ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੫ ॥
શ્રી રાગ મહેલ ૫।।
ਭਲਕੇ ਉਠਿ ਪਪੋਲੀਐ ਵਿਣੁ ਬੁਝੇ ਮੁਗਧ ਅਜਾਣਿ ॥
દરરોજ ઉદ્યમ કરીને આ શરીરનું ભરણ પોષણ કરે છે, જીવન નો ઉદ્દેશ્ય સમજ્યા વિના તે મૂર્ખ જ રહે છે
ਸੋ ਪ੍ਰਭੁ ਚਿਤਿ ਨ ਆਇਓ ਛੁਟੈਗੀ ਬੇਬਾਣਿ ॥
તે ક્યારેય પરમાત્મા ને યાદ નથી કરતો, અને છેવટે તે સ્મશાનમાં ફેંકી દેવામાં આવશે
ਸਤਿਗੁਰ ਸੇਤੀ ਚਿਤੁ ਲਾਇ ਸਦਾ ਸਦਾ ਰੰਗੁ ਮਾਣਿ ॥੧॥
હે પ્રાણી! હજુ પણ સમય છે, પોતાના ગુરુ સાથે મનને જોડો, પરમાત્માનું સ્મરણ કરી ને હંમેશા કાયમ રહેવાવાળા આધ્યાત્મિક આનંદ લે ।।૧।।
ਪ੍ਰਾਣੀ ਤੂੰ ਆਇਆ ਲਾਹਾ ਲੈਣਿ ॥
હે પ્રાણી! તમે આ જગમાં પરમાત્માના નામ નું લાભ લેવા આવ્યા છો
ਲਗਾ ਕਿਤੁ ਕੁਫਕੜੇ ਸਭ ਮੁਕਦੀ ਚਲੀ ਰੈਣਿ ॥੧॥ ਰਹਾਉ ॥
તું ક્યાં ખુઆરી વાળા કામમાં રોકાયેલ છે?,તમારા જીવનની બધી રાત સમાપ્ત થઈ રહી છે. ।।૧।। વિરામ।।
ਕੁਦਮ ਕਰੇ ਪਸੁ ਪੰਖੀਆ ਦਿਸੈ ਨਾਹੀ ਕਾਲੁ ॥
પશુ કિલ્લોલ કરે છે,પક્ષી કિલ્લોલ કરે છે, પશુ અને પક્ષી ને મૃત્યુ દેખાતી નથી
ਓਤੈ ਸਾਥਿ ਮਨੁਖੁ ਹੈ ਫਾਥਾ ਮਾਇਆ ਜਾਲਿ ॥
પરંતુ મનુષ્ય પણ તેની સાથે જોડાયો છે, પ્રાણી પક્ષીની જેમ તે મૃત્યુને યાદ પણ નથી કરતો, અને તે માયાના જાળમાં ફસાઈ ગયો છે
ਮੁਕਤੇ ਸੇਈ ਭਾਲੀਅਹਿ ਜਿ ਸਚਾ ਨਾਮੁ ਸਮਾਲਿ ॥੨॥
માયા જાળ થી બચેલા તે જ લોકો દેખાય છે જે પરમાત્માનું હંમેશા કાયમ રહેવા વાળું નામ પોતાના હૃદયમાં વસાવે છે ।।૨।।
ਜੋ ਘਰੁ ਛਡਿ ਗਵਾਵਣਾ ਸੋ ਲਗਾ ਮਨ ਮਾਹਿ ॥
હે પ્રાણી! જે આ ઘર ને છોડીને કાયમ માટે જવાનું છે, તે તમારા મનને વ્હાલું લાગે છે
ਜਿਥੈ ਜਾਇ ਤੁਧੁ ਵਰਤਣਾ ਤਿਸ ਕੀ ਚਿੰਤਾ ਨਾਹਿ ॥
અને જ્યાં તમારો વ્યવહાર થવાનો છે, તમે એની સાથે જરા પણ ચિંતા નથી
ਫਾਥੇ ਸੇਈ ਨਿਕਲੇ ਜਿ ਗੁਰ ਕੀ ਪੈਰੀ ਪਾਹਿ ॥੩॥
બધા જ જીવો માયાના મોહમાં ફસાયેલા છે, આ મોહ માં ફસાયેલા તે જ લોકો નીકળી શકે છે જે ગુરુ ના ચરણોમાં પડી જાય છે ।।૩।।
ਕੋਈ ਰਖਿ ਨ ਸਕਈ ਦੂਜਾ ਕੋ ਨ ਦਿਖਾਇ ॥
પરંતુ, માયા નો મોહ ખૂબ જ પ્રબળ હોય છે, તેમાંથી ગુરુ સિવાય બીજું કોઈ બચાવી શકતા નથી
ਚਾਰੇ ਕੁੰਡਾ ਭਾਲਿ ਕੈ ਆਇ ਪਇਆ ਸਰਣਾਇ ॥
ગુરુ સિવાય આવું સક્ષમ કોઈ દેખાતું નથી, હું આખી સૃષ્ટિ શોધીને ગુરુના શરણે આવ્યો છું
ਨਾਨਕ ਸਚੈ ਪਾਤਿਸਾਹਿ ਡੁਬਦਾ ਲਇਆ ਕਢਾਇ ॥੪॥੩॥੭੩॥
હે નાનક! સાચા પતિ અને ગુરુ એ મને માયા ના મોહ ના સમુદ્રમાં ડૂબી રહેલા ને કાઢી લીધો છે ।।૪।।૩।।૭૩।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੫ ॥
શ્રી રાગ મહેલ ૫।।
ਘੜੀ ਮੁਹਤ ਕਾ ਪਾਹੁਣਾ ਕਾਜ ਸਵਾਰਣਹਾਰੁ ॥
કોઈ ના ઘરે ઘડી બે ઘડી ગયેલા મહેમાન તે ઘર નો કામ કરવાવાળા બની ને બેસે તો હાસ્યપદ જ હોય છે તેવી જ રીતે જીવ આ જગતમાં ઘડી બે ઘડી મહેમાન જ છે , પરંતુ પોતાનો કામ-ધંધો કરવામાં જ લાગેલો છે
ਮਾਇਆ ਕਾਮਿ ਵਿਆਪਿਆ ਸਮਝੈ ਨਾਹੀ ਗਾਵਾਰੁ ॥
મૂર્ખ જીવનનો સાચો રસ્તો નથી સમજતો, માયા ના મોહ અને શૃંગારવાદ માં જ ફસાયેલો રહે છે
ਉਠਿ ਚਲਿਆ ਪਛੁਤਾਇਆ ਪਰਿਆ ਵਸਿ ਜੰਦਾਰ ॥੧॥
જ્યારે તે અહીંથી જાય છે ત્યારે પછતાય છે પરંતુ ત્યારે પછતાય ને શું ફાયદો? યમ ના વશ માં થઈ જાય છે ।।૧।।
ਅੰਧੇ ਤੂੰ ਬੈਠਾ ਕੰਧੀ ਪਾਹਿ ॥
હે માયાના મોહમાં આંધળા થયેલા જીવો! જેમ કોઈ નદીના કાંઠે એક ઝાડ ઉગી ગયો હોય, કોઈપણ સમય નદી કાઠો તૂટી જવાને કારણે તે વૃક્ષ નદીમાં વહી શકે છે, તે જ રીતે તમે મૃત્યુ રૂપી નદીના કિનારે બેઠા છો ખબર નથી ક્યાં સમયે મૃત્યુ આવી જાય
ਜੇ ਹੋਵੀ ਪੂਰਬਿ ਲਿਖਿਆ ਤਾ ਗੁਰ ਕਾ ਬਚਨੁ ਕਮਾਹਿ ॥੧॥ ਰਹਾਉ ॥
જો તમારા કપાળ પર પાછલા જન્મની કમાણી ના સારા લેખ લખેલા હોય, તો પછી તમે ગુરુના ઉપદેશ મુજબ, તમારું જીવન બનાવો, અને આધ્યાત્મિક મૃત્યુથી બચી જાઓ ।।૧।। વિરામ ।।
ਹਰੀ ਨਾਹੀ ਨਹ ਡਡੁਰੀ ਪਕੀ ਵਢਣਹਾਰ ॥
એ જરૂરી નથી કે લીલી ખેતી ન કાપવી જોઈએ, ડોડવા પર આવેલો અડધો પાકેલો પાક ન કાપવા જોઈએ અને માત્ર પાકેલો જ પાક કાપવો જોઈએ
ਲੈ ਲੈ ਦਾਤ ਪਹੁਤਿਆ ਲਾਵੇ ਕਰਿ ਤਈਆਰੁ ॥
જયારે ખેતરના માલિક નો આદેશ હોય છે, તે જ કાપવા વાળો તૈયાર કરે છે, જે દાતેડું લઇ ને ખેતર માં આવી પહોંચે છે, તે કાપવા વાળા કાપી ને સારું ખેતર માપી લઇ છે
ਜਾ ਹੋਆ ਹੁਕਮੁ ਕਿਰਸਾਣ ਦਾ ਤਾ ਲੁਣਿ ਮਿਣਿਆ ਖੇਤਾਰੁ ॥੨॥
આવી રીતે જગત નો માલિક પ્રભુ જ્યારે આદેશ આપે છે, યમ આવીને જીવો ને લઇ જાય છે પછી ભલે બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય ।।૨।।
ਪਹਿਲਾ ਪਹਰੁ ਧੰਧੈ ਗਇਆ ਦੂਜੈ ਭਰਿ ਸੋਇਆ ॥
માયા માં રહેતા મૂર્ખ માણસની જીવન ની રાત ની પહેલી પ્રહર સંસારના ધંધામાં પસાર થાય છે બીજી પ્રહરે મોહ ની નિદ્રામાં મન ભરીને સૂતો રહે છે
ਤੀਜੈ ਝਾਖ ਝਖਾਇਆ ਚਉਥੈ ਭੋਰੁ ਭਇਆ ॥
અને ત્રીજી પ્રહરે ઝેરનો અનુભવ કરતો રહે છે ,છેવટે ચોથો પ્રહરે દિવસ થઈ જાય છે વૃદ્ધાવસ્થા આવે છે અને તેમની મૃત્યુ તેમને બોલાવે છે
ਕਦ ਹੀ ਚਿਤਿ ਨ ਆਇਓ ਜਿਨਿ ਜੀਉ ਪਿੰਡੁ ਦੀਆ ॥੩॥
જે પ્રભુએ આ જીવાત્મા અને શરીર આપ્યું છે તે ક્યારેય પણ તેના મન માં નથી આવતા, તેને ક્યારેય પણ યાદ નથી કરતો ।।૩।।
ਸਾਧਸੰਗਤਿ ਕਉ ਵਾਰਿਆ ਜੀਉ ਕੀਆ ਕੁਰਬਾਣੁ ॥
હું સાધુ સંગતિ પર કુરબાન થાઉં છું અને તેના પર મારી જીવાત્માના બલિદાન આપું છું
ਜਿਸ ਤੇ ਸੋਝੀ ਮਨਿ ਪਈ ਮਿਲਿਆ ਪੁਰਖੁ ਸੁਜਾਣੁ ॥
કારણ કે, સાધુ-સંગતિ માંથી, મન માં પ્રભુ નું સ્મરણ જન્મે છે અને સાધુ-સંગતિ દ્વારા જ બધા નું હૃદય- જાણનાર અકાલ પુરખ મળે છે
ਨਾਨਕ ਡਿਠਾ ਸਦਾ ਨਾਲਿ ਹਰਿ ਅੰਤਰਜਾਮੀ ਜਾਣੁ ॥੪॥੪॥੭੪॥
હે નાનક! અંતરયામી સમજદાર પ્રભુ ને સાધુ-સંગતિ ની કૃપાથી જ મેં હંમેશા પોતાની આજુ-બાજુ જોયો છે ।।૪।।૪।।૭૪।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੫ ॥
શ્રી રાગ મહેલ ૫।।
ਸਭੇ ਗਲਾ ਵਿਸਰਨੁ ਇਕੋ ਵਿਸਰਿ ਨ ਜਾਉ ॥
મારી તો હંમેશા એ જ ઈચ્છા છે કે હું અન્ય બધી બાબતોને શંકા વિના ભૂલી જાઉં, પરંતુ આ એક પરમાત્મા નું નામ મને ક્યારેય ન ભૂલે
ਧੰਧਾ ਸਭੁ ਜਲਾਇ ਕੈ ਗੁਰਿ ਨਾਮੁ ਦੀਆ ਸਚੁ ਸੁਆਉ ॥
ગુરુએ વિશ્વના ધંધા પ્રત્યે મારો તમામ મોહ સળગાવી દીધો છે અને મને પ્રભુ નું નામ આપ્યું છેઆ હંમેશા સ્થિર નામ જ હવે મારું જીવન ઉદ્દેશ છે
ਆਸਾ ਸਭੇ ਲਾਹਿ ਕੈ ਇਕਾ ਆਸ ਕਮਾਉ ॥
હું મનમાંથી બધી વિશ્વની આશાઓ દૂર કરીને એક પરમાત્મા ની આશા પોતાની અંદર મક્કમ કરું
ਜਿਨੀ ਸਤਿਗੁਰੁ ਸੇਵਿਆ ਤਿਨ ਅਗੈ ਮਿਲਿਆ ਥਾਉ ॥੧॥
જે લોકો સદગુરુ નો આશરો લીધો છે તેને પરલોક માં પ્રભુ ના દરબારમાં સન્માન મળે છે ।।૧।।
ਮਨ ਮੇਰੇ ਕਰਤੇ ਨੋ ਸਾਲਾਹਿ ॥
હે મારા મન! કર્તાર ની મહિમા કર પણ તે મહિમા ની પ્રસન્નતા ફક્ત ગુરુ પાસેથી જ મળે છે
ਸਭੇ ਛਡਿ ਸਿਆਣਪਾ ਗੁਰ ਕੀ ਪੈਰੀ ਪਾਹਿ ॥੧॥ ਰਹਾਉ ॥
તેથી બધી હોશિયારી મૂકી દો અને ગુરુના ચરણોમાં પડો ।।૧।। વિરામ।।
ਦੁਖ ਭੁਖ ਨਹ ਵਿਆਪਈ ਜੇ ਸੁਖਦਾਤਾ ਮਨਿ ਹੋਇ ॥
જો સુખ દેવાવાળો પરમાત્મા મન માં જાય તો ન દુનિયા ના દુઃખ જોર કરી શકે છે, ન માયા ની ઈચ્છા નબળા કરી શકે છે
ਕਿਤ ਹੀ ਕੰਮਿ ਨ ਛਿਜੀਐ ਜਾ ਹਿਰਦੈ ਸਚਾ ਸੋਇ ॥
જ્યારે હૃદય માં તે હંમેશા સ્થિર રહેવાવાળા પરમાત્મા વસે છે તો કોઈ પણ કામ માં લાગેલા આધ્યાત્મિક જીવન નબળું નથી થતું
ਜਿਸੁ ਤੂੰ ਰਖਹਿ ਹਥ ਦੇ ਤਿਸੁ ਮਾਰਿ ਨ ਸਕੈ ਕੋਇ ॥
હે પ્રભુ! જે મનુષ્ય ને તું પોતાના હાથ આપીને વિકારોથી બચાવે છે , કોઈ વિકાર તેને આધ્યાત્મિક મૃત્યુ મારી શકતા નથી
ਸੁਖਦਾਤਾ ਗੁਰੁ ਸੇਵੀਐ ਸਭਿ ਅਵਗਣ ਕਢੈ ਧੋਇ ॥੨॥
હે ભાઈ! આધ્યાત્મિક આનંદ દેવાવાળા સદગુરુના શરણ લેવી જોઈએ, સદગુરુ મન માંથી બધા અવગુણો સાધીને ધોઈ નાખે છે ।।૨।।
ਸੇਵਾ ਮੰਗੈ ਸੇਵਕੋ ਲਾਈਆਂ ਅਪੁਨੀ ਸੇਵ ॥
હે પ્રકાશ સ્વરૂપ પ્રભુ! હું સેવક તે જીવ-સ્ત્રીઓની સેવાના દાન માંગે છું, જેણે તમે તમારી સેવામાં રોક્યા છે.