ਸਲੋਕ ॥
શ્લોક ।।
ਮਤਿ ਪੂਰੀ ਪਰਧਾਨ ਤੇ ਗੁਰ ਪੂਰੇ ਮਨ ਮੰਤ ॥
જે મનુષ્ય ના મનમાં પૂર્ણ ગુરુ નો ઉપદેશ વસી જાય છે તેની બુદ્ધિ પૂર્ણ સમજ વાળી થઈ જાય છે અને તે લોકોને પણ શિક્ષા આપવામાં માહેર થઈ જાય છે ને તેની ઓળખાણ પણ એજ રીતે થઈ જાય છે
ਜਿਹ ਜਾਨਿਓ ਪ੍ਰਭੁ ਆਪੁਨਾ ਨਾਨਕ ਤੇ ਭਗਵੰਤ ॥੧॥
હે નાનક! જે લોકો પ્યારા પ્રભુ ના રંગમાં રંગાઈ જાય છે તે લોકો ભાગ્યશાળી છે ।।૧।।
ਪਉੜੀ ॥
પગથિયું ।।
ਮਮਾ ਜਾਹੂ ਮਰਮੁ ਪਛਾਨਾ ॥
જે મનુષ્યે ઈશ્વરનો આ ભેદ પામી લીધો
ਭੇਟਤ ਸਾਧਸੰਗ ਪਤੀਆਨਾ ॥
કે તે હંમેશા આપણી સાથે જ છે તેણે સાધુની સંગત માં મળીને આ ભેદ ઉપર પૂર્ણ શ્રદ્ધા બનાવી લીધી
ਦੁਖ ਸੁਖ ਉਆ ਕੈ ਸਮਤ ਬੀਚਾਰਾ ॥
તેના હૃદયમાં સુખ અને દુઃખ એક સમાન જેવા લાગવા માંડયા
ਨਰਕ ਸੁਰਗ ਰਹਤ ਅਉਤਾਰਾ ॥
કારણકે અંદર વસતા પ્રભુ દ્વારા તેમને દેખાઈ ગયું કે દુઃખોથી આવેલી ગભરામણ અને સુખોથી આવેલી ખુશીમાં ફસાવું નકામું છે અને તે લોકો તેમાંથી બચી જાય છે
ਤਾਹੂ ਸੰਗ ਤਾਹੂ ਨਿਰਲੇਪਾ ॥
અને માયાના પ્રભાવથી તે પરે થઈ જાય છે
ਪੂਰਨ ਘਟ ਘਟ ਪੁਰਖ ਬਿਸੇਖਾ ॥
તેને વ્યાપક પ્રભુ દરેક હૃદયમાં વસતા દેખાય દેખાવા માંડે છે
ਉਆ ਰਸ ਮਹਿ ਉਆਹੂ ਸੁਖੁ ਪਾਇਆ ॥
ઈશ્વરની સર્વવ્યાપકતા માં શ્રદ્ધા પેદા થવી તે આત્મિક રસથી જ તેને આ સુખ મળે છે
ਨਾਨਕ ਲਿਪਤ ਨਹੀ ਤਿਹ ਮਾਇਆ ॥੪੨॥
હે નાનક! માયા તેના ઉપર પોતાનો પ્રભાવ નથી નાંખી શકતી ।।૪૨।।
ਸਲੋਕੁ ॥
શ્લોક ।
ਯਾਰ ਮੀਤ ਸੁਨਿ ਸਾਜਨਹੁ ਬਿਨੁ ਹਰਿ ਛੂਟਨੁ ਨਾਹਿ ॥
હે મિત્રો! હે સજ્જનો સાંભળો! પરમાત્માનું નામ જપ્યા વગર માયાના બંધનમાંથી છૂટકારો નથી મળતો
ਨਾਨਕ ਤਿਹ ਬੰਧਨ ਕਟੇ ਗੁਰ ਕੀ ਚਰਨੀ ਪਾਹਿ ॥੧॥
હે નાનક! જે લોકો ગુરુના ચરણમાં પડે છે અને તેમના માયાના મોહના બંધન કપાઈ જાય છે ।।૧।।
ਪਵੜੀ ॥
પગથિયું ।
ਯਯਾ ਜਤਨ ਕਰਤ ਬਹੁ ਬਿਧੀਆ ॥
મનુષ્ય માયાના મોહના બંધન થી છુટકારો પામવા માટે કેટલીય રીતે પ્રયત્ન કરે છે
ਏਕ ਨਾਮ ਬਿਨੁ ਕਹ ਲਉ ਸਿਧੀਆ ॥
પણ પરમાત્માનું નામ જપ્યા વગર બિલકુલ સફળ નથી મળતી
ਯਾਹੂ ਜਤਨ ਕਰਿ ਹੋਤ ਛੁਟਾਰਾ ॥
જે પ્રયત્નોથી બંધન માંથી મુક્તિ મળી શકે છે
ਉਆਹੂ ਜਤਨ ਸਾਧ ਸੰਗਾਰਾ ॥
તે પ્રયત્ન એ જ છે કે સાધુ સંગત કરો
ਯਾ ਉਬਰਨ ਧਾਰੈ ਸਭੁ ਕੋਊ ॥
દરેક માયાના બંધનમાંથી બચવાની રીત પોતાના મનમાં ધારણ કરે છે પણ તે પ્રભુના નામ ને જપ્યા વગર પૂરું નથી કરી શકતા.
ਉਆਹਿ ਜਪੇ ਬਿਨੁ ਉਬਰ ਨ ਹੋਊ ॥
હે ભાઈ! પ્રભુના દરવાજા ઉપર જઈને પ્રાર્થના કરવી જોઈએ
ਯਾਹੂ ਤਰਨ ਤਾਰਨ ਸਮਰਾਥਾ ॥
તું સ્વયં જ જીવોને સંસાર સમુદ્રમાં થી પાર ઉતારવા નો જહાજ છો તું જ પાર કરાવવા માટે સમર્થ છો
ਰਾਖਿ ਲੇਹੁ ਨਿਰਗੁਨ ਨਰਨਾਥਾ ॥
હે જીવોના નાથ! અમને ગુણહીનને બચાવી લે
ਮਨ ਬਚ ਕ੍ਰਮ ਜਿਹ ਆਪਿ ਜਨਾਈ ॥
જે લોકો ને મનથી વચનથી અને કર્મથી પ્રભુ પોતે માયાના મોહમાંથી બચાવવા વાળી સમજ ઉત્પન્ન કરે છે
ਨਾਨਕ ਤਿਹ ਮਤਿ ਪ੍ਰਗਟੀ ਆਈ ॥੪੩॥
નાનક કહે છે, તેમની બુદ્ધિ ઉજ્જવળ થઈ જાય છે અને તે બંધનોમાંથી બચીને પાર નીકળી જાય છે ।।૪૨।।
ਸਲੋਕੁ ॥
શ્લોક ।।
ਰੋਸੁ ਨ ਕਾਹੂ ਸੰਗ ਕਰਹੁ ਆਪਨ ਆਪੁ ਬੀਚਾਰਿ ॥
હે ભાઈ! કોઈ બીજા ઉપર ગુસ્સો ન કરો તેની જગ્યાએ પોતે વિચાર કરો આત્મચિંતન કરો પોતાની સુધારો કે કોઇની સાથે ઝગડવા માં પોતાના કયા કયા દોષ છે
ਹੋਇ ਨਿਮਾਨਾ ਜਗਿ ਰਹਹੁ ਨਾਨਕ ਨਦਰੀ ਪਾਰਿ ॥੧॥
હે નાનક જો તું જગતમાં કોઈ ધૈર્યવાન બનીને રહીશ તો પ્રભુની નજરથી આ સંસાર સમુદ્ર પાર કરી જઈશ જેમાં ક્રોધ ની અનંત લહેરો વહી રહી છે ।।૧।।
ਪਉੜੀ ॥
પગથિયું ।।
ਰਾਰਾ ਰੇਨ ਹੋਤ ਸਭ ਜਾ ਕੀ ॥ ਤਜਿ ਅਭਿਮਾਨੁ ਛੁਟੈ ਤੇਰੀ ਬਾਕੀ ॥
આખી દુનિયા જે ગુરુની ચરણ ધૂળ છે તું પણ તેની આગળ પોતાના મનનો અહંકાર દૂર કર તારી અંદરથી ક્રોધના સંસ્કારોના લેખ સમાપ્ત થઈ જશે.
ਰਣਿ ਦਰਗਹਿ ਤਉ ਸੀਝਹਿ ਭਾਈ ॥
હે ભાઈ! આ જગત રણભૂમિમાં અને પ્રભુની હાજરીમાં ત્યારે જ સફળ થઈશ
ਜਉ ਗੁਰਮੁਖਿ ਰਾਮ ਨਾਮ ਲਿਵ ਲਾਈ ॥
જ્યારે ગુરૂની શરણ પડીને પ્રભુના નામની સાથે પોતાની જોડી દઈશ
ਰਹਤ ਰਹਤ ਰਹਿ ਜਾਹਿ ਬਿਕਾਰਾ ॥
પૂર્ણ ગુરુ ના શબ્દો માં જોડાઈને અનંત વિકારો ધીરે-ધીરે દૂર થઈ જાય છે
ਗੁਰ ਪੂਰੇ ਕੈ ਸਬਦਿ ਅਪਾਰਾ ॥
હે નાનક! જે લોકો ને ગુરુ નું હરિનામનું દાન મળે છે
ਰਾਤੇ ਰੰਗ ਨਾਮ ਰਸ ਮਾਤੇ ॥
તે પ્રભુના પ્રેમમાં રંગાઈ જાય છે તે પ્રભુના નામના સ્વાદમાં મસ્ત રહે છે
ਨਾਨਕ ਹਰਿ ਗੁਰ ਕੀਨੀ ਦਾਤੇ ॥੪੪॥
અને તે બીજા પ્રતિ રોષ કરવાની જગ્યાએ પોતાના માં સુધારો કરે છે ।।૪૪।।
ਸਲੋਕੁ ॥
શ્લોક ।।
ਲਾਲਚ ਝੂਠ ਬਿਖੈ ਬਿਆਧਿ ਇਆ ਦੇਹੀ ਮਹਿ ਬਾਸ ॥
સાધારણ રીતે આ શરીરની અંદર લાલચ જૂઠ વિકાર અને રોગોનું જ જોર રહે છે
ਹਰਿ ਹਰਿ ਅੰਮ੍ਰਿਤੁ ਗੁਰਮੁਖਿ ਪੀਆ ਨਾਨਕ ਸੂਖਿ ਨਿਵਾਸ ॥੧॥
હે નાનક! જે મનુષ્ય ગુરૂની શરણ પડીને આધ્યાત્મિક જીવન દેવાવાળુ હરિનામ રસ પી લે છે તે આધ્યાત્મિક આનંદમાં ટકીને રહી શકે છે ।।૧।।
ਪਉੜੀ ॥
પગથિયું ।।
ਲਲਾ ਲਾਵਉ ਅਉਖਧ ਜਾਹੂ ॥
મને વિશ્વાસ છે કે જો કોઈને પ્રભુના નામ ની દવા મળી જાય અને તે દવા પી લે
ਦੂਖ ਦਰਦ ਤਿਹ ਮਿਟਹਿ ਖਿਨਾਹੂ ॥
તો એક જ ક્ષણમાં તેના બધાં જ દુઃખ દર્દ મટી જાય છે.
ਨਾਮ ਅਉਖਧੁ ਜਿਹ ਰਿਦੈ ਹਿਤਾਵੈ ॥
જે મનુષ્યના હૃદયમાં રોગનાશક પ્રભુ પ્યારાના નામ ના રંગાઈ જાય છે
ਤਾਹਿ ਰੋਗੁ ਸੁਪਨੈ ਨਹੀ ਆਵੈ ॥
સપનામાં પણ કોઈ રોગ અને વિકાર તેની નજીક નથી ફટકતા
ਹਰਿ ਅਉਖਧੁ ਸਭ ਘਟ ਹੈ ਭਾਈ ॥
હે ભાઈ! હરિનામ ની દવા દરેકના હૃદયમાં હાજર છે
ਗੁਰ ਪੂਰੇ ਬਿਨੁ ਬਿਧਿ ਨ ਬਨਾਈ ॥
પણ પૂર્ણ ગુરુ વગર તેને વાપરવાની રીત સફળ નથી થતી
ਗੁਰਿ ਪੂਰੈ ਸੰਜਮੁ ਕਰਿ ਦੀਆ ॥
હે નાનક! પૂર્ણ ગુરુએ આ દવાનો ઉપયોગ ની પરેજી નક્કી કરી દીધી છે
ਨਾਨਕ ਤਉ ਫਿਰਿ ਦੂਖ ਨ ਥੀਆ ॥੪੫॥
જે મનુષ્ય તે પરેજી અનુસાર દવા લે છે તેને કોઈપણ વિકાર અડી પણ શકતા નથી ।।૪૫।।
ਸਲੋਕੁ ॥
શ્લોક ।।
ਵਾਸੁਦੇਵ ਸਰਬਤ੍ਰ ਮੈ ਊਨ ਨ ਕਤਹੂ ਠਾਇ ॥
હે નાનક! પરમાત્મા બધી જ જગ્યાએ હાજર છે. કોઈપણ જગ્યાએ તેનું અસ્તિત્વ ન હોય એવું નથી
ਅੰਤਰਿ ਬਾਹਰਿ ਸੰਗਿ ਹੈ ਨਾਨਕ ਕਾਇ ਦੁਰਾਇ ॥੧॥
બધાં જીવો ની અંદર અને ચારેય બાજુ પ્રભુ જ પ્રભુ છે તેનાથી કંઈ પણ છુપાયેલું ન હોઈ શકે ।।૧।।
ਪਉੜੀ ॥
પગથિયું ।।
ਵਵਾ ਵੈਰੁ ਨ ਕਰੀਐ ਕਾਹੂ ॥
કોઈએ કોઈની પણ સાથે વેર ન કરવું જોઈએ
ਘਟ ਘਟ ਅੰਤਰਿ ਬ੍ਰਹਮ ਸਮਾਹੂ ॥
દરેક શરીરની અંદર પરમાત્મા સમાયેલો છે
ਵਾਸੁਦੇਵ ਜਲ ਥਲ ਮਹਿ ਰਵਿਆ ॥
પરમાત્મા પાણીમાં ધરતીમાં કણ-કણમાં વ્યાપક છે
ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਵਿਰਲੈ ਹੀ ਗਵਿਆ ॥
પણ કોઈ વિરલા જ ગુરુ ની કૃપા માં તે પ્રભુ સુધી ની પહોંચ પ્રાપ્ત કરી શકે છે
ਵੈਰ ਵਿਰੋਧ ਮਿਟੇ ਤਿਹ ਮਨ ਤੇ ॥
તેના મનમાંથી વેર અને વિરોધ મટી જાય છે
ਹਰਿ ਕੀਰਤਨੁ ਗੁਰਮੁਖਿ ਜੋ ਸੁਨਤੇ ॥
તે હરિનું સ્મરણ કરે છે તેની મહિમા સાંભળે છે
ਵਰਨ ਚਿਹਨ ਸਗਲਹ ਤੇ ਰਹਤਾ ॥
પરમાત્મા જાત પાત રૂપ-રેખા બધાંથી ન્યારા છે
ਨਾਨਕ ਹਰਿ ਹਰਿ ਗੁਰਮੁਖਿ ਜੋ ਕਹਤਾ ॥੪੬॥
હે નાનક! જે કોઈ પણ મનુષ્ય ગુરૂની શરણ પડી ને તેને કોઈપણ જાતિ રૂપ રંગ માં વર્ણન કરી ન કરી શકાય ।।૪૬।।