ਨਾਨਕ ਧੰਨੁ ਸੋਹਾਗਣੀ ਜਿਨ ਸਹ ਨਾਲਿ ਪਿਆਰੁ ॥੪॥੨੩॥੯੩॥
હે નાનક! તે જીવ-સ્ત્રી સુહાગ-ભાગ વાળી છે જેનો પ્રભુ સાથે પ્રેમ બનેલો રહે છે ।।૪।।૨૩।।૯૩।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੫ ਘਰੁ ੬ ॥
શ્રી રાગ મહેલ ૫ ઘર ૬ ।।
ਕਰਣ ਕਾਰਣ ਏਕੁ ਓਹੀ ਜਿਨਿ ਕੀਆ ਆਕਾਰੁ ॥
હે મારા મન! જે પરમાત્મા એ દેખાઈ દે તું જગત બનાવ્યું છે માત્ર તે જ સૃષ્ટિ ના રચનાર છે
ਤਿਸਹਿ ਧਿਆਵਹੁ ਮਨ ਮੇਰੇ ਸਰਬ ਕੋ ਆਧਾਰੁ ॥੧॥
હે મારા મન! જીવો ના રચનાર છે તથા જીવો નો આશરો છે તેને જ હંમેશા યાદ કરતા રહો ।।૧।।
ਗੁਰ ਕੇ ਚਰਨ ਮਨ ਮਹਿ ਧਿਆਇ ॥
હે ભાઈ! ગુરુ ના ચરણ પોતાના મનમાં ટકાવીને રાખ
ਛੋਡਿ ਸਗਲ ਸਿਆਣਪਾ ਸਾਚਿ ਸਬਦਿ ਲਿਵ ਲਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥
પોતાની બધી ચતુરાઈ છોડી દે, ગુરુ ના શબ્દો દ્વારા હંમેશા સ્થિર રહેવા વાળા પરમાત્મા માં ધ્યાન જોડ ।।૧।। વિરામ ।।
ਦੁਖੁ ਕਲੇਸੁ ਨ ਭਉ ਬਿਆਪੈ ਗੁਰ ਮੰਤ੍ਰੁ ਹਿਰਦੈ ਹੋਇ ॥
જે મનુષ્ય ના હૃદય માં ગુરુ નો ઉપદેશ હંમેશા વસે છે તેને કોઈ દુઃખ કોઈ કષ્ટ કોઈ ડર હેરાન કરતું નથી
ਕੋਟਿ ਜਤਨਾ ਕਰਿ ਰਹੇ ਗੁਰ ਬਿਨੁ ਤਰਿਓ ਨ ਕੋਇ ॥੨॥
લોકો કરોડો અને- અને પરિશ્રમ કરીને જાય છે પરંતુ ગુરુના શરણ માં પડ્યા વિના તે દુઃખ કષ્ટ થી કોઈ મનુષ્ય પાર ઉતરી શકતો નથી ।।૨।।
ਦੇਖਿ ਦਰਸਨੁ ਮਨੁ ਸਾਧਾਰੈ ਪਾਪ ਸਗਲੇ ਜਾਹਿ ॥
ગુરુના દર્શન કરીને જે મનુષ્ય નું મન ગુરુ નો આશરો પકડી લે છે તેને બધા પહેલા કરેલા પાપ નાશ થઈ જાય છે
ਹਉ ਤਿਨ ਕੈ ਬਲਿਹਾਰਣੈ ਜਿ ਗੁਰ ਕੀ ਪੈਰੀ ਪਾਹਿ ॥੩॥
હું એ ભાગ્યશાળી લોકોને બલિદાન આપું છું જે ગુરુ ના ચરણે પડી જાય છે।।૩।।
ਸਾਧਸੰਗਤਿ ਮਨਿ ਵਸੈ ਸਾਚੁ ਹਰਿ ਕਾ ਨਾਉ ॥
સાધુ-સંગતિ માં રહેવાથી હંમેશા સ્થિર રહેવા વાળા પરમાત્મા નું નામ મન માં આવીને વસી જાય છે
ਸੇ ਵਡਭਾਗੀ ਨਾਨਕਾ ਜਿਨਾ ਮਨਿ ਇਹੁ ਭਾਉ ॥੪॥੨੪॥੯੪॥
હે નાનક! તે લોકો ભાગ્યશાળી છે, જેના મન માં સાધુ-સંગતિ ટકવાનો આ પ્રેમ છે ।।૪।।૨૪।।૯૪।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੫ ॥
શ્રી રાગ મહેલ ૫ ।।
ਸੰਚਿ ਹਰਿ ਧਨੁ ਪੂਜਿ ਸਤਿਗੁਰੁ ਛੋਡਿ ਸਗਲ ਵਿਕਾਰ ॥
હે ભાઈ! પરમાત્મા ના નામ નું ધન એકત્ર કર પોતાના ગુરુ નું માન-સન્માન હદયમાં વસાવ અને આ રીતે બધા વિકારો છોડ
ਜਿਨਿ ਤੂੰ ਸਾਜਿ ਸਵਾਰਿਆ ਹਰਿ ਸਿਮਰਿ ਹੋਇ ਉਧਾਰੁ ॥੧॥
જે પરમાત્માએ તને જન્મ આપીને સુંદર બનાવ્યો છે તેનું સ્મરણ કર બધા વિકારો થી તું બચી જઈશ ।।૧।।
ਜਪਿ ਮਨ ਨਾਮੁ ਏਕੁ ਅਪਾਰੁ ॥
હે મન! તે પરમાત્મા નું નામ જપ જે એક પોતે જ પોતે અને જે અનંત છે
ਪ੍ਰਾਨ ਮਨੁ ਤਨੁ ਜਿਨਹਿ ਦੀਆ ਰਿਦੇ ਕਾ ਆਧਾਰੁ ॥੧॥ ਰਹਾਉ ॥
જેણે આ જીવાત્મા આપી છે મન આપ્યું છે અને શરીર આપ્યું છે, જે બધા જીવો ના હદયનો આશરો છે ।।૧।। વિરામ ।।
ਕਾਮਿ ਕ੍ਰੋਧਿ ਅਹੰਕਾਰਿ ਮਾਤੇ ਵਿਆਪਿਆ ਸੰਸਾਰੁ ॥
જે લોકો પર જગત નો મોહ દબાવ નાખી રાખે છે, તે કામમાં, ક્રોધમાં, અહંકારમાં મસ્ત રહે છ
ਪਉ ਸੰਤ ਸਰਣੀ ਲਾਗੁ ਚਰਣੀ ਮਿਟੈ ਦੂਖੁ ਅੰਧਾਰੁ ॥੨॥
આ વિકારો થી બચવા માટે હે ભાઈ! ગુરુ ની શરણે પડ, ગુરુના ચરણે લાગી,ગુરુ નો આશરો લેવાથી અજ્ઞાનતા નું ઘેરા અંધકાર રૂપ દુઃખ મટી જાય છે ।।૨।।
ਸਤੁ ਸੰਤੋਖੁ ਦਇਆ ਕਮਾਵੈ ਏਹ ਕਰਣੀ ਸਾਰ ॥
તે સેવા, સંતોષ અને દયા ની કમાણી કમાઈ છે અને તે જ શ્રેષ્ઠ કાર્ય છે
ਆਪੁ ਛੋਡਿ ਸਭ ਹੋਇ ਰੇਣਾ ਜਿਸੁ ਦੇਇ ਪ੍ਰਭੁ ਨਿਰੰਕਾਰੁ ॥੩॥
જે ભાગ્યશાળી મનુષ્ય ને નિરંકાર પ્રભુ પોતાના નામ નું દાન આપે છે તે સ્વયં ભાવ છોડીને બધાના ચરણોની ધૂળ બને છે ।।૩।।
ਜੋ ਦੀਸੈ ਸੋ ਸਗਲ ਤੂੰਹੈ ਪਸਰਿਆ ਪਾਸਾਰੁ ॥
હે પ્રભુ! જે આ જગત દેખાય છે બધું તારું જ રૂપ દેખાય છે, તારું જ પસાર કર્યું છે
ਕਹੁ ਨਾਨਕ ਗੁਰਿ ਭਰਮੁ ਕਾਟਿਆ ਸਗਲ ਬ੍ਰਹਮ ਬੀਚਾਰੁ ॥੪॥੨੫॥੯੫॥
હે નાનક! કહે ગુરુ એ જે મનુષ્ય ના મન નો ભટકાવ દૂર કરી દીધો છે તેને આ જ વિચાર બની રહે છે કે દરેક જગ્યાએ તું જ તું છે ।।૪।।૨૫।।૯૫।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੫ ॥
શ્રી રાગ મહેલ ૫।।
ਦੁਕ੍ਰਿਤ ਸੁਕ੍ਰਿਤ ਮੰਧੇ ਸੰਸਾਰੁ ਸਗਲਾਣਾ ॥
હે ભાઈ! આખું જગત શાસ્ત્રો અનુસાર હંમેશા ખરાબ કર્મો અને સારા કર્મો ના વિચારમાં જ ડૂબેલો રહે છે
ਦੁਹਹੂੰ ਤੇ ਰਹਤ ਭਗਤੁ ਹੈ ਕੋਈ ਵਿਰਲਾ ਜਾਣਾ ॥੧॥
પરમાત્મા ની ભક્તિ કરવાવાળો મનુષ્ય આ બે વિચારો થી મુક્ત રહે છે કે શાસ્ત્રો અનુસાર ખરાબ કર્મો ક્યાં અને સારા કર્મો ક્યાં છે, પરંતુ એવું કોઈ દુર્લભ જ મળે છે ।।૧।।
ਠਾਕੁਰੁ ਸਰਬੇ ਸਮਾਣਾ ॥
હે સ્વામી! તું બધા જીવો માં સમાયેલો છે, તું બધાનો પાલનહાર છે
ਕਿਆ ਕਹਉ ਸੁਣਉ ਸੁਆਮੀ ਤੂੰ ਵਡ ਪੁਰਖੁ ਸੁਜਾਣਾ ॥੧॥ ਰਹਾਉ ॥
હે સ્વામી! આનાથી વધારે તારા વિશે હું શું કહું અને શું સાંભળું ? તું બધાથી મોટો છે, તું બધામાં વ્યાપક છે, તું બધાના મનનું જાણવા વાળો છે ।।૧।। વિરામ।।
ਮਾਨ ਅਭਿਮਾਨ ਮੰਧੇ ਸੋ ਸੇਵਕੁ ਨਾਹੀ ॥
હે સંત જનો! જે મનુષ્ય જગતમાં મળતા આદર અથવા અનાદર ના અહેશાશ માં ફસાયેલો રહે છે, તે પરમાત્મા નો વાસ્તવિક સેવક નથી
ਤਤ ਸਮਦਰਸੀ ਸੰਤਹੁ ਕੋਈ ਕੋਟਿ ਮੰਧਾਹੀ ॥੨॥
બધી જગ્યાએ જગતના મૂળ-પ્રભુ ને જોવા વાળો અને બધાને એક જેવી પ્રેમ નજર થી જોવાવાળો કરોડોમાં કોઈ એક હોય છે ।।૨।।
ਕਹਨ ਕਹਾਵਨ ਇਹੁ ਕੀਰਤਿ ਕਰਲਾ ॥
જ્ઞાન વગેરે ની વાતો નિરક્ષવી, બોલવી ને બોલાવી- આ માર્ગ છે દુનિયા ની શોભા કમાવવાનો
ਕਥਨ ਕਹਨ ਤੇ ਮੁਕਤਾ ਗੁਰਮੁਖਿ ਕੋਈ ਵਿਰਲਾ ॥੩॥
ગુરૂની શરણે પડેલો દુર્લભ મનુષ્ય જ હોય છે જે જ્ઞાનની આ મોઢે મોઢે વાત કહેવાથી મુક્ત રહે છે ।।૩।।
ਗਤਿ ਅਵਿਗਤਿ ਕਛੁ ਨਦਰਿ ਨ ਆਇਆ ॥
તેને આ વાત તરફ ધ્યાન નથી હોતું કે મુક્તિ શું છે અને ના-મુક્તિ શું છે? તેને પ્રભુ જ દરેક જગ્યાએ દેખાય છે, પ્રભુ ની યાદ જ તેનો નિશાનો છે
ਸੰਤਨ ਕੀ ਰੇਣੁ ਨਾਨਕ ਦਾਨੁ ਪਾਇਆ ॥੪॥੨੬॥੯੬॥
હે નાનક! જે મનુષ્ય એ સંત જનોની ચરણોની ધૂળ નું દાન પ્રાપ્ત કરી લીધું છે ।।૪।।૨૬।।૯૬।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੫ ਘਰੁ ੭ ॥
શ્રી રાગ મહેલ ૫ ઘર ૭ ।।
ਤੇਰੈ ਭਰੋਸੈ ਪਿਆਰੇ ਮੈ ਲਾਡ ਲਡਾਇਆ ॥
હે વ્હાલા પ્રભુ પિતા! તારા પ્રેમ ના ભરોશે મેં લાડ માં જ દિવસ પસાર કર્યા છે
ਭੂਲਹਿ ਚੂਕਹਿ ਬਾਰਿਕ ਤੂੰ ਹਰਿ ਪਿਤਾ ਮਾਇਆ ॥੧॥
મને વિશ્વાસ છે કે તું અમારા માતા-પિતા છે અને બાળકો ભૂલ-ચૂક કરતા જ રહે છે ।।૧।।
ਸੁਹੇਲਾ ਕਹਨੁ ਕਹਾਵਨੁ ॥
પરંતુ આ કહેવું કે કહેવડાવવું સહેલું છે કે અમે તારા બોલ માનીએ છીએ
ਤੇਰਾ ਬਿਖਮੁ ਭਾਵਨੁ ॥੧॥ ਰਹਾਉ ॥
હે પ્રભુ! તારા બોલ માનવા તારી મંજૂરી માં રહેવું, તારી મરજી માં ચાલવું અઘરું છે ।।૧।। વિરામ।।
ਹਉ ਮਾਣੁ ਤਾਣੁ ਕਰਉ ਤੇਰਾ ਹਉ ਜਾਨਉ ਆਪਾ ॥
હું તારો જ આશરો જ રાખું છું, હું જાણું છું કે તું મારો પોતાનો છે તું બધા જીવો ની અંદર વસે છે અને બધા થી બહાર પણ છે.
ਸਭ ਹੀ ਮਧਿ ਸਭਹਿ ਤੇ ਬਾਹਰਿ ਬੇਮੁਹਤਾਜ ਬਾਪਾ ॥੨॥
હે અદમ્ય પિતા પ્રભુ! હું તારું જ આદર કરું છું મને એ ગર્વ છે કે તું મારા માથા પર છે. ।।૨।।
ਪਿਤਾ ਹਉ ਜਾਨਉ ਨਾਹੀ ਤੇਰੀ ਕਵਨ ਜੁਗਤਾ ॥
હે પિતા પ્રભુ! મને ખબર નથી કે તમને પ્રસન્ન કરવાની રીત શુ છે