣੀ ॥
હે હરિ! જો તું મને ઉદ્યમ શક્તિ તેમજ બુદ્ધિમાની આપે તો તારા નામની ચર્ચા કરું છું

ਸੇਈ ਭਗਤ ਭਗਤਿ ਸੇ ਲਾਗੇ ਨਾਨਕ ਜੋ ਪ੍ਰਭ ਭਾਣੀ ॥੨॥੫੬॥੭੯॥
નાનકનું કહેવું છે કે જે પ્રભુને સારા લાગે છે તે ભક્ત ભક્તિમાં લીન હોય છે ॥૨॥૫૬॥૭૯॥

ਸਾਰੰਗ ਮਹਲਾ ੫ ॥
સારંગ મહેલ ૫॥

ਧਨਵੰਤ ਨਾਮ ਕੇ ਵਣਜਾਰੇ ॥
વાસ્તવમાં હરિનામનો વેપારી જ ધનવાન છે

ਸਾਂਝੀ ਕਰਹੁ ਨਾਮ ਧਨੁ ਖਾਟਹੁ ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਵੀਚਾਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥
તેની સાથે મેળ-મેળાપ બનાવીને ભાગીદારી કરો અને ગુરુના ઉપદેશનું ચિંતન કરતા હરિનામ ધનની કમાણી કરો ॥૧॥વિરામ॥

error: Content is protected !!