Gujarati Page 679

ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੫ ਘਰੁ ੭
ધનાસરી મહેલ ૫ ઘર ૭ 

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥ 

ਹਰਿ ਏਕੁ ਸਿਮਰਿ ਏਕੁ ਸਿਮਰਿ ਏਕੁ ਸਿਮਰਿ ਪਿਆਰੇ ॥
હે પ્રેમાળ॥ એક પ્રભુનું સ્મરણ કર.

ਕਲਿ ਕਲੇਸ ਲੋਭ ਮੋਹ ਮਹਾ ਭਉਜਲੁ ਤਾਰੇ ॥ ਰਹਾਉ ॥
તે તને કલહ-ક્લેશ લોભ તેમજ મોહથી બચાવશે અને તે મહા ભયાનક સંસાર સમુદ્રથી પાર કરાવી દેશે ॥વિરામ॥ 

ਸਾਸਿ ਸਾਸਿ ਨਿਮਖ ਨਿਮਖ ਦਿਨਸੁ ਰੈਨਿ ਚਿਤਾਰੇ ॥
શ્વાસ-શ્વાસ. ક્ષણ-ક્ષણ તેમજ દિવસ-રાત પરમાત્માને યાદ કરતો રહે. 

ਸਾਧਸੰਗ ਜਪਿ ਨਿਸੰਗ ਮਨਿ ਨਿਧਾਨੁ ਧਾਰੇ ॥੧॥
નિશ્ચિંત થઈને સાધુ-સંગતિમાં ભજન કરીને નામરૂપી ખજાનાને પોતાના હ્રદયમાં વસાવીને રાખ ॥૧॥

ਚਰਨ ਕਮਲ ਨਮਸਕਾਰ ਗੁਨ ਗੋਬਿਦ ਬੀਚਾਰੇ ॥
પરમાત્માના સુંદર ચરણ-કમળોને નમન કર અને તેના ગુણોનું ચિંતન કર. 

ਸਾਧ ਜਨਾ ਕੀ ਰੇਨ ਨਾਨਕ ਮੰਗਲ ਸੂਖ ਸਧਾਰੇ ॥੨॥੧॥੩੧॥
હે નાનક! સંત-જનોની ચરણ-ધૂળ ખુબ ખુશી તેમજ સુખ આપે છે ॥૨॥૧॥૩૧॥

ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੫ ਘਰੁ ੮ ਦੁਪਦੇ
ધનાસરી મહેલ ૫ ઘર ૮ બેપદ 

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે

ਸਿਮਰਉ ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਸੁਖ ਪਾਵਉ ਸਾਸਿ ਸਾਸਿ ਸਮਾਲੇ ॥
હું પરમાત્માનું નામ-સ્મરણ કરું છું અને નામ-સ્મરણ કરીને સુખી થાવ છું. શ્વાસ-શ્વાસથી તેને જ સ્મરણ કરું છું.

ਇਹ ਲੋਕਿ ਪਰਲੋਕਿ ਸੰਗਿ ਸਹਾਈ ਜਤ ਕਤ ਮੋਹਿ ਰਖਵਾਲੇ ॥੧॥
પરમાત્માનું નામ જ આ લોક તેમજ આગળ પરલોકમાં મારી સાથે મારો સહાયક છે અને દરેક જગ્યાએ મારી રક્ષા કરે છે ॥૧॥ 

ਗੁਰ ਕਾ ਬਚਨੁ ਬਸੈ ਜੀਅ ਨਾਲੇ ॥
ગુરુની વાણી મારા પ્રાણોની સાથે રહે છે. 

ਜਲਿ ਨਹੀ ਡੂਬੈ ਤਸਕਰੁ ਨਹੀ ਲੇਵੈ ਭਾਹਿ ਨ ਸਾਕੈ ਜਾਲੇ ॥੧॥ ਰਹਾਉ ॥
આ જળમાં ડૂબતી નથી, ચોર આને ચોરી લઈ જઈ શકતો નથી અને આગ સળગાવી શકતી નથી ॥૧॥વિરામ॥ 

ਨਿਰਧਨ ਕਉ ਧਨੁ ਅੰਧੁਲੇ ਕਉ ਟਿਕ ਮਾਤ ਦੂਧੁ ਜੈਸੇ ਬਾਲੇ ॥
જેમ નિર્ધનનો સહારો ધન છે, અંધનો સહારો લાકડી છે અને બાળકનો સહારો માતાનું દુધ છે, તેમ જ મને ગુરુની વાણીનો સહારો છે.

ਸਾਗਰ ਮਹਿ ਬੋਹਿਥੁ ਪਾਇਓ ਹਰਿ ਨਾਨਕ ਕਰੀ ਕ੍ਰਿਪਾ ਕਿਰਪਾਲੇ ॥੨॥੧॥੩੨॥
હે નાનક! કૃપાના ઘર પરમાત્માએ મારા પર પોતાની કૃપા કરી છે અને મને સંસાર સમુદ્રમાંથી પાર નીકળવા માટે હરિ-નામરૂપી જહાજ મળી ગયું છે ॥૨॥૧॥૩૨॥

ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੫ ॥
ધનાસરી મહેલ ૫॥ 

ਭਏ ਕ੍ਰਿਪਾਲ ਦਇਆਲ ਗੋਬਿੰਦਾ ਅੰਮ੍ਰਿਤੁ ਰਿਦੈ ਸਿੰਚਾਈ ॥
જ્યારે દયાળુ પરમાત્મા કૃપાળુ થઈ ગયો તો નામ અમૃતને હૃદયમાં જ એકત્રિત કરી લીધું.

ਨਵ ਨਿਧਿ ਰਿਧਿ ਸਿਧਿ ਹਰਿ ਲਾਗਿ ਰਹੀ ਜਨ ਪਾਈ ॥੧॥
નવનિધિઓ તેમજ રિદ્ધિ-સિદ્ધિઓ હરિના સેવકનાં ચરણોમાં રહે છે ॥૧॥ 

ਸੰਤਨ ਕਉ ਅਨਦੁ ਸਗਲ ਹੀ ਜਾਈ ॥
સંતજનોને તો દરેક જગ્યા પર આનંદ જ આનંદ બની રહે છે.

ਗ੍ਰਿਹਿ ਬਾਹਰਿ ਠਾਕੁਰੁ ਭਗਤਨ ਕਾ ਰਵਿ ਰਹਿਆ ਸ੍ਰਬ ਠਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥
ભક્તોનો ઠાકોર પ્રભુ તેના હૃદય-ઘર તેમજ જગતમાં સર્વવ્યાપી છે ॥૧॥વિરામ॥ 

ਤਾ ਕਉ ਕੋਇ ਨ ਪਹੁਚਨਹਾਰਾ ਜਾ ਕੈ ਅੰਗਿ ਗੁਸਾਈ ॥
પ્રભુ જે મનુષ્યની સાથે હોય છે, પછી કોઈ પણ તેની સમાનતા કરનાર નથી.

ਜਮ ਕੀ ਤ੍ਰਾਸ ਮਿਟੈ ਜਿਸੁ ਸਿਮਰਤ ਨਾਨਕ ਨਾਮੁ ਧਿਆਈ ॥੨॥੨॥੩੩॥
હે નાનક! જેનું સ્મરણ કરવાથી મૃત્યુનો ભય મટી જાય છે, તેના નામનું જ ધ્યાન-મનન કરતો રહે ॥૨॥૨॥૩૩॥ 

ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੫ ॥
ધનાસરી મહેલ ૫॥

ਦਰਬਵੰਤੁ ਦਰਬੁ ਦੇਖਿ ਗਰਬੈ ਭੂਮਵੰਤੁ ਅਭਿਮਾਨੀ ॥
જેમ કોઈ ધનવાન મનુષ્ય પોતાના ધનને જોઇ-જોઇને ખુબ ઘમંડ કરે છે, ભૂમિપતિ પોતાની ભુમીને કારણે અભિમાની બની જાય છે અને 

ਰਾਜਾ ਜਾਨੈ ਸਗਲ ਰਾਜੁ ਹਮਰਾ ਤਿਉ ਹਰਿ ਜਨ ਟੇਕ ਸੁਆਮੀ ॥੧॥
જેમ કોઈ રાજા સમજે છે કે આખું રાજ્ય મારું પોતાનું જ છે, તેમ જ ભક્તજનોને પોતાના સ્વામીનો સહારો છે ॥૧॥ 

ਜੇ ਕੋਊ ਅਪੁਨੀ ਓਟ ਸਮਾਰੈ ॥
જો કોઈ પ્રાણી પોતાના સહારા પરમાત્માને હૃદયમાં સ્મરણ કરે છે, અને

ਜੈਸਾ ਬਿਤੁ ਤੈਸਾ ਹੋਇ ਵਰਤੈ ਅਪੁਨਾ ਬਲੁ ਨਹੀ ਹਾਰੈ ॥੧॥ ਰਹਾਉ ॥
પોતાના સામર્થ્ય પ્રમાણે કાર્ય કરે છે, તો તે પોતાનું નામરૂપી બળ હારતો નથી ॥૧॥વિરામ॥ 

ਆਨ ਤਿਆਗਿ ਭਏ ਇਕ ਆਸਰ ਸਰਣਿ ਸਰਣਿ ਕਰਿ ਆਏ ॥
હે પ્રભુ! મેં બીજા સહારા છોડીને એક પ્રભુનો જ સહારો લીધો છે. મને પોતાની શરણમાં લે, પોતાની શરણમાં લે, આ રાડો પાડતા હું તારા દરવાજા પર આવ્યો છું. 

ਸੰਤ ਅਨੁਗ੍ਰਹ ਭਏ ਮਨ ਨਿਰਮਲ ਨਾਨਕ ਹਰਿ ਗੁਨ ਗਾਏ ॥੨॥੩॥੩੪॥
હે નાનક! સંતોની કૃપાથી મારુ મન નિર્મળ થઈ ગયું છે અને હવે હું પરમાત્માનું જ ગુણગાન કરતો રહું છું ॥૨॥૩॥૩૪॥ 

ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੫ ॥
ધનાસરી મહેલ ૫॥

ਜਾ ਕਉ ਹਰਿ ਰੰਗੁ ਲਾਗੋ ਇਸੁ ਜੁਗ ਮਹਿ ਸੋ ਕਹੀਅਤ ਹੈ ਸੂਰਾ ॥
જે મનુષ્યને આ યુગમાં પરમાત્માનો પ્રેમ-રંગ લાગી ગયો છે, વાસ્તવમાં તે જ શૂરવીર કહેવાય છે. 

ਆਤਮ ਜਿਣੈ ਸਗਲ ਵਸਿ ਤਾ ਕੈ ਜਾ ਕਾ ਸਤਿਗੁਰੁ ਪੂਰਾ ॥੧॥
જેનો સદ્દગુરુ સંપૂર્ણ છે, તે પોતાની આત્મા પર વિજય પ્રાપ્ત કરી લે છે અને આખું જગત તેના વશમાં થઈ જાય છે ॥૧॥

error: Content is protected !!