GUJARATI PAGE 337

ਝੂਠਾ ਪਰਪੰਚੁ ਜੋਰਿ ਚਲਾਇਆ ॥੨॥
પરંતુ આ નબળા એવા થાંભલાના સહારાને ના સમજતા જીવ અસત્ય રમકડાં રમી બેઠો છે ॥૨॥

ਕਿਨਹੂ ਲਾਖ ਪਾਂਚ ਕੀ ਜੋਰੀ
જે જીવોએ પાંચ-પાંચ લાખની મિલકત જોડી લીધી છે

ਅੰਤ ਕੀ ਬਾਰ ਗਗਰੀਆ ਫੋਰੀ ॥੩॥
મૃત્યુ આવવા પર તેનું પણ શરીરરૂપી વાસણ તૂટી જાય છે ॥૩॥

ਕਹਿ ਕਬੀਰ ਇਕ ਨੀਵ ਉਸਾਰੀ ਖਿਨ ਮਹਿ ਬਿਨਸਿ ਜਾਇ ਅਹੰਕਾਰੀ ॥੪॥੧॥੯॥੬੦॥
કબીર કહે છે, હે અહંકારી જીવ! તારો તો જે પાયો જ ઉભો કરવામાં આવ્યો છે તે એક પળમાં નાશ થઈ જનાર છે ॥૪॥૧॥૯॥૬૦॥

ਗਉੜੀ
ગૌરી રાગ॥

ਰਾਮ ਜਪਉ ਜੀਅ ਐਸੇ ਐਸੇ
હે જીવ! આમ પ્રાર્થના કર કે હે પ્રભુ! હું તને તે પ્રેમ અને શ્રદ્ધાથી સ્મરણ કરું

ਧ੍ਰੂ ਪ੍ਰਹਿਲਾਦ ਜਪਿਓ ਹਰਿ ਜੈਸੇ ॥੧॥
જે પ્રેમ અને શ્રદ્ધાથી ધ્રુવ અને પ્રહલાદ ભક્તે હે હરિ! તને સ્મરણ કર્યા હતા ॥૧॥

ਦੀਨ ਦਇਆਲ ਭਰੋਸੇ ਤੇਰੇ
હે ગરીબો પર દયા કરનાર પ્રભુ! તારી કૃપાની આશા પર

ਸਭੁ ਪਰਵਾਰੁ ਚੜਾਇਆ ਬੇੜੇ ॥੧॥ ਰਹਾਉ
મેં પોતાનું આખું કુટુંબ તારા નામના જહાજ પર ચઢાવી દીધું છે મેં જીભ આંખ કાન વગેરે બધી ઇન્દ્રિયોને તારી મહિમામાં જોડી દીધી છે ॥૧॥વિરામ॥

ਜਾ ਤਿਸੁ ਭਾਵੈ ਤਾ ਹੁਕਮੁ ਮਨਾਵੈ
જયારે પ્રભુને ગમે છે તો તે પેલા આખા કુટુંબને પોતાનો હુકમ મનાવે છે

ਇਸ ਬੇੜੇ ਕਉ ਪਾਰਿ ਲਘਾਵੈ ॥੨॥
અને આ રીતે આ આખા પુરને આ બધી ઈન્દ્રિયોને વિકારોની લહેરોથી બચાવી લે છે ॥૨॥

ਗੁਰ ਪਰਸਾਦਿ ਐਸੀ ਬੁਧਿ ਸਮਾਨੀ
સદ્દગુરૂની કૃપાથી જે મનુષ્યની અંદર આવી બુદ્ધિ પ્રગટ થઇ જાય છે

ਚੂਕਿ ਗਈ ਫਿਰਿ ਆਵਨ ਜਾਨੀ ॥੩॥
તેનું વારંવાર જન્મવું-મરવું સમાપ્ત થઇ જાય છે ॥૩॥

ਕਹੁ ਕਬੀਰ ਭਜੁ ਸਾਰਿਗਪਾਨੀ
કબીર કહે છે, પોતાને સમજાવ – ધનુષધારી વિષ્ણુનુંને સ્મરણ કર

ਉਰਵਾਰਿ ਪਾਰਿ ਸਭ ਏਕੋ ਦਾਨੀ ॥੪॥੨॥੧੦॥੬੧॥
અને લોક-પરલોકમાં દરેક જગ્યાએ તે એક પ્રભુને જ જાણ ॥૪॥૨॥૧૦॥૬૧॥

ਗਉੜੀ
ગૌરી રાગ ૯॥

ਜੋਨਿ ਛਾਡਿ ਜਉ ਜਗ ਮਹਿ ਆਇਓ
જ્યારે જીવ માનું પેટ છોડીને જન્મ લે છે

ਲਾਗਤ ਪਵਨ ਖਸਮੁ ਬਿਸਰਾਇਓ ॥੧॥
તો માયાની હવા લાગતા જ પતિ પ્રભુને ભુલાવી દે છે ॥૧॥

ਜੀਅਰਾ ਹਰਿ ਕੇ ਗੁਨਾ ਗਾਉ ॥੧॥ ਰਹਾਉ
હે જીવ! પ્રભુની મહિમા કર ॥૧॥વિરામ॥

ਗਰਭ ਜੋਨਿ ਮਹਿ ਉਰਧ ਤਪੁ ਕਰਤਾ
જ્યારે જીવ માના પેટમાં માથાનો વજન ટકાવીને પ્રભુની પ્રાર્થના કરે છે

ਤਉ ਜਠਰ ਅਗਨਿ ਮਹਿ ਰਹਤਾ ॥੨॥
ત્યારે પેટની આગમાં પણ બચ્યો રહે છે ॥૨॥

ਲਖ ਚਉਰਾਸੀਹ ਜੋਨਿ ਭ੍ਰਮਿ ਆਇਓ
જીવ ચોર્યાસી લાખ યોનિઓમાં ભટકી-ભટકીને ભાગ્યશાળી મનુષ્ય જન્મમાં આવે છે

ਅਬ ਕੇ ਛੁਟਕੇ ਠਉਰ ਠਾਇਓ ॥੩॥
પરંતુ અહીંથી પણ સમય ગુમાવીને અસફળ થઈને રહી જાય છે પછી કોઈ જગ્યા-ઠેકાણું આને મળતું નથી ॥૩॥

ਕਹੁ ਕਬੀਰ ਭਜੁ ਸਾਰਿਗਪਾਨੀ
કબીર જીવને સમજાવે છે કે, તે ધનુષધારી વિષ્ણુનું સ્મરણ કર

ਆਵਤ ਦੀਸੈ ਜਾਤ ਜਾਨੀ ॥੪॥੧॥੧੧॥੬੨॥
જે ઉત્પન્ન થયેલો દેખાય છે અને ના મરેલ સાંભળવામાં આવે છે ॥૪॥૧॥૧૧॥૬૨॥

ਗਉੜੀ ਪੂਰਬੀ
ગૌરી રાગ પૂર્વ॥

ਸੁਰਗ ਬਾਸੁ ਬਾਛੀਐ ਡਰੀਐ ਨਰਕਿ ਨਿਵਾਸੁ
ના આ ઇચ્છા રાખવી જોઈએ કે મરવા પછી સ્વર્ગની જગ્યા મળી જાય અને ના આ વાતથી ડરીએ કે ક્યાંક નર્કમાં નિવાસ મળી ના જાય.

ਹੋਨਾ ਹੈ ਸੋ ਹੋਈ ਹੈ ਮਨਹਿ ਕੀਜੈ ਆਸ ॥੧॥
જે કાંઈ પ્રભુની રજામાં થવાનું છે તે જ થશે. તેથી મનમાં આશાઓ ના બનાવવી જોઈએ ॥૧॥

ਰਮਈਆ ਗੁਨ ਗਾਈਐ
અકાલ પુરખની મહિમા કરવી જોઈએ

ਜਾ ਤੇ ਪਾਈਐ ਪਰਮ ਨਿਧਾਨੁ ॥੧॥ ਰਹਾਉ
અને આ જ મહેનતથી તે નામરૂપી ખજાનો મળી જાય છે જે બધા સુખોથી ઊંચો છે ॥૧॥વિરામ॥

ਕਿਆ ਜਪੁ ਕਿਆ ਤਪੁ ਸੰਜਮੋ ਕਿਆ ਬਰਤੁ ਕਿਆ ਇਸਨਾਨੁ
જપ, તપ, સંયમ, વ્રત, સ્નાન – આ બધું કાંઈ કામનું નથી

ਜਬ ਲਗੁ ਜੁਗਤਿ ਜਾਨੀਐ ਭਾਉ ਭਗਤਿ ਭਗਵਾਨ ॥੨॥
જ્યાં સુધી અકાલ પુરખથી પ્રેમ અને તેની ભક્તિની વિધિ સમજી નથી ॥૨॥

ਸੰਪੈ ਦੇਖਿ ਹਰਖੀਐ ਬਿਪਤਿ ਦੇਖਿ ਰੋਇ
રાજ-ભાગ જોઈને ફુલાઈને ફરવું જોઈએ નહિ મુશ્કેલી જોઈને દુઃખી થવું જોઈએ નહીં.

ਜਿਉ ਸੰਪੈ ਤਿਉ ਬਿਪਤਿ ਹੈ ਬਿਧ ਨੇ ਰਚਿਆ ਸੋ ਹੋਇ ॥੩॥
જે કાંઈ પરમાત્મા કરે છે તે જ થાય છે જેમ રાજ-ભાગ પ્રભુનું દીધેલું જ મળે છે તેમ જ વિપત્તિ પણ તેની જ નાખેલી પડે છે ॥૩॥

ਕਹਿ ਕਬੀਰ ਅਬ ਜਾਨਿਆ ਸੰਤਨ ਰਿਦੈ ਮਝਾਰਿ
કબીર કહે છે, હવે આ સમજ આવી છે કે પરમાત્મા કોઈ વૈકુંઠ સ્વર્ગમાં નથી પરમાત્મા સંતોના હ્રદયમાં વસે છે

ਸੇਵਕ ਸੋ ਸੇਵਾ ਭਲੇ ਜਿਹ ਘਟ ਬਸੈ ਮੁਰਾਰਿ ॥੪॥੧॥੧੨॥੬੩॥
તે જ સેવક સેવા કરતા સારા લાગે છે જેના મનમાં પ્રભુ વસે છે ॥૪॥૧॥૧૨॥૬૩॥

ਗਉੜੀ
ગૌરી રાગ॥

ਰੇ ਮਨ ਤੇਰੋ ਕੋਇ ਨਹੀ ਖਿੰਚਿ ਲੇਇ ਜਿਨਿ ਭਾਰੁ
હે મન! અંતે તારો કોઈ સાથી બનશે નહિ કે કદાચ બીજા સંબંધીઓનો ભાર ખેંચીને તું પોતાના માથા પર લઇ લે.

ਬਿਰਖ ਬਸੇਰੋ ਪੰਖਿ ਕੋ ਤੈਸੋ ਇਹੁ ਸੰਸਾਰੁ ॥੧॥
જેમ પક્ષીઓનો ઝાડવાંઓ પર આશરો હોય છે આ રીતે આ જગતનો વાસ છે ॥૧॥

ਰਾਮ ਰਸੁ ਪੀਆ ਰੇ
હે ભાઈ! ગુરુમુખ પરમાત્માના નામનું રસ પીવે છે

ਜਿਹ ਰਸ ਬਿਸਰਿ ਗਏ ਰਸ ਅਉਰ ॥੧॥ ਰਹਾਉ
અને રસની કૃપાથી બીજા બધા રસ તેને ભૂલી જાય છે ॥૧॥વિરામ॥

ਅਉਰ ਮੁਏ ਕਿਆ ਰੋਈਐ ਜਉ ਆਪਾ ਥਿਰੁ ਰਹਾਇ
કોઈ બીજાના મરવા પર રોવાનું શું અર્થ જયારે અમારું પોતાનું જ હંમેશા ટકી રહેશે નહિ?

ਜੋ ਉਪਜੈ ਸੋ ਬਿਨਸਿ ਹੈ ਦੁਖੁ ਕਰਿ ਰੋਵੈ ਬਲਾਇ ॥੨॥
આ અટલ નિયમ છે કે જે જે જીવ ઉત્પન્ન થાય છે તે નાશ થઈ જાય છે પછી કોઈના મરવા પર દુઃખી થઈને રોવું વ્યર્થ છે ॥૨॥

ਜਹ ਕੀ ਉਪਜੀ ਤਹ ਰਚੀ ਪੀਵਤ ਮਰਦਨ ਲਾਗ
કબીર કહે છે, ગુરુમુખોની સંગતિમાં નામ-રસ પીતા-પીતા તેની આત્મા જે પ્રભુથી ઉત્પન્ન થઇ છે તેમાં જોડાયેલી રહે છે

ਕਹਿ ਕਬੀਰ ਚਿਤਿ ਚੇਤਿਆ ਰਾਮ ਸਿਮਰਿ ਬੈਰਾਗ ॥੩॥੨॥੧੩॥੬੪॥
જેને પોતાના મનમાં પ્રભુને યાદ કર્યા છે પ્રભુને સ્મરણ કર્યા છે તેની અંદર જગતથી નિર્મોહ ઉત્પન્ન થઇ જાય છે ॥૩॥૨॥૧૩॥૬૪॥

ਰਾਗੁ ਗਉੜੀ
રાગ ગૌરી॥

ਪੰਥੁ ਨਿਹਾਰੈ ਕਾਮਨੀ ਲੋਚਨ ਭਰੀ ਲੇ ਉਸਾਸਾ
જેમ પરદેશ ગયેલા પતિની રાહમાં સ્ત્રી તેનો માર્ગ નિહાળે છે તેની આંખો આંસુઓથી ભરેલી છે અને તે નિસાસો નાખતી રહી છે.

error: Content is protected !!