GUJARATI PAGE 42

ਓਨੀ ਚਲਣੁ ਸਦਾ ਨਿਹਾਲਿਆ ਹਰਿ ਖਰਚੁ ਲੀਆ ਪਤਿ ਪਾਇ
તે મનુષ્ય હંમેશા દુનિયાની આગળ જતાં જોવા મળ્યા છે, તેઓ એ પરમાત્મા નું નામ જીવનની સફર માટે એકત્રિત કર્યું છે અને લોક-પરલોક માં સન્માન મેળવ્યું છે

ਗੁਰਮੁਖਾ ਨੋ ਪੰਥੁ ਪਰਗਟਾ ਦਰਿ ਠਾਕ ਕੋਈ ਪਾਇ
ગુરુ ની સામે રહેવા વાળા લોકો ને જીવન નો રસ્તો સાફ દેખાય છે, પરમાત્મા ના ઓટલા સુધી પહોંચવા માં તેને કોઈ આફત નડતી નથી

ਹਰਿ ਨਾਮੁ ਸਲਾਹਨਿ ਨਾਮੁ ਮਨਿ ਨਾਮਿ ਰਹਨਿ ਲਿਵ ਲਾਇ
તે પરમાત્મા નું ગૌરવ ગાય છે, પરમાત્મા નું નામ તેના મન માં વસી જાય છે, તે હંમેશા પ્રભુ ના નામ નું ધ્યાન ધરે છે.

ਅਨਹਦ ਧੁਨੀ ਦਰਿ ਵਜਦੇ ਦਰਿ ਸਚੈ ਸੋਭਾ ਪਾਇ ॥੩॥
તેની અંદર એક રસ રાગ થી પ્રભુની ન્યાય ના વાજિંત્રો વાગતા રહે છે, હંમેશા સ્થિર રહેવા વાળા પરમાત્મા ના ઓટલે તેમને શોભા મળે છે ।।૩।।

ਜਿਨੀ ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਸਲਾਹਿਆ ਤਿਨਾ ਸਭ ਕੋ ਕਹੈ ਸਾਬਾਸਿ
જે મનુષ્ય પરમાત્મા ની સામે રહી ને પરમાત્મા નું ગૌરવ ગાય છે, બધા તેની વાહ વાહ કરે છે

ਤਿਨ ਕੀ ਸੰਗਤਿ ਦੇਹਿ ਪ੍ਰਭ ਮੈ ਜਾਚਿਕ ਕੀ ਅਰਦਾਸਿ
હે પ્રભુ ! હું ભિખારી ની જેમ તારી સમક્ષ વિનંતી કરું છું કે મને તેમની સંગતિ આપો

ਨਾਨਕ ਭਾਗ ਵਡੇ ਤਿਨਾ ਗੁਰਮੁਖਾ ਜਿਨ ਅੰਤਰਿ ਨਾਮੁ ਪਰਗਾਸਿ ॥੪॥੩੩॥੩੧॥੬॥੭੦॥
હે નાનક! ગુરુની સામે રહેવાવાળા મનુષ્ય નું ભાગ્ય જાગી જાય છે, જેના હૃદયમાં પરમાત્મા નું નામ આધ્યાત્મિક પ્રકાશ ઉત્પન્ન કરે છે ।।૪।।૩૩।।૩૧।।૬।।૭૦

ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ਘਰੁ
શ્રી રાગ મહેલ ૫ ઘર ૧।।

ਕਿਆ ਤੂ ਰਤਾ ਦੇਖਿ ਕੈ ਪੁਤ੍ਰ ਕਲਤ੍ਰ ਸੀਗਾਰ
તું પોતાના પુત્ર ને જોઈ ને, પોતાની સ્ત્રી ના હાવ-ભાવ જોઈને શુ કામ મસ્ત રહે છે?

ਰਸ ਭੋਗਹਿ ਖੁਸੀਆ ਕਰਹਿ ਮਾਣਹਿ ਰੰਗ ਅਪਾਰ
તું દુનિયાના ઘણા રસ માણે છે, તું ઘણી ખુશી નો આનંદ માણે છે, તું અનેક પ્રકારની મોજ પણ માણે છે

ਬਹੁਤੁ ਕਰਹਿ ਫੁਰਮਾਇਸੀ ਵਰਤਹਿ ਹੋਇ ਅਫਾਰ
તું મોટા આદેશ પણ આપે છે,તું અહંકારી બનીને અહંકારી લોકોની સાથે અભિમાની વર્તન કરે છે

ਕਰਤਾ ਚਿਤਿ ਆਵਈ ਮਨਮੁਖ ਅੰਧ ਗਵਾਰ ॥੧॥
હે પોતાના મન ની પાછળ ચાલવા વાળા મનુષ્ય!, હે માયા ના મોહ માં આંધળા થયેલા મનુષ્ય! હે મૂર્ખ! તને કર્તાર યાદ જ નથી રહ્યા ।।૧।।

ਮੇਰੇ ਮਨ ਸੁਖਦਾਤਾ ਹਰਿ ਸੋਇ
હે મારા મન ! તે પરમાત્મા પોતે જ સુખ દેવા વાળા છે

ਗੁਰ ਪਰਸਾਦੀ ਪਾਈਐ ਕਰਮਿ ਪਰਾਪਤਿ ਹੋਇ ॥੧॥ ਰਹਾਉ
તે પરમાત્મા ગુરુની કૃપાથી મળે છે, પોતાની જ કૃપા થી મળે છે ।।૧।। વિરામ ।।

ਕਪੜਿ ਭੋਗਿ ਲਪਟਾਇਆ ਸੁਇਨਾ ਰੁਪਾ ਖਾਕੁ
ઓ મૂર્ખ! તુ ખાવા, પહેરવામા મસ્ત છે, તુ સોના-ચાંદી, જમીન એકત્રિત કરી રહ્યો છે.

ਹੈਵਰ ਗੈਵਰ ਬਹੁ ਰੰਗੇ ਕੀਏ ਰਥ ਅਥਾਕ
।તેણે અનેક પ્રકારના મહાન ઘોડા ઓ, મહાન હાથી ઓ અને ક્યારેય ન થાકવા વાળા રથ એકત્રિત કર્યા છે. 

ਕਿਸ ਹੀ ਚਿਤਿ ਪਾਵਹੀ ਬਿਸਰਿਆ ਸਭ ਸਾਕ
માયાની મજામાં તુ તારા સંબંધીઓને પણ ભૂલી ગયો છે, તુ કોઈને તારા મગજમાં લાવતો જ નથી

ਸਿਰਜਣਹਾਰਿ ਭੁਲਾਇਆ ਵਿਣੁ ਨਾਵੈ ਨਾਪਾਕ ॥੨॥
પરમાત્માના નામ વિના તારું આધ્યાત્મિક જીવનમાં ખરાબ છે. સર્જક પ્રભુએ તેને પોતાના મનથી ફેંકી દીધો છે. ।।૨।।

ਲੈਦਾ ਬਦ ਦੁਆਇ ਤੂੰ ਮਾਇਆ ਕਰਹਿ ਇਕਤ
ઓ મૂર્ખ! તુ માર મારીને સંપત્તિ એકત્રિત કરે છે જેના દ્વારા લોકો તને બદદુવા આપે છે.

ਜਿਸ ਨੋ ਤੂੰ ਪਤੀਆਇਦਾ ਸੋ ਸਣੁ ਤੁਝੈ ਅਨਿਤ
પરંતુ જે પરિવારને તુ તે સંપત્તિથી ખુશ કરે છે તે તારી સાથે જ નાશ પામનાર છે

ਅਹੰਕਾਰੁ ਕਰਹਿ ਅਹੰਕਾਰੀਆ ਵਿਆਪਿਆ ਮਨ ਕੀ ਮਤਿ
હે અહંકારી! તુ તારા પોતાના મનની બુદ્ધિ ના દબાણમાં આવી ગયો છે અને સંપત્તિ હોવાનો અહંકાર કરે છે

ਤਿਨਿ ਪ੍ਰਭਿ ਆਪਿ ਭੁਲਾਇਆ ਨਾ ਤਿਸੁ ਜਾਤਿ ਪਤਿ ॥੩॥
જે કમનસીબ વાળા જીવ ને તે પ્રભુ એ પોતે જ ભ્રમિત કર્યા છે, પ્રભુની હાજરીમાં ન તો તેની ઉચ્ચ જાતિ કોઈ કાર્ય ની કે ન તો દુનિયા વાળો કોઈ આદર ।।3।।

ਸਤਿਗੁਰਿ ਪੁਰਖਿ ਮਿਲਾਇਆ ਇਕੋ ਸਜਣੁ ਸੋਇ
અકાળ-પુરખ ના રૂપ સદગુરુ જે મનુષ્ય ને તે પ્રભુ સાથે મળાવી દીધો છે, તે સેવક ના રક્ષક બધી જગ્યાએ પ્રભુ પોતે જ બને છે

ਹਰਿ ਜਨ ਕਾ ਰਾਖਾ ਏਕੁ ਹੈ ਕਿਆ ਮਾਣਸ ਹਉਮੈ ਰੋਇ
વિશ્વના લોકો તેનું કંઈ બગાડી શકતા નથી. પણ પોતાના અહંકાર માં ફસાયેલો મનુષ્ય દુઃખી જ રહે છે

ਜੋ ਹਰਿ ਜਨ ਭਾਵੈ ਸੋ ਕਰੇ ਦਰਿ ਫੇਰੁ ਪਾਵੈ ਕੋਇ
પરમાત્મા ના સેવક ને જે ગમે છે પરમાત્મા તે જ કરે છે, પરમાત્માના ઓટલા પર કોઈ તેની વાત કાપી શકતા નથી

ਨਾਨਕ ਰਤਾ ਰੰਗਿ ਹਰਿ ਸਭ ਜਗ ਮਹਿ ਚਾਨਣੁ ਹੋਇ ॥੪॥੧॥੭੧॥
હે નાનક! જે મનુષ્ય પરમાત્મા ના પ્રેમ રંગમાં રંગાયેલો રહે છે તે આખા જગત માં પ્રકાશ આપનાર બની જાય છે ।।૪।।૧।।૭૧।।

ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ
શ્રી રાગ મહેલ ૫।।

ਮਨਿ ਬਿਲਾਸੁ ਬਹੁ ਰੰਗੁ ਘਣਾ ਦ੍ਰਿਸਟਿ ਭੂਲਿ ਖੁਸੀਆ
જો કોઈ મનુષ્યના મનમાં અનેક પ્રકારના ઘણો બધો ઉત્સાહ હોય,જો તેની આંખો દુનિયાના આનંદમાં જ ગૂંચવાયેલી રહે

ਛਤ੍ਰਧਾਰ ਬਾਦਿਸਾਹੀਆ ਵਿਚਿ ਸਹਸੇ ਪਰੀਆ ॥੧॥
જો આવી રાજાશાહી મળતી હોય કે માથે ની છત ટકેલી રહે, તો પણ સાધુ-સંગતિ વગર બધા આનંદ કરારમાં મૂકવામાં આવે છે।।૧।।

ਭਾਈ ਰੇ ਸੁਖੁ ਸਾਧਸੰਗਿ ਪਾਇਆ
હે ભાઈ! સાધુ- સંગતિ માં જ સુખ મળે છે

ਲਿਖਿਆ ਲੇਖੁ ਤਿਨਿ ਪੁਰਖਿ ਬਿਧਾਤੈ ਦੁਖੁ ਸਹਸਾ ਮਿਟਿ ਗਇਆ ॥੧॥ ਰਹਾਉ
તે અકાળ-પુરખ સર્જકે જેના કપાળ પર સારા નસીબના લેખ લખ્યા તેને સત્સંગ મળે છે અને તેના દુ:ખ પણ દૂર થાય છે ।।૧।। વિરામ।।

ਜੇਤੇ ਥਾਨ ਥਨੰਤਰਾ ਤੇਤੇ ਭਵਿ ਆਇਆ
પૃથ્વી પર જેટલી પણ સુંદર સુંદર જગ્યાઓ છે જો કોઈ મનુષ્ય તે બધા સ્થળો ફરી ફરી ને જોઈ આવ્યો હોય

ਧਨ ਪਾਤੀ ਵਡ ਭੂਮੀਆ ਮੇਰੀ ਮੇਰੀ ਕਰਿ ਪਰਿਆ ॥੨॥
જો કોઈ ખૂબ જ ધનિક હોય, ઘણી બધી જમીનનો માલિક હોય, તો પણ સાધુ-સંગતિ વગર “મારા પૈસા”, “મારી જમીન” કહી કહીને દુઃખી રહે છે ।।૨।।

ਹੁਕਮੁ ਚਲਾਏ ਨਿਸੰਗ ਹੋਇ ਵਰਤੈ ਅਫਰਿਆ
જો કોઈ મનુષ્ય ભય, જોખમ અને ખચકાટ મૂકીને લોકો પર પોતાના હુકમ ચલાવે, લોકો સાથે ગેરવર્તણૂક કરે

ਸਭੁ ਕੋ ਵਸਗਤਿ ਕਰਿ ਲਇਓਨੁ ਬਿਨੁ ਨਾਵੈ ਖਾਕੁ ਰਲਿਆ ॥੩॥
પછી ભલે તે બધાને પોતાના કાબુમાં કરી લે તો પણ સાધુ-સંગતિ થી વંચિત રહીને, પરમાત્મા ના નામ વિના સુખ મળતું નથી, અને અંતે તો ધૂળમાં મળી જાય છે ।।3।।

ਕੋਟਿ ਤੇਤੀਸ ਸੇਵਕਾ ਸਿਧ ਸਾਧਿਕ ਦਰਿ ਖਰਿਆ
જો કોઈ આટલા મોટા રાજ્યનો રાજા બની જાય કે બધી જવાબદારી પણ મળી જાય, અને તેત્રિસ કરોડ દેવતા તેમના સેવક બની જાય, સિદ્ધો અને સાધકો તેના ઓટલે ઉભા રહે

ਗਿਰੰਬਾਰੀ ਵਡ ਸਾਹਬੀ ਸਭੁ ਨਾਨਕ ਸੁਪਨੁ ਥੀਆ ॥੪॥੨॥੭੨॥
તો પણ, હે નાનક! સાધુ-સંગતિ વગર કોઈ સુખ નથી મળતું અને આ બધું એક સ્વપ્ન બનીને જ રહી જાય છે ।।૪।।૨।।૭૨।।

error: Content is protected !!