ਗੂਜਰੀ ਸ੍ਰੀ ਨਾਮਦੇਵ ਜੀ ਕੇ ਪਦੇ ਘਰੁ ੧
ગુરુ શ્રી નામદેવજી ના પદ ઘર ૧
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વતપરમાત્મા છે જે સદ્દગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥
ਜੌ ਰਾਜੁ ਦੇਹਿ ਤ ਕਵਨ ਬਡਾਈ ॥
હે પરમેશ્વર! જો તું મને સામ્રાજ્ય પણ આપી દે તો એમાં મારી કંઈ મહાનતા છે?
ਜੌ ਭੀਖ ਮੰਗਾਵਹਿ ਤ ਕਿਆ ਘਟਿ ਜਾਈ ॥੧॥
જો તું મને ભિખારી બનાવીને ભિક્ષા મંગાવી લે તો પણ એમાં મારુ શું ઓછું થઈ જશે ॥૧॥
ਤੂੰ ਹਰਿ ਭਜੁ ਮਨ ਮੇਰੇ ਪਦੁ ਨਿਰਬਾਨੁ ॥
હે મારા મન! તું હરિનું ભજન કર, તને મોક્ષની પદવી પ્રાપ્ત થઈ જશે
ਬਹੁਰਿ ਨ ਹੋਇ ਤੇਰਾ ਆਵਨ ਜਾਨੁ ॥੧॥ ਰਹਾਉ ॥
આ રીતે તારો આ દુનિયામાં બીજી વાર જન્મ-મરણ થશે નહીં ॥૧॥વિરામ॥
ਸਭ ਤੈ ਉਪਾਈ ਭਰਮ ਭੁਲਾਈ ॥
હે પ્રભુ! આખી સૃષ્ટિ તે પોતે જ ઉત્પન્ન કરેલી છે તથા પોતે જ તેને આ ભ્રમમાં ભટકાડેલો છે
ਜਿਸ ਤੂੰ ਦੇਵਹਿ ਤਿਸਹਿ ਬੁਝਾਈ ॥੨॥
જેને તું સારો પ્રભાવ પ્રદાન કરે છે તે જ તને સમજે છે ॥૨॥
ਸਤਿਗੁਰੁ ਮਿਲੈ ਤ ਸਹਸਾ ਜਾਈ ॥
જ્યારે સદ્દગુરુ મળી જાય છે તો મનની મુશ્કેલી દૂર થઈ જાય છે
ਕਿਸੁ ਹਉ ਪੂਜਉ ਦੂਜਾ ਨਦਰਿ ਨ ਆਈ ॥੩॥
હે પરમાત્મા! તારા સિવાય હું કોની પૂજા કરું? કારણ કે મને બીજું કોઈ ગુણદાતા દેખાય દેતું નથી ॥૩॥
ਏਕੈ ਪਾਥਰ ਕੀਜੈ ਭਾਉ ॥
ખુબ હેરાની છે કે એક પથ્થર મૂર્તિ બનાવીને શ્રદ્ધાથી પૂજાય છે અને
ਦੂਜੈ ਪਾਥਰ ਧਰੀਐ ਪਾਉ ॥
બીજો પથ્થર પગથી તિરસ્કારાય છે
ਜੇ ਓਹੁ ਦੇਉ ਤ ਓਹੁ ਭੀ ਦੇਵਾ ॥
જો એક પથ્થર દેવતા છે તો બીજો પણ દેવતા જ છે
ਕਹਿ ਨਾਮਦੇਉ ਹਮ ਹਰਿ ਕੀ ਸੇਵਾ ॥੪॥੧॥
નામદેવનું કથન છે કે અમે તો મૂર્તિ પૂજાને છોડીને માત્ર પરમાત્માની જ સેવા કરીએ છીએ ॥૪॥૧॥
ਗੂਜਰੀ ਘਰੁ ੧ ॥
ગુજરી ઘર ૧ ॥
ਮਲੈ ਨ ਲਾਛੈ ਪਾਰ ਮਲੋ ਪਰਮਲੀਓ ਬੈਠੋ ਰੀ ਆਈ ॥
હે બહેન! તે પ્રભુમાં મોહ-માયાની ગંદકીનું લેશમાત્ર પણ ચિન્હ નથી તે તો ગંદકીથી ઉપર છે અર્થાત પવિત્ર-પાવન છે તથા ચંદનની સુગંધની જેમ બધાના હૃદયમાં આવીને વસેલો છે
ਆਵਤ ਕਿਨੈ ਨ ਪੇਖਿਓ ਕਵਨੈ ਜਾਣੈ ਰੀ ਬਾਈ ॥੧॥
તે પ્રભુને ક્યારેય કોઈએ આવતા જોયા નથી તેથી તેને કોણ જાણી શકે છે કે તેનું સ્વરૂપ કેવું છે ॥૧॥
ਕਉਣੁ ਕਹੈ ਕਿਣਿ ਬੂਝੀਐ ਰਮਈਆ ਆਕੁਲੁ ਰੀ ਬਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥
હે બહેન! સર્વવ્યાપક પ્રભુના ગુણો વિશે હું કોણ વર્ણન કરી શકું છું અને તેના સ્વરૂપને કોણ સમજી શકે છે? તે તો કુળ રહિત છે ॥૧॥વિરામ॥
ਜਿਉ ਆਕਾਸੈ ਪੰਖੀਅਲੋ ਖੋਜੁ ਨਿਰਖਿਓ ਨ ਜਾਈ ॥
જેમ આકાશમાં પક્ષી ઉડે છે પરંતુ તેનો માર્ગ દેખાતો નથી
ਜਿਉ ਜਲ ਮਾਝੈ ਮਾਛਲੋ ਮਾਰਗੁ ਪੇਖਣੋ ਨ ਜਾਈ ॥੨॥
જેમ પાણીમાં માછલી તરે છે પરંતુ તેનો પણ માર્ગ દેખાતો નથી ॥૨॥
ਜਿਉ ਆਕਾਸੈ ਘੜੂਅਲੋ ਮ੍ਰਿਗ ਤ੍ਰਿਸਨਾ ਭਰਿਆ ॥
જેમ આકાશમાં મૃગજળની જેમ પાણીથી ભરેલો ઘડો દેખાય છે પરંતુ તેનું નિશ્ચિત સ્થાન મળતું નથી અર્થાત તેમ જ પરમાત્માનું નિશ્ચિત સ્થાન પ્રાપ્ત થતું નથી
ਨਾਮੇ ਚੇ ਸੁਆਮੀ ਬੀਠਲੋ ਜਿਨਿ ਤੀਨੈ ਜਰਿਆ ॥੩॥੨॥
નામદેવના સ્વામી વિઠલ પરમાત્મા તો એવા છે જેમણે ત્રણેય સંતાપ નાશ કરી દીધા છે ॥૩॥૨॥
ਗੂਜਰੀ ਸ੍ਰੀ ਰਵਿਦਾਸ ਜੀ ਕੇ ਪਦੇ ਘਰੁ ੩
ગુજરી શ્રી રવિદાસજીના પદ ઘર ૩ ॥
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સદ્દગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે ॥
ਦੂਧੁ ਤ ਬਛਰੈ ਥਨਹੁ ਬਿਟਾਰਿਓ ॥
દૂધ તો ગાયના આંચળમાં જ વાછરડાએ હેઠું કરી દીધું છે
ਫੂਲੁ ਭਵਰਿ ਜਲੁ ਮੀਨਿ ਬਿਗਾਰਿਓ ॥੧॥
ફૂલોને ભમરાએ સૂંઘ્યાં છે તથા પાણી માછલીએ અશુદ્ધ કરી દીધું છે ॥૧॥
ਮਾਈ ਗੋਬਿੰਦ ਪੂਜਾ ਕਹਾ ਲੈ ਚਰਾਵਉ ॥
હે મારી માતા! ગોવિંદની પૂજા-અર્ચના કરવા માટે કંઈ ભેટ-સામગ્રી અર્પિત કરું?
ਅਵਰੁ ਨ ਫੂਲੁ ਅਨੂਪੁ ਨ ਪਾਵਉ ॥੧॥ ਰਹਾਉ ॥
મને કોઈ બીજું અનુપ સુંદર ફૂલ મળી શકતું નથી શું તેના અભાવથી પ્રભુને પ્રાપ્ત કરી શકીશ નહીં? ॥૧॥વિરામ॥
ਮੈਲਾਗਰ ਬੇਰ੍ਹੇ ਹੈ ਭੁਇਅੰਗਾ ॥
ઝેરી સાપ ચંદનના વૃક્ષને વીંટળાયેલા રહે છે
ਬਿਖੁ ਅੰਮ੍ਰਿਤੁ ਬਸਹਿ ਇਕ ਸੰਗਾ ॥੨॥
ઝેર અને અમૃત સાગરમાં સાથે-સાથે જ વસે છે ॥૨॥
ਧੂਪ ਦੀਪ ਨਈਬੇਦਹਿ ਬਾਸਾ ॥
હે પ્રભુ! ધૂપ, દીપ, નૈવેદ્ય અને સુગંધીઓથી
ਕੈਸੇ ਪੂਜ ਕਰਹਿ ਤੇਰੀ ਦਾਸਾ ॥੩॥
તારો સેવક કેવી રીતે પૂજા કરી શકે છે કારણ કે તે પણ અશુદ્ધ જ છે ॥૩॥
ਤਨੁ ਮਨੁ ਅਰਪਉ ਪੂਜ ਚਰਾਵਉ ॥
પોતાનું તન-મન પરમાત્માને અર્પણ કરીને પૂજા કરવામાં આવે તો
ਗੁਰ ਪਰਸਾਦਿ ਨਿਰੰਜਨੁ ਪਾਵਉ ॥੪॥
ગુરુની કૃપાથી નિરંજન પ્રભુને મેળવી શકાય છે ॥૪॥
ਪੂਜਾ ਅਰਚਾ ਆਹਿ ਨ ਤੋਰੀ ॥
રવિદાસનું કથન છે કે હે ઈશ્વર! જો મારાથી તારી પૂજા-અર્ચના ના થઈ શકી તો
ਕਹਿ ਰਵਿਦਾਸ ਕਵਨ ਗਤਿ ਮੋਰੀ ॥੫॥੧॥
પછી આગળ મારી શું ગતિ થશે ॥૫॥૧॥
ਗੂਜਰੀ ਸ੍ਰੀ ਤ੍ਰਿਲੋਚਨ ਜੀਉ ਕੇ ਪਦੇ ਘਰੁ ੧
ગુજરી શ્રી ત્રિલોચન જીવના પદ ઘર ૧॥
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સદ્દગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે
ਅੰਤਰੁ ਮਲਿ ਨਿਰਮਲੁ ਨਹੀ ਕੀਨਾ ਬਾਹਰਿ ਭੇਖ ਉਦਾਸੀ ॥
જો અંતર ગંદુ છે અને તેને નિર્મળ કર્યું નથી તથા બહારથી ભલે એકાંતનો વેશ ધારણ કરેલો છે તો તેનો શું અભિપ્રાય?
ਹਿਰਦੈ ਕਮਲੁ ਘਟਿ ਬ੍ਰਹਮੁ ਨ ਚੀਨੑਾ ਕਾਹੇ ਭਇਆ ਸੰਨਿਆਸੀ ॥੧॥
હે ભાઈ! પોતાના હૃદયકમળમાં બ્રહ્માને ન ઓળખીને શા માટે સન્યાસી બનેલા છે ॥૧॥