ਸਚੈ ਸਬਦਿ ਨੀਸਾਣਿ ਠਾਕ ਨ ਪਾਈਐ ॥
સાચા શબ્દરૂપી રાહદારીથી પ્રભુ થી મેળાપના માર્ગમાં કોઈ અવરોધ નથી પડતો
ਸਚੁ ਸੁਣਿ ਬੁਝਿ ਵਖਾਣਿ ਮਹਲਿ ਬੁਲਾਈਐ ॥੧੮॥
પ્રભુનું નામ સાંભળીને, સમજીને તથા યાદ કરીને પ્રભુના મહેલ થી બોલાવો આવે છે ।।૧૮।।
ਸਲੋਕੁ ਮਃ ੧ ॥
શ્લોક મહેલ ૧।।
ਪਹਿਰਾ ਅਗਨਿ ਹਿਵੈ ਘਰੁ ਬਾਧਾ ਭੋਜਨੁ ਸਾਰੁ ਕਰਾਈ ॥
જો હું અગ્નિ પણ પહેરી લઉં, અથવા બરફમાં ઘર બનાવી લઉં, લોઢાને ભોજન બનાવી લઉં
ਸਗਲੇ ਦੂਖ ਪਾਣੀ ਕਰਿ ਪੀਵਾ ਧਰਤੀ ਹਾਕ ਚਲਾਈ ॥
જો હું બધા દુઃખ ખુબ જ સહેલાઈથી ઉપાડી શકું, આખી ધરતી ને પોતાના આદેશમાં ચલાવી શકું
ਧਰਿ ਤਾਰਾਜੀ ਅੰਬਰੁ ਤੋਲੀ ਪਿਛੈ ਟੰਕੁ ਚੜਾਈ ॥
જો હું આખા આકાશને ત્રાજવા પર રાખીને અને બીજા છાબમાં ચાર કિલોનું બાટ રાખીને તોલી શકું
ਏਵਡੁ ਵਧਾ ਮਾਵਾ ਨਾਹੀ ਸਭਸੈ ਨਥਿ ਚਲਾਈ ॥
જો હું પોતાના શરીર ને એટલું વધારી શકું કે ક્યાંય સમાય જ ન શકું બધા જીવોને નાથ નાખીને ચલાવું
ਏਤਾ ਤਾਣੁ ਹੋਵੈ ਮਨ ਅੰਦਰਿ ਕਰੀ ਭਿ ਆਖਿ ਕਰਾਈ ॥
જો મારા મન માં એટલું બળ આવી જાય કે જે ગમે એ કરું અને કહિને બીજા પાસે કરાવું તો પણ આ બધું તુચ્છ છે
ਜੇਵਡੁ ਸਾਹਿਬੁ ਤੇਵਡ ਦਾਤੀ ਦੇ ਦੇ ਕਰੇ ਰਜਾਈ ॥
પતિ પ્રભુ જેટલા મોટા પોતે છે તેટલી જ મોટી તેની બક્ષિસ છે. જો મંજુરીનો માલિક સાંઈ વધારે અનંત છે. શક્તિઓનું દાન મને દઈ દે તો પણ આ તુચ્છ છે.
ਨਾਨਕ ਨਦਰਿ ਕਰੇ ਜਿਸੁ ਉਪਰਿ ਸਚਿ ਨਾਮਿ ਵਡਿਆਈ ॥੧॥
વાસ્તવિક વાત હે નાનક! આ છે કે તે જે મનુષ્ય પર મહેરની નજર કરે છે, તેને પોતાના ઉચ્ચા નામ દ્વારા માન સન્માન આપે છે ।।૧।।
ਮਃ ੨ ॥
મહેલ ૨।।
ਆਖਣੁ ਆਖਿ ਨ ਰਜਿਆ ਸੁਨਣਿ ਨ ਰਜੇ ਕੰਨ ॥
મોં બોલી બોલીને તૃપ્ત નથી થતું, કાન વાતો સાંભળીને તૃપ્ત થતા નથી
ਅਖੀ ਦੇਖਿ ਨ ਰਜੀਆ ਗੁਣ ਗਾਹਕ ਇਕ ਵੰਨ ॥
આંખ રંગ-રૂપ જોઈ જોઈને તૃપ્ત નથી થતી આ બધી ઇન્દ્રિયો એક-એક પ્રકારના ગુણો ના ગ્રાહક છે પોત પોતાના રસો ની ગ્રાહકીમાં તૃપ્ત થતા નથી
ਭੁਖਿਆ ਭੁਖ ਨ ਉਤਰੈ ਗਲੀ ਭੁਖ ਨ ਜਾਇ ॥
રસોની હેઠળ આવેલી આ ઇન્દ્રિયોનો ચસ્કો જતો નથી. સમજાવવાથી પણ ભૂખ મટી સકતી નથી
ਨਾਨਕ ਭੁਖਾ ਤਾ ਰਜੈ ਜਾ ਗੁਣ ਕਹਿ ਗੁਣੀ ਸਮਾਇ ॥੨॥
હે નાનક! તૃષ્ણાનો મારેલો મનુષ્ય ત્યારેજ તૃપ્ત થઈ શકે છે, જો ગુણો ના માલિક પરમાત્માના ગુણ ઉચ્ચારીને તેમાં લિન થઈ જાય ।।૨।।
ਪਉੜੀ ॥
પગથિયું ।।
ਵਿਣੁ ਸਚੇ ਸਭੁ ਕੂੜੁ ਕੂੜੁ ਕਮਾਈਐ ॥
જો પ્રભુનું નામ ભુલાવી દો, તો બાકી બધું અસત્ય જ કમાય છે
ਵਿਣੁ ਸਚੇ ਕੂੜਿਆਰੁ ਬੰਨਿ ਚਲਾਈਐ ॥
આ અસત્ય માં એટલા ખેંચાય જાય છે કે પ્રભુનું નામ ભુલાવેલા અસત્યના વેપારીને માયા ના બંધન પકડીને ભટકતા ફરે છે
ਵਿਣੁ ਸਚੇ ਤਨੁ ਛਾਰੁ ਛਾਰੁ ਰਲਾਈਐ ॥
પ્રભુનું નામ ભુલાવેલાનું નકામું શરીર માટી માં જ મળે છે
ਵਿਣੁ ਸਚੇ ਸਭ ਭੁਖ ਜਿ ਪੈਝੈ ਖਾਈਐ ॥
પ્રભુનું નામ ભુલાવેલા જે કાંઈ પણ ખાઈ પહેરે છે તે પરંતુ વધુ તૃષ્ણા ને વધારે છે
ਵਿਣੁ ਸਚੇ ਦਰਬਾਰੁ ਕੂੜਿ ਨ ਪਾਈਐ ॥
પ્રભુ નું નામ ભુલાવીને અસત્યમાં લાગવાથી પ્રભુનો દરબાર પ્રાપ્ત થતો નથી
ਕੂੜੈ ਲਾਲਚਿ ਲਗਿ ਮਹਲੁ ਖੁਆਈਐ ॥
અસત્ય લાલચમાં ફસાઈને પ્રભુ નો ઓટલો ખોઈ બેસે છે
ਸਭੁ ਜਗੁ ਠਗਿਓ ਠਗਿ ਆਈਐ ਜਾਈਐ ॥
અને આવી રીતે આ જગત જન્મ મરણના ચક્ર માં પડેલુ છે
ਤਨ ਮਹਿ ਤ੍ਰਿਸਨਾ ਅਗਿ ਸਬਦਿ ਬੁਝਾਈਐ ॥੧੯॥
મનુષ્યના શરીર માં આ જે તૃષ્ણા ની અગ્નિ લાગેલી છે, તે માત્ર ગુરુના શબ્દ દ્વારા જ ઓલવાઈ શકે છે ।।૧૯।।
ਸਲੋਕ ਮਃ ੧ ॥
શ્લોક મહેલ ૧।।
ਨਾਨਕ ਗੁਰੁ ਸੰਤੋਖੁ ਰੁਖੁ ਧਰਮੁ ਫੁਲੁ ਫਲ ਗਿਆਨੁ ॥
હે નાનક! સંપૂર્ણ સંતોષ સ્વરૂપ ગુરુ જાણે એક વૃક્ષ છે જેને ધર્મ રૂપી ફળ લાગે છે અને રૂપી ફળ લાગે છે
ਰਸਿ ਰਸਿਆ ਹਰਿਆ ਸਦਾ ਪਕੈ ਕਰਮਿ ਧਿਆਨਿ ॥
પ્રેમ જળથી ભરેલું આ વૃક્ષ હંમેશા લીલું રહે છે. પરમાત્માની બક્ષિસ થી પ્રભુ ચરણોમાં જોડવાથી આ જ્ઞાન ફળ પાકે છે
ਪਤਿ ਕੇ ਸਾਦ ਖਾਦਾ ਲਹੈ ਦਾਨਾ ਕੈ ਸਿਰਿ ਦਾਨੁ ॥੧॥
આ જ્ઞાન ફળ ને ખાવા વાળો મનુષ્ય પ્રભુ-મેળાપ નો આનંદ મેળવે છે, મનુષ્ય માટે પ્રભુ ના ઓટલાની આ બધાથી મોટી બક્ષિસ છે ।।૧।।
ਮਃ ੧ ॥
મહેલ ૧।।
ਸੁਇਨੇ ਕਾ ਬਿਰਖੁ ਪਤ ਪਰਵਾਲਾ ਫੁਲ ਜਵੇਹਰ ਲਾਲ ॥
ગુરુ જાણે સોનાનું વૃક્ષ છે ગુરુના શ્રેષ્ઠ વચન તેના પાન છે
ਤਿਤੁ ਫਲ ਰਤਨ ਲਗਹਿ ਮੁਖਿ ਭਾਖਿਤ ਹਿਰਦੈ ਰਿਦੈ ਨਿਹਾਲੁ ॥
તે ગુરુ વૃક્ષ ને, મોં થી ઉચ્ચારેલા શ્રેષ્ઠ વચન રૂપી ફળ લાગે છે, ગુરુ પોતાના હદય માં હંમેશા ખીલેલું રહે છે
ਨਾਨਕ ਕਰਮੁ ਹੋਵੈ ਮੁਖਿ ਮਸਤਕਿ ਲਿਖਿਆ ਹੋਵੈ ਲੇਖੁ ॥
હે નાનક! જે મનુષ્ય પર પ્રભુની કૃપા હોય, જેના મોં માથા પર ભાગ્ય હોય
ਅਠਿਸਠਿ ਤੀਰਥ ਗੁਰ ਕੀ ਚਰਣੀ ਪੂਜੈ ਸਦਾ ਵਿਸੇਖੁ ॥
તે ગુરુના ચરણોમાં લાગીને ગુરુના ચરણોને અડસઠ તીર્થો થી પણ વિશેષ જાણી ને ગુરુના ચરણોને પૂજે છે
ਹੰਸੁ ਹੇਤੁ ਲੋਭੁ ਕੋਪੁ ਚਾਰੇ ਨਦੀਆ ਅਗਿ ॥
નિર્દયતા, મોહ, લોભ અને ક્રોધ-આ ચાર અગ્નિની નદીઓ જગતમાં ચાલી રહી છે
ਪਵਹਿ ਦਝਹਿ ਨਾਨਕਾ ਤਰੀਐ ਕਰਮੀ ਲਗਿ ॥੨॥
જે જે મનુષ્ય આ નદીઓમાં ફસાઈને સળગતા રહે છે. હે નાનક! પ્રભુની કૃપા થી ગુરુના ચરણ લાગીને આ નદીઓ થી પાર થવાનું હોય છે
ਪਉੜੀ ॥
પગથિયું।।
ਜੀਵਦਿਆ ਮਰੁ ਮਾਰਿ ਨ ਪਛੋਤਾਈਐ ॥
હે મનુષ્ય આ તૃષ્ણાને મારીને જીવતો જ મર તેથી અંત માં પછતાવું ન પડે
ਝੂਠਾ ਇਹੁ ਸੰਸਾਰੁ ਕਿਨਿ ਸਮਝਾਈਐ ॥
કોઈ દુર્લભને જ સમજ આવે છે કે આ સંસાર અસત્ય છે.
ਸਚਿ ਨ ਧਰੇ ਪਿਆਰੁ ਧੰਧੈ ਧਾਈਐ ॥
સામાન્ય રીતે જીવ તૃષ્ણાની હેઠળ રહીને જગતના ધંધામાં ભટકતો ફરે છે અને સત્ય સાથે પ્રેમ નાખતો નથી
ਕਾਲੁ ਬੁਰਾ ਖੈ ਕਾਲੁ ਸਿਰਿ ਦੁਨੀਆਈਐ ॥
આ વાત યાદ રાખતો નથી કે ખરાબ કાળ, નાશ કરવાવાળો કાળ દુનિયાના માથા પર દરેક સમય ઉભો છે
ਹੁਕਮੀ ਸਿਰਿ ਜੰਦਾਰੁ ਮਾਰੇ ਦਾਈਐ ॥
આ યમ પ્રભુ ના હુકમ માં દરેકના માથા પર હાજર છે અને દાવ લગાડીને મારે છે
ਆਪੇ ਦੇਇ ਪਿਆਰੁ ਮੰਨਿ ਵਸਾਈਐ ॥
જીવનો પણ શું વશ? પ્રભુ પોતે જ પોતાનો પ્રેમ આપે છે અને જીવન મનમાં પોતાની જાત વસાવે છે
ਮੁਹਤੁ ਨ ਚਸਾ ਵਿਲੰਮੁ ਭਰੀਐ ਪਾਈਐ ॥
જ્યારે શ્વાસ પુરા છે, ક્ષણ માત્ર પણ અહીં ઢીલ આપી સકાતી નથી
ਗੁਰ ਪਰਸਾਦੀ ਬੁਝਿ ਸਚਿ ਸਮਾਈਐ ॥੨੦॥
આ વાત સદગુરુ ની કૃપા થી કોઈ દુર્લભ જ સમજીને સત્ય થી જોડાય છે ।।૨૦।।
ਸਲੋਕੁ ਮਃ ੧ ॥
શ્લોક મહેલ ૧।।
ਤੁਮੀ ਤੁਮਾ ਵਿਸੁ ਅਕੁ ਧਤੂਰਾ ਨਿਮੁ ਫਲੁ ॥
કડવું ચીભડું, ઝેર, આંકડો, ધતુરો, લીમડા રૂપ ફળ વસે છે
ਮਨਿ ਮੁਖਿ ਵਸਹਿ ਤਿਸੁ ਜਿਸੁ ਤੂੰ ਚਿਤਿ ਨ ਆਵਹੀ ॥
હે પ્રભુ! જે મનુષ્ય ના મનમાં તું વસતો નથી, તેના મનમાં અને મોં માં
ਨਾਨਕ ਕਹੀਐ ਕਿਸੁ ਹੰਢਨਿ ਕਰਮਾ ਬਾਹਰੇ ॥੧॥
હે નાનક! આવા દુર્ભાગ્ય વાળા લોકો ભટકતા ફરે છે, પ્રભુ વગર બીજા કોના પાસે તેમની વ્યથા કહીએ? ।।૧।।
ਮਃ ੧ ॥
મહેલ ૧।।
ਮਤਿ ਪੰਖੇਰੂ ਕਿਰਤੁ ਸਾਥਿ ਕਬ ਉਤਮ ਕਬ ਨੀਚ ॥
મનુષ્યની બુદ્ધિ જાણે એક પક્ષી છે, તેના પાછલા કરેલા કર્મો ને કારણે બનેલો સ્વભાવ તેની સાથે છે, આ સ્વભાવ ને સાથે રહીને બુદ્ધિ ક્યારેક સારી છે કયારેક ખોટી.