GUJARATI PAGE 145

ਜਾ ਤੁਧੁ ਭਾਵਹਿ ਤਾ ਕਰਹਿ ਬਿਭੂਤਾ ਸਿੰਙੀ ਨਾਦੁ ਵਜਾਵਹਿ
કેટલાય શરીર પર રાખ ઘસે છે અને કેટલાય શંખનો નાદ વગાળે છે.

ਜਾ ਤੁਧੁ ਭਾਵੈ ਤਾ ਪੜਹਿ ਕਤੇਬਾ ਮੁਲਾ ਸੇਖ ਕਹਾਵਹਿ
કેટલાય જીવ કુરાન વગેરે ધાર્મિક પુસ્તકો વાંચે છે અને પોતાની જાતને મુલ્લા તેમજ શેખ કહેવડાવે છે.

ਜਾ ਤੁਧੁ ਭਾਵੈ ਤਾ ਹੋਵਹਿ ਰਾਜੇ ਰਸ ਕਸ ਬਹੁਤੁ ਕਮਾਵਹਿ
કોઈ રાજા બની જાય છે તો કોઈ સ્વાદિષ્ટ ભોજન બાંટે છે.

ਜਾ ਤੁਧੁ ਭਾਵੈ ਤੇਗ ਵਗਾਵਹਿ ਸਿਰ ਮੁੰਡੀ ਕਟਿ ਜਾਵਹਿ
કોઈ તલવાર ચલાવે છે અને ગર્દનથી માથું અલગ થઇ જાય છે.

ਜਾ ਤੁਧੁ ਭਾਵੈ ਜਾਹਿ ਦਿਸੰਤਰਿ ਸੁਣਿ ਗਲਾ ਘਰਿ ਆਵਹਿ
કોઈ પરદેશ જાય છે ત્યાંની વાતો સાંભળીને ફરી પોતાના ઘરે આવે છે.

ਜਾ ਤੁਧੁ ਭਾਵੈ ਨਾਇ ਰਚਾਵਹਿ ਤੁਧੁ ਭਾਣੇ ਤੂੰ ਭਾਵਹਿ
હે પ્રભુ! આ પણ તારી રજા જ છે કે કોઈ જીવ તારા નામમાં જોડાય છે. જે તારી રજામાં ચાલે છે તે તને પ્રેમાળ લાગે છે.

ਨਾਨਕੁ ਏਕ ਕਹੈ ਬੇਨੰਤੀ ਹੋਰਿ ਸਗਲੇ ਕੂੜੁ ਕਮਾਵਹਿ ॥੧॥
નાનક એક વિનંતી કરે છે કે રજામાં ચાલ્યા વિના અને બધા જેનો ઉપર ઉલ્લેખ કર્યો છે અસત્ય કમાય રહ્યા છે ।।૧।।

ਮਃ
મહેલ૧।।

ਜਾ ਤੂੰ ਵਡਾ ਸਭਿ ਵਡਿਆਂਈਆ ਚੰਗੈ ਚੰਗਾ ਹੋਈ
જ્યારે આ વાત યોગ્ય છે કે તું મોટો પ્રભુ જગતનો કર્તાર છે, તો જગતમાં જે કંઈ થઈ રહ્યું છે બધું તારું જ મહાનતા છે. કારણ કે સારાથી સારું જ ઉત્પન્ન થાય છે.

ਜਾ ਤੂੰ ਸਚਾ ਤਾ ਸਭੁ ਕੋ ਸਚਾ ਕੂੜਾ ਕੋਇ ਕੋਈ
જ્યારે આ યકીન બની જાય કે તું જ સાચો પ્રભુ વિધાતા છે તો દરેક જીવ સાચો દેખાય છે કારણ કે દરેક જીવમાં તું સ્વયં હાજર છે તો પછી આ જગતમાં કોઈ અસત્ય હોઈ શકતું નથી.

ਆਖਣੁ ਵੇਖਣੁ ਬੋਲਣੁ ਚਲਣੁ ਜੀਵਣੁ ਮਰਣਾ ਧਾਤੁ
જે કંઈ બહાર દેખાવા માત્ર દેખાઈ રહ્યું છે આ કહેવું દેખવું આ બોલ-ચાલ, આ જીવવું તેમજ મરવું આ બધું માયા રૂપ છે.

ਹੁਕਮੁ ਸਾਜਿ ਹੁਕਮੈ ਵਿਚਿ ਰਖੈ ਨਾਨਕ ਸਚਾ ਆਪਿ ॥੨॥
વાસ્તવિકતા નથી, વાસ્તવિક તો પ્રભુ સ્વયં જ છે. હે નાનક! તે હંમેશા કાયમ રહેનાર પ્રભુ પોતાની હુકમરૂપી સત્તા રચીને બધા જીવોને તે હુકમમાં ચલાવી રહ્યો છે. ।।૨।।

ਪਉੜੀ
પગથિયું।।

ਸਤਿਗੁਰੁ ਸੇਵਿ ਨਿਸੰਗੁ ਭਰਮੁ ਚੁਕਾਈਐ
જો સાચા દિલથી ગુરુનો હુકમ માને તો ભટકવું દૂર થઇ જાય છે.

ਸਤਿਗੁਰੁ ਆਖੈ ਕਾਰ ਸੁ ਕਾਰ ਕਮਾਈਐ
તે જ કામ કરવું જોઈએ જે ગુરુ કરવા માટે કહે.

ਸਤਿਗੁਰੁ ਹੋਇ ਦਇਆਲੁ ਨਾਮੁ ਧਿਆਈਐ
જો સતગુરુ કૃપા કરે તો પ્રભુનું નામ સ્મરણ કરી શકાય છે.

ਲਾਹਾ ਭਗਤਿ ਸੁ ਸਾਰੁ ਗੁਰਮੁਖਿ ਪਾਈਐ
ગુરુની સન્મુખ હોવાથી પ્રભુનું બંદગીરુપ સૌથી સરસ લાભ મળે છે. 

ਮਨਮੁਖਿ ਕੂੜੁ ਗੁਬਾਰੁ ਕੂੜੁ ਕਮਾਈਐ
પરંતુ મનની પાછળ ચાલવાવાળો મનુષ્ય માત્ર અસત્ય માત્ર અંધકાર જ કમાય છે.

ਸਚੇ ਦੈ ਦਰਿ ਜਾਇ ਸਚੁ ਚਵਾਂਈਐ
જો સાચા પ્રભુના ચરણોમાં જોડાઈને સાચાનું નામ જપે 

ਸਚੈ ਅੰਦਰਿ ਮਹਲਿ ਸਚਿ ਬੁਲਾਈਐ
તો આ સાચા નામ દ્વારા સાચા પ્રભુની હાજરીમાં જગ્યા મળે છે.

ਨਾਨਕ ਸਚੁ ਸਦਾ ਸਚਿਆਰੁ ਸਚਿ ਸਮਾਈਐ ॥੧੫॥
હે નાનક! જેના પાલવે હંમેશા સત્ય છે તે સાચનો વ્યાપારી છે તે સાચમાં લીન રહે છે ।।૧૫।।

ਸਲੋਕੁ ਮਃ
શ્લોક મહેલ૧।।

ਕਲਿ ਕਾਤੀ ਰਾਜੇ ਕਾਸਾਈ ਧਰਮੁ ਪੰਖ ਕਰਿ ਉਡਰਿਆ
આ ઘોર વિવાદ વાળો સ્વભાવ જાણે છરી છે જેના કારણે રાજા જાલીમ થઈ રહ્યા છે આ માટે ધર્મ પાંખ લગાવીને ઉડી ગયો છે.

ਕੂੜੁ ਅਮਾਵਸ ਸਚੁ ਚੰਦ੍ਰਮਾ ਦੀਸੈ ਨਾਹੀ ਕਹ ਚੜਿਆ
અસત્ય જાણે અમાસની રાત છે, આમાં સત્યરૂપી ચંદ્રમા ક્યાંય પણ ચડેલો દેખાતો નથી.

ਹਉ ਭਾਲਿ ਵਿਕੁੰਨੀ ਹੋਈ
હું આ ચંદ્રમાને શોધી શોધીને વ્યાકુળ થઇ ગઈ છું. 

ਆਧੇਰੈ ਰਾਹੁ ਕੋਈ
અંધારામાં કોઈ રસ્તો દેખાતો નથી.

ਵਿਚਿ ਹਉਮੈ ਕਰਿ ਦੁਖੁ ਰੋਈ
આ અંધારામાં સૃષ્ટિ અહંકારને કારણે દુઃખી થઇ રહી છે.

ਕਹੁ ਨਾਨਕ ਕਿਨਿ ਬਿਧਿ ਗਤਿ ਹੋਈ ॥੧॥
હે નાનક! કેમ આનાથી મુક્તિ થાય? ।।૧।।

ਮਃ
મહેલ ૩।।

ਕਲਿ ਕੀਰਤਿ ਪਰਗਟੁ ਚਾਨਣੁ ਸੰਸਾਰਿ
આ કળયુગી સ્વભાવરૂપી અંધકારને દૂર કરવા માટે પ્રભુની મહિમા સમર્થ છે.

ਗੁਰਮੁਖਿ ਕੋਈ ਉਤਰੈ ਪਾਰਿ
આ મહિમા જગતમાં પ્રચંડ પ્રકાશ છે, પરંતુ કોઈ દુર્લભ જે ગુરુની સન્મુખ હોય છે આ પ્રકાશનો આશરો લઈને આ અંધારા પર પડી જાય છે

ਜਿਸ ਨੋ ਨਦਰਿ ਕਰੇ ਤਿਸੁ ਦੇਵੈ
પ્રભુ જેના પર કૃપાની નજર કરે છે, તેને આ કીર્તીરૂપી પ્રકાશ દે છે.

ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਰਤਨੁ ਸੋ ਲੇਵੈ ॥੨॥
હે નાનક! તે મનુષ્ય ગુરુની સન્મુખ થઈને નામ-રુપ રત્ન શોધી લે છે ।।૨।।

ਪਉੜੀ
પગથિયું।।

ਭਗਤਾ ਤੈ ਸੈਸਾਰੀਆ ਜੋੜੁ ਕਦੇ ਆਇਆ
જગતમાં આ રોજ જોઈ રહ્યા છીએ કે ભગતો અને દુનિયાદારોનો જોડ બનતો નથી. પરંતુ જગત રચનામાં પ્રભુ તરફથી આ કોઈ ખામી નથી.

ਕਰਤਾ ਆਪਿ ਅਭੁਲੁ ਹੈ ਭੁਲੈ ਕਿਸੈ ਦਾ ਭੁਲਾਇਆ
કર્તાર પોતે તો કમી છોડનાર નથી અને કોઈના ભુલેખા પર પણ ભુલેખા ખાતો નથી. આ તેની રજા છે કે તેણે પોતે જ ભક્તોને પોતાના ચરણોથી જોડી લીધા છે.

ਭਗਤ ਆਪੇ ਮੇਲਿਅਨੁ ਜਿਨੀ ਸਚੋ ਸਚੁ ਕਮਾਇਆ
તે પુર્ણતઃ બંદગીરૂપી કાર-વ્યવહાર કરે છે.

ਸੈਸਾਰੀ ਆਪਿ ਖੁਆਇਅਨੁ ਜਿਨੀ ਕੂੜੁ ਬੋਲਿ ਬੋਲਿ ਬਿਖੁ ਖਾਇਆ
દુનિયાદારોને પણ તેણે પોતે જ તોડેલા છે. તે ઝૂઠ બોલી બોલીને આદ્યાત્મિક મૌતનો મૂળ વિષ ખાઈ રહ્યા છે.

ਚਲਣ ਸਾਰ ਜਾਣਨੀ ਕਾਮੁ ਕਰੋਧੁ ਵਿਸੁ ਵਧਾਇਆ
તેને આ સમજ જ નહિ આવી કે અહીંથી ચાલ્યું પણ જવાનું છે. તો, તે કામ-ક્રોધરૂપી ઝેર જગતમાં વધારી રહ્યા છે.

ਭਗਤ ਕਰਨਿ ਹਰਿ ਚਾਕਰੀ ਜਿਨੀ ਅਨਦਿਨੁ ਨਾਮੁ ਧਿਆਇਆ
તેની પોતાની રજામાં ભક્ત તે પ્રભુની બંદગી કરી રહ્યો છે, તે દરેક સમય નામ સ્મરણ કરી રહ્યો છે.

ਦਾਸਨਿ ਦਾਸ ਹੋਇ ਕੈ ਜਿਨੀ ਵਿਚਹੁ ਆਪੁ ਗਵਾਇਆ
જે મનુષ્યોએ પ્રભુના સેવકોના સેવક બનીને પોતાની અંદરથી અહંકારને દૂર કરી લીધો છે,

ਓਨਾ ਖਸਮੈ ਕੈ ਦਰਿ ਮੁਖ ਉਜਲੇ ਸਚੈ ਸਬਦਿ ਸੁਹਾਇਆ ॥੧੬॥
પ્રભુના ઓટલે તેના મુખ ઉજળા હોય છે. સાચા શબ્દને કારણે તે પ્રભુ ઓટલે શોભા મેળવે છે ।।૧૬।।

ਸਲੋਕੁ ਮਃ
શ્લોક મહેલ૧।।

ਸਬਾਹੀ ਸਾਲਾਹ ਜਿਨੀ ਧਿਆਇਆ ਇਕ ਮਨਿ
જે મનુષ્ય સવારે જ પ્રભુની મહિમા કરે છે. એક મન થઈને પ્રભુને સ્મરણ કરે છે.

ਸੇਈ ਪੂਰੇ ਸਾਹ ਵਖਤੈ ਉਪਰਿ ਲੜਿ ਮੁਏ
સમયસર મનથી યુદ્ધ કરે છે, તે જ પુરા શાહ છે.

ਦੂਜੈ ਬਹੁਤੇ ਰਾਹ ਮਨ ਕੀਆ ਮਤੀ ਖਿੰਡੀਆ
દિવસ થતા મનની વાસનાઓ વિખરાઈ જાય છે. મન કેટલાય રસ્તાથી દોડે છે.

ਬਹੁਤੁ ਪਏ ਅਸਗਾਹ ਗੋਤੇ ਖਾਹਿ ਨਿਕਲਹਿ
મનુષ્ય દુનિયાના ધંધાના ઊંડા સમુદ્રમાં પડી જાય છે. અહીં જ એટલા ગોથાં ખાય છે કે નીકળી શકતો નથી.

error: Content is protected !!